The door slammed shut - 13 in Gujarati Fiction Stories by Bhushan Oza books and stories PDF | બારણે અટકેલ ટેરવાં - 13

બારણે અટકેલ ટેરવાં - 13

|પ્રકરણ - 13|

 

કઝીને આપેલા સમાચારથી મુબઈમાં એક ફ્લેટ લેવાનો plan વધુ દ્રઢ થયો. જો કે હમણાંતો રેન્ટ પર લઈશ. કાલથી કસરત ચાલુ કરીશું. અત્યારે થોડું વાંચીએ ઊંઘ તો હજી ઘણી છેટી છે. 

 

કઇ ચોપડી વાંચું ? અ.અ.. હા સીધી રોમેન્ટિક નવલકથા જ હાથમાં આવી.. વાંચી છે એકવાર તો પણ...ને આમાં તો બે ભેગા નહિ થઇ શકેલા પાત્રોની વાત છે.... 

.. 

.. 

આટલું વાંચ્યા પછી હવે આંખના દરવાજે ઊંઘે ટકોરા માર્યા. 

 

****** ***** *****  

 

સવારે કોઈ ખભેથી હલાવતું હોય અને નામ બોલતું હોય એવો અવાજ આવ્યો.. ’ઓ ભાઈ !! સુગમભાઈ,,,૭-૧૫.. !!

 

શું શું.. મને કોણે બોલાવ્યો.. ! અને ૭ ૧૫ !!!

 

મેં બોલાવ્યો.. ખુબ ઢંઢોળ્યો... ને છેલ્લે ૭ ૧૫ પણ મેં જ કહ્યું - કઝીન 

 

ઊઓહ્હ્હ... ૭ -૧૫ !!!! પલંગમાંથી બધું ખંખેરી ને સીધો ટોવેલ લઇ બાથરૂમમાં ભરાયો – તે સીધો શુઝ પહેરતી વખતે બેઠો. ને પાછો ઉછળ્યો.. તે લગભગ સ્ટેશનના ઇન્ડિકેટર પર જ નજર સ્થિર થઇ – ૮- ૦૫.. થેંક ગોડ !! ઉતાવળે તૈયાર થઈને પાંચ મિનીટની લીડ લીધી.. ટ્રેઈન ઉપર...થોડી મિનીટ એવું વિચાર્યું કે ઘર –બર નથી લેવું અહી.. પેક અપ કરી ને પહોચી જાઉં પાછો – પછી અંદરથી અવાજ આવ્યો – ક્યાંય જવનું નથી હવે !! – અવાજ કોનો હતો એ ખબર નહી પણ એણે ખેંચ્યો મને જોરદાર. 

 

“વિરાર સે ચર્ચગેટ જનીવાલી ફાસ્ટ – “

 

સોમવાર – મુબઈની લોકલનો સોમવાર – અમુક રોજીંદા ચહેરા અમુક ક્યારેક – નિશ્ચિત અંતરાલે દેખાતા ને અમુક નવા - 

 

‘અરે સુગમ – આ જા – યહાં સીટ કાલી હય’

 

આટલા સમયમાં આવી – કોઈ જગા રાખે એવી – ઓળખાણ થઇ ગઈ હતી. ને નવો માણસ તો સાંભળી ને જાય જ નહી – પણ મને હવે મુબઈ ની હિન્દી સમજવા લાગી હતી કે “કાલી” એટલે “ખાલી”... બેસી ગયો થોડા ગપ્પા માર્યા. ને આવ્યું ચર્ચગેટ. 

 

.... 

... 

 

“ઓહ યંગ લવ ! આ ગયા તુ ? હાવ ઈઝ યોર મધર.. ? આઈ ગેસ બિલકુલ ઠીક હોગી તો હી આયા હોગા તુ ! – અનન્યા-

 

“યેસ મેડમ ! શી ઈઝ કમ્પલીટલી ઓલરાઈટ, પહેલે સી ભી અચ્છી હો ગઈ હે. “ 

 

“ધેન ઇટ્સ ફાઈન – ઔર હા અભી તો દેર હૈ – but we need to go togeher for an assignment.”

 

“sure – કબ ઓર કહાં જાના હૈ વો બતા દેના – બંદા હાજીર હો જાયેગા”

“this wedneday. and somewhere near Pune – મેઈલ કરતી હું મેં”

 

આખા વીકની રજા હતી એટલે થોડું કામ પેન્ડીગ હતું એ પતાવતા લંચ ટાઇમ ક્રોસ થઇ ગયો. લગભગ ચાર વાગે મેસેજ આવ્યો 

 

“જમવા સમયે તો યાદ કરે માણસ. !”

“માણસ જમ્યો જ નથી.. સમય જ નથી મળ્યો. કરું શાંતિથી ફોન”

“ઓહ ok “ 

 

થોડીવારમાં અનન્યાનો ઈમેઈલ આવ્યો – સાઈટ લોકેશન વાંચ્યું. પછી એટેચમેન્ટમાં મેપ હતો એ જોયો. થોડો વિગતે જોતા એવું લાગ્યું કે આ બધા લેન્ડમારકસ જોયા છે – અમે ગયા હતા એ.. ? ના એ તો અલગ – આ- કેમ અને ક્યાં જોયા હશે !! યાદ ન આવ્યું. 

 

સાંજે ઓફીસ સમય પત્યો એટલે તરત શિવાનીને ફોન કર્યો. થોડી રાહત થઇ બન્નેને.. પછી બહાર જવાનું છે ઓફીસ કામે અને છેલ્લે કહ્યું કે ઘર શોધવાનું છે. 

“કેમ તારે શું કામ ઘર શોધવું છે – છે ને કઝીન નું “

 

“એમના મેરેજ થવાના છે – last week એન્ગેજમેન્ટ થયું ને હવે ઘડિયા લગ્ન છે – ને મારે પણ હવે ઘર વસાવી લેવું છે બસ !”

 

“ તારે ઘર વસાવવું.. છે.. ! મીન્સ કે તું.. !! “

“ અરે.. હવે આ સંજોગોમાં મારે ઘર ની વ્યવસ્થા કરવી પડશે ને ? એ સંદર્ભમાં કહું છું “

 

.... 

...

“હલ્લો ! શિવાની – કેમ કશું બોલતી નથી ? શું થયું ?”

“ અ અ, એમ જ ! કંઇ નહિ ! વી વિલ ફાઈન્ડ ઈટ – ડોન્ટ વરી “ 

 

ઘર વસાવવાની વાતે એ કેમ વિહવળ થઇ એ વિચારતો હતો ત્યાં એક અજાણ્યા નમ્બરથી ફોન આવ્યો 

 

“હલ્લો iએમ આઈ સ્પીકિંગ તો મી. સુગમ ?”

“ હુ ઈઝ ધીસ ?”

“વેલ આઈ એમ રિયા from કમ્ફર્ટ હોમ્સ એજન્સી – આપને રેન્ટેડ ફ્લેટ કે લિયે રજીસ્ટર કિયા થા – તો વી હેવ સમ ગુડ લોકેશન્સ in 1 BHK ફ્લેટ્સ “

 

“ફાઈન થેન્ક્સ ફોર કોલિંગ – પ્લીઝ ટેલ મી – “

 

એણે આપેલા બધા ઓપ્શન્સ સારા હતા પણ એની એજન્સીના નામથી વિરુદ્ધ એટલે કે ‘કમ્ફર્ટેબલ’ નહોતા ભાડાની રેંજ પ્રમાણે. કંઇ નહિ હજી એવી ઉતાવળ તો નથી જ, કે આવા કોમ્પ્રોમાઈઝ કરવા પડે. 

 

ને આમ ને આમ મગળવારની સાંજ પણ પડી ગઈ. મુંબઈમાં બધું ફાસ્ટ એટલે બધું જ ફાસ્ટ. ક્યારેક એવું લાગે કે સમય કેલેન્ડરમાંના દિવસો ને આમ આપણે હાથ વીંઝીએ ને એકસાથે બેઠેલા ઘણા પક્ષીઓ ઉડી જાય, એમ ઉડાડી દે છે. 

 

ઘરે પહોંચ્યો ત્યાં બે મિસ્ડ કોલ. એક શિવાનીનો બીજો અનન્યાનો. આવતીકાલે જવાનું હોવાથી અનન્યાને પહેલા ફોન કર્યો. 

 

“હા મેડમ આપકા કોલ થા – સોરી ટ્રેઇન મેં શોર –“

“કમ ઓન ડીઅર ! મેં ભી ઇસી શહરમેં રહેતી હું – ઓર સીધી કાર સે ટ્રાવેલ નહી કી. આજ મેં જરા જલ્દી નીકલ ગઈ થી તો બાત નહિ હુઈ. કલ સુબહ ઓફીસ નહી આના. આઈ વિલ પીક યુ at Nine in the morning, be ready. ઔર હા.. શામ કો વાપિસ આ હી જાના હૈ, ફિર ભી કીપ બેગ રેડી in a way કી નાઈટ હોલ્ટ કરના પડે તો ચલ જાય”

 

“ઠીક હૈ – બાય કલ નો બજે મેં રેડી રહુંગા “

 

હજી ડાયલ કરું એ પહેલા તો શિવાનીનો ફોન.રિંગમાં જ અવાજ મોટો લાગ્યો.

“ પહેલા નો રીપ્લાય – પછી એન્ગેજ – જનાબ તમે કહી શકશો કે આજકાલ હું priority list માં કેટલામાં ક્રમે ચાલી રહી છું ?”

 

“અરે તું મને ડાયલ કરવાનો મોકો આપે તો ને – તું તો priority નહિ સીક્યોરીટીની જેમ પાછળ પડી છે. એની વે જવું છે બહાર – નાઈટ લાઇફ ઇન મુંબઈ “

 

“ ઇટ્સ રીઅલી એકસાઇટીંગ પણ આજે નહિ. હજી તો હું ઓફિસમાં છું ઘરે પહોંચતા વાર થશે. પણ કાલ તો ઉપડવાનો ને તું અને અનન્યા મે મ !”

 

“એમાં આટલું લંબાવવા ની જરૂર નથી. – એ બોસ છે મારી – ઓફીસની, અને મેરીડ છે. જો કે આ...મ લાગે છે હજી.. -“

 

“ ચુઉપ ! સાંજે અથવા રાત સુધીમાં પાછો આવી જઈશ ને ?”

 

“ મોટાભાગે તો આવી જ જઈશું. પણ એમણે મને નાઈટ સ્ટે ની તૈયારી સાથે આવવા કહ્યું છે – કદાચ કામ ન પતે તો !” 

“ઓ કે. પણ જરા ધ્યાન રાખજે, મુક્ત હવા લેવી પણ અલગ અલગ રૂમમાં !”

 

“જેવી આપની મરજી ! બાકી તો એની મરજી જેણે પરિસ્થિતિ સરજી. અત્યારે મુકું છું ફોન. નહી તો સવારે મોડું થશે. બાય“

 

“અરે હા.. મોડું થાય એ ન પોસાય !.. બાય“

 

**** ***** *****  

 

ને આ રીતે બન્નેના ખેંચાણ અને લાગણીના તંતુ વધુ ને વધુ ગુંથાતા જતા હતા પણ હજી સુધી એકબીજાને કશું સીધું પૂછ્યું કે કહ્યું નથી...કે કહી શક્ય નથી. 

 

સુગમે બીજા દિવસની તૈયારી આમ તો ઓફીસમાં જ કરી દીધેલી છતાં એક નજર નાખી લીધી. બેગ પેક કરી. એલાર્મ મૂકી સુઈ ગયો. 

Rate & Review

Hema Patel

Hema Patel 2 years ago

Twisha  Oza

Twisha Oza 2 years ago

Urvish Mehta

Urvish Mehta 2 years ago

Heena Suchak

Heena Suchak 2 years ago

Divya Patel

Divya Patel 2 years ago