Sapna Ni Udaan - 30 books and stories free download online pdf in Gujarati

સપના ની ઉડાન - 30

હવે કોર્ટ પૂર્ણ થતાં પ્રિયા , સીમા , અમિત અને રોહન બહાર ઊભા હોય છે. આ સમયે અંકુશ ત્યાં આવે છે તે ઈશારો કરી ને સીમા ને બોલાવે છે ,

સીમા : પ્રિયા ! હું થોડીક વાર માં આવું હો ..
પ્રિયા : ઓકે.

સીમા હવે અંકુશ ની પાસે જાય છે.
અંકુશ : મને ખબર નહોતી હો કે તું આટલો સરસ કેસ લડી શકે છો.. શું વાત છે બીવી...
સીમા : ખૂબ ખૂબ આભાર પતિદેવ.... પણ હું એક વાત જણાવી દવ કે આ કેસ તો હું જ જીતીશ.
અંકુશ : તું કદાચ ભૂલી ગઈ લાગે છો , હું એક પણ કેસ હજી સુધી હાર્યો નથી અને હારીશ પણ નહિ...

સીમા : હા એ તો સમય આવ્યે ખબર પડી જ જશે કે કોણ જીતે છે અને કોણ હારે છે. ગુડ બાય...

આમ બોલી સીમા જતી રહી. હવે બધા ઘરે આવે છે. પ્રિયા ઘરે જતા જોવે છે કે તેના મમ્મી અને પપ્પા આવ્યા હતા. પ્રિયા આ જોઈ ખૂબ ખુશ થઈ જાય છે. તે તરત તેના પિતા ને ભેટીને રડવા લાગે છે. તેના પિતા પણ ભાવુક થઈ ને રડવા લાગે છે. આ જોઈ તેની માતા ની આંખ માંથી પણ આંસુ વહેવા લાગે છે. થોડી વાર રઈ બધા સાથે બેસી ને જમે છે. આ દિવસ પણ તેમનો સબૂત શોધવામાં જતો રહે છે પણ તેઓ કામિયાબ થતાં નથી.

બીજા દિવસે સવારે પ્રિયા શું કરવું એ વિચાર થી રૂમ માં આમતેમ ફરી રહી હતી. આ સમયે તેનું ધ્યાન દીવાલ પર લટકાવેલ તેના એપ્રન પર પડ્યું. તે તરત નજીક જઈ તેને ધ્યાન થી જોવા લાગી. અચાનક તેના મનમાં કંઇક આવ્યું અને તે ફટાફટ દોડતી બહાર ગઈ અને બોલી,
" સીમા ... ! ડૉ.અમિત..... ! જલ્દી થી અહી આવો ....."
પછી તેણે તરત રોહન ને ફોન લગાવ્યો, " રોહન ! અત્યારે જલ્દી થી મારા ઘરે આવ.."
રોહન : અરે ! પણ થયું શું ?
પ્રિયા : તું ઘરે તો આવ પછી કવ તને.
રોહન : હા, આવું છું.

હવે સીમા , અમિત અને રોહન આવી ગયા હતા.
રોહન : પ્રિયા હવે તો કહે કે એવી શું વાત છે કે તે આટલા જલદી અમને અહી બોલાવ્યા?
અમિત : હા , પ્રિયા શું થયું એ તો કહો.
સીમા : હા , પ્રિયા જલ્દી......
પ્રિયા : અરે ! તમે મને બોલવા દેશો ?
સીમા : હા . સોરી. હવે તમે કહો.
પ્રિયા : ( એપ્રન બતાવતા ) આ જુઓ....

આ એપ્રન જોતા અમિત બોલ્યો,
" લોહી ...? આ લોહી ક્યાંથી આવ્યું? તમને કંઈ
વાગ્યું હતું ?"
રોહન : હા , પ્રિયા તે મને જણાવ્યું કેમ નહિ કે તને વાગ્યું છે....
પ્રિયા : અરે ! મને વાગ્યું નથી. આ મારું લોહી નથી..
સીમા : તો ?
પ્રિયા : આ મી.અખિલ નું લોહી છે.
સીમા : મી.અખિલ નું ? તો એ તારા એપ્રન પર કેમ આવ્યું?
પ્રિયા : જ્યારે સવારે મી.અખિલ ની તબિયત ખરાબ થઈ ગઈ હતી ત્યારે હું તેમની પાસે જ હતી , એ સમયે તેમને લોહી ની ઊલટી થઈ હતી , તેના છાંટા મારા એપ્રન પર પડ્યા હતા. પણ એ સમયે મારું એવું ધ્યાન નહોતું.

સીમા : પણ આનાથી આપણે શું સાબિત કરી શકીએ?
અમિત : ( ખુશ થતા ) અરે આનાથી આપણે બધું જ સાબિત કરી શકીએ. આ લોહી ના સેમ્પલ ની મદદ થી આપણે તેનો રિપોર્ટ કરશું અને રિપોર્ટ માં સાબિત થઈ જશે કે મી.અખિલ ના શરીર માં ઝેર છે કે નહિ અને ઝેર છે તો એ ક્યાં પ્રકાર નું છે.
રોહન : હા, આ ખૂબ મોટો સબૂત છે. આનાથી મી.અખિલ ના મૌત નું કારણ પણ આપણે જાણી શકીશું.

પ્રિયા : હા , એક કામ કરીએ હું અને ડૉ અમિત ફોરેન્સિક લેબ માં જઈ રિપોર્ટ લઈ ને આવીએ.
સીમા : હા , પણ એક વાત યાદ રાખજો કે આ વાત ની જાણ કોઈ ને થવી જોઈએં નહિ . અનિરુદ્ધ ના વ્યક્તિ આપણા પર નજર રાખીને જ બેઠા છે.
રોહન : હા , પ્રિયા. તું કહે તો હું પણ સાથે આવું.
પ્રિયા : ના , રોહન વધુ વ્યક્તિ નું જવું યોગ્ય નથી. તું અહી સીમા ની મદદ કર.
રોહન : ઠીક છે. પણ મારી કોઈ જરૂર હોય તો મને ફોન કરી જણાવી દેજે.
પ્રિયા : હા.

આમ કહી પ્રિયા અને અમિત ગાડી લઈ લેબોરેટરી એ જવા નીકળી જાય છે. ત્યાં આ સેમ્પલ તે એક વ્યક્તિ ને આપે છે. તે એપ્રન લઈ તેમાં રહેલ લોહી નો રિપોર્ટ તૈયાર કરે છે. થોડીક વાર રહીને આ રિપોર્ટ બની જતા તે રિપોર્ટ પ્રિયા ના હાથ માં આપે છે. પ્રિયા રિપોર્ટ જોવે છે આ જોતા તેના હોંશ ઉડી જાય છે.આ જોતા અમિત બોલ્યો,

" પ્રિયા ! રિપોર્ટ માં શું છે? આ જોઈ તમારા હોંશ કેમ ઉડી ગયા?"
પ્રિયા : રિપોર્ટ માં લખ્યું છે કે લોહી માં આર્સેનિક ઝેર હાજર છે....
અમિત : શું ? આર્સેનિક ... ! તેતો ખૂબ ઝેરી હોય છે અને મોંઘુ પણ...
પ્રિયા : હા, આના પરથી સાબિત થઈ જશે કે આપણે બેકસુર છીએ. આના પરથી ડૉ .અનિરુદ્ધ નું બધું જૂઠ પકડાઈ જશે. અને એ પણ સાબિત થઈ જશે કે તેમણે દર્શાવેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ ખોટો છે.

આ બધી વાત બીજો એક વ્યક્તિ સુરેશ સાંભળતો હતો. તેણે અનિરુદ્ધ ને ફોન કર્યો,

સુરેશ : હેલ્લો ! ડૉ અનિરુદ્ધ ?
અનિરુદ્ધ : હા સુરેશ બોલ.
સુરેશ : ડૉ.પ્રિયા અને ડૉ.અમિત અહી આવ્યા છે.
અનિરુદ્ધ : શું ? એ ત્યાં કેમ આવ્યા છે?
સુરેશ : રિપોર્ટ માટે. તેમને મી.અખિલ નું લોહી નું સેમ્પલ મળી ગયું છે. તેઓ વાત કરતા હતા કે આ રિપોર્ટ થી સાબિત થઈ જશે કે મી.અખિલ નો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ખોટો છે
અનિરુદ્ધ : વોટ ?પણ આ લોકો ને સેમ્પલ મળ્યું ક્યાંથી ? તારો ખૂબ આભાર કે તે મને જણાવ્યું. હું કંઈક કરું છું.

આમ કહી અનિરુદ્ધ એ તેની ઓળખાણ ના એક ગુંડા ને ફોન કર્યો .
અનિરુદ્ધ : હેલ્લો સુર્યા !
સુર્યા : હા , ભાઈ બોલો.
અનિરુદ્ધ : મારી વાત સાંભળ હું તને એડ્રેસ મોકલું છું ત્યાંથી બે વ્યક્તિ ગાડી માં નીકળ્યા છે એક નું નામ અમિત છે અને એક નું નામ પ્રિયા. હું તેમનો ફોટો અને ગાડી નો નંબર પણ સેન્ડ કરું છું. તેમની પાસે જે રિપોર્ટ છે એ તારે ગમે તેમ કરીને લઈ લેવાના છે. એના માટે તારે જે કરવું હોય એ કરજે પણ એ રિપોર્ટ મારે મારી પાસે જોવે.
સુર્યા : હા ભાઈ તમારું કામ થઈ જશે.

સુર્યા સાથે બીજા ત્રણ કે ચાર ગુંડા એક ટ્રક લઈ નીકળે છે. આ બાજુ અમિત અને પ્રિયા ગાડી માં જઈ રહ્યા હતા. સુર્યા ને અમિત અને પ્રિયા ની ગાડી મળી જાય છે. તે તેમનો પીછો કરે છે. તે ટ્રક દ્વારા ગાડી ને ટક્કર આપવાની કોશિશ કરે છે પણ તેમની ગાડી વળાંક લઈ લે છે. પ્રિયા સાઈડ ગ્લાસ માંથી જોવે છે કે તે ટ્રક ક્યારનો એમનો પીછો કરી રહ્યો છે.
પ્રિયા : ડૉ.અમિત ! આ ટ્રક ક્યારનો આપણી કાર નો પીછો કરે છે. મને કંઈક ઠીક નથી લાગતું.

અમિત : હા , મને પણ એવું લાગે છે.

આ વાત પૂરી થતાં જ તે ટ્રક ફરી ગાડી ને ધીમી ટક્કર લગાડે છે. આ સાથે અમિત અને પ્રિયા ને ઝટકો લાગે છે. હવે અમિત ગાડી ખૂબ તેજ ભગાડે છે. આગળ જતાં બે રસ્તા હતા. એક રસ્તા પર ખૂબ ટ્રાફિક હતો અને બીજો રસ્તો જંગલ તરફ જતો હતો. અમિત ને આ સ્થિતિ માં ગાડી જંગલ તરફ લેવી પડે છે. આ ટ્રક હજી તેમનો પીછો કરે છે. આગળ જતાં રસ્તો ખરાબ થતો જતો હતો. તેથી ગાડી ની ગતિ ધીમી પડી ગઈ હતી. આ સમયે ટ્રક જોર થી આવીને ગાડી ને ટલ્લો મારે છે અને તેમની ગાડી સંતુલન ગુમાવી દે છે અને જોરથી ઝાડ સાથે ભટકાઈ જાય છે.

આ સાથે અમિત અને પ્રિયા બંને ને માથા માં વાગી જાય છે. બંને લોહીલુહાણ થઈ જાય છે. પણ તે બંને હજુ હોંશ માં હતા.
અમિત : પ્રિયા , તમે ઠીક તો છો?
પ્રિયા : હા, અમિત . આપણે અહી થી બહાર નીકળવું પડશે.
અમિત : ( પીડા સાથે ) આહ... પ્રિયા મારો હાથ પકડો.

પ્રિયા અને અમિત એકબીજાનો હાથ પકડી ગાડી માંથી બહાર નીકળે છે. સુર્યા અને બીજા ગુંડા તેમની પાસે આવી જ રહ્યા હતા. તેથી અમિત અને પ્રિયા ત્યાંથી ભાગવા લાગે છે. ગાડી અચાનક ફાટે છે. રિપોર્ટ હજી પ્રિયા પાસે હતા. સુર્યા અને બીજા ગુંડા તેમની પાછળ જ આવી રહ્યા હતા. તેઓ બંધુક થી ગોળી છોડે છે. અમિત અને પ્રિયા તેનાથી બચતા બચતા આગળ જઈ રહ્યા હતા. હવે તેમના માં તાકાત રહી નહોતી. તે બંને ને વાગ્યું હતું તેથી ખૂન પણ નીકળી રહ્યું હતું. ભાગતા ભાગતા પ્રિયા નો પગ પથ્થર પર આવતા તે નીચે પડી જાય છે. એ સાથે રિપોર્ટ પણ પડી જાય છે.

અમિત પ્રિયા ને ઉભી કરવાની કોશિશ કરે છે પણ પ્રિયા ઊભી થઈ શકતી નથી. સુર્યા અને બીજા ગુંડા ખૂબ નજીક આવી ગયા હતા. અમિત હવે પ્રિયા ને ઉંચકી લઈ દોડવા લાગે છે.
પ્રિયા : અમિત! પેલા રિપોર્ટ ત્યાં જ પડયા રહ્યા.
અમિત : પ્રિયા હવે ત્યાં જઈ શકાય તેમ નથી. આ ગુંડા ખૂબ નજીક આવી ગયા છે. સબૂત કદાચ બીજો મળી જશે પણ જીંદગી બીજી વાર નહિ મળે.

રિપોર્ટ જમીન પર પડયા જોઈ સુર્યા તે લઈ લે છે . અને હવે તે ત્યાંથી જ પાછા ફરી જાય છે. અમિત અને પ્રિયા ઊંડે જંગલ માં આવી ગયા હતા. તો હવે તે બંને જંગલ માંથી બહાર કેવી રીતે નીકળશે ? વળી જે સબૂત મળ્યો હતો તે પણ હવે તેમની પાસે નહોતો તો હવે તે લોકો શું રસ્તો નીકાળે છે એ જાણવા માટે વાચતા રહો ' સપના ની ઉડાન '. અને આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપજો. ધન્યવાદ.🙏😇


To Be Continue...