The door is locked - 12 books and stories free download online pdf in Gujarati

બારણે અટકેલ ટેરવાં - 12

|પ્રકરણ – 12|

 

આટલી વાત થઇ ને સુગમ ઉભો ના થયો.. ઉછળ્યો.. બધું પતાવીને થોડીવાર બેઠો, નાસ્તો કર્યો, ચા પીધી... ને બત્તી થઇ.. ક્વીન્સ નેકલેસ... ! આજે જઈને આવ્યો હોઉં એમ કેમ લાગે છે ? – બહુ વિચાર્યું એણે પણ ભેગું ના થયું. – પડતું મુક્યું વિચારવાનું ને નીકળી પડ્યો.

 

**** **** **** ****  

 

આજે ઘણા વખતે બાઈક પર નીકળ્યો હોઉ એવું લાગે છે.. થોડુક એવું હતું પણ ખરું.. રોજ તો એની જરૂર ના હોય last week end બહાર હતા, એ પહેલા કદાચ બાઈક પર જઈ શકાય એવી જગ્યા એ નહોતા ગયા. અવકશ મળે એટલે સ્પીડ વધારી લેવાની, ખબર નહિ પણ આજે થોડા થોડા અંતર પર આવતા કોમ્પ્લેક્સ માંની શોપ્સ ની અંદર દેખાતા દરેક ડ્રેસમાં શિવાની જ ફીટ થઇ જતી. સિગ્નલ ઉપર ઉભો રહું તો હોર્ડિંગની એડ મોડલ પણ શિવાની બની જતી. ગ્રીન સિગ્નલ થાય એટલે પાછું મન એ તરફ વળતું કે આ સિગ્નલ ની કેમ તાલાવેલી લાગે છે.. ! 

 

પહોચ્યો. નસીબજોગે કોર્પોરેશનના પાર્કિંગમાં જગ્યા મળી ગઈ. તે હિરોઈક અદામાં ચાવી ઝૂલાવતો, ક્વીન્સ નેકલેસ પર આવી ગયો.. રવિવાર સાંજ હતી તે દરિયો પણ રીલેક્સ મોડમાં હતો.. મંદ મંદ લહેર હતી. લોકો હજી નહોતા બહુ. અમે થોડા વહેલા હતા. થોડી જ વારમાં ઉડતા ઝુલ્ફ, અધીર ચહેરો, મસ્ત સ્મિત, વાઈબ્રેટ કરે એવા જીન્સ અને ટીશર્ટમાં શિવાની આવી.. દરિયામાં અચાનક એક મોજું ઉછળ્યું.. લહેરની ગતી વધી. સાવ નજીક આવી. આંખ માંડી એણે.. અઠવાડિયા ની રાહ ઓગળી ધીરે ધીરે,.. થોડા ઝળઝળિયાં થઇ બહાર આવી.

 

સામે જોયા કરીશ કે પછી.. વાતો પણ કરવાની ?

 

આટલા દિવસ ન કરેલી વાતો, આ મૌન ના બ્લુટુથથી એક્સચેન્જ કરી લઈએ.... .. 

...

...

હમમ...થઇ ગયું. હવે ચાલીએ અને વાતો કરીએ. 

ક્વીન્સ નેકલેસ કેમ નામ આપ્યું આનું – ખબર છે ?

રાણીનો નેકલેસ પડી ગયો હશે ફરતા ફરતા. સિમ્પલ. 

વેરી વેરી વેરી PJ. તને અમસ્તું પૂછ્યું. પણ ખરેખર રાત્રે જયારે આ આખાય આકાર પર લાઈટસ થાય ત્યારે ઉપરથી જુઓ કે દુરથી જુઓ તો નેકલેસ જ લાગે ! કેવી અદભૂત રચના છે. 

 

આર્કિટેક્ચર અને ટાઉન પ્લાનર ની સૂઝ અને આવડતનું વન્ડરફુલ પરિણામ. 

 

ચલ તસ્વીરોત્સવ ઉજવીએ. હું થોડી આગળ જાઉં છું.. સિંગલ ને પછી તારા ને પછી આપણા.. 

 

અરે.. પણ બહુ આગળ ક્યાં જાય છે. ને ના એ બોટમાં ના બેસ. ! એકલી ના જા !

 

...

શું બબડે છે ??? કોણ – ક્યાં એકલું જાય છે ? ને બોટ !!! ? અહી ક્યાં બોટિંગ થાય છે.. ! થોડું પાણી પી લે. ચિતભ્રમ જેવું થયું કે શું ?

.... 

.... 

કંઇ ખબર નહિ. પણ નીકળી ગયું એમ જ... ! ચલ ફોટા પાડીએ ને પછી અઢળક ખાવું પડશે.. લંચ તો ઊંઘમાં જ થયું એટલે આંખ અને મન ભરાયા, પેટ ખાલી છે. 

સાચું. સપના થી પેટ ભરાતા નથી.... મહેનત કરી ને.... રેસ્ટોરાં કે રસોડું જે ઉપલબ્ધ હોય ત્યાં જવું પડે. 

 

આ મસ્ત ક્ષણોને સાચવવામાં સમય બહુ ગયો. ચાલો આ મલ્ટીકુઝીન માં ઘુસી જઈએ. વેઈટીંગ છે પણ – વેલ રાહ જોવાની જગ્યા અનુકુળ છે. આવ બેસીએ. 

 

જગ્યા નું જ અનુકુલન રાખજે. બીજા રાહ જોનારા સામે બહુ જોતો નહિ. નહિ તો એ લોકો કોઈની રાહ જોયા વગર –

 

જી ! મેડમ... ધ્યાન બાબતે ધ્યાન દોરવા બદલ આભાર. – અને અહ્હા અહી તો આ મેગેઝીન અને ન્યુઝપેપર stand પણ છે. ચાલો આજનું છાપું વાંચીએ.... .... ..... ઓહ્હહ ! ગજબ્બ ! અજબનો અવસર ! ચાન્સ of ધ યર. ! 

 

સુગમ...! પાછું કંઇ થયું ? આવું ક્યારથી થાય છે ? 

અરે કમ ઓન ! કશું જ બબડતો નથી. આ.. આ જો સર્વેશ્વર સર.. એમના મ્યુરલ્સ અને સ્કલ્પચર નું એક્ઝીબીશન છે અહી અને એ પોતે આવવના છે. હે હે હે ! કેટલા વખત પછી મળીશ આ મહા વ્યક્તિત્વને! 

 

સર્વેશ્વર સર ? કોણ છે એ ? 

અરે વિશ્વપ્રસિદ્ધ શિલ્પકાર. મારું સદભાગ્ય કે એમને મળવાનું થતું અને મને બહુ જ પ્રોત્સાહન આપ્યું એમણે. વધારે પડતા સંપર્ક થી દુર રહેતા એટલે કયારેય પછી વાત નથી થઇ. પણ, આ મોકો મળ્યો. આવતા વિકેંડમાં જ છે. જઈશું આપણે. 

 

ધેટ્સ ગ્રેટ !.. ચોક્કસ જઈશું.... ,,, અરે હા ચાલો આપણો નમ્બર લાગ્યો. 

 

.... 

.. 

ચાલો હવે સારું લાગ્યું.સારું હતું ફૂડ. તું કેવી રીતે આવી ? 

ટેક્સી કરી આજે. 

વેલ, ચલ તને ડ્રોપ કરી દઉં. 

 

****** ****** ******

 

શિવાની ને ઉતારી ને સીધો ઘરે આવ્યો. ને બપોર સુધી ખેંચેલી ઊંઘને કારણે ઊંઘ તો આવવાની નહોતી. તે લીધું કેનવાસ ને પકડી પીંછી. શેનું ચિત્ર બનાવવું એ વિચાર્યા વગર – વિચારોમાં થી ઘડાય એ બનાવવું એવું નક્કી કર્યું. કઝીન હજી બહાર હતા. 

 

લગભગ ૪૦ મિનીટ સુધી દોરવણી પ્રમાણે દોર્યું. ને જોયું તો એક કપલનું ચિત્ર બન્યું. સ્ત્રી પાત્ર શિલ્પની અદામાં – પુરાતન મંદિરના ઓટલા હોય એવા ઓટલા પર બેઠું છે. ને પુરુષ એક ડગલું તેની તરફ માંડી, એક હાથ લાંબો કરી કશુક કહેવા જઈ રહ્યો છે...ને સ્ત્રી પાત્ર નજરમાં થોડી આતુરતા થી, કાન સરવા કરી સાંભળવા તત્પર છે... ! 

 

થોડીવાર બેસી જ રહ્યો ચિત્ર સામે. ને ઘૂંટતો ગયો ઉકેલ.. સાવ અનાયાસ બની ગયેલા ચિત્રનો. અચાનક દરવાજો ખખડ્યો.. ક્યાં અંદર કે બહાર ? 

 

ક્યા બાત હૈ ક્લાકાર.. પહેલીવાર ચિત્ર જોયું તારું... ! ને અહ્હ્હા ! મને અત્યાર સુધી એમ હતું કે ચિત્રમાં કંઇ જ ખબર ના પડે. પણ આ તો બહુ સ્પષ્ટ છે... ! 

 

ખરેખર ! તમને સમજાયો આનો અર્થ ? 

હા વળી ! એક સ્ત્રી છે ને એક પુરુષ ! 

ઓહો ! એ તો હવે,,, સાવ સીધું દેખાય છે. ભાવ... ચિત્રમાં દેખાતો ભાવ.. શું છે.એ ખ્યાલ આવે છે ?

 

જો ભાઈ ! થોડુક કીધું એમાં અઘરા પેપર નહી કાઢવાના. ભાવ – હાવભાવ તો મને ક્યારેક સામે ઉભેલાના ય નથી સમજાતા. આ તો ચિત્ર છે. અને હા એક જોરદાર સમાચાર આપવાના છે. 

 

આપો આપો ! મારા ચિત્ર નો ભાવ ના સમજ્યા પણ તમે તમારા ઉત્સાહ ને ઠાલવી દ્યો! 

 

છેવટે હું ખીલે બંધાણો. એટલે કે તારા ભાભી આવશે હવે આ ઘરમાં. 

 

શું વાત કરો છો ? !! જો કે તમે જે રીતે મને કહ્યું કે સમાચાર આપું છું ત્યારે તમારા હાવભાવ આવું જ કંઇ કહેતા હતા.. પણ આ તો તમે સિક્કો મારી દીધો.. કોને પટાવી? 

 

અરે ભાઈ ! તારી જેવી અદા ને આવડત નહિ ને મારામાં. આ તો બધું ફેમીલી લેવલે ચાલતું હતું.. ગયા અઠવાડિયે મળ્યા ને નક્કી કર્યું. ને બધું ઘડિયા લગન જેવું છે. એના દાદા બીમાર છે તે આવતા મહીને તો લગ્ન. સાવ સાદાઈથી. મૂળ કુટુંબીઓ ની હાજરીમાં તું સ્પેશિઅલ કેસમાં ખરો. 

 

વાહ વાહ ! દાદા ને ફોટાની હાજરી નહિ પણ પોતાની હાજરી પુરાવવી છે એમ ને ! સુપર્બ ન્યુઝ. 

 

પણ એક વાત છે યાર ! 

તમે કહો એ પહેલા જ મેં વિચારી લીધુ અને આમ પણ હું એ વિષે plan કરતો જ હતો. થોડો સ્ટેબલ થઇ ગયો છું.. એકાદ બે ફ્લેટ જોઈ પણ રાખ્યા છે...આઈ વિલ મુવ ધેર. ડોન્ટ વરી. એન્જોય. હા.. ક્યારેક ભાભીની રસોઈ ચાખવા આવી પડીશ. 

 

યુ આર મોસ્ટ વેલકમ.