Kasturba Ne Smaran Anjali. books and stories free download online pdf in Gujarati

કસ્તૂરબા ને સ્મરણ અંજલિ

અસલ કાઠિયાવાડી ખમીર પતિ પારાયણ મહાન નારી - કસ્તૂરબા
૧૮૬૯ના એપ્રિલ મહિનામાં ૧૧મી તારીખે પોરબંદરમાં ગોકુલદાસ અને વ્રજ કુમારીના ઘરે કસ્તૂરબા નો જન્મ થયો હતો. પાંચ ભાઈ બહેન તથા અન્ય સાથેનો તેમનો પ્રેમાળ સ્વભાવ અને મા જેવા વ્યવહારને કારણે આજે તેઓ કસ્તૂરબા તરીકે જાણીતા છે.
13 વર્ષની વયે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાથે તેમના બાળ વિવાહ થયા હતા.નિરક્ષર અને અસલ કાઠીયાવાડી નારી સંપૂર્ણ પતિ ભક્તિ અને પતિને વફાદાર રહ્યા હતા. તેના દરેકે દરેક કાર્યમાં કદમ મિલાવી જિંદગીભર સાથે જીવ્યા હતા. પોતે કઈ સમજે કે ન સમજે પણ પોતાના પતિનું કાર્ય એ તેમના માટે બ્રહ્મ વાક્ય અને બ્રહ્મકર્મ થઈને રહેતું.ગાંધીજીના થોડા ગરમ સ્વભાવને કારણે તેમના વચ્ચે નાના મોટા ઝઘડા થતાં, પણ એકંદરે શાંત, સહનશીલ, સંતોષી હોવા ઉપરાંત કસ્તુરબા સંસ્કારિતા, સમજાવટ અને ખેલદિલી ભર્યા સદગુણોને કારણે તેમના સંબંધોમાં મીઠાશ જળવાઈ રહેતી.
બાપુ નું ભેખ ધારી જીવન, ઈચ્છા આકાંક્ષા નો ત્યાગ કરી, કટોકટીના બળે નિસ્વાર્થ ભાવે સતત સાથે રહેવું તે બા સિવાય અન્ય કોઇ સામાન્ય નારીના હાથની વાત જ નથી. પૂજ્ય ગાંધીજી ને રાષ્ટ્ર ની અનેક પ્રવૃત્તિઓમાં ખભે ખભા મિલાવીને સહકાર આપ્યો હતો.ગાંધીજીએ ખુદ કંઈ કેટલીય બાબતો માં કસ્તૂરબાનેવ પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. ભારતને સ્વતંત્ર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી એ 'સત્યાગ્રહ' ના પાઠ ગાંધીજીને કસ્તૂરબાએ j ભણાવ્યા હતા.એટલે જ તો બાપુ કહેતા કે 'જન્મો જન્મની સાથી ની પસંદગી કરવી હોય તો હું ભવોભવ બાને જ પસંદ કરૂ. ઇ. સ.1897ના જાન્યુઆરીમાં સહકુટુંબ ડર્બન આવીને વસ્યા ત્યારથી વાસ્તવિક જીવનની શરૂઆત થઈ.ગાંધીજીના નાના-મોટા જડ કાયદાઓનો અમુક વખત વિરોધ કરતા તો અમુક વખત એ ચૂપચાપ સહન કરી લેતા. ઈ. સ ૧૯૧૩માં દક્ષિણ આફ્રિકાની સરકારનો નારી અંગેના કાયદાનો વિરોધ કરવા અને પોતાના હક માટે પરદેશમાં લડી,જેલમાં જનાર સૌપ્રથમ મહિલાઓમાં ગુજરાતની મહિલાઓ હતી જેમાં કસ્તુરબા એક હતા.17 - 18 વર્ષ પછી ૧૯૧૪માં ભારત પાછા આવી ગાંધીજીએ સ્થાપના કરેલ કર્ણાવતી આશ્રમનો તેમણે ખૂબ વિકાસ કર્યો. અભણ બા અંગ્રેજી શીખ્યા. ઘણું નવું જાણી સમજ્યા અને શીખ્યા.ખાસ તો જૂના વિચારો ખોટા છે એવું જાણી જડ ન બની રહેતા તરત તેને ફગાવી નવા વિચારોને સરળતાથી અપનાવી લેતા. રોલેટ એક્ટ વિરુદ્ધના સત્યાગ્રહ પછી ગાંધીજી એ કરેલ સ્વદેશી આંદોલનમાં સાથ આપવા ખાદી એટલી હદે અપનાવી કે એકવાર વાગવા પર રેશમી કપડું કે અન્ય પાટો ન બાંધતા જાડી ખાદી નો જ પાટો બાંધ્યો!! તેઓ કદી ઊંચનીચના ભેદભાવ ન રાખતા. સાબરમતી આશ્રમમાં ગાંધીજી સાથે રહી સ્વતંત્રતા આંદોલનમાં સાથ આપવાની સાથે આશ્રમમાં બહેનોને સંભાળે. આશ્રમમાં નાના-મોટા દરેક કામ તેઓ જાતે કરતા જરા પણ સંકોચ ન અનુભવતા. 1932, 1933, ૧૯૩૯, ૧૯૪૨ માં પણ જેલમાં રહ્યા.
મહાદેવભાઈ દેસાઈ નું સ્થાન તેઓની જિંદગીમાં તેમના પુત્રો કરતાં પણ સવાયું રહ્યું હતું. આગાખાન મહેલમાં તેનું બલિદાન લેવાયા બાદ બા પર વજ્રઘાત થયો હતો. દરરોજ સવારે તુલસી પૂજા, કૃષ્ણ પૂજા ના નિયમ સાથે બા એ મહાદેવ ની સમાધિ પર જવાનો નિયમ રાખ્યો હતો.22 ફેબ્રુઆરી 1944ના પોતાની જિંદગી જે બાપુની સમર્પિત કરી દીધી હતી અને જે પોતાના પતિને j પરમેશ્વર માનતા એવા પૂજ્ય બાપુના ખોળામાં જ માથું મૂકી ચિરવિદાય લીધી. બાપુએ તેમને નવડાવ્યા, માથું ધોયું અને જે સાડી પહેરી મૃત્યુને ભેટવાની બા ની ઈચ્છા હતી તે જ સાડી પહેરાવી, બાપુએ તેમને અગ્નિદાહ આપ્યો હતો.ઉચ્ચ કોટિના જીવ એવા ભારતના ઇતિહાસમાં જેમનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે, તેવા આર્ય નારી કસ્તૂરબાની સમાધિ પર બાપુએ શંખથી 'હે રામ' લખ્યું છે.
આવા પતિ પરાયણ અને પતિની સેવામાં સંપૂર્ણ સાથ આપનાર મહાન નારી ને કોટિ કોટિ વંદન.