CHECK MATE. - 19 books and stories free download online pdf in Gujarati

ચેકમેટ - 19


મિત્રો આગળના પાર્ટમાં આપે જોયું કે કોચ રાજેશ ત્રિપાઠીના સ્ટેટમેન્ટ પરથી હવે મિ. રાજપૂતની ઘણી શંકાઓનું સમાધાન થઈ ગયું હતું.પણ સાથે ઘણી શંકાઓએ સ્થાન લઈ લીધું હતું હવે આગળ..

રાજેશ ત્રિપાઠી સાથેની વાતચીત તેમ જ તેમના સ્ટેટમેન્ટ અને ગેસ્ટહાઉસના સીસીટીવી ફૂટેજથી એટલું તો સાબિત થઈ જ ગયું હતું કે માત્ર એક દિવસીય ટ્રેકિંગ પૂરતો જ આલય એ કેમ્પમાં ગયો હતો જેવી છેલ્લા બે દિવસીય ટ્રેકિંગની વાત શરૂ થઈ એ ત્યાંથી કોઈ પણ બહાનું કરીને સૃષ્ટિના જન્મદિવસ પહેલા એની પાસે પહોંચી જવા માંગતો હતો.

ટ્રેકિંગ દરમ્યાન પણ એની સૃષ્ટિ સાથે સતત વાતો ચાલુ જ હતી.સૃષ્ટિ એ રિધમ મહેતાની દીકરી છે એ જાણતો હોવા છતાં અજાણ્યો બનીને એણે આરતીને કંટાળો આવે છે દીદી એવો કોલ કેમ કર્યો હતો...આરતીએ રિધમનો નંબર આપ્યો તો પણ એ મગનું નામ મરી કેમ ના પાડ્યું એણે??

શું કોઈને શંકા ના જાય એ માટે આ નાટક કર્યું હશે કે પછી પોતે રિધમ મહેતાને ઓળખતો જ નહોતો અને શું આટલા વખતના સંબંધમાં સૃષ્ટિએ પોતાના પિતાનું નામ કીધું જ નહીં હોય?"

અને સૌથી મોટો સવાલ જો આલય સૃષ્ટિને ઘરે જવાનો જ હતો તો એણે આરતીને મેસેજ જ શું કામ કર્યો?

અસમંજસ માં આવી ગયેલા મિ. રાજપૂતના મોબાઇલ પર રિંગ વાગી.મોક્ષાનો નંબર જોઈને મિ. રાજપુતે કૉલ કટ કર્યો.
કોચના ગયા પછી સ્ટેટમેન્ટની એક કોપી એમણે અમદાવાદ પોલીસ સ્ટેશનમાં સિનિયર ઇન્સ્પેક્ટર પાઠક ને મેઈલ કરીને કોપી મોકલી દીધી...

મોહિંત્રે સાથે જરૂરી વાતચીત કર્યા પછી મિ. રાજપૂત થોડા ફ્રેશ થવા માટે પોલીસ સ્ટેશનની બહાર આવે છે અને મોક્ષાને કૉલ કરે છે.

"સર, અમે હવે અહીંથી નીકળીએ છીએ.પપ્પાને હવે વધુ સમય અહીંયા નથી રાખવા."

"કેમ મોક્ષા, શું થયું ? ત્યાં બધું બરોબર તો છે ને?
" હા, પણ હવે એ સ્વસ્થ છે એટલે આંટી કહે છે કે આપણે નીકળી જઈએ.તો પછી મેં પણ હા પાડી."

"મોક્ષા એક સવાલ મનમાં આવે છે હવે રહી રહીને?સૃષ્ટિ જીવતી છે એ ખબર તો છે ને રિધમ મહેતાને કે પછી મિસિસ મહેતાએ એ વાત છુપાવી છે."

"એવું તમે કેવી રીતે કહી શકો સર?"

"યાદ કરો મોક્ષા આંટીએ હોસ્પિટલના ડોક્ટર રજતને પૂછ્યું હતું કે 'સાહેબ ને જાણ તો નથીને દીકરીની?'.મને તો આંટી પર પણ શક જાય છે.એમ તો ત્રણ માણસો ગાડીમાં બેઠા.ત્રણેયનો એકસિડેન્ટ થયો એવા ફોન આવ્યો છતાં ઘટનાસ્થળ પરથી માત્ર એક જ ઘાયલ મળી આવી? બાકીના બંને ક્યાં ગાયબ થઈ ગયા"

'સર તમે ઘરે આવો એટલે વાત કરીએ.સૃષ્ટિના મોઢેથી બહુ મહત્વપૂર્ણ વાત નીકળી ગઈ છે".કહીને મોક્ષા ફોન મૂકે છે.

બે ત્રણ કલાક પોલીસ સ્ટેશનમાં વિતાવ્યા પછી મિ. મોહિંત્રે સાથે ઘટનાસ્થળ પર જવા નીકળે છે.

અકસ્માત વાળી ગાડીના ફોટા લઈને અકસ્માત સ્પોટ પર પહોંચી જાય છે.

સિમલાથી નવ કલાકનો રસ્તો હતો ડેલહાઉસીનો... છતાં પણ એટલા દૂર સુધી આલય સાથે આવવાની પરમિશન કેમ આપી હશે મિસિસ મહેતાએ?? એ અવઢવમાં જ તેઓ ઘટનાસ્થળ પર પહોંચે છે.

"સર, ઇસ જગહ પે હાદસા હુઆ થા. વો કાર જીસમે તીન લોગ થે વો કાર પુરી ડેમેજ હો ચુકી હે. ફોટોઝ તો આપને દેખે હી હે.સર એક બાત કા પતા લગાના મુશ્કિલ હે કે બાકી કે દો લોગ મેં એક તો આલય થા પર દૂસરા બંદા કોન થા?? કોઈ લડકી યા ફિર લડકા.ઓર વો લોગ ઇતને સારે લોગો કે બીચમે સે કહાં ગાયબ હો ગયે?" એકીધારે પૂછાયેલે સવાલના બદલામાં મિ. રાજપૂત મોહિંત્રે સામે જોઇને માત્ર એક સ્મિત જ આપે છે.

"કાલે ગુનેગાર તમારી સામે હાજર થઈ જશે બસ મને ઘરે જવા દો એટલી વાર છે.એવું સ્વતઃ બોલીને આજુબાજુનો વ્યૂહ જોઈને ત્યાંના દુકાનવાળા અને હાઇવે પરના એક ઢાબા વાળા સાથે વાતચીત કરીને રાજપૂત અને ઇન્સ્પેક્ટર મોહિંત્રે પોતપોતાની દુનિયામાં અને ફરજો ભણી જવા પ્રયાણ કરે છે
.
થોડી વારમાં જ તેઓ રિધમ મહેતાને ઘરે પહોંચી જાય છે.ત્યાં સુધીમાં મનોજભાઈ અને મોક્ષા પણ આવી ગયા હોય છે.મનોજભાઈ પોતાના રૂમમાં આરામ કરતા હોય છે.
"મોક્ષા, અંકલને કેમ છે હવે?"

"ઓહ, તમે આવી ગયા સર..પપ્પાને સારું છે હવે પણ એમને ચક્કર આવતા હતા એટલે એમને મેં આરામ કરવાનું કીધું છે."

"સર તમે રિલેક્સ થાવ પછી વાત કરીએ".

"ના અંકલ સુતા છે ત્યાં વાત કરી લઈએ."

મોક્ષાએ મિ. રાજપૂતને હોસ્પિટલમાં તેમના ગયા પછી બનેલી તમામ ઘટનાઓ કહી બતાવી. સૃષ્ટિના મોઢેથી તેની બેભાંનાવસ્થા માં ચીસ પાડીને કહેવાઇ ગયેલી વાતોથી બંને જણા સ્તબ્ધ થઈ ગયા.આ બાજુ પોલીસ સ્ટેશનમાંથી અકસ્માત વખતે લેવાયેલા ગાડીના ફોટા રાજપૂત સાહેબ મોક્ષાને બતાવે છે પરંતુ મનોજભાઈને આ તમામ વાતોથી દૂર રાખવાનું કહે છે.બે કલાક સુધીની ચર્ચા કર્યા પછી અને તમામ વાતો અને પુરવાઓને આધારે એક નિષ્કર્ષ પર આવ્યા હતા કે આલય સૃષ્ટિને મળવા અને તેનો જન્મદિવસ ઉજવવા તેને ઘરે આવ્યો હતો અને ત્યાં જ રોકાઈ ગયો હતો.

જન્મદિવસના દિવસે સવારે તેઓ ડેલહાઉસી જવા નીકળ્યા હતા ત્યારે તેઓ બે જણ જ હતા.પરંતુ જ્યારે એકસિડેન્ટ થયો ત્યારે ઘટનાસ્થળ પર ત્રણ જણા હતા જે ઘાયલ હતા પરંતુ જ્યારે મિસિસ મહેતા ત્યાં પહોંચ્યા ત્યારે માત્ર સૃષ્ટિ જ સ્થળ પર ઘાયલ મળી હતી ....માટે જે કાંઈ પણ થઈ ગયું એ એકસિડેન્ટ અને એમ્બ્યુલન્સ પહોંચે એ પહેલાં જ બની ગયું હતું.રિધમ પણ એ દિવસે સવારે વહેલા નીકળી ગયા હતા.એકસિડેન્ટ ના દિવસે મૃણાલિનીબેનનો ફોન પણ એમણે ઉપાડ્યો નહોતો..એ એકલા જ અકસ્માતના સ્થળ પર નીકળી ગયા હતા.

દોસ્તો ચેકમેટની આ રમત કોણ રમી રહ્યું છે??
ડો.રિધમ મહેતા આ તમામ ઘટના પાછળ જવાબદાર છે કે પછી મિસિસ મહેતા ખરા ખેલાડી સાબિત થશે???
આલય સાથે સિમલામાં કોની દુશ્મનાવટ હશે?
શું સટ્ટા ના લેણદારો અહીં પહોંચી ગયા હશે કે પછી કોઈ અલગ જ ષડ્યંત્ર ની સાજીશ....
વાંચતા રહો...ચેકમેટ....