Sapna Ni Udaan - 41 books and stories free download online pdf in Gujarati

સપના ની ઉડાન - 41

આજે પ્રિયા ના પિતા હિતેશભાઈ પ્રિયા ને મળવા આવવાના હતા. પ્રિયા આ વાત થી અજાણ હતી પરંતુ મહેશભાઈ જાણતા હતા. સાંજ થવા આવી હતી .... પ્રિયા હવે હોસ્પિટલ થી ઘરે આવી... તે જેવી ઘરની અંદર દાખલ થઈ તો એણે જોયું કે હોલ માં બધા ભેગા મળી બેઠા બેઠા હસી મજાક કરતા હતા.. ત્યાં પરી અને વિશાલ પણ આવ્યા હતા.. સાથે પ્રિયા ના પિતા પણ બેઠા હતા...

પ્રિયા ખુશ થઈ ને તેના પપ્પા પાસે દોડી ..ને ગઈ અને તેમને ભેટી પડી..
પ્રિયા : પપ્પા... વોટ અ સરપ્રાઈઝ....
હિતેશભાઈ : હા.. બેટા...કેમ છો તું...
પ્રિયા : હું એકદમ ઠીક છું... પણ પપ્પા મમ્મી ક્યાં ?
હિતેશભાઈ : બેટા એ ના આવી શકી ... તારા માસી ની તબિયત ખરાબ થઈ ગઈ હતી તો એ ત્યાં ગઈ છે..
પ્રિયા : શું થયું છે માસીને ? એન્ડ હવે તેમની તબિયત કેમ છે ?
હિતેશભાઈ : તે પડી ગયા હતા તો તેમને હાથ માં ફ્રેકચર આવ્યું છે..
પ્રિયા : ઓહ...
પરી : અંકલ.... કદાચ કોઈને ખબર ના હોય તો કઈ દવ કે અહીં બીજું કોઈક પણ આવ્યું છે.....
પ્રિયા : પપ્પા... આ કોઈક કોણ છે ? મને અહીં દેખાતું કેમ નથી... ?
પરી : હહ્... હવે તો કોઈ પાસે આપણી ઇમ્પોર્ટન્સ જ રહી નથી....
પ્રિયા : એ નોટંકી.... ખોટા નખરા કરમાં...

એમ કહી પ્રિયા પરી પાસે જઈ તેને પણ ભેટી પડી.. અને બોલી..
" આઇ મિસ યૂ સો મચ.... "
પરી : મિસ યુ ટુ... ચાલ હવે આ ઈમોશનલ ડ્રામા છોડ અને આ મીઠાઈ ખા...

એમ કહી પરી એ મીઠાઈ પ્રિયા ના મોઢા માં મૂકી દીધી..
પ્રિયા : મીઠાઇ... કઈ ખુશી માં... ?
પરી : તારા માટે બહુ જ મોટી ખુશખબર છે...
પ્રિયા : ખુશખબર... વાઉ... શું ખુશખબર છે ? ચાલ જલ્દી કે મને...
પરી : ખુશખબર એ છે કે..... તું .... માસી બનવાની છો....
પ્રિયા : વોટ.... Seriously.... વાઉ..... Congratulations.......

પ્રિયા એકદમ ખુશીમાં પરી નો હાથ પકડી તેને ગોળ ફેરવવા લાગી અને ડાંસ કરવા લાગી...
પ્રિયા : આઇ એમ સો.... સો... હે્પી.... પરી.... Thank you so much.... Congratulations જીજુ...
વિશાલ : thank you સાળી સાયબા....

આજે બધા ખુશ હતા... પ્રિયા તો આનંદ થી ફૂલી નહોતી સમાતી... હિતેશભાઈ ને આ જ સાચો સમય લાગ્યો પ્રિયા સાથે વાત કરવાનો... પરી અને પ્રિયા બંને રૂમ માં વાતો કરી રહ્યા હતા... ત્યારે હિતેશભાઈ તેમની પાસે આવ્યા...

હિતેશભાઈ : શું કરે છે મારી બંને દીકરીઓ... ?

પ્રિયા : બસ જો પપ્પા વાતો કરી રહ્યા હતા..તમને તો ખબર છે ને આ નોટંકી ની વાતો ખૂટે જ નહિ..

પરી : અચ્છા... મારી વાતો નથી ખૂટતી... ( પછી પરી પ્રિયા ની નજીક જઈ ધીમેથી બોલી ) હમણાં કહું અંકલ ને કે તમારી પ્રિયા ને મારી અને વિશાલ ની પર્સનલ વાતો જાણવાનો બહુ શોખ છે.. કહું હું કે આપડે કંઈ વાતો કરતા હતા...?

પ્રિયા : ના ના.. ... પપ્પા તમારે કંઇ કામ હતું ?
હિતેશભાઈ : હા, બેટા મારે તારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે...
પ્રિયા : જરૂરી વાત... કંઈ પ્રોબ્લેમ તો નથી ને...?
હિતેશભાઈ : ના બેટા.. એવું કંઈ નથી..
પ્રિયા : તો.. ?
હિતેશભાઈ : મારે એ પૂછવું હતું કે તે પછી આગળ શું વિચાર્યું ?
પ્રિયા : આગળ શું વિચાર્યું ? પણ શું પપ્પા ?
હિતેશભાઈ : બેટા.. મે તને કહ્યું હતું ને કે તારે હવે મુવ ઓન કરી લેવું જોઈએ.. તારે પણ એક સારો જીવનસાથી શોધી લેવો જોઇએ...
પ્રિયા : પપ્પા... ફરી તમે એ વાત લઈ બેઠી ગયા... મે કહ્યુ ને કે મારે લગ્ન નથી કરવા..
પરી : પ્રિયા... અંકલ કંઈ ખોટું નથી કહેતા.. તારે હવે એ વિશે ગંભીરતાથી વિચારવું જોઇએ.. આ તારી આખી જિંદગી નો સવાલ છે.. આટલા વર્ષ કંઈ એકલા ના નીકળે...
પ્રિયા : પરી તું પણ ! યાર મારે હમણાં એ વિશે વિચારવું નથી...
હિતેશભાઈ : પણ કેમ ? કંઈ કારણ છે ? તું અમને જણાવ તો ખરી... એવું તો નથી ને કે તું કોઈને પસંદ કરે છો ? જો એવું હોય તો પણ કહી દે જે...
પ્રિયા : ના... પપ્પા એવું કંઈ નથી..
પરી : તો પ્રિયા શું કારણ છે ?

પ્રિયા ને સમજાતું નહોતું કે તે તેમને શું જવાબ આપે એટલે તે વિચાર્યા વગર બોલી, " કારણ ... બહુ ખાસ નહિ પણ હું કોઈ એવો છોકરો શોધવા માંગુ છું જે એકદમ મારી જેવો હોય.. જે મને ખુશ રાખે.. "
હિતેશભાઈ : બસ... આ કારણ ! તો તારા આ કારણ નું નિવારણ મારી પાસે છે...
પ્રિયા : શું ?
હિતેશભાઈ : રોહન....
પ્રિયા : રોહન ....?
હિતેશભાઈ : હા... રોહન.. એ તારી જેવો જ છે પ્રેમાળ, સેવાભાવી, અને એ તને ખુશ પણ રાખી શકે છે, વળી તમે બંને સાથે મળી કેમ્પ પણ કરો છો, તમે બંને ફ્રેન્ડ પણ છો, એકબીજાને સારી રીતે ઓળખો છો...
પ્રિયા : પણ પપ્પા...
હિતેશભાઈ : પણ નહિ પ્રિયા.. એ તારા માટે પરફેક્ટ છે.. મારો તો આ જ વિચાર છે, અને મારો શું તારા મમ્મી નો અને મહેશભાઈ નો પણ આ જ વિચાર છે.... પરી બેટા તારું શું કહેવું છે...?
પરી : પ્રિયા... હું પણ અંકલ ની વાત સાથે સહેમત છું...
હિતેશભાઈ : બેટા ખાલી એક વાર વિચારી જો મારા માટે....

એમ કહી તે ત્યાંથી જતા રહ્યા. પ્રિયા પણ એ સમયે કંઈ બોલી નહિ. રાત્રે પ્રિયા ને ઊંઘ આવતી નહોતી.. તે રોહન વિશે જ વિચારતી હતી... આ સાથે તેને રોહન ની પહેલી મુલાકાત થી લઈ ને આજ સુધીના દરેક કિસ્સા યાદ આવી રહ્યા હતા... રોહન ની વાતો, તેની મસ્તી, કેવી રીતે તે દરેક પરિસથિતિમાં માં પ્રિયા નો સાથ આપતો, તેની દીવ ની ટ્રીપ, રોહન ની પ્રિયા પ્રત્યે ની કેર , આ બધું જ પ્રિયા ની આંખો સામે આવી રહ્યું હતું, પ્રિયા આંખ બંધ કરી સ્માઈલ કરી રહી હતી... તેને આજે કંઇક અલગ જ લાગણી નો અનુભવ થઈ રહ્યો હતો, કેમ કે તેણે આજે પહેલી વાર રોહન વિશે ઊંડાણ પૂર્વક વિચાર્યું હતું, તેને પહેલાં ક્યારેય એવો મોકો મળ્યો જ નહોતો કે તે રોહન વિશે આ રીતે વિચારે... પ્રિયા એ વાત થી એકદમ અજાણ હતી કે રોહન એ તો પહેલી મુલાકાત થી જ તેના દિલ માં એક સ્થાન મેળવી લીધું હતું...

આ સાથે પ્રિયા એ ફોન હાથ માં લીધો અને તે રોહન ને કોલ કરવા જઈ રહી હતી ત્યાં, તેનાથી ભૂલ માં ફોન ની ગેલેરી ખુલી ગઈ.. તેમાં તેના અને રોહન ના ફોટા હતા ... પ્રિયા તે ફોટા જોવા લાગી.... આ સાથે એકાએક તેની સામે તેનો અને અમિત નો પાર્ટી વાળો ફોટો આવી ગયો... કે જે દિવસે તેમની સગાઈ નક્કી થઈ હતી... પ્રિયા સામે તેના અને અમિત ના બધા ફોટા એકાએક આવવા લાગ્યા.. .. તેની આંખ માંથી આંસુ વહેવા લાગ્યા.. તેને અમિત સાથે વિતાવેલા દરેક પળ યાદ આવવા લાગ્યા... પછી તે એકાએક પોતાના આંસુ લૂછી ને બોલી,

" પ્રિયા આ તું શું વિચારી રહી હતી .... ! ના... તારા જીવન માં અમિત ની જગ્યા કોઈ લઈ ના શકે..... રોહન માત્ર તારો ફ્રેન્ડ છે.... તું તેને પ્રેમ ના કરી શકે....... "
ત્યાં તરત તે થોડા આશ્ચર્ય સાથે બોલી,

"પણ... આ ફિલીંગ નું શું ? કેમ રોહન ની વાતો મને આટલી આકર્ષે છે ? કેમ તેની સાથે વિતાવેલા દરેક પળ ને યાદ કરતા મારા ચહેરા પર સ્માઇલ આવી જાય છે ? ઓહ ગોડ..... મને કંઈ સમજાતું નથી... હું શું કરું? જો આ પ્રેમ નથી તો આ લાગણી ને હું શું નામ આપુ ? "

આમ ફરી તે આંખ બંધ કરી વિચારવા લાગી... આ સમયે બહાર ક્યાંક નજીક ની જગ્યા એ ગીત વાગી રહ્યું હતું , " યે શામ મસ્તાની ... મદહોશ કીએ જાય... " તેનો ધીમો ધીમો અવાજ પ્રિયા ના કાન સુધી પહોંચી રહ્યો હતો... આ સાંભળતા જ પ્રિયા ને અમિત સાથે વિતાવેલી એ રાત યાદ આવી ગઈ... તે બંને આ જ ગીત સાથે મળી ને ગાઈ રહ્યા હતા, અને તે બંને એ ક્યારેય અલગ નહિ થાય એવી પ્રોમિસ પણ કરી હતી... પ્રિયા ને એકાએક બધી વાત યાદ આવવા લાગી... હવે તેની આંખો ની કોર ભીની થવા લાગી હતી....
હવે તેણે નિર્ણય કરી લીધો હતો...

પ્રિયા એ ત્યારે જ રોહન ને મેસેજ કરી ને બીજા દિવસે સવારે ૧૦ વાગે કેફે માં મળવા આવવાનો મેસેજ કરી દીધો...

સવારે પ્રિયા તેના પપ્પા ને કઈ પણ કહ્યા વગર રોહન ને મળવા નીકળી ગઈ..તે કેફે એ પહોંચી તો રોહન પહેલેથી જ ત્યાં આવી ગયો હતો...
રોહન : હાય.... ગુડ મોર્નિંગ..
પ્રિયા : હાય... રોહન મારે તારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે.....
રોહન : હા... હા થોડી શાંતિ તો રાખ... પહેલાં કંઇક ઑર્ડર કરીએ....?
પ્રિયા : હા, ઓ ભાઈ.... બે કોલ્ડ કોફી.. લાવજો ને... હા... હવે સાંભળ..
રોહન : એક... એક મિનિટ પ્રિયા... તું આટલી ઉતાવળ શા માટે કરે છો ? હું કંઈ જતો રહેવાનો નથી.. ..
પ્રિયા : રોહન તું અહીંયા કોફી પીવા આવ્યો છે કે મારી વાત સાંભળવા... ?
રોહન : પ્રિયા તું આટલો ગુસ્સો કેમ કરે છો , શું થયું છે કઈ પ્રોબ્લેમ છે ?
પ્રિયા : ના..... હા...
રોહન : પ્રિયા.... રિલેક્સ... શું થયું એ મને શાંતિ થી જણાવ....
પ્રિયા : રોહન...તને તો ખબર છે કે પપ્પા આવ્યા છે...
રોહન : હા.... તો ?
પ્રિયા : તો પપ્પા કહે છે કે મારે હવે એક જીવનસાથી શોધી લેવો જોઈએ...
રોહન : હમમ...તો એમાં પ્રોબ્લેમ શું છે ?
પ્રિયા : અરે ! પ્રોબ્લેમ તો છે જ ને.. તેઓ એ મારા માટે છોકરો પણ પસંદ કરી લીધો છે...અને...
રોહન : અને એ છોકરો હું છું... રાઈટ?

આ સાંભળતા જ પ્રિયા દંગ રહી ગઈ... તે આશ્ચર્ય સાથે રોહન ની સામે જોવા લાગી...
પ્રિયા : તને.... કેમ ખબર ?
રોહન : અંકલ કાલે મારા ઘરે આવ્યા હતા.... અને તેમણે મને આ વાત કહી...
પ્રિયા : તો તે શું કીધુ ?
રોહન : મેં કંઈ પણ કહ્યું નથી...
પ્રિયા : તો... રોહન તે આ વિશે શું વિચાર કર્યો ?

રોહન આ સાથે મન માં બોલ્યો, " વિચાર તો ઘણા સમય પહેલા જ કરી લીધો હતો પ્રિયા... બસ હવે તું એકવાર મારા વિશે વિચાર કરી લે... "

પ્રિયા : રોહન.... હું તને કહું છું ... ક્યાં ખોવાઈ ગયો ?
રોહન : ના, કંઈ ખોવાઈ નહિ ગયો...પ્રિયા ... હું શું વિચારું એ મેટર નથી કરતું... તું શું વિચારે છો એ વધુ મેટર કરે છે... એટલે તું પહેલાં જણાવ કે તારો શું વિચાર છે...?
પ્રિયા : રોહન... મને અત્યારે કંઈ સમજાતું નથી... કે હું પપ્પા ને કઈ રીતે કહું... પણ તું તો કહી શકે ને...!

રોહન આ સાંભળતા મનમાં આનંદિત થઈ ગયો.. તે સમજ્યો કે પ્રિયા પોતાની હા તેના પપ્પા ને કહેતા શરમાઈ છે એટલે તે રોહન ને એ કહેવા માટે કહે છે...
રોહન થોડી ખુશી સાથે બોલ્યો , " પ્રિયા પણ અંકલ ને કહેવાનું છે શું ? "
પ્રિયા : તારે બસ એટલું કહેવાનું છે કે તું કોઈ બીજી છોકરી ને પસંદ કરે છો... એટલે તું મારી સાથે લગ્ન ના કરી શકે...

આ સાંભળતા જ રોહન ના પગ તળેથી જમીન ખસી ગઈ...એકાએક તેના ચહેરા પર નો રંગ ઊડી ગયો... તે પ્રિયા ની સામે જ જોતો રહી ગયો...
રોહન : પણ પ્રિયા....
પ્રિયા : પ્લીઝ પ્લીઝ રોહન... મારા માટે ....
રોહન : પણ પ્રિયા હું અંકલ ને ખોટું કેમ કહી શકું ?
પ્રિયા : કેમ ના કહી શકે ?
રોહન : ઓહ... ઓકે ફાઇન... હું એમ જ કહીશ.... કદાચ આઇ એમ અ બિગ મિસ્ટેક... પ્રિયા... યુ આર રાઈટ... મારે ના પાડી દેવી જ જોઈએ.. એમ પણ મારી જેવા સાથે કોઈ છોકરી શા માટે લગ્ન કરે ... ? હું તો એક idiot છું... જોકર છું... રાઇટ... હું ના પાડી દઈશ.. ok તું ચિંતા ના કર...( રોહન એકદમ નારાજગી અને થોડા ગુસ્સા સાથે બોલ્યો અને પછી ઉભો થઈ ત્યાંથી જવા ગયો.. )

પ્રિયા : વોટ ? રોહન... આ શું બોલે છો ? મારો એવો કોઈ મતલબ નથી.... રોહન ઉભો રહે...

પ્રિયા એ રોહન નો હાથ પકડી લીધો...
પ્રિયા : રોહન... પ્લીઝ ખોટું ના લગાડ... યુ આર ધ sweetest પર્સન... તું મારી વાત તો સમજ...
રોહન : હું સમજુ છું તારી વાત પ્રિયા...

એમ કહી રોહન ત્યાંથી જતો રહ્યો... રોહન એ પહેલી વાર પ્રિયા સાથે આવી રીતે વાત કરી હતી.. રોહન ખૂબ હર્ટ થયો હતો... તેને પહેલી વાર જ્યારે દિલ તૂટ્યું ત્યારે જેટલો દર્દ નહોતો થયો એટલો તેને આજે થઈ રહ્યો હતો , કેમકે આજે તેમની વચ્ચે કોઈ હતું નહિ, અને રોહન પાસે આ એક ચાન્સ હતો કે જેથી તે પ્રિયા સાથે લગ્ન કરી શકે પણ હવે તે ચાન્સ પણ કદાચ તેણે ખોઈ દીધો હતો...

To Be Continue...