Coincidence - 14 books and stories free download online pdf in Gujarati

દો ઈતફાક - 14


🔹️14🔹️
દો ઈતફાક
Siddzz💙




યુગ ધ્વનિ ને મૂકી ને ઘરે આવ્યો. જોયું તો ફોઈ બોવ ખુશ લાગતા હતા. ફુઆ દેખાતા નઈ હતા. યુગ એ ફટાફટ ફ્રેશ થઇ ને ફોઈ પાસે ગયો,


" કેમ આજે પાર્ટી ફોમ માં છે ? " યુગ ફોઈ ની બાજુ માં જઈ ને બોલ્યો.

" યુગ અત્યારે કામ કરવા દે મોડું થાય છે એક તો તારા ફુઆ પણ ક્યાં રહી ગયા " ફોઈ કામ કરતા કરતા બોલ્યા.

" આવતા જ હસે. દરરોજ તો મારા પેલા આવી જાય છે આજે નઈ આવ્યાં એ "

" બેટા એ આવી ને ગયા શ્રીખંડ લેવા "

" કેમ શ્રીખંડ ?"

" સ્વાતિ અને એના મમ્મી પપ્પા આવ્યાં છે તો હમણાં ઘરે આવવાના છે જમવા. "

" સ્વાતિ મતલબ કે ભાભી "

" હા "

" આજે તો નીલ ગયો. આવવા દો એને " યુગ ફૂક મારી ને એના વાળ ઉડાવતા બોલ્યો.

ત્યાં તો , " યુગ આ ફ્રીઝ માં મુકી દે ને " ફુઆ આવતા ની સાથે બોલ્યાં.

" હા "

" ફોઈ કંઈ હોય તો કહો હું હેલ્પ કરું " યુગ બોલ્યો આ સાંભળી ને એના ફુઆ હસવા લાગ્યા.

" બેટા પૂરી બાકી છે બીજું બધું થઇ ગયું છે "

" હા એ મને આવડે છે " યુગ બોલ્યો.

" યુગ પૂરી ગોળ હોય ખબર ને. નકશા નથી બનાવવાના આપડે "


" એક મિનિટ જો " એમ બોલી ને યુગ લોટ લેવા ગયો.

એને એક મોટી ભાખરી જેવું બનાયું ગોળ નઈ હતુ પણ હતુ કંઇક. પછી એને એક નાના ગ્લાસ થી એના પર પાડ્યું. એટલે પૂરી ગોળ થઇ ગઇ.


" ઓહો છોકરો સ્માર્ટ થઈ ગયો છે " ફુઆ એ કહ્યું.

" હા સ્માર્ટ તો પહેલે થી જ છે "


આમ યુગ એ પૂરી બનાવવામાં એના ફોઈ ને હેલ્પ કરી. થોડી માં સ્વાતિ અને એના મમ્મી પપ્પા પણ આવી ગયા. થોડી વાર વાતો કરી પછી જમવા બેઠા. જમી ને શાંતિ થી બધા વાત કરતાં હતાં. યુગ એ લોકો ની વાતો સાંભળતો હતો. ત્યારે એના ફોઈ એ કીધું


" સ્વાતિ તને ખબર આજે પુરી યુગ એ વની હતી "

આ સાંભળી ને નીલ ને ઉધરસ આવવા લાગી. યુગ એના માટે પાણી લઈ આવ્યો.

" સ્વાતિ તારે રસોઈ માં મદદ મળી રહેશે " સ્વાતિ ને મમ્મી બોલ્યા.

" હા યુગ બોવ હેલ્પ કરે છે અમને " ફુઆ બોલ્યા.


થોડી વાર પછી એ લોકો ગયા. યુગ એ એના મમ્મી પપ્પા સાથે વાત કરી અને યશવી સાથે વાત કરી પછી એ પણ સુઈ ગયો.


બે ત્રણ મહિના માં યુગ ફોઈ ના ઘર માં તો ફેવરિટ થઇ ગયેલો પણ હવે તો ડાન્સ ક્લાસ માં અને કોલેજ માં પણ ફેવરિટ થઈ ગયેલો.

યુગ, પાર્થ અને ઇશાન ની દોસ્તી પણ એક દમ મસ્ત થઈ ગયેલી. કોલેજ જવાનું સાથે અને આવવાનું પણ સાથે. યુગ ને અમુક સબજેક્ટ માં થોડી પ્રોબ્લેમ થતી તો ઈશાન એને સમજાઈ દેતો.

આ બાજુ ડાન્સ ક્લાસ માં પણ યશ યુગ નો બેસ્ટ ફ્રેન્ડ બની ગયેલો. અને પંક્તિ મેમ તો હતા જ એનું ધ્યાન રાખવા વાલા.

માયરા પણ બારમાં ધોરણ મા હતી એટ્લે એ ઓનલાઇન બોવ નઈ આવતી. ભણવામાં ધ્યાન આપતી. હવે તો એની હીર સાથે પણ દોસ્તી તૂટી ગયેલી. સ્કૂલ માં ખાલી કામ પૂરતી જ બધા સાથે વાત કરતી. રવિવાર એ અનાથ આશ્રમ માં જતી એટલે એનું માઈન્ડ ફ્રેશ થઈ જતું નાના બાળકો ને મળી ને.

યુગ અને માયરા ની કોઈ કોઈ વખત ફૉન પર વાત થઈ જતી. વિરાજ ભાઈ આમ તો ખુશ હતા પણ માયરા ને લીધે અમુક વાર ટેન્શન મા આવી જતા માયરા ને કોઈ ફ્રેન્ડ નઈ હતું. વિરાજ ભાઈ સિવાય એ કોઈ ની સાથે બોવ બોલતી નઈ એટલે.


યુગ એ દસ દિવસ થી તો ગણેશ ઉત્સવ હતો એટ્લે જલસા જ કર્યા હતા. તમને તો ખબર જ હસે મુંબઈ નો ગણેશ ઉત્સવ.

એ પત્યા પછી યુગ ની કોલેજ માં મીડ એક્ઝામ હતી એટલે યુગ વાંચવામાં થોડું ધ્યાન આપતો.

આજે શનિવાર હતો અને યુગ નું છેલ્લું પેપર

પેપર પત્યા પછી યુગ , ઈશાન અને પાર્થ કેનટીન માં બેસેલા હતા. આજે યુગ ફોન માં કંઇક જોતો હતો અને પાર્થ અને ઈશાન આજુ બાજુ ની હરિયાળી જોતા હતા.

ત્યાં એક છોકરી આવી ને બોલી

" પ્લીઝ થોડી વાર અહીંયા બેસી શકુ? પેલા લોકો મારો પીછો કરે છે એટલે " બોવ ગભરાયેલો અવાજ હતો એનો.

પાર્થ ના બોલવા જતો હતો પણ ઈશાન એ કહ્યુ
" હા "

થોડી વાર સુધી એ છોકરી ત્યાં જ બેસેલી હતી. એ બેઠી ત્યાર નો કોઈ ને ફોન કરવાનો ટ્રાય કરતી હોય એવું લાગ્યું. ઈશાન અને યુગ ને તો એક વાર એવુ પણ લાગ્યું કે એ છોકરી નાટક કરે છે.

ત્યાં બે છોકરા એને શોધતા શોધતા ત્યાં આવી પોહચયા પણ એ છોકરી દેખાઈ નઈ એટલે એ લોકો બોલ્યા,
" આજે તો નઈ બચી શકે એ. ક્યાં જતી રહી એ "

" હા ભાઈ. તમને ના બોલવાની એની હિંમત કેમની થઈ " બીજો છોકરો બોલ્યો.

બધે જોયું પણ એ છોકરી એ લોકો ને દેખાઈ નઈ એટલે જતા રહ્યા.

" આ લોકો તને શોધતા હતા " પાર્થ થી ના રહેવાયું એટલે એને પૂછ્યું.

" હમ "

" પણ કેમ ?" પાર્થ બોલ્યો.

" એક્સ બોયફ્રેન્ડ " ઈશાન બોલ્યો પણ યુગ એ ઈશારો કરી ને આગળ બોલવાની ના પાડી.

" એ છોકરો મારી પાછળ પડ્યો છે ખબર નઈ કેમ. જ્યાં જવ ત્યાં પાછળ પાછળ આવે છે. એક્ઝામ ચાલતી હતી ત્યારે પણ ક્લાસ માં જતી હતી તો વચ્ચે જાણી જોઈ ને ભટકાયો. અને કાલે તો... " આગળ બોલતા બોલતા અટકી ગઈ.

યુગ, પાર્થ અને ઈશાન ને આગળ પૂછવું કે નઈ એ વિચારતા હતા. ત્યાં પેલી છોકરી એ આગળ કીધું,

" કાલે જ્યારે એક્ઝામ પછી હું ઘરે જવા નીકળતી હતી તો જ્યારે ઓટો માં જતી હતી ત્યારે એ મારી જ ઓટો માં આવ્યો અને મારી બાજુ માં બેસી ગયો. મને અડવાની પણ એને કોશિશ કરી અને પછી બોલ્યો આ જગ્યા એ સાંજે આવજે. એક ચિઠ્ઠી ત્યાં મુકી ને જતો રહ્યો. હું નઈ ગયેલી ત્યાં એટલે આજે મને શોધે છે "

" હમ ઓળખો છો તમે એક બીજા ને " પાર્થ એ પૂછ્યું.

" હું નઈ ઓળખતી એને. એને એક વાત મને રોઝ આપ્યું હતું પણ મે ત્યાં જ ફેકી દીધું હતું "

" લવ પ્રોબ્લેમ " ઈશાન બોલ્યો.

પણ પેલી છોકરી એ ઈશાન સામે થોડું ગુસ્સા મા જોયું એટલે ઈશાન એ આગળ કઈ ના બોલ્યો.

" એ... એ તો મજાક કરતો હતો. " પાર્થ એ વાત બદલતા કહ્યું.

" હા એમ પણ ગુંડા જેવો લાગતો હતો એ છોકરો " યુગ બોલ્યો.

" હા એવો જ છે " પેલી છોકરી એ કીધું.

" હા પણ તમે નામ ના કીધું " પાર્થ એ પૂછ્યું.

" ઓહ હાઈ હું નવ્યા "

" કઈ પેલી સ્ટાર પ્લસ વાળી ને " ઈશાન એ પૂછ્યું.

" ના અનંત વાળી " યુગ બોલ્યો.

નવ્યા આમ તો એ લોકો ના ક્લાસ માં જ હતી પણ આજે એ લોકો ને મળી. અને એ ત્રણ નંગ ને પણ આજે ખબર પડી આવું કોઈ છે અમારા ક્લાસ માં.

થોડી વાર પછી નવ્યા તો જતી રહી. અને આ ત્રણ હજી વાતો કરતા હતા. થોડી વાર પછી એ લોકો પણ ઘરે જવા નીકળ્યા.

ઈશાન આમ તો એક્ટિવા લઈ ને કોલેજ આવતો પણ આજે કાર લઈ ને આવ્યો હતો. એ પાર્કિંગ મા ગયો. અને યુગ અને પાર્થ બાર ઊભા રહ્યા હતા.


પાર્થ એ એના મમ્મી ને ફોન કર્યો હતો યુગ ઊભો હતો. ત્યાં એને જોયું તો નવ્યા ઓટો માટે ઊભી હતી પણ એક પણ ઓટો મળતી નઈ હતી.

" એ બાજુ શું જોવે છે " પાર્થ એ પૂછ્યું.

" નવ્યા ઊભી છે. એ તો કયાર ની મતલબ આપડા કરતાં પેલા નીકળી ગઈ છે તો હજી શું કરે છે " યુગ બોલ્યો.

" કુછ તો લોચા લાગતા હે ભીડુ " પાર્થ બોલ્યો.

ત્યાં સુધી મા તો ઈશાન આવ્યો અને બોલ્યો,
" યાર પેલી નવ્યા તો ક્યાર ની નીકળી ગયેલી તો હજી કેમ અહીંયા ઊભી છે ?"

ઈશાન ને પેલી વાર આમ ચિંતા મા જોઈ ને પાર્થ બોલ્યો,
" યુગ આજ કલ કોઈ ને કઈ વધારે જ ચિંતા થાય છે નઈ બીજા ની "

" હમ "

" અબે સાલાઓ એની જગ્યા એ આપડી બેન હોય તો " ઈશાન બોલ્યો.

" વાત માં દમ છે " યુગ બોલ્યો.

" સારું તો જઈ ને પૂછી આવ શું થયું હતું. કેમ અહી ઊભી છે " પાર્થ બોલ્યો.

" તમે જાવ ને પણ " ઈશાન કહે છે.

" હા "

" ના હું જ જઈશ. યુગલા તું ફ્લર્ટ કરવા માંથી ઊંચો નઈ આવે " ઈશાન બોલી ને નવ્યા પાસે ગયો.

યુગ ફ્લર્ટ બોવ કરતો બધા સાથે. પણ ખાલી મસ્તી માટે બીજું કઇ નઈ હોતું એના મગજ માં. અને અમુક વાર પાર્થ પણ યુગ ને સપોર્ટ કરતો કેનટીન માં. ઈશાન ને આવું બધું ઓછું ગમતું.


" હેય હાઈ કેમ અહીંયા?" ઈશાન નવ્યા પાસે જઈ ને બોલ્યો.

" ઓટો નઈ મળતી ?"

" અમે મુકી જઈએ "

" ના ના તમે જાવ "

" પણ આમ એકલી મૂકી ને નઈ જઈએ " ઈશાન એ કીધું.

ઈશાન ત્યાં જ ઊભો રહ્યો થોડી વાર સુધી એટલે નવ્યા છેલ્લે બોલી,
" સારું મુકી જા "

" ઓકે"

ઈશાન અને નવ્યા યુગ અને પાર્થ જ્યાં હતા ત્યાં ગયા.

" નંબર આપી દીધો " યુગ એ પૂછ્યું.

" શેનો ?" ઈશાન એ પૂછ્યું.

" તે નવ્યા ને "

" ના હવે એ વિચારતી હતી આપડી જોડે આવવું કે નઈ. આપડે કીડનેપ ના કરવાના હોય એને એમ " ઇશાન નવ્યા સામે જોતા બોલ્યો.

ઈશાન અને નવ્યા બંને એક બીજા ને થોડા ગુસ્સા માં હોય એમ જોતા હતા એટલે યુગ એ કહ્યુ,

" બાકી નું પિકચર કાલે કરજો મારે મોડું થાય છે હવે " યુગ બોલ્યો.

યુગ ને ક્લાસ પર મૂકી ને એ લોકો ઘરે ગયા.

યુગ હવે કોલેજ થી ક્લાસ પર જતો એટલે એને આખો દિવસ ક્યા ટાઇમ જતો રહેતો એ ખબર ના પડતી. ફોઈ ને પણ રસોઈ કરવામાં માં મદદ કરતો એ.

થોડા દિવસ પછી નવરાત્રિ હતી યુગ ખુશ હતો નવરાત્રિ ના લીધે. અને હોય પણ કેમ નઈ મુંબઈ ની પહેલી નવરાત્રિ હતી.

એક દિવસ એ પ્રેક્ટિસ કરી ને બેઠો હતો. ત્યાં પંક્તિ મેમ આવ્યા,

" યુગ કોઈ તને મળવા આવ્યુ છે "

" શું મેમ તમે પણ મજાક કરો છો " યુગ બોલ્યો.

" ના સાચું કહું છું જા જોઈ લે "

" મેમ આજે સાચું થાકી ગયો છું. હેરાન ના કરો " યુગ એ કહ્યું અને એ તો ત્યાં જ બેગ પર માથું રાખી ને સુઈ ગયો.

" સારું. તું સાચું ના માનીશ. "

" હા મને ખબર છે તમે મજાક કરો છો તો કેમ સાચું માનું "

" સારું મોકલું છું એને "

" તમે પેક મારી ને આવ્યા લાગો છો " યુગ બોલ્યો.

મેમ ને લાગ્યું આ સાચું નઈ મને એટલે એ લાઈટ ઓફ કરી ને બહાર જતા રહ્યા પછી કોઈ અંદર આવ્યું,

" ટુ ગ " કોઈ નાનું બેબી બોલ્યું.

પણ સાંભળે કોણ. યુગ ભાઈ તો સુતા હતા. પેલી બેબી યુગ પાસે જઈ ને બોલી,

"ટુ ગ "

ત્યાં યુગ ની નીંદ ઊડી.

" ધ્વનિ તું અહીંયા "

" હા "

" અચ્છા " યુગ બોલ્યો.

" Thank you "

" કેમ ?" યુગ પૂછે છે.

" મને ઘરે મૂકવા આવેલા ને એટલે. મમ્મી એ કીધું હતું thank you કહેવાનું "

" મારે નઈ જોઈતું "

બંને એ થોડી વાત કરી પછી યુગ એ કીધું ,
" મને ભૂખ લાગી છે તું કઈ ખાવાની "

" હમમ. હા વડાપાવ "

" ઓહો મે ખાલી પૂછ્યું અને મેડમ એ નક્કી પણ કરી લીધું "

" મને પણ ભૂખ લાગી છે "

બંને વડાપાવ ખાઈ ને ક્લાસ પર આવ્યા. ધ્વનિ ના મમ્મી આવ્યાં એટલે એ ઘરે ગઈ યુગ પણ ઘરે આવ્યો.

જમી ને બેઠો હતો. ફોઈ ફુઆ નીચે ચાલવા ગયા હતા. અને રાધિકા સુઈ ગઈ હતી. નીલ કઈક વિચારતો હતો એટલે યુગ એ પૂછ્યું,

" કેમ ભાઈ આજે આમ ઉદાસ છે ભાભી જોડે જઘડો થયો છે ?"

" ના "

" તો ?"

" સ્વાતિ અપસેટ છે "

" કેમ પણ ? " યુગ એ પૂછ્યું.

" સ્વાતિ ની બહેન રડી છે એટલે સ્વાતિ નો પણ મૂડ નથી આજે તો "

" એમની બહેન એ તો કેટલા મોટા છે એ કેમ રડયા ?"

" એ નઈ. યાશી "

" એ કોણ ?" યુગ એ પૂછ્યું.

" એના ફોઈ ની છોકરી છે. એનાં ઘરે જ રહે છે "

" હમ "

યુગ એ થોડી વાર નીલ સાથે વાત કરી પછી સૂઈ ગયો.

બે ત્રણ દિવસ પછી નવરાત્રિ ચાલુ થવાની હતી. યુગ એટલો ખુશ હતો કે કોઈ હદ નઈ.

નવરાત્રિ માં એક દિવસ પણ એવો નઈ હતો કે એને ગરબા ના રમ્યા હોય. આણંદ કરતા પણ એને વધારે એન્જોય કર્યું હતું. અને એના ડાન્સ ક્લાસ વાળા એના ગરબા ના ફેન થઈ ગયા હતા.

આમ નવરાત્રિ પણ પતી ગઈ. આજે દશેરા હતી અને રજા હતી. ડાન્સ ક્લાસ પણ યુગ ગયો નઈ હતો. રાત નો સૂતો હતો સવારે ખાલી એ જમવા ઉઠ્યો હતો પછી સુઈ ગયો તો છેક સાંજે છ વાગ્યે ઊઠ્યો.

ફોઈ ફુઆ મંદિર ગયા હતા અને રાધિકા દીદી એના ફ્રેન્ડ સાથે બહાર ફરવા ગયા હતા. નીલ ભાભી સાથે વાત કરતો હતો. યુગ ફ્રેશ થઈ ને ફૉન માં એના નવરાત્રિ ના ફોટો જોતો હતો.

ત્યાં એને માયરા ની યાદ આવી. એને જોયું તો છેલ્લા એક મહિના થી પણ વધારે ટાઈમ થઈ ગયેલો વાત થઈ નઈ હતી.

યુગ એ એક પણ મિનિટ બગડ્યા વગર માયરા ને ફોન કર્યો.

" હેલ્લો " એક દમ ધીમો અવાજ હતો માયરા નો.

" ક્યાં છો મેડમ આજ કાલ. કઈ દુનિયા માં છો ?"

" હું અહીંયા જ છું. "

" નો મેસેજ નો કૉલ " યુગ બોલ્યો.

" સોરી યાર "

" ઇટ્સ ઓકે "

યુગ એ એક મહિના માં જે બધું થયું એ કહી દીધું. પણ આજે માયરા નો અવાજ બોવ જ ધીમો લાગતો હતો એટલે યુગ એ પૂછ્યું,

" કંઈ થયું છે ?"

"ના "

" તારો અવાજ કેમ આટલો ધીમો છે "

" તાવ આવે છે એટ્લે "

" કેમ નો. કહેતી પણ નથી તું તો તાવ આવે છે એમ "

" એમાં શું કહેવાનું યાર " માયરા એ કીધું.

" ઓકે મેડિસન લીધી ?"

" ના કાલે લઈ આવા "

" કેમ ?"

" કાલે લઈ આવા "

" પ્રોમિસ ?"

" હમ "

" હું કાલે બપોરે ફૉન કરીશ "

" ઓકે "

કહી ને માયરા એ ફોન મૂકી દીધો.


બીજે દિવસે ,


યુગ, ઈશાન અને પાર્થ એ લોકો ની જગ્યા એટલે ક્લાસ ની છેલ્લી બેન્ચ પર બેસેલા હતા. નવ્યા યુગ ની આગળ વાળી બેન્ચ પર બેસેલી હતી.

નવ્યા, ઈશાન અને પાર્થ મસ્તી કરી રહ્યા હતા. યુગ આજે દરરોજ કરતા ઓછી મસ્તી કરતો હતો.

બીજી બ્રેક માં યુગ એ માયરા ને ફોન કર્યો.

" હા દવા લઇ આવી છું " માયરા ફોન ઉપાડતા જ બોલી.

" ખાવાની વાત થઈ હતી " યુગ બોલ્યો.

" યાર ... "

" ચલ ચલ ખાઇ લે "



પાંચ મિનિટ પછી,


" હા ખાઈ લીધી "

" હા તો એના રેપર નો ફોટો મોકલ મને " યુગ ને ખબર હતી માયરા ને દવા ખાવાનું નઈ ગમતું. એવુ એને બુક માં લખ્યું હતું.

" નેટ નથી મારા માં "

" સારું હું રીચાર્જ કરાવી દેવ છું પછી મોકલ "

" ના ના "

" કેમ ?" યુગ એ પૂછ્યું.

" નેટ તો છે "

" તો દવા નઈ ખાવી એમ કહે ને " યુગ બોલ્યો.

" યાર " માયરા બોલી.

" યાર વાળી નેટ ઓન કર હું વિડિયો કૉલ કરું છું "

" નઈ જ કરું "

" સારું. દોસ્તી ના સમ " કહી ને યુગ એ ફૉન કટ કરી દીધો.


કેન ટીન માં યુગ ને આમ જોઈ ને ઈશાન, પાર્થ અને નવ્યા વિચારતા હતા આને કોની આટલી બધી ચિંતા છે.

યુગ એ વિડિયો કૉલ કર્યો પણ માયરા એ ફૉન ના ઊંચક્યો.

પછી છેલ્લે એને ફોન ઊંચક્યો,
" ચલ ખાઈ લે દવા હવે "

" યાર નઈ ભાવતી "

" ખાવી તો પડશે ને " યુગ સમજાવતા બોલ્યો.

પાર્થ અને ઈશાન તો યુગ ને જોઈ ને શોક હતા યુગ એટલું શાંતિ થી સમજાવતો હતો. નવ્યા એ ઈશાન ને પૂછ્યું ગર્લફ્રેન્ડ. ઈશાન ને પણ ખબર નઈ હતી યુગ કોની સાથે વાત કરે છે એટલે એને પણ ના પાડી.


માયરા એ હજી પણ દવા નઈ ખાધી હતી.

" જો તું દવા નઈ ખાઈ ને તો હું જમીશ નહિ "

" ના આવુ નઈ " માયરા એ એક દમ માસુમ મોઢું કરી ને કહ્યું.

" તો દવા ખાઇ લે "

હવે માયરા ને દવા ખાવા સિવાય કોઈ રસ્તો ના રહ્યો હતો એને દવા ખાધી. અને રીએકશન તો એવા હતા એને કે યુગ ને પણ હસી આવી ગઈ.

થોડી વાર વાત કરી ને યુગ એ ફોન મૂકી દીધો.

નવ્યા એ કીધું
" તું કોઈ ની આટલી કેર કરે છે એ આજે ખબર પડી "

ઈશાન બોલ્યો " અમને પણ આજે ખબર પડી "

"માયરા બીમાર હતી અને દવા નઈ લેતી હતી એટલે " યુગ બોલ્યો.

" અચ્છા ઈશાન કોણ બીમાર હતું ?" પાર્થ એ પૂછ્યું.

" માયરા ભાભી " ઈશાન એ પણ મસ્તી મા કીધું.

" અહીંયા અમને તાવ આવતો હોય ત્યારે તો ખબર પણ ના હોય ભાઈ ને અને માયરા એ દવા ના લીધી એમાં તો વિડિયો કૉલ કર્યો " પાર્થ યુગ ની ખેંચતા બોલ્યો.

" હા પાર્થ. સાચી વાત છે. અમને તો દાખલ કર્યા હોય હોય તો પણ ના આવે " ઈશાન કહે છે.

" થાય ઈશાન થાય. આપડે ભાઈ છે અને માયરા તો.. . " પાર્થ આજે યુગ ને હેરાન કરવાના ફુલ મૂડ માં હતો.

" એ તો જાનેમન છે " આંખ મારતા ઈશાન બોલ્યો.

યુગ હજી સુધી ચુપ ચાપ સાંભળતો હતો. અને નવ્યા આ લોકો શું બોલે એ જોતી હતી કેમકે આ માયરા કોણ છે એજ ખબર નઈ હતી.

" યુગ મળી આવ. દવા ની પણ જરૂર નઈ પડે " પાર્થ બ્રેડ પર બટર લગાવતો હોય એમ બોલ્યો.

" સુરત આમ તો દૂર નથી નઈ નવ્યા ?" ઈશાન બોલ્યો.

" હા " નવ્યા એ પણ હા પાડી દીધી.



હવે યુગ દરરોજ માયરા ને ફોન કરતો બ્રેક ટાઈમ માં. પાંચ મિનિટ વાત થતી ખાલી એ બંને ની.