The stark reality books and stories free download online pdf in Gujarati

વરવી વાસ્તવિકતા

વરવી વાસ્તવિકતા.
_ મુકેેેેશ રાઠોડ.

આપણે સૌ જાણીએ છીએ કે છોકરા કરતા છોકરિયું ની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે.કોઈ પણ જાતિ કે ધર્મમાં હાલના સમયમાં છોકરીઓ ની ઘટ છે.એટલે સૌથી મોટી સમસ્યા લગ્ન બાબતમાં આવે છે.
આજ - કાલ છોકરાના સબંધ કરવા એ લોઢાના ચણા ચાવવા જેવું થઈ ગયું છે.છોકરી જટ દઈને મળતી નથી .વળી આજ - કાલ કોઈને પણ મોળું ગમતું નથી.બધાને નોકરિયાત કે ધંધા , બિઝનેસ વાળો જ છોકરો જોય છે .એમાં પણ વળી છોકરી વાળા જાત જાતની ડિમાન્ડ મૂકતા હોય છે.જેમ કે 'ખેતી તો જોય છે પણ છોકરી ખેતી કામ નહિ કરે'.શહેરમાં ઘરનું ઘર અને ધંધો ,રોજગાર હોવો જોઈએ. મારી દીકરીને ગામડામાં નહિ ફાવે.અથવા તો આટલા આટલા દાગીના લેવા જોઈ છે, વગેરે વગેરે.
એવું નથી કે ફક્ત છોકરી વાળા નો જ વાંક હોય, ઘણીવાર છોકરા વાળા પણ એવા હોય છે કે પોતાની હેસિયત કરતા વધારે સારા ઘરની અને નોકરી કરતી હોય એવી છોકરીનો આગ્રહ રાખે છે.અથવા તો છોકરો" બી.પી. એલ " ( બાપના પૈસે લીલલહેર) હોય.કામ ધંધો કરતો ન હોય ને શોખ ઊંચા- ઊંચા હોય.
આતો થઈ છોકરા, છોકરીયું ની વાત.પણ મારે ફક્ત આજ વાત નથી કરવી ,મારે તો વાત કરવી છે આપણી વરવી વાસ્તવિકતાની.લગ્ન બાદ પણ ઊભી થતી અણસમજની.
અથવા તો એમ કહો કે માણસ સાવ સ્વાર્થી અને ગરજૂડો હોય છે એમ કહું તો કંઈ ખોટું નથી.
આપણે જાણીએ છીએ કે છોકરા નું વૈવિશાળ જટ દઈને થતું નથી.છોકરાના બાપના પગ ના તળિયાં ઘસાઈ જાય છે.ગોતવામાં ને ગોતવામાં કેટલીય જોડ ચંપલ તૂટી જાય છે.છતાં પણ કોઈ હા નથી કહેતું.સગા - વહાલા ને સબંધી ને પણ ભલામણ કરી કરીને થકી જાય છે.છતાં પણ ક્યાય ઠામ- ઠેકાણું પડતું નથી. અંતે થાકી હારી ને કેટલીયે બાધા - આખડી પણ રાખતા હોય છે . એક બાપને તેના છોકરાનું ગોઠવવામાં " નેવા ના પાણી મોભે ચડી જાય છે " .છતાં પણ ક્યાય મેળ ખાતો નથી.
છોકરાની માં આ બધું જાણતી જ હોય છે.છોકરાનું ગોઠવાઈ જાય એ માટે માતાજી, ભગવાન, પીર, પયગંબર કેટલાય ઠેકાણે બાધા રાખતી હોય છે. જાત જાતના જ્યોતિષી પાસે જોષ જોવડવતી હોય છે. પનોતી નડતર ની પૂજા કરાવતી હોય છે.ગ્રહ નડતરના નંગ કરાવતી હોય છે. એકટાણાં ને ઉપવાસ કરતી હોય છે, જો એમ કરતાંય છોકરાનું ગોઠવાઈ જાય તો.
નસીબ જોગે જો છોકરાનું ગોઠવાઈ જાય એટલે ધામ- ધૂમથી લગ્ન કરશે.ઘરમાં હરખનો પાર નહિ રહે.ગજા બહારનું ખર્ચ કરશે.દેખા દેખીમાં વહેત ના હોય એવા અને પુગી ના શકે એવા પણ આયોજન કરશે . ઉસિ- ઉધારા કરીને પણ ધામ ધૂમથી લગ્ન થશે.
સાચી કહાની હવે શરૂ થશે . માં બધું જાણતી હોય છે કે દીકરાના લગ્ન માંડ માંડ થયા છે,છતાં પણ એ બધું ભૂલી જશે . માણસ જાણે સ્વાર્થી બની જશે.બધું ભૂલી જશે કે એના લગ્ન માટે કેટ કેટલા વૈત્રાં કરવા પડ્યાતા.કેટલી બાધાઓ રાખી હતી .કેટલાય જોડ ચંપલ તૂટી ગયા હતા.પગના તળિયાં ઘસાઈ ગયતા.
જેવી છોકરાની વહું ઘરમાં આવશે કે તરત સાસુ બની જશે.એનો સ્વાર્થ સાધી ગયો અને ગરજ પૂરી થઈ ગઈ કે બધું ભૂલી ને છોકરી ઉપર મેણા ટોણા મારવાનું ચાલુ .વહું ને આ નથી આવડતું ને તે નથી આવડતું. શાક બરાબર બનાવતી નથી. વાસણ બરાબર ધોતી નથી , વાસણ ઊઘડે છે.કપડાં ધોતા નથી આવડતું.આમ ગમેતે રીતે કંઈક ને કંઈક સંભળાવ્યા રાખ છે. સાસુ તરીખે નો રોફ જમાવશે.અને એ ભૂલી જશે કે પોતે આ ઘરમાં પરણીને આવી ત્યારે તેને પણ આ બધી મુશ્કેલીઓ પડી હતી.તેને પણ આ ઘરમાં એડજેસ્ટ થવા ઘણા મહિનાઓ લાગ્યા હતા.બધું થોડા દિવસોમાં જ નથી સરખું થઈ જતું.વહું ને કેળવવી પડે છે.બધાના ઘરનું વાતાવરણ અને રીત - ભાત અલગ અલગ હોય છે .એટલે નવા ઘરમાં એડજેસ્ટ થવા થોડો સમય તો લાગે જ ને .
પણ આ બધું ભૂલી ને એ પણ એની સાસુની જેમ એની વહું પાછળ હાથ ધોઈને પડી જશે. પછી શું ! ઘરમાં કજિયા ને કંકાશ થયા કરે.રોજે રોજ ઝગડા.જેવો છોકરો ઘરે આવ્યો નથી કે ચડાવાનું ચાલુ.તારી વહું આ નથી કરતી ને આ નથી કરતી.તારી વહું ને આ નથી આવડતું ને પેલું નથી આવડતું .એટલે દીકરા, વહું વચ્ચે પણ ઝગડા ચાલુ.છોકરાનો બાપ ઘરે આવે તો એની સાથે બબડ્યા કરે.તમારે તો સવારથી સાંજ નોકરીએ જાવું છે ને વહું ને આખો દિવસ મારે સહન કરવી પડે છે .એક પણ કામ ઢંગ થી કરતી નથી .નથી રસોઈ બનાવતા આવડતી કે નથી ઘર કામ સરખું કરતી.
આમ ને આમ એક સ્ત્રી જ બીજી સ્ત્રી ની દુશ્મન બની જાય છે.ઘરનું વાતાવરણ તંગ થઈ જાય છે.બિચારા છોકરાની સ્થિતિ તો ધોબીના કૂતરા જેવી થઈ જાય છે." ધોબીનો કૂતરો ,ના ઘરનો ના ઘાટનો " એ ના માં ની તરફ બોલી શકે, કે ના વહું ની તરફ. માં તરફ બોલે તો વહું કહે ' માવડિયો ' અને ઘરવાળી તરફ બોલે તો માં કહે ' વહું ઘેલો ' બિચારો બંને બાજુથી પીસાય.
અને અંતે વાત છૂટા છેડા સુધી પહોંચી જાય.આની પાછળનું મુખ્ય કારણ તો સ્ત્રી જ હોય છે.હા ક્યારેક પુરુષનો પણ વાંક હોય છે.પણ આ બધી બાબતમાં માં, દીકરો અને બાપા એ ભૂલી જાય છે કે આ સબંધ ગોઠવવામાં કેટ કેટલી મુશ્કેલીઓ આવેલી.કેટલાના હાથ - પગ જોડેલા .કેટલાયના મેણા ટોણા સહન કરવા પડેલા.પૈસાનું પાણી કરીને પગના તળિયાં ઘસાઈ ગયેલા.પણ માણસ જાત જ હોય છે સ્વાર્થી.
સ્વાર્થ પૂરો થઈ જાય એટલે ' તું કોણ ને હું કોણ.'.બધું ભૂલી જઈને પેલી છોકરી પાછળ પડી જશે.એને ઘરમાં હળવા - મળવા ની જગ્યાએ કટુ વેણ બોલ્યા કરશે.એને એડજેસ્ટ થવામાં થોડો સમય પણ નહિ આપે.અને અંતે વાંક છોકરીનો જ કાઢશે. 'સારા પગની નો'તી' અથવા ' લખાણ ખોટી હતી .એની માંએ એને કંઈ શિખવાડ્યું જ નહોતું વગેરે વગેરે.
તો મિત્રો કેવો લાગ્યો મારો આ લેખ. તમારા પ્રતિભાવ જરૂરથી જણાવજો .અને હા,કોઈને ખોટું લાગ્યું હોય તો હું માફી ચાહું છું.

_ મુકેશ રાઠોડ.