Baani-Ek Shooter - 60 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 60

બાની- એક શૂટર

ભાગ : ૬૦



આ તો ઈવાનનાં ડેડનો અવાજ છે. તેમ જ આ જ સ્વર.... હા આ જ સ્વર....આ જ સ્વર!!

"ઓહહ યસ....!!" બાનીએ પોતાના મગજમાં તાળો મેળવી લીધો હતો. એને આગવી શું તૈયારી કરવી પડશે એનો ઝડપથી નિર્ણય કરી લીધો.

દિપકભાઈની લાગવગથી ઈવાનને જામીન પર છોડાવવામાં આવ્યો.

ઈવાનને જેલમાંથી કાઢવામાં આવ્યો. ઈવાન બાનીને મળવા આવ્યો.

બાનીએ ફક્ત ધીમેથી એટલું જ કહ્યું, " જાસ્મિનનાં નોકર ચુનીલાલની ખબર કાઢજો. કેદાર સુધી એટલી વાત પહોંચાડજે."

"હમ્મ...!!" કહીને ઈવાન પોતાના ડેડ દિપકભાઈ સાથે જતાં રહ્યાં.

બીજી તરફ મિસીસ આરાધના તેમ જ અમન પણ જામીન પર છૂટી ગયા.

****

બાની, ટિપેન્દ્ર અને એહાને પોતાને સરેન્ડર કરી નાંખ્યા હતાં.

ટિપેન્દ્ર તેમ જ બાનીએ પોતાનો ગૂનો કબૂલ્યો. બંનેનું સ્ટેટમેન્ટ લેવાયું. એહાનનું પણ સ્ટેટમેન્ટ લેવાયું. તેમ જ નવેસરથી જાસ્મિન હત્યા કેસ ઓપન કરી કેસની છાનબીન થશે...!! હત્યારાને કડક સજા થશે એવું પોલીસ ઈન્સ્પેકટર વરુણ રાઠોડે કહ્યું.

****

ઈન્સ્પેકટર વરુણ રાઠોડ, જાસ્મિન હત્યા કેસની બધી જ માહિતી એકઠી કરવામાં મંડી પડ્યા હતા.

****

ન્યૂઝ ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ ચાલવા લાગ્યાં:

"બાની-એક શૂટર ફિલ્મના ડિરેકટર ટિપેન્દ્ર તેમ જ અભિનેત્રી મિસ પાહી ઉર્ફ બાની પોલીસની આંખમાં ધૂળ ઝોંકીને ભાગવામાં કામયાબ થયા...!!"

"ફરી એક વાર બાની ભાગી છૂટી પોતાના સાગીરત ટિપેન્દ્ર સાથે...!!"

મીડિયા, ન્યૂઝ પેપર બધે જ ફક્ત બાની...બાની-એક શૂટર ના સમાચારો વાયુવેગે ચાલી રહ્યાં હતાં. બાનીના દુશ્મનો ચારેતરફથી બાનીને ઘેરી વળવા માટે પુરજોશમાં કામે લાગી ગયા હતાં. તેમ જ બાનીની શોધખોળ પોલીસ પણ દિવસરાત કરી રહી હતી. બાની પર પચીસ હજારનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. એનો ફોટો દરેક મોટા સ્ટેશન પર લગાડવામાં આવ્યો હતો.

****

બીજી તરફ બાની ટિપેન્દ્ર કેદાર અને રૂસ્તમ પોતાની વેશભૂષા બદલીને અલગ અલગ સ્થળ પર છુપાઈને રહેતા હતાં. તેઓ મળતાં અને વાર્તાલાપ ફક્ત અણજાણ રીતે મળીને ચિઠ્ઠી દ્વારા કરતાં. ચિઠ્ઠીનો નિકાલ તેઓ ઝડપથી સળગાવીને કરી લેતાં. પૈસાનો તેમ જ વેશભૂષાનો બધો બંધોબસ્ત કેદાર અને રૂસ્તમ કરતાં.

જાસ્મિનની હત્યા બાદ એનો વફાદાર નોકર ચુનીલાલ પોતાના ગામડે રહેવા જતો રહ્યો હતો. એની શોધખોળ બાનીએ કેદાર પર છોડી હતી. કેદાર ચુનીલાલને શોધવામાં સફળ થયો હતો. કેદારે ઘણી બધી અગત્યની માહિતી ચુનીલાલ પાસે કઢાવી હતી. એની માહિતીના આધારે જ તેઓ પંદર દિવસમાં જ જાસ્મિનનો અસલી કાતિલનો પત્તો શોધી કાઢ્યો હતો.

****

કાતિલ સુધી પહોંચવા માટેનો છેલ્લો તેમ જ અંતિમ પ્લાન પર કામ કરતા વેશભૂષા બદલીને બાની, ટિપેન્દ્ર કેદાર અને રૂસ્તમ ચુનીલાલનાં જ ગામડે પોતાનો ડેરો જમાવ્યો હતો.

અડધી રાત્રે જ પોતાના સાગીરતો સાથે બાની છેલ્લા પ્લાનની મિટિંગ કરી રહી હતી.

"પણ બાની દીદી એની શું ખાતરી કે મિસીસ આરાધના, અમન તેમ જ જાસ્મિનનો અસલી કાતિલ એ બધા સાથે જ હશે?" કેદારે સવાલ પૂછ્યો.

"ગુનેગારો બધા ડરેલા છે કેદાર...!! એક તો બાનીના ખોફથી અને બીજું કે પોલીસનાં હાથમાં સપડાઈ ના જાય એના ડરથી...!!" બાનીએ કહ્યું.

"શહેરથી દૂર આવેલી હવેલીમાં જ આ બધા જ સાગીરતોએ પોતાને છુપાવીને રાખ્યા છે બાની મેડમ...!!" રૂસ્તમે માહિતી આપી.

"રૂસ્તમ ખબર પાક્કી છે??!!" ટિપેન્દ્રએ પૂછ્યું.

"હા ટિપેન્દ્ર...!! એકસો ને એક ટકા પાક્કી ખબર છે." રૂસ્તમે વિશ્વાસથી ધીમે સ્વરે કહ્યું.

"તો પછી આટલો સમય શેનાં માટે વેડફાઈ છે. આજે જ રાત્રે આપણે એ હવેલીએ પહોંચી જઈએ!!" બાનીએ ઉતાવળ કરી.

"બાની મેડમ હવેલી શહેરની બહાર આવેલી છે. આ ગામડેથી અત્યારે આપણે નીકળશું વગર પરેશાનીએ તો આપણે સૂરજ ઉગવાના પહેલા પહોંચી જઈશું. ત્યાં ટાઈટ બંદોબસ્ત છે. એટલે હવેલીના અંદર પ્લાન વગર જઈ જ ના શકાય એમ છે."રૂસ્તમે ધ્યાનથી સમજાવતાં એક નકશો દોરતા માહિતી આપી.

"વેશપલટો સિવાય આપણી પાસે બીજો પ્લાન શું હોઈ શકે!!" કેદારે કહ્યું.

"એવું જ થશે." બાનીએ કહ્યું.

****

શહેરની બહાર એક શામસૂમ જગ્યે જેણે વિચાર પણ ના આવી શકે કે અહીં એક હવેલી પણ અસ્તિત્વમાં છે ત્યાં બાની વેશપલટો કરીને ડોશીના રૂપમાં હવેલીના અંદર સુધી પહોંચી ગઈ હતી.

રૂસ્તમની માહિતી પાક્કી હતી. સમય થઈ રહ્યો હતો સવારનાં અગિયાર...!! મોટા આલીશાન લિવિંગ રૂમમાં એક સોફા પર મિસીસ આરાધના, અમન તેમ જ જાસ્મિનનો કાતિલ ગોઠવાઈને વાત કરી રહ્યાં હતાં.

"મારી મદદ કરો....મારી મદદ કરો.....મારો દીકરો કેન્સરનો દર્દી છે....એને પૈસાની મદદ જોઈએ છે....!!" બાની ડોસીના રૂપમાં લિવિંગ રૂમ સુધી ડોસીનો દુઃખભર્યો સ્વર કાઢતી મદદ માગતી ટાઈટ બંદોબસ્ત વચ્ચે પણ અંદર સુધી ધસી આવી. બાનીના પાછળ હવેલીના બોડીગાર્ડ પણ ધસી આવ્યાં. બાનીએ એકદમ મેલીઘેલી સાડી પહેરી હતી.

"શેઠ....ઓ શેઠ....મેં તમારું નામ ખૂબ સાંભળ્યું છે...!! તમે ગરીબોને ઘણી મદદ કરો છો." બાની સોફા પર બેઠેલા શખ્સનાં પગમાં પડી ગઈ.

"ઉઠો... કોણ છો તમે...!! અહીં સુધી કેવી રીતે પહોંચ્યા..." એ શખ્સે બંને હાથેથી ડોસીના રૂપમાં આવેલી બાનીને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો.

"નહીં નહીં શેઠ... મારી મદદ કરો પહેલા...!!" રડતાં ડોસીના રૂપમાં આવેલી બાનીએ કહ્યું.

"એ ડોસી ચાલો અહીંથી...!!" એક બોડીગાર્ડ ઊંચા સાદમાં કહ્યું.

પરંતુ ડોસીનો મદદભર્યો સ્વર સાંભળતા જ એ શખ્સે પોતાના બોડીગાર્ડને ત્યાંથી રવાના કરી દીધા.

"ઉઠો માજી...!!" એ શખ્સે ડોસી સ્વરૂપમાં આવેલી બાનીને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. ત્યાં જ કમરમાં સંતાડીને ખોસેલી પિસ્તોલ કાઢતાં બાની સીધી જ ઉભી થઈને એ શખ્સનાં મસ્તિષ્ક પર પિસ્તોલ ટેકવીને ખૂબ જ શાંતિથી કહ્યું, " મિસ્ટર લકી....!! તારો ખેલ ખતમ....!!"


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)