Love Fine, Online - 11 books and stories free download online pdf in Gujarati

લવ ફાઈન, ઓનલાઇન - 11 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

લવ ફાઈન, ઓનલાઇન - 11

"અરે તું કાલે ફ્રી છું?!" રાજેશે એણે બપોરે જ ઓનલાઇન પકડી લીધી અને એણે કહેવા લાગ્યો!

"હા... એમ તો ફ્રી જ છું! બોલ ને શું કામ છે?!" પ્રાચી એ કહ્યું.

"કાલે આપને ક્યાંક ફરવા જવાનું છે... એક મસ્ત ગાર્ડન છે! મારી સાથે મારી એક ફ્રેન્ડ પણ આવવાની છે!" રાજેશે એણે મેસેજ માં કહ્યું.

"ઓહ... મને તો લાગ્યું કે બસ આપને બે જ જઈશું!" એણે નારાજગી વાળુ ઇમોજી મોકલતા મેસેજ કર્યો. એણે તો બસ કોઈ પણ બહાને રાજેશ સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવો હતો.

"અરે તું રાજીવને પણ બોલાવી લે ને... એ બહાને હું પણ એણે મળી લઈશ! જોઈએ એ કોણ છે જે મારી જગ્યા લેવા માંગે છે!" રાજેશે એણે મેસેજ કર્યો.

"તારી જગ્યા તો કોઈ ના લઇ શકે... અને એ જગ્યા તો હું કોઈ ને પણ ના આપી શકું!" પ્રાચી એ મેસેજ માં કહ્યું.

"સારું પણ કાલે તો એણે તું ચોક્કસ લઇ ને જ આવજે... ઑક્કે!" રાજેશે એણે ખાતરી પૂર્વક કહ્યું.

"હા... આવશે એ તો હું કહીશ એટલે..." પ્રાચી એ એણે ખાતરી અપાવી!

"બસ તો તો કાલે આપને અહીં થી બપોરે બાર વાગ્યે રવાના થઈશું! ઑક્ક્કે!" રાજેશે એણે સમજાવી.

"સારું... સારું... પણ જગ્યા શું છે?!" પ્રાચી એ સવાલ કર્યો.

"એક મસ્ત ગાર્ડન છે... મજા આવશે... આપને ચારેય મસ્ત વાતો કરી શકીએ... ખાઈ શકીએ એવી એ જગ્યા છે!" રાજેશે એણે વધારે જાણકારી આપી.

દરરોજ ની જેમ જ ચેટ પર વાત ચાલતી હતી અને છેલ્લે ઊંઘતા પહેલા જ "રાજીવ કાલે આવવા તૈયાર છે..." નો મેસેજ પણ પ્રાચી એ રાજેશને મોકલી દીધો!

બધું જ સેટ હતું... બસ ક્યારે કાલ થાય અને ક્યારે ત્યાં જઈએ એમ રાજેશ વિચારી રહ્યો હતો!

"જો સ્નેહા... મારી સાથે મારા બીજા બે ફ્રેન્ડસ પણ આવી રહ્યાં છે... ઑક્કે!" રાજેશે સ્નેહા ને પણ સમજાવી દીધી હતી!

"જુઓ, મારી સાથે જીજુ નો ભાઈ અને એની કોઈ ફ્રેન્ડ આવે છે..." આ બાજુ પ્રાચી એ પણ રાજીવ ને સમજાવી દીધો હતો!

રાજેશ એનાં ભાઈ ની કારમાં પોતે ડ્રાઈવ કરી ને બાજુમાં સ્નેહા ને બેસાડી ને રાજીવ જ્યાં ઓલરેડી આવી જ ગયો હતો ત્યાં પ્રાચી ના ઘરે જવા નીકળી પડ્યો.

"વાઉ! આજે તો તુ મસ્ત લાગે છે!" કારનો અરીસો ફેરવતા અને એમાં સ્નેહા ને જોતાં રાજેશે કમેન્ટ કરી!

"હા... થેંક યુ સો મચ!" સ્નેહા એ પણ કહ્યું.

બંને થોડી વાર માં તો પ્રાચી ના ઘરના આંગણે કાર પાર્ક કરવા લાગ્યાં.

"હેલ્લો... ક્યાં છો તમે, અમે તમારા ઘરે આવી ગયા!" રાજેશે પ્રાચી ને કોલ કરી દીધો હતો.

"અરે બસ થોડી જ વાર... જસ્ટ થોડો જ મેક અપ બાકી છે! તમે એક કામ કરો... અંદર આવી જાઓ! તમે ચા પી રહો ત્યાં સુધી તો હું તૈયાર પણ થઈ જઈશ!" પ્રાચી એ એમને અંદર આવવા કહ્યું.

"ચાલ અંદર... આપની માટે ચા તૈયાર છે!" રાજેશે સ્નેહા ને અંદર આવવા કહ્યું. અને બંને ઘર ના દરવાજે ડોર બેલ વગાડી ડોર ના ઓપન થવાના ઇન્તજાર માં લાગી ગયા!

બાપ રે બાપ... ડોર કોણ ખોલશે?! શું એ રાજીવ જ હશે?! એણે અહીં આમ જોઈ ને સ્નેહા નું રીએકસન કેવું હશે?! ઓહ ગોડ! રાજેશ વિચારી રહ્યો. એટલામાં તો અંદર થી કોઈ ડોર ખોલવા આવી રહ્યું હોય એવો પગરવ સંભળાયો તો બંને સજાગ થઈ ગયા!

પોતે જેમ પ્લાન કર્યો છે શું બધું એમ જ થશે કે બાજી આખી જ બગડી જશે અને રાજીવને એમ તો નહિ લાગે ને કે હું ખુદ સ્નેહા ને જ પ્યાર કરું છું! એવું પણ એને લાગવું શક્ય છે! પણ હવે થોડા ક્ષણોમાં જ એ દરેકે દરેક સવાલનો જવાબ પણ મળી જવાનો હતો.

 

વધુ આવતા અંકે...

***