love trejedy - 38 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 38

હવે આગળ ,
દેવ બસમાંથી ઉતરી ઘર તરફ ચાલવા લાગે છે પણ તેનું ધ્યાન હજી પણ નોકરી પર જ હતું અને તે જ વિચારો માં ને વિચારોમાં તે ઘર તરફ આગળ વધે છે પણ કેમ આજે તેને ઘર દૂર લાગતું હોય તેવું લાગે છે ફ3વ વિચારે છે કે હું નોકરીની વાત ઘરે કેવી રીતે કરીશ અને હા પાડે તો સારું મને નોકરી માટે તે વિચારતા વિચારતા ચાલતો જ જાય છે ઘર ક્યારે આવી જાય છે તેને ખબર પડતી નથી . ઘરે પહોંચીને તે જમીને કાઈ પણ બોલ્યા વગર શોપ પર જતો રહે છે . શોપ પર તેનું મન લાગતું નથી આજે તે શોપ પર થી વહેલા જવાનું કહે છે અને ઘરે આવી જાય છે દેવ શોપ પર થી ઘરે નીકળી ગયો પણ તે હજી તે જ વિચારો માં ખોવાયેલો રહ્યો . ઘરે કેમ વાત કરવી કેમ કરીને હું કહીશ ઘરે તે જ સમજાતું નહોતું . રાતના આઠ વાગ્યા દેવ ઘરે પહોંચ્યો.
ઘરમાં બધા લોકો ઘરે આવી ગયા હતા દેવ , દેવના મમ્મી - પપ્પા દેવનો ભાઈ અને દેવની સિસ્ટર બધા સાથે ભેગા થઈ ગયા દેવને આજે વહેલો ઘરે જોઈને બધા વિચાર કરવા લાગ્યા . ધીમે ધીમે જમવાની શરૂવાત થઈ અને દેવ જમતા જમતા પણ વિચાર કરતો હતો ક્યાંથી વાત ની શરૂવાત કરવી દેવ બધા સાથે જામતો હતો બધાની સામે જોતો જોતો જમવા લાગ્યો સાથે તેના વિચાર પણ દોડતા રહેતા હતા . બધા જમીને ઉભા થયા જમી લીધા પછી દેવ તેના પપ્પા ને કહે છે
દેવ : પપ્પા મારે જોબ માટે નવસારી જવાનું છે આજે જ આઈટીઆઈ માં ઇન્ટરવ્યૂ હતું અને હું પાસ થઈ ગયો છું .
પપ્પા : તું અહીં શોપ સંભાળી લે ને ?
દેવ : મારુ મન નથી લાગતું શોપ માં !
પપ્પા : કેમ શુ વાંધો છે તને શોપ પર ?
દેવ : વાંધો કાઈ નથી પણ મને કોઈ ની નીચે કામ કરવું નથી ગમતું .
પપ્પા : જોબ કરીશ ત્યાં પણ કોઈક ની નીચે જ કામ કરીશ તું ?
દેવ : તો પપ્પા મારુ ભણવાનું જ શુ કામ હતું હું આ ભણ્યો શુ કામ એમ કહો તમે .
પપ્પા : તો અહીં ગામ માં જ તું જે ભણ્યો છે તેનો બિઝનેસ કરી સકે ને ?
દેવ : હા કરી શકું પણ મારે થોડી આવડત પણ લેવી પડે ને પપ્પા .
પપ્પા : સારું તને સારું લાગે તેમ કર જ્યારથી અમરેલી ભણવા જાય છે ત્યારથી ક્યાં તું કાઈ અમારું માને છે ?
દેવ : પપ્પા આમાં માનવા ના માનવાની વાત જ ક્યાં આવી હું ભણ્યો છું તેના વિશે થોડા વર્ષ તો જોબ કરવા આપો પછી તમે કહેશો તો અહીં ગામ માં જ બિઝનેસ કરીશ .
પપ્પા : હું તને ક્યાંય બહાર મોકલવા નથી માંગતો તો પણ તારે જવું હોય તો જઇ શકે છે .આમ પણ તારે જે કરવું હશે તે જ કરીશ .
દેવ : ના પપ્પા મારે તમે રાજી હોય તો જ જવું છે નહીં તો નથી જવું .
પપ્પા : તો તું હું નોકરીની ના પાડીશ તો તું નોકરી માટે નહીં જાય ?
દેવ : પપ્પા , હું તમને મનાવવાની કોશિશ કરીશ.
પપ્પા : મારો વિચાર નહીં બદલે મેં એકવાર ના પાડી એટલે ના જ તારે નોકરી માટે બહાર નથી જ જવાનું ?
શુ દેવના ઘરમાં જોબની વાત થી જે મહાભારત થયું છે તેમાં જીત કોની થશે ? શુ દેવ તેના પપ્પા ને મનાવી શકશે ? શુ દેવ જોબ માટે નવસારી જઈ શકશે ? શુ દેવ પોતાનું સપનું પૂરું કરી શકશે ? શુ દેવ પણ એક આઝાદ જિંદગી જીવી શકશે ? શુ દેવ પોતાને કાબેલ બનાવી શકશે . વધુ જાણવા માટે વાંચતા રહો લવની ભવાઇ .