LOVE BYTES - 29 books and stories free download online pdf in Gujarati

લવ બાઇટ્સ - પ્રકરણ-29

લવ બાઇટ્સ
પ્રકરણ-29
સ્તવનનાં જીવનમાં આશા આવી ગઇ. એણે સ્વપ્નમાં નહોતું વિચાર્યું એવી હમસફર મળી ગઇ જેણે દરેક સ્થિતિ સંજોગમાં એની સાથ આપવાનું વચન આપ્યું હતું. સ્તવન ખૂબ ખુશ હતો એને એની બિમારીની કલ્પના પણ નહોતી આવી એને થયું. આશાનો મારાં જીવનમાં પ્રવેશ થયો અને બધીજ તકલીફ દૂર થઇ ગઇ.
મીહીકા માટે પણ મયુર મળી ગયો. બંન્નેની જોડી સરસ લાગી રહી હતી. ઘરનાં બધાં ખુશ હતાં. સ્તવનની કેરીયર ખૂબ સફળતા આંબી રહી હતી બધી તકલીફ વેદના દૂર થઇ ગઇ એવું લાગી રહ્યુ હતું ચારેય કુટુંબ એટલે કે રાજમલભાઇ ત્થા લલિતાબહેન સ્તવન અને આશાનાં સંબધ અને મહીકા મયુરનાં સંબંધથી ખૂબ ખુશ હતાં. છોકરાઓ સારાં સંસ્કારી અને જાણીતા કુટુંબના હતાં. યુવરાજસિંહ અને વીણાબહેન આશાને સ્તવન જેવો છોકરો મળી ગયો એટલે ઇશ્વરનાં આભાર માની રહેલાં. સ્તવનનાં માતાપિતા ભંવરીદેવી અને માણેકસિંહ બંન્ને છોકરાઓને સારાં પાત્ર મળી ગયાં એટલે નિશ્ચિંત થઇ ગયાં હતાં. બધાને આ એક મોટું સુખ મળી ગયું હતું.
આ બાજુ સ્તુતિ યાતનાઓમાંથી પસાર થઇ રહી હતી. એણે હવે બધી યાતનાઓનો સામનો કરવાનું બીડુ ઝડપ્યું હતું એણે અગોચર શાસ્ત્રનો અભ્યાસ ચાલુ કર્યો હતો. હિંમત કેળવી રહી હતી ગતજન્મનાં કર્મનું ઋણ ચૂકવી એમાંથી મુક્ત થવા માંગતી હતી પણ ભવિષ્યની કોને કલ્પના હતી ? હવે શું થવાનું હતું શું થઇ રહ્યું હતું ? એની જાણ માત્ર અઘોરનાથ જોઇ રહેલાં અને યોગ્ય સમયની એ પણ રાહ જોઇ રહ્યાં હતાં...
************
રાત પડી અને સ્તવને કહ્યું આપણે પત્તા રમીએ એણે મીહીકા અને આશાને કહ્યું મને નીંદર નથી આવી રહી ચાલો પત્તા રમીએ લલિતાબહેને કહ્યું તમે લોકો પત્તા રમો મને તો નીંદર આવે છે પછી તમે સૂઇ જજો પછી બોલ્યાં 2 દિવસ તમારી પાસે છે કોઇ રોકટોક શરમ નહીં ભરવી પડે મારાં રાજમાં જલ્સા કરો અને હસી પડ્યાં પછી શીખ આપતાં કહ્યું આવા સમયે એકબીજાને વધુ ઓળખી શકશો અને પછી આશા મીહાકાને કહ્યું સ્તવનને કે તમારે કોફી પીવી હોય નાસ્તો કરવો હોય મોડી રાત્રે તો ફ્રીઝમાં દૂધ છે અને સ્ટોરરૂમમાં નાસ્તો મીહીકા તને તો ખબર જ છે બધુ ક્યાં મૂકેલું છે એટલે સંકોચ વિના ખાજો હું સૂવા જઊં છું એમ કહી એ સૂવા માટે ચાલ્યા ગયાં.
આશા અને મીહીકા બંન્ને સાથે બોલી ઉઠ્યાં હાં હાં માસી અમને ખબર છે તમે શાંતિથી સૂઇ જાઓ.
સ્તવનતો ખુશ ખુશ હતો. એણે આશાની સામે જોઇને આઁખ મારીને કહ્યું ચાલો આવી જાવ પત્તા રમીએ. ત્રણે જણાં પત્તા રમવા બેઠાં. આશા અને સ્તવન એકબીજાનો કોઇને કોઇ બહાને સ્પર્શ કરી લેતાં હતાં.આશાએ કહ્યું મીહીકાબેન કાલે મયુરને બોલાવી લઇશુ પતા રમવા. પછી હસી. મીહીકા શરમાઇ ગઇ. એણે સ્તવન સામે જોયું સ્તવને કહ્યું હાં સાચી વાત છે કાલે બોલાવીશું એટલે એનો પરિચય વધારે થાય અને સંકોચ દૂર થાય વળી વાતોથી એકબીજાનાં મનની વાતો સમજી શકાય. હું સવારે ઓફીસ જતાં ફોન કરી દઇશ.
મીહીકાએ કહ્યું આપણે કાલે પત્તાની બાજી.. પાર્ટનર બનને રમીશું સામ સામે હરીફાઈ જોઇએ કોણ જીતે છે. મને ખબર છે ભાઇજ જીતી જવાનાં.
ત્યાંજ મહીકાનાં મોબાઇલમાં રીંગ આવી એણે સ્ક્રીનમાં નામ જોયુ અને શરમાઇ ગઇ.. આશા સમજી ગઇ એણે કહ્યું જાવ તમે વાત કરી લો.. અને શાંતીથી વાત કરજો ઉતાવળ ના કરશો.
મીહીકા ઉભી થઇ ગઇ મોબાઇલ લઇને રૂમમાં ગઇ અને બોલતી ગઇ હાં ભાભી શાંતિથી કરું વાત તમને પણ સમય મળી જશે એમ કહીને હસી પડી....
સ્તવને આશાને કહ્યું કેટલાય સમય પછી આવાં સારાં દિવસો જોઇ રહ્યો છું મારી આશુ તારાં મારાં જીવનમાં પ્રવેશ પછી બધી વેદના ભૂલાઇ ગઇ તું મારાંમાં ભળી ગઇ વેદના ચાલી ગઇ. આશાએ સ્તવનનો હાથ પકડીને કહ્યું તમને જો કોઈ પીડા નહીં થાય કંઇ સહેવુ નહીં પડે તમારાં સાથમાંજ છું તમારી પડખે છું બધી પીડા પહેલાં હુ લઇ લઇશ તમને આંચ નહીં આવવા દઊં.
સ્તવને આશાને પોતાનાં તરફ ખેંચી લીધી અને એનાં રતુંબડા હોઠનેજ ચૂસી લીધાં અને પ્રેમથી એનાં માથે હાથ ફેરવી પ્રેમ કરવા માંડ્યો. આશા સ્તવનનાં ખોળામાંજ સૂઇ ગઇ સ્તવન એનાં વાળ સંવારતો એને ચૂમતો રહ્યો. ક્યાંય સુધી બંન્ને જણા એકમેકમાં પરોવાયેલા રહ્યાં.
મીહીકા રૂમમાંથી આવતાં પહેલાં ખોંખારો ખાધો અને આશા સ્તવન સ્વસ્થ સરખા બેઠા. મહીકાએ કહ્યું મેં એમને કાલનું કહી દીધું છે એ કાલે આવશે અહીંજ રોકાશે. આશાએ કહ્યું વાહ તમે નક્કી પણ કરી લીધું મજા આવશે.
સ્તવને કહ્યું સાચેજ ખૂબ મજા આવશે મીહીકાએ કહ્યું ભાઈ હવે સૂઇ જઇએ ? તમારે કોફી પીવી છે કે પછી... ? સ્તવને કહ્યું મારે સવારે જોબ પર જવાનું છે ચાલો સૂઇ જઇએ. કાલે આખી રાત જાગીશું મયુરની કંપનીમાં ... તમે લોક સૂઇ જાવ હું પણ મારાં રૂમમાં સૂવાજ જઊં છું. અને આશા તરફ એક નજર કરી આશાની આંખમાં ઠપકો હતો કે કેમ સૂવા જવા કહ્યું ?
સ્તવને હસતાં હસતાં કહ્યું સૂઇ જજો શાંતિથી અને હા હું જગાડું તો જાગી જજો એ મને નીંદર ના આવી તો... આશાએ કહ્યું ભલે સૂવા જઇએ છીએ પણ આંખમાં નીંદર નહીં. તમેજ હશો એમ કહીને હસી પડી. મીહીકાએ કહ્યું વાહ પ્રેમ તો તમારોજ પણ ભાભી સાહેબે કાલે સવારે ઉઠવા અત્યારે ઊંઘવુ પડશે ચાલો. અને બંન્ને જણાં સૂવા અંદર રૂમમાં ગયાં.
સ્તવન પણ ઉઠી ડ્રોઇગં રૂમની લાઇટો બંધ કરીને એનાં રૂમમાં આવ્યો દરવાજો બંધ કર્યો. એણે કપડાં બદલી ફ્રેશ થયો સૂવા માટે બેડ પર આડો પડ્યો. એની આંખમાં નીંદર નહી આશાજ હતી આશા સાથે કરેલી વાતો અને પ્રેમજ દેખાઇ રહેલો અને વિચારતો સૂઇ ગયો.
રાત્રી લગભગ અડધી પુરી થઇ અને સ્તવન સળવળ્યો એને થયું એને કોઇ ઉઠાડે છે એણે અંધારામાં જોયુ કંઇ દેખાયુ નહીં પણ એને કોઇનો સ્પર્શ થતો હતો. એણે બીજી બાજુ જોયું તો અંધારામાં આશાનો ચહેરો દેખાયો. આશાએ હોઠ પર આંગળી મૂકીને ચૂપ રહેવાં કહ્યું અને ધીમેથી કાનમાં બોલી ખરા છો મને એકલી મૂકી ધસઘસાટ ઊંઘો છો મને તો નીંદરજ નથી આવી મીહીકાબેન પણ ઘસઘસાટ ઊંઘે છે. મારી નીંદર ખરાબ કરી પોતે આરામથી ઊંઘો છો.
સ્તવને આળશાને તરતજ પોતાની પાસે ખેંચી લીધી અને બોલ્યો પણ સ્વ્પ્નમાં તુંજ હતી એમ કહી બેડ પર સુવાડી એને વળગી ગયો. આશાએ કહ્યું મીહીકાબેન કે માસી ઉઠી જશે તો ? મારાંથી ના રહેવાયું હું આવી તો ગઇ પણ હવે ડર લાગે છે. સ્તવને કહ્યું ડર શાનો ? આપણાં તો લગ્ન થવાનાં છે ને ? એમ કહી આશાને પ્રેમ કરવા માંડ્યો. બંન્ને જણાં એક બ્લેકન્ટ નીચે હતાં. અંગથી અંગનો સ્પર્શ કરવા માટે તડપી રહેલાં. સ્તવને કાનમાં કહ્યું તું બહુ લુચ્ચી છે હવે મારી નીંદર ગઇ હવે તો મારે.. આશા કહે તમારે શું ? તમારી પાસે તો છું તમને સમર્પિત છું પછી શેની રાહ જુઓ છો ? સ્તવનને હસુ આવી ગયું એણે પછી એની છૂટ લેવા માંડી કે આશાને હસુ આવી ગયું બોલી તમે તો ખરા છો હું તો મજાક કરતી હતી તમે તો. સ્તવને એનાં આખા તનને સ્પર્શ કરવા માંડ્યો. આશા પણ સ્તવનની છાતીએ હાથ ફેરવવા માંડી અને એનાં હોઠ સ્તવનને સમર્પિત કરી દીધાં.
સ્તવને આશાનાં તન પર હાથ ફેરવવો શરૂ કર્યો એની માંસલ ગોળાઇઓને દબાવી પ્રેમ કરી રહેલો આશાનો હાથ સ્તવનનાં શરીરને વળગાવી દીધો આંખ મીચીને સ્તવન પ્રેમ કરતો હતો એને સહકાર આપી રહેલી. સ્તવનનાં પગ આશાને વીંટળાઇ ગયાં હતાં. બંન્ને જણાં વસ્ત્રો સાથેજ એકીબીજાનો એહસાસ કરી રહેલાં. આશાએ કહ્યું મારાં સ્તવન હવે વધુ ના તડપાવો મને ખૂબ પ્રેમ કરો. સ્તવને એને બધે ચૂમવા માડી અને ત્યાં લલિતામાસીનો ખાંસવાનો અવાજ આવ્યો કીચનની લાઇટ ચાલુ થઇ અહીં આ બન્ને છુટા પડી ગયાં. આશાએ કહ્યું માસી અમારાં રૂમમાં જશે તો ? મને તો ડર લાગે છે.
સ્તવને કહ્યું ચિંતા ના કર હું આઇડીયા કરુ છું ત્યાંજ માસીએ પાણી પીધુ અને મીહીકાનાં રૂમ તરફ જવા લાગ્યાં અને સ્તવન ઉઠીને રૂમ બહાર નીકળ્યો અને બાગાસુ ખાતાં બોલ્યાં માસી કેમ ઉઠી ગયાં? મારે પાણી પીવું છે.
લલિતાબહેને કહ્યું હાં આપુને દીકરા એમ કહી કીચનમાં ગયાં અને આશા ઉઠી બીલ્લી પગે મીહીકાનાં રૂમમાં જતી રહી. સ્તવને પાણી પીધુ અને કહ્યું થેક્યુ માસી ચાલો સૂઇ જાવ હું પણ સૂવા જઊં. એમ કહી મલકાતો રૂમમાં આવી ગયો. માસી મીહીકાનાં રૂમમાં ગયાં નજર કરી બંન્ને દીકરીઓ ઊંઘે છે જોઇ એમનાં રૂમમાં જતાં રહ્યાં.
***************
સ્તુતિ ખૂબ તડપી રહી હતી એને ઉત્તેજના એટલી વધી ગઇ કે પથારીમાંથી ઉભી થઇ ગઇ એને કોઇ અગમ્ય ખેંચાણ વર્તાઇ રહ્યું હતું એની આખો લાલ થઇ ગઇ એ રૂમમાંથી ......
વધુ આવતા અંકે - પ્રકરણ -30