Sapna Ni Udaan - 34 books and stories free download online pdf in Gujarati

સપના ની ઉડાન - 34

બધા લોકો ખૂબ આનંદ માં હતા પણ રોહન ને બાદ કરતાં. અમિત જ્યારે સ્ટેજ પર ગયો તે સમયે જ રોહન ઘરે જતો રહ્યો હતો. તે પરી ને કહેતો ગયો કે તેની તબિયત સારી નથી એટલે તે ઘરે જાય છે. પ્રિયા નું અચાનક ધ્યાન ગયું કે રોહન દેખાતો નથી. તે અમિત પાસે ગઈ અને બોલી , " અમિત તમે રોહન ને ક્યાંય જોયો ? "

અમિત : નહિ , મે પણ ઘણા સમયથી તેને જોયો નથી.

તે બંને વાત કરતા હતા ત્યાં પરી આવી ,
" પ્રિયા ! સોરી હું તને કહેતા ભૂલી ગઈ કે રોહન ઘરે જતો રહ્યો છે તેની તબિયત કંઇક ખરાબ હતી. "
પ્રિયા : શું તબિયત ખરાબ થઈ ગઈ ! તારે પહેલાં કહેવું જોઈએ ને !
પરી : અરે સોરી આ બધી વાત માં મારા દિમાગ માંથી જ નીકળી ગયું.

પ્રિયા એ તરત રોહન ને ફોન કર્યો , સામેથી સાવ ધીમો અવાજ આવ્યો , " હેલ્લો ! "
પ્રિયા : રોહન શું થયું તને ? અચાનક તબિયત કેમ ખરાબ થઈ ગઈ ? હવે તને કેમ છે ?
રોહન : અરે મારી માં મને બોલવા તો દે. હું ઠીક છું બસ થોડો ફીવર થઈ ગયો હતો.
પ્રિયા : ફીવર ! દવા લીધી તે ?
રોહન : હા બાબા લઈ લીધી છે.
પ્રિયા : થોડી વાર ખમ હું ત્યાં આવું જ છું. અને આજે ટિફિન ખાતો નહિ. હું ખીચડી બનાવીને લાવું છું.
રોહન : અરે ! ના ના હું મેનેજ કરી લઈશ.

હજી પ્રિયા ક્યાંક બોલે એ પહેલાં ફોન કટ થઇ ગયો.
પ્રિયા : અરે ! આ ફોન સ્વીચ ઓફ થઈ ગયો. કઈ નહિ હું હમણાં જ ખીચડી બનાવી લઉં છું.

આ બાજુ રોહન ડાયરી લખતો હતો. તેણે તેની ડાયરી ને નામ આપ્યું હતું ' મેરે ખ્વાબો કી રાની ' . તે જ્યાર થી પ્રિયા ને મળિયો હતો ત્યારથી તેણે ડાયરી લખવાનું શરૂ કર્યું હતું જેથી તે પ્રિયા સાથે વિતાવેલ દરેક પળ ને હંમેશા યાદ રાખી શકે. તે બધી વાતો પ્રિયા ને સંબોધી લખતો . જેથી તે એ બધી વાતો જે પ્રિયા ને કહી શકતો નહીં તે આ ડાયરી દ્વારા કહી શકે. તે દરેક દિવસ તારીખ સાથે લખતો . આજે તેણે ઉપર તારીખ લખી ૧ સપ્ટેમ્બર .

તેણે લખવાનું શરુ કર્યું , " પ્રિયા ! મને માફ કરજે કે હું તારી સૌથી સારી પળ માં તારી સાથે રહી શક્યો નહિ. પણ હું તને પ્રોમિસ કરું છું કે તારી મુસીબત ની દરેક પળ માં તારી સાથે રહીશ. આજે મે તને ખોટું કહ્યું કે મારી તબિયત ખરાબ છે. પણ હું શું કરું હું તે જોઈ શકતો નહોતો. હવે તું મારાથી દૂર જઈ રહી છો. મે તને પહેલેથી ખૂબ પ્રેમ કર્યો છે અને હંમેશા કરીશ પણ હવે આ દર્દ સહન થતો નથી. પણ તું ચિંતા ના કર ધીમે ધીમે આદત પડી જશે. ડૉ અમિત ખૂબ સારા વ્યક્તિ છે તે તને મારાથી પણ વધારે પ્રેમ કરશે. હું તો બસ તને હંમેશા ખુશ જોવા માંગુ છું. અને હું ક્યારેય તારી અને ડૉ . અમિત ની વચ્ચે નહિ આવું. આઈ લવ યુ ' મેરે ખ્વાબો કી રાની ' બસ હવે તો તું મારા ખ્વાબ માં જ મારી રાની હશે. .."

આ સમયે રોહન ની આંખ માંથી આંસુ ટપકે છે અને ડાયરી પર પડે છે જેના લીધે ડાયરી નું પેજ ભીનું થઈ જાય છે અને પેન ની શાહી રેલાય જાય છે. આ સમયે અચાનક બહારથી કોઈક ના એક્સિડન્ટ થવાનો અવાજ આવ્યો આ સાંભળી રોહન તરત દોડતો ત્યાં ગયો તે દરવાજો બંધ કરતા પણ ભૂલી ગયો. જે વ્યક્તિ નું એક્સિડન્ટ થયું હતું તે ગંભીર હાલત માં હતો તેથી રોહન તેને લઈ હોસ્પિટલ જતો રહે છે. આ બાજુ પ્રિયા ખીચડી બનાવી રોહન પાસે આવતી હતી ત્યાં અમિત એ કહ્યું , " પ્રિયા તમે અહીં રહો હું જ રોહન પાસે જાવ . એમ પણ હવે મારે કંઈ કામ નથી તો થોડી વાર રોહન સાથે વાતો થઈ જાય અહી હું કંટાળી જઈશ. "

પ્રિયા : ઠીક છે.

હવે અમિત રોહન ના ઘરે આવે છે. તેણે જોયું કે દરવાજો તો ખુલો જ હતો. તે અંદર ગયો.
" રોહન .... રોહન .. તું અહી છો ? .." અમિત આમતેમ રોહન ને શોધે છે. તે બાથરૂમ માં પણ જોવે છે પણ રોહન ક્યાંય હતો નહીં.
" અરે ! આ રોહન ક્યાં ગયો ? અને આ ઘર કેમ ખુલ્લું મૂકી દીધું છે ? ફોન કરી જોવ ... "
અમિત એ ફોન લગાડ્યો પણ ફોન સ્વીચ ઓફ આવતો હતો.

અમિત આમતેમ જોઈ રહ્યો હતો ત્યાં તેની નજર ટેબલ પર ખુલ્લી પડેલી ડાયરી પર પડી. તે ટેબલ પાસે ગયો અને ડાયરી હાથ માં લીધી. તેણે તારીખ જોઈ તે આજ ની જ હતી. તેણે આગળ વાંચવાનું શરૂ કર્યું . તે જેમ વાંચતો ગયો એમ તેની આંખો પહોળી થતી જતી હતી. તે આ બધું વાંચી સ્તબ્ધ રહી ગયો. તેની આંખ માંથી પણ પાણી આવવા લાગ્યું. તેણે પેજ પર જોયું તો પેજ ભીનું હતું. " તો આ બધું રોહન એ હમણાં જ લખેલું છે ! કેટલો દર્દ હશે તેના દિલ માં ! તેની આંખ માંથી કેટલા આંસુ વહ્યા હશે આ પેજ પણ આખું ભીનું થઈ ગયું! " તે ખૂબ દુઃખ સાથે વિચારી રહ્યો હતો.

તેણે હવે ડાયરી નું પહેલું પેજ જોયું. તેમાં લખ્યું હતું ' મેરે ખ્વાબો કી રાની ' . આ સમયે અમિત ગળગળો થઈ ગયો હતો. તેણે પહેલેથી ડાયરી વાંચવાનું શરૂ કર્યું. તેણે આખી ડાયરી વાચી. વાચતા વાચતા તેની આંખો માંથી દડ દડ આંસુ વહી રહ્યા હતા. તેણે આગળ જોયુ કે જ્યારે પ્રિયા એ કહ્યું કે તે અમિત ને પ્રેમ કરે છે એ પછી થી ડાયરી ના દરેક પેજ ભીના થવાથી કડક થઇ ગયા હતા. અમુક અમુક જગ્યા એ તેના આંસુ થી શાહી રેલાઈ ગઈ હતી.

" રોહન મને માફ કરજે દોસ્ત તારા આ આંસુઓ નું કારણ હું છું .મારા લીધે તારે રોજ આ દર્દ સહન કરવું પડ્યું. મને ખબર છે જ્યારે આપણો પ્રેમ આપણાથી અલગ થઈ જાય ત્યારે કેવું ફિલ થાય ! પ્રિયા જ્યારે મારી સામેથી થોડી ક્ષણ પણ દૂર થઈ જાય ત્યારે મારો જીવ અધ્ધર થઈ જાય તો તારી પાસેથી તો તે હંમેશા માટે દૂર થાય છે તને કેવું મહેસૂસ થતું હશે હું સમજુ છું " અમિત ગળગળો થઈ બોલ્યો. પછી તેનું ધ્યાન અલમારી પર પડ્યું તેનો દરવાજો અડધો ખુલ્લો હતો અને અંદર એક ગુલદસ્તો દેખાતો હતો. અમિત એ ત્યાં જઈ જોયું તો ત્યાં એક ગુલદસ્તો, એક ગિફ્ટ અને એક કાર્ડ હતું. ગિફ્ટ પર લખ્યું હતું ફોર માય લવ. તેણે કાર્ડ પણ વાચ્યું. આ બધું જોઈ તેના પગ તળેથી તો જમીન ખસી ગઈ હતી.

આ સમયે રોહન આવ્યો . " અરે ! તમે કોણ છો ? આમ ઘર માં કેમ આવી ગયા ? " રોહન બોલ્યો. અમિત તરત પાછળ ફર્યો. રોહન તો અમિત ને આવી રીતે જોઈ ચોંકી ગયો. અમિત ની આંખ માંથી આંસુ વહી રહ્યા હતાં. તેની આંખ લાલ થઇ ગઇ હતી.

" ડૉ અમિત ? તમે અહીંયા ? શું થયું તમને ? "
અમિત એ હાથ માં રહેલું કાર્ડ રોહન ને બતાવ્યું. રોહન તો દંગ રઈ ગયો. તેની હકીકત અમિત ને ખબર પડી ગઈ હતી. તેણે એક ઝટકા માં કાર્ડ અમિત ના હાથ માંથી ખેંચી લીધું. અને અમિત થી નજર છુપાવવા લાગ્યો.
" મને બધી ખબર પડી ગઈ છે રોહન ! મેં આ ડાયરી પણ વાચી " અમિત બોલ્યો.
રોહન નીચી નજર કરીને ઉભો હતો.
" કેમ ? રોહન કેમ ? કેમ પ્રિયા ને તે કહ્યું નહિ ? "
તે એકદમ રોહન ને ભેટી પડ્યો.
" તું આ બધું કંઈ રીતે સહન કરે છો ? કોઈ આટલું મજબૂત કેમ હોઈ શકે ? "
આ સાંભળી રોહન ની આંખ માં પણ આંસુ આવી ગયા.
" તમે ચિંતા ના કરો ડૉ.અમિત હું તમારી અને પ્રિયા વચ્ચે ક્યારેય નહી આવું ... " રોહન બોલ્યો.

" વચ્ચે તો હું આવી ગયો છું તારી અને પ્રિયા ની વચ્ચે. હું હમણાં જ પ્રિયા ને બધું જણાવી દવ છું. " અમિત બોલ્યો.

રોહન : " ના અમિત , તમે એવું કંઈ પણ નહિ કરો. પ્રિયા ને આ વાત ની ક્યારેય ખબર પડવી જોઈએ નહિ. "
અમિત : પણ રોહન તારા પ્રેમ નું શું ?

રોહન : વાત મારા પ્રેમ ની નથી. વાત પ્રિયા ના પ્રેમ ની છે અને તે તમને પ્રેમ કરે છે.
અમિત : પણ રોહન ...
રોહન : તમને મારી કસમ...પ્લીઝ આ વાત કોઈને ખબર ન પડવી જોઈએ.. હું ગમે તેમ જીવી લઈશ.. હું બસ પ્રિયા ને ખુશ જોવા માંગુ છું.. અને મને પૂરો વિશ્વાસ છે કે તમે તેને ખૂબ જ ખુશ રાખશો... મારા માટે પ્રિયા ની દોસ્તી જ કાફી છે..
અમિત : વાહ ! દોસ્ત વાહ , તારી જેવો વ્યક્તિ મે આજ સુધી નથી જોયો.. કદાચ તારી જેટલો પ્રેમ તો હું પણ પ્રિયા ને નથી કરી શક્યો... તું તો એક ઉદાહરણ છો આ સમાજ માટે... હું પ્રોમિસ કરું છું કે હું પ્રિયા ને હંમેશા ખુશ રાખીશ..

હવે બંને એકબીજાને ફરી ભેટી પડ્યા.
અમિત : રોહન ! હું અત્યારે જાવ છું. ઘરે બધા રાહ જોતા હશે...
રોહન : હા , શ્યોર...અને હવે આ વાત ભૂલી જજો...
અમિત : કેટલું સરળ છે ને ભૂલી જવાનું કહેવું ...

આમ બોલી તેણે રોહન સામે સ્માઈલ કરી અને ત્યાંથી જવા નીકળી ગયો. અમિત ના જતા જ રોહન ઉદાસ થઈ બેડ પર સુઈ ગયો અને તેણે ફોન માં એફએમ શરૂ કરી દીધું , તેમાં એક ગીત વાગ્યું...

" મેરી કિસ્મત મેં તું નહિ શાયદ ક્યોં તેરા ઇંતેઝાર કરતા હું ,
મેં તુમ્હે કલ ભી પ્યાર કરતા થા , મેં તુમ્હે અબ ભી પ્યાર કરતા હું... "

હવે રાત પડી ગઈ હતી. અમિત ગાડી લઈ ઘરે જઈ રહ્યો હતો. તેના મગજ માં રોહન ની ડાયરી ના શબ્દો દિમાગ માં ફરતાં હતાં. ક્યારેક ક્યારેક આંખ માંથી એકાદ આંસુ આવી જતા હતા. એટલામાં પ્રિયા નો ફોન આવ્યો.
" હેલ્લો અમિત ! ક્યાં પહોંચ્યા ? "
અમિત : " હા બસ આવું જ છું, રસ્તા માં જ છું. "
પ્રિયા : રોહન તો ઠીક છે ને ?
અમિત રોહન નું નામ સાંભળતા કંઇક વિચારવા લાગ્યો, પ્રિયા ને જવાબ ના મળતા તેણે ફરી વાર પૂછ્યું,
" હેલ્લો અમિત ? "
અમિત : હા....
પ્રિયા : રોહન ઠીક છે?
અમિત : હા.....ઠીક છે.

અમિત અને પ્રિયા વાત કરી રહ્યા હતા ત્યાં રોડ ક્રોસ કરતી વખતે બાજુ માંથી એક મોટો ટ્રક આવ્યો અને અમિત ની ગાડી સાથે ટકરાઈ ગયો. એક ખૂબ જોરદાર અવાજ આવ્યો અને ગાડી બે ત્રણ વાર ઉલટ સુલટ થઈ ને દુર જઈ ને પડી. પ્રિયા ને જોરથી અવાજ આવ્યો .. અને પછી અમિત નો ફોન બંધ થઈ ગયો.....

To Be Continue...