Dhup-Chhanv - 6 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 6

ધૂપ-છાઁવ - 6

અભયશેઠ એક ખ્યાતનામ વ્યક્તિત્વ, એક હોનહાર બિઝનેસ મેન, ન્યૂયોર્કના ટોપ બિઝનેસ મેનોની યાદીમાં તેમનું પણ નામ સામેલ હતું. કરોડપતિ અભયશેઠે વિજયને પોતાના દિકરા કરતાં વિશેષ સાચવ્યો હતો અને દિકરા કરતાં વધારે વિશ્વાસ મૂકીને સમગ્ર બિઝનેસનો વહીવટ વિજયના નેક હાથમાં સોંપીને તેમણે પોતાનો છેલ્લો દમ તોડયો હતો અને હરિ શરણું સ્વિકાર્યું હતું.

વિજય મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો. તેને શું કરવું કંઈ જ ખબર પડતી ન હતી અભય શેઠે પણ કંઇક એવું જ વ્હીલ બનાવ્યું હતું કે નીલિમા લગ્ન કરી લે પછી અભય શેઠની તમામ મિલકત નીલિમાના નામે થવાની હતી તેથી અને વળી અભયશેઠે અંતિમ શ્વાસ લેતી વખતે નિલીમાનો હાથ ખૂબ જ વિશ્વાસથી વિજયના હાથમાં સોંપીને ગયા હતા.

અભયશેઠની પણ અંતિમ ઈચ્છા એવી જ ઈચ્છા હતી કે નીલિમાના લગ્ન વિજય સાથે થાય. વળી આટલો બધો બહોળો કારોબાર કોઈ બીજાના હાથમાં સોંપાય તેમ પણ ન હતો તેથી વિજયે આ બધી જ પરિસ્થિતિને અનુકૂળ થઈ નીલિમાનો હાથ પકડી લીધો હતો અને અભય શેઠના મરણના ત્રણ મહિના બાદ વિજયે નીલિમા સાથે લગ્ન કરી લીધા.
પત્ની લક્ષ્મી અને બંને બાળકો વિજયને ખૂબ જ યાદ આવતા હતા પરંતુ કયા મોઢે તેમને મળવા જવું તે વિચારે તેનો પગ ઉપડતો નહીં.

વિજયે અમદાવાદથી નાસીને મુંબઈની ટ્રેઈન પકડી લીધી હતી.
મુંબઈ આવ્યા પછી તેની પાસે કોઈ કામ ધંધો ન હતો. પોતાનો એક જૂનો મિત્ર અહીં મુંબઈમાં રહેતો હતો તેનો નંબર તેની પાસે હતો. તેનો કોન્ટેક્ટ કર્યો.મિત્ર એ
વિજયને મદદ કરી અને પોતે જે કંપનીમાં નોકરી કરતો હતો તે કંપનીના શેઠને ડ્રાઈવરની જરૂર હતી અને વિજયને નોકરીની જરૂર હતી એમ વિજયના સદ્દનસીબે વિજયને સારી નોકરી મળી ગઈ વળી તેના મિત્ર નિલેશે વિજયને રહેવા માટે ચાલીમાં પોતાની ઓળખાણથી એક ઓરડી પણ ભાડે અપાવી દીધી.
આમ, વિજયનું ગાડુ ગબડી રહ્યું હતું ત્યાં પોતે જે કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરી રહ્યો હતો તે શેઠના મિત્ર અભયશેઠ કોઈ સામાજિક કારણોસર ઈન્ડિયા આવ્યા હતા અને અહીં રમણિકશેઠના ત્યાં દશ દિવસ માટે રોકાયા હતા તેમને ગાડીમાં બહાર લઈ જવા-લાવવા એ તમામ જવાબદારી વિજયને સોંપવામાં આવી હતી. વિજય પોતાનું કામ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરતો હતો.

અભયશેઠને દેખાવે રૂપાળો, ભરાવદાર શરીર વાળો રુષ્ટપુષ્ટ
બોલવામાં વિવેકી અને ઠાવકો જુવાનિયો વિજય ખૂબ ગમી ગયો. તેમણે પોતાના મિત્ર રમણિકને આ વાત કરી અને સાથે એમ પણ કહ્યું કે પારકા દેશમાં આવા વિશ્વાસુ માણસ મળવા મુશ્કેલ છે.જો તારી રજા હોય તો હું વિજયને મારી સાથે ન્યૂયોર્ક લઈ જવા ઈચ્છું છું. અને રમણિક પોતાના મિત્રની ઈચ્છાને વખોડી શક્યો નહીં. વિજયને તો જાણે લોટરી લાગી હોય તેટલો આનંદ થયો હતો.

અને વિજય મહાનગરી મુંબઈની હવા ખાતાં ખાતાં ન્યૂયોર્ક પહોંચી ગયો. ત્યાં જઈને જોયું તો ખબર પડી કે અભયશેઠને તો કરડોનો કારોબાર હતો જેને સંભાળવા વાળું કોઈ જ ન હતું.

અભયશેઠને દિકરો ન હતો એક ખૂબજ ખૂબસુરત દેખાતી અભયશેઠના જીવથી પણ વધારે વ્હાલી ડાહી અને ઠરેલી નિલીમા નામની દીકરી હતી અને પત્નીને બ્રેસ્ટ કેન્સર થતાં તે મૃત્યુ પામી ચૂકી હતી આમ અભયશેઠના પરિવારમાં બાપ-દીકરી બે જ હતાં.

અભયશેઠને ચિંતા એ હતી કે મારા મૃત્યુ બાદ આ કરોડોનો બિઝનેસ કોણ સંભાળશે અને વ્હાલી નિલીમાનુ ધ્યાન પણ કોણ રાખશે...?? પરંતુ વિજયના આવ્યા પછી તેમના જીવને હાંશ થઈ હતી કે ખૂબ ડાહ્યો, મહેનતુ, વફાદાર અને હોશિયાર છોકરો મળ્યો છે તો મારો કારોબાર શાંતિથી સંભાળી લેશે અને નિલીમા સાથે તેના લગ્ન પણ કરાવી લઈશ તેથી ઘરના ઠામ ઘરમાં જ રહેશે.

આમ, વિજય સસુરપક્ષ તરફથી કરોડોની મિલકતનો માલિક બન્યો અને ન્યૂયોર્કનો ટોપનો બિઝનેસ મેન બની ગયો.

આટલા બધા વર્ષો વીતી ગયા છતાં પણ પોતાની પત્ની લક્ષ્મી અને બાળકોને મળવાની ઈચ્છા અકબંધ રહી માટે જ તે આટલા વર્ષે ઈન્ડિયા આવ્યો હતો.

વિજય આતુરતાપૂર્વક લક્ષ્મીના જવાબની રાહ જોઈ રહ્યો હતો.
લક્ષ્મી વિજયને મળવા માટે "હા" પાડે છે કે નહિ વાંચો આગળના પ્રકરણમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ

Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 months ago

Bhakti Sayta

Bhakti Sayta 4 months ago

Hema Patel

Hema Patel 4 months ago

Usha Patel

Usha Patel 5 months ago

Disha

Disha 6 months ago