Dhup-Chhanv - 11 in Gujarati Fiction Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 11

ધૂપ-છાઁવ - 11

આપણે પ્રકરણ-10 માં જોયું કે,
અક્ષતે, ત્રિલોકભાઈ અને સુહાસીની બેને મૂકેલી શરતને નામંજુર કરી દીધી અને ત્રિલોકભાઈને જવાબ આપી દીધો કે, "મને માફ કરો હું તમારી દીકરી અર્ચનાને આજથી જ ફોન કે કોઈ કોન્ટેક્ટ નહીં કરું તેની ખાત્રી રાખજો. " અને અક્ષત તેમને બે હાથ જોડીને પગે લાગ્યો અને ઘરની બહાર ચાલ્યો ગયો...

ત્રિલોકભાઈ અને સુહાસીનીબેને મને ખૂબ વિનંતિ કરી કે," તમે તમારા અક્ષતને સમજાવો તો સારું, એનું ભવિષ્ય ઉજ્જવળ બનશે પછી તમારી ઈચ્છા. "

ઈશ્વરે ફરીથી મારી પરીક્ષા લીધી હતી.મને અસમંજસમાં મૂકી હતી... એક બાજુ આખી જિંદગી તકલીફ વેઠીને મારા જીગર ના ટુકડા ને મેં મોટો કર્યો હતો તેને હવે આમ એકદમથી હું કઈ તેરી વિખૂટો પાડી શકું..?? મારું હૃદય આ કરવા માટે જરા પણ તૈયાર નહોતું. અને બીજી બાજુ અક્ષતનું ઉજ્જવળ ભવિષ્ય તેની રાહ જોઈ રહ્યું હતું. હવે મારે જ નિર્ણય કરવાનો હતો અને અક્ષતને સમજાવીને, તેની જીદને છોડાવીને તેની "ના"ને "હા"માં ફેરવવાની હતી.

અર્ચનાના માતા-પિતા ખૂબજ નિરાશ થઈને આપણાં ઘરેથી પાછા ચાલ્યા ગયા ત્યારબાદ અર્ચના આપણાં ઘરે આવીને ખૂબજ રડી રહી હતી, તે કોઈપણ સંજોગોમાં આપણાં અક્ષતને છોડવા માટે તૈયાર ન હતી કારણકે તે અક્ષતને ખૂબજ પ્રેમ કરતી હતી. તે હૃદયના ઊંડાણથી અક્ષતને ચાહતી હતી. તે કોઈપણ ભોગે અક્ષતને ગુમાવવા માંગતી ન હતી.

પોતાના મમ્મી-પપ્પાને છોડીને
આપણી જેવી પણ પરિસ્થિતિ હોય તેમાં અક્ષત સાથે લગ્ન કરીને તે આપણી સાથે આપણાં ઘરે રહેવા માટે તૈયાર હતી. હવે મારે માટે અગ્નિ પરીક્ષા જેવું હતું..!!

ખૂબજ મનોમંથન બાદ, હ્રદયને ભારપૂર્વક મનાવ્યા પછી મેં મારા જીગરના ટુકડાને અક્ષતને મારાથી દૂર મોકલવા માટે તૈયાર કર્યું.

અક્ષતના ઉજ્વળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને મેં હૃદય ઉપર જાણે પથ્થર મૂકી દીધો અને મેં અને અપેક્ષાએ અક્ષતને ખૂબ સમજાવ્યો અને તેમ પણ કહ્યું કે તું ત્યાં જાય પછી અમને બોલાવી લેજે અમે ત્યાં તારી સાથે આવી જઈશું અને તું જ્યાં પણ હોય ત્યાં હર હંમેશ અમે તારી સાથે જ છીએ અમારા આશીર્વાદ અને અમારો અઢળક પ્રેમ હંમેશાં તારી સાથે જ રહેશે બેટા. તું નિશ્ચિંત થઈને તારા ઉજ્જવળ ભવિષ્યની તૈયારી કર અને અર્ચનાને દુઃખી ન કરીશ. તે તને ખૂબજ પ્રેમ કરે છે તેને છોડવાની વાત જીવનમાં ક્યારેય ન કરીશ સાચા પ્રેમ કરવાવાળા કોઈક નસીબદારને જ મળે છે અને બહુ ઓછા મળે છે. તું ખૂબજ નસીબદાર છે તને અર્ચનાનો પ્રેમ મળ્યો અને સાથે સાથે ઉજ્જવળ ભવિષ્ય પણ મળ્યું.

પછી અક્ષત અને અર્ચનાના ધામધૂમથી એંગેજમેન્ટ કરવામાં આવ્યા અને અક્ષતનું ભણવાનું પૂરું થઈ ગયું, તે એન્જિનિયર બની ગયો પછી તેના લગ્ન લેવાયા ત્યારબાદ અર્ચનાનો ભાઈ યુ.એસ.એ.માં હતો તેણે અર્ચનાને અને આપણાં અક્ષતને પણ યુ.એસ.એ બોલાવી લીધાં અક્ષત અત્યારે વેલસેટ છે તેથી મારા જીવને ખૂબ શાંતિ છે. અક્ષતને એક રાજકુંવર જેવો ખૂબજ રૂપાળો અને તોફાની દિકરો, આપણો વારસદાર પણ છે જે એક વર્ષનો થયો. તમારા જેવો જ દેખાય છે, તેને જોઈને અમે તમને ખૂબ યાદ કરતાં હતાં.

વિજય: અને અપેક્ષા, આપણી લાડકી અપેક્ષા અત્યારે શું કરે છે..??

લક્ષ્મી: અપેક્ષા ખૂબજ ડાહી, ઠરેલી અને હોંશિયાર દીકરી છે.જીવનની દરેક પરીક્ષા તેણે મારી સાથે સાથે જ આપી છે.તેણે મને ખૂબજ સાથ આપ્યો છે.કદાચ, આપણી અપેક્ષા ન હોત તો હું આ જિંદગીથી થાકીને હારી ગઈ હોત અને તેને પાર પાડી શકી ન હોત..!!

અપેક્ષાએ અત્યારે શહેરના ખ્યાતનામ બિઝનેસમેન શ્રી ધીમંતશેઠ જોડે લગ્ન કર્યા છે. અત્યારે તે ખૂબ સુખી છે. તેના જીવનમાં પણ ઘણી ચઢતી-પડતી આવી ગઈ, જેનો તેણે હંમેશાં હસતે મુખે સામનો કર્યો. અપેક્ષા કૉલેજમાં હતી ત્યારે મિથિલ નામનો એક હેન્ડસમ, રૂપાળો નવયુવાન તેની જિંદગીમાં આવ્યો હતો પણ તેણે અપેક્ષાને ખૂબજ અન્યાય કર્યો હતો... અપેક્ષા સાથે શું અન્યાય થયો વાંચો આગળના પ્રકરણમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ
9/2/2021

Rate & Review

Hina Thakkar

Hina Thakkar 4 weeks ago

milind barot

milind barot 1 month ago

Anjali Patel

Anjali Patel 1 month ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 months ago

Hema Patel

Hema Patel 6 months ago