Sapna Ni Udaan - 47 books and stories free download online pdf in Gujarati

સપના ની ઉડાન - 47

પ્રિયા અને રોહન ની સગાઈ પછી તેઓ ફરી પોતાના રોજ ના કામમાં લાગી ગયા. હવે રોહન અને પ્રિયા નું એમ.ડી પણ પણ પૂરું થઈ ગયું હતું અને તે બંને ત્યાં એસ.જી.એમ.યુ માં જ સર્જન તરીકે જોડાઈ ગયા હતા. તેમની એનજીઓ નું કામ પણ સારું ચાલતું હતું , પણ હજુ તેમની એનજીઓ માત્ર ફ્રી ચેક અપ કેમ્પ , અને બીજા નાના મોટા કામ જ કરતી હતી. આ કારણોસર પ્રિયા ને સંતોષ નહોતો. તે માત્ર શહેર પૂરતું નહીં પણ બીજા શહેર, ગામડા બધા ને કંઇક મદદરૂપ થવા માંગતી હતી.

પ્રિયા અને રોહન પોતાની સર્જરી પતાવીને કેન્ટિન માં બેઠા હતા.
પ્રિયા : રોહન .... તને નથી લાગતું... આપણે હમણાં એનજીઓ માં સરખું ધ્યાન નથી આપી રહ્યા...
રોહન : હા... એ તો છે... હમણાં થી કંઇક ને કંઇક મુસીબતો આવી રહી હતી... એમાં આપણે સરખું ધ્યાન જ આપી ના શક્યા..
પ્રિયા : અને હા રોહન... એનજીઓ રજીસ્ટર કરી હતી પછી government તરફ થી કોઈ મેસેજ આવ્યો કે ?
રોહન : ના... મને તો સમજાતું નથી ... આ સરકાર આટલી બધી વ્યસ્ત છે ક્યાં? હવે તો આપણી એનજીઓ ને લીગલ મંજૂરી આપી દેવી જોઈએ ને ! તેઓ આપણા કામ ને કંઈ જોતા જ નથી...!

પ્રિયા : હા... ક્યાં સુધી આપણે આમ લીગલ પેપર્સ વગર ચલાવશું... ? મંજૂરી આપી દીધી છે પણ તેના લીગલ પેપર્સ તો આપી દેવા જોઈએને ! તો આપણે એનજીઓ કંઇક સારા નામ સાથે... ચલાવી શકીએ... અને અત્યારે તો ઈન્ટરનેટ નો સમય છે તો આપણે તેમાં પણ આપણી એનજીઓ ની સાઇટ ખોલી શકીએ... પણ આ પેપર્સ ના લીધે બધું સ્ટોપ થઈ ગયું છે!

રોહન : હા... અને જો આપણી પાસે પેપર્સ હોય તો આપણે સારી કંપની માં જઈ ફંડ પણ માંગી શકીએ...નહીતો અત્યારે કંપની વાળા પાસે જઇએ તો એ પણ પ્રૂફ વગર વિશ્વાસ નથી કરતા.. કહે છે કે આપણે ફ્રોડ છીએ.. પૈસા માટે ખોટી વાતો બનાવીએ છીએ ... !

પ્રિયા : હા... રાઈટ.. હવે આપણે કંઇક કરવું જ પડશે... એક કામ કરીએ કાલે આપણે government ઓફિસ એ જઈ તેમની સાથે વાત કરીએ... માત્ર સાઈન જ કરાવવાની છે ને.. ! પેપર્સ તો આપણે તૈયાર જ રાખ્યા છે..
રોહન : હા.. તો કાલે આપણે સવાર માં જ જઈએ..

પ્રિયા અને રોહન બીજા દિવસે સવારે government ઓફિસ જવા નીકળી ગયા.. તેઓ ત્યાં પહોંચ્યા તો ત્યાં ખૂબ જ ભીડ હતી... લોકો જુદા જુદા કામ માટે ત્યાં આવેલા હતા. પ્રિયા અને રોહન ને જેમની પાસે જવાનું હતું , તે વ્યક્તિ નું નામ હતું..મી. ત્રિલોક ચોરસિયા... . સરકાર જે સમાજ ના કાર્ય માટે ફંડ આપતી... તેમનું સંચાલન ત્રિલોક ચોરસિયા ના હાથ માં હતું , સાથે સમાજસેવા માટે કામ કરતી સંસ્થા ઓ ને પરમિશન આપવી, તેમને સરકાર એ આપેલા ફંડ માંથી ૧૦% ફંડ આપવો તે બધું કામ ત્રિલોક ચોરસિયા સંભાળતો , પણ તે એક પણ સંસ્થા ને ફંડ આપતો નહિ.. સાથે તે પૈસા પણ પોતાના ખિસ્સા માં ભરતો... , તે એકદમ ભારે શરીર વાળો અને ઓછું ભણેલો હતો.. જાણે આ નોકરી પણ બીજાની મહેરબાની થી મેળવેલી હોય ...

ત્રિલોક ચોરસિયા ઓફિસ માં કોઈને આવવા દેતો નહોતો. તેની ઓફિસ ની બહાર ઘણા લોકો તેની રાહ જોઈને બેઠા હતા. પ્રિયા અને રોહન પણ ત્યાં તેની રાહ જોઈ રહ્યા હતા... આશરે બે કલાક થઈ ગઈ હતી પણ તે ન તો બહાર આવ્યો ન તો કોઈને અંદર આવવા દીધા...પ્રિયા થી હવે રહેવાયું નહિ...
પ્રિયા : ( થોડા ગુસ્સા સાથે ) આ અંદર કરે છે શું ? આપણે ક્યારના રાહ જોઈ રહ્યા છીએ... બસ હવે ... હું જાવ છું...
રોહન : ક્યાં જવું છે તારે ?
પ્રિયા : અંદર...
રોહન : પ્રિયા ... શાંતિ રાખ... હમણાં બોલાવશે.. કદાચ કંઇક કામ માં હશે... !
પ્રિયા : હા એ તો અંદર જઈ ખબર પડી જ જશે...

પ્રિયા દરવાજા પાસે ગઈ.. ત્યાં પ્યુન ઉભો હતો તેણે તેને રોકી લીધી..
પ્યુન : મેડમ .. જ્યાં સુધી સર ના કહે ત્યાં સુધી તમે અંદર ના જઈ શકો ..
પ્રિયા : મારે અંદર જવું છે.... તમે દરવાજો ખોલો છો કે હું જ ખોલી ને જતી રવ....?
પ્યુન : મેડમ... પ્લીઝ મારી વાત સાંભળો...

પ્રિયા એ પ્યુન ની વાત સાંભળી નહિ અને તે જોરથી દરવાજો ખોલી અંદર જતી રહી.... અંદર તેણે જોયું કે ત્રિલોક ચોરસિયા સમોસા અને ચટણી ખાઈ રહ્યો હતો... પ્રિયા ને સામે જોઈ તેનું સમોસુ મોઢામાં જ અટવાઈ ગયું... પ્રિયા તેની સામે ગુસ્સામાં જોઈ રહી હતી... ત્યાં પ્યુન દોડતો અંદર આવ્યો અને બોલ્યો..
" સર... મને માફ કરજો... મે મેડમ ને ખૂબ રોક્યા પણ તેઓ મારી વાત સાંભળ્યા વગર અંદર આવી ગયા... "

ત્રિલોક ચોરસિયા ખાતા ખાતા બોલ્યો... " હમમ "
પ્રિયા : ત્રિલોક જી.... પહેલાં ખાઇ લ્યો... પછી બોલો....
ત્રિલોક ચોરસિયા : બોલો મેડમ... આવી રીતે અંદર આવવાનું કઈ કારણ ?
પ્રિયા : હા... અમે બે કલાક થી બહાર પાણી પણ પીધા વગર રાહ જોઈ રહ્યા છીએ.. અને તમે અંદર સમોસા ખાવ છો ?
ત્રિલોક ચોરસિયા : ( હસતા ) શું કરું મેડમ...બેઠા બેઠા ભૂખ બહુ લાગે ને.. !
પ્રિયા : હા... એતો તમને જોઈ લાગી જ રહ્યું છે... તો... હા.. હું તમને એ પૂછવા આવી છું કે .. તમે હવે ફ્રી થઈ ગયા હોય તો થોડી કામ ની વાતો કરી શકો .. ?
ત્રિલોક ચોરસિયા : હા... જરૂર..

પછી પ્રિયા બહાર જતી રહી અને તેમની પહેલાં આવેલા લોકો એક પછી એક અંદર જવા લાગ્યા... થોડી વાર રહીને એક ખેડૂત બહાર આવ્યો, તો તે ઉદાસ લાગતો હતો...તેને જોઈ પ્રિયા તેની પાસે ગઈ , અને બોલી..
" શું થયું અંકલ... ? "
ખેડૂત : કંઈ નહિ... આતો હવે રોજ નું થયું...
પ્રિયા : પણ અંકલ થયું છે શું ? તમે મને કહી શકો છો .. કદાચ હું તમારી મદદ કરી શકું !

ખેડૂત : બેટા.. સરકાર એ જે 'ખેડૂત વિકાસ' યોજના બહાર પાડી હતી... એ યોજના મુજબ જે સરકાર ખેડૂતો ને સહાય આપે... તે માટેના જે કાગળ હોય તે આ સાહેબ ને આપવાના હોય, જો તે ચકાસી ને મંજૂરી આપી દે તો જ અમે તે સહાય લઈ શકીએ... પણ સાહેબ રોજ કંઇક ને કંઇક ભૂલ કાઢી ને મને અહીંથી કાઢી મૂકે... એકવાર તો તેમણે મારી પાસે પૈસા પણ માગ્યા... જો મારી પાસે એટલા પૈસા હોય તો હું આ સહાય લેવા જ શા માટે આવું .. ! તો મે તેમને પૈસા આપવાની ના પાડી દીધી... ત્યારથી તેઓ મારી સાથે આવું કરે છે...એટલે હવે મારે કંઈ સહાય લેવી જ નથી... આવી સરકારની યોજના માં અમારા જેવા ગરીબ ને મળે કંઈ પણ નહિ અને બસ ધક્કા ખાતા રહી જઈએ.

પ્રિયા : ના .. અંકલ.. તેમાં સરકાર નો કોઈ દોષ નથી.. તેઓ બધાને પૂરતી સહાય મળી રહે એ માટે આ યોજના બનાવે છે અને પૂરતો ખર્ચ પણ કરે છે... પણ આવા ત્રિલોક ચોરસિયા જેવા અમુક વ્યક્તિ ના લીધે .. તે સહાય લોકો સુધી પહોંચી શકતી નથી...પણ તમે ચિંતા ના કરો અહી જ બેસો... આજે આ ત્રિલોક ચોરસિયા તમારું કામ પણ કરશે અને અમારું પણ..

એમ બોલી પ્રિયા રોહન પાસે જતી રહી... અને રોહન ને બધી વાત જણાવી... પછી પ્રિયા એ પોતાનો પ્લાન પણ રોહન અને તે ખેડૂત ને સમજાવ્યો...
પ્રિયા : અંકલ... હવે તમે ફરીવાર તેની ઓફિસ માં જજો.. અને ફરીવાર તેને તમારા કામ માટે વિનંતી કરજો...

ખેડૂત : ફરી વાર... ? બેટા હું બીજી વાર જઈશ તો તે મને ધક્કો મારી બહાર કાઢી મૂકશે...

પ્રિયા : અંકલ એ જ તો આપણે જોઈએ છે... હિંમત રાખો... અમે તમારી સાથે જ છીએ... અને આ મારો ફોન મે વિડીઓ ઓન કરી દીધો છે.. તો અંદર જવા માટે તૈયાર થઈ જાવ..

પછી તે ખેડૂત ફોન ખિસ્સા માં મૂકી અંદર ગયો...
ખેડૂત : નમસ્તે ! સાહેબ....
ત્રિલોક ચોરસિયા : અરે ! તું .... તું પાછો આવી ગયો....! તને ના પાડી ને મે એકવાર ....
ખેડૂત : પણ સાહેબ... મારી વાત તો સાંભળો... તમે કહ્યા હતા એ બધા કાગળ તો હું લાવ્યો છું... તો પછી તમે મને ના કેમ પાડો છો...?
ત્રિલોક ચોરસિયા : હવે એ પણ તું મને શીખવીશ...! તને કહ્યું તું ને પૈસા આપ અને વાત પતાવ...

ખેડૂત : પણ સાહેબ.. મારી પાસે આટલા પૈસા નથી...
ત્રિલોક ચોરસિયા : તો મારી પાસે પણ તારી સાથે વાત કરવાનો સમય નથી.... ઓય... રમેશ આ ભાઈ ને અહીંથી બહાર લઈ જા...

પછી ખેડૂત ત્યાંથી જતો રહ્યો... અને તે ફોન પ્રિયા અને રોહન લઈ અંદર આવ્યા...
ત્રિલોક ચોરસિયા : આવો.. આવો.. તો હું આપની શું મદદ કરી શકું...?
રોહન : હા... અમે તમારી પાસે આવ્યા હતા.. એનજીઓ... રજીસ્ટર કરાવવા.. પણ તમે તેના પેપર્સ સાઈન કરી હજી આપ્યા નહિ...

ત્રિલોક ચોરસિયા : એક મિનિટ હો.... રમેશ....! જા સર , મેડમ અને મારા માટે ચા અને ભજીયા લઈ આવ...
પ્રિયા : જુવો ત્રિલોક જી અમારે કંઈ પણ ખાવું કે પીવું નથી... તમે બસ અમારા પેપર્સ નું કંઇક કરો..

ત્રિલોક ચોરસિયા : અરે ! મેડમ તમે તો ગરમ થઈ ગયા... તમે જ કહેતા હતા ને કે તમે બહાર ભૂખ્યા તરસ્યા રાહ જોઈ રહ્યા હતા... બસ એટલે અને એ બહાને મારે પણ થોડી પેટપૂજા થઈ જાય... !

પ્રિયા : ઓહ.. તો એમ કહોને ત્રિલોક જી કે તમારે પેટપૂજા કરવી છે... પણ અમારે કંઈ જોઈતું.. નથી ..અમે કામ ના સમયે તમારી જેમ બીજી વાતો માં સમય વેડફતા નથી...

ત્રિલોક ચોરસિયા : ... ઠીક છે જેવી તમારી મરજી...અને હા તમે પેપર્સ નું કંઇક કહેતા હતા ને.. પણ માફ કરજો... એ પેપર્સ તો કંઇક ખોવાઈ ગયા...
રોહન : વોટ nonsens ! તમે આમ પેપર્સ કઈ રીતે ખોઇ શકો... ? તે કેટલા important છે... અમારી એનજીઓ ની પરમિશન માટે ના પેપર છે...
ત્રિલોક ચોરસિયા : અરે! સાહેબ આટલો બધો ગુસ્સો શા માટે કરો છો ? મે તમને મંજૂરી માટે કાગળ તો લખી આપ્યો છે ને તો પછી શું વાંધો છે?

પ્રિયા : જુવો... માત્ર તે કાગળ પૂરતો નથી... અમારે એનજીઓ ની મંજૂરી ના લીગલ પેપર્સ જોવે છે.. અને તમારાથી ખોવાઈ ગયા તો કંઈ વાંધો નહિ અમે બીજા તૈયાર કરી ને રાખ્યા છે... આ લ્યો... સાઈન કરી આપો...

પ્રિયા એ પેપર્સ લઈ તેના ટેબલ પર મુક્યા...

ત્રિલોક ચોરસિયા : જુવો.. મેડમ હું એમ સાઈન ના કરી શકું... મારે પહેલાં તે આગળ મોકલવા પડે.. ત્યાં થી મંજૂરી મળે પછી જ હું સાઈન કરી શકું..
રોહન : તો... એ મંજૂરી લઇ આવો... અમે અહીંયા જ રાહ જોઈશું.. પણ આજે તમારી સાઈન વગર અહીંથી નઈ જઈએ..

આ સાંભળી ત્રિલોક ચોરસિયા મુંજાઈ ગયો... તેના ચહેરા પરના ભાવ બદલાવા લાગ્યા..
પ્રિયા : એક મિનિટ... શું થયું ત્રિલોક જી... ? મને લાગે છે તમારે કંઇક કહેવું છે.. પણ તમે બોલતા અચકાઈ રહ્યા છો... પણ તમે કંઈ પણ ચિંતા વગર જણાવી કહી દો...

ત્રિલોક ચોરસિયા : લાગે છે... તમે મારા વિશે જાણી ને આવ્યા છો.... સારું સારું... જો તમે કહો છો તો કહી જ દવ... કે મારા કામ બદલ થોડી દાન દક્ષિણા તો જોશે ને...
( પછી તે પ્રિયા અને રોહન સામે જોઈ હસવા લાગ્યો.. અને પ્રિયા અને રોહન તેને જોઈ હસવા લાગ્યા... થોડી વાર રહીને પ્રિયા અને રોહન થોડા સિરિયસ થઈ ગયા પછી પ્રિયા બોલી... )

પ્રિયા : દાન દક્ષિણા..? પણ એ શા માટે?

ત્રિલોક ચોરસિયા : અરે મેડમ ! તમે સમજ્યા નહિ મારી વાત..... હું તમારો ફાયદો કરી આપુ છું તો એ બદલ તમારે તો મારો થોડો ફાયદો કરવો પડે ને... !

પ્રિયા : હા... એક વાત કહો.. ત્રિલોક જી આ ફાયદા બદલ ફાયદો એ તમારો મનપસંદ વિષય લાગે છે.. !

ત્રિલોક ચોરસિયા : શું કરવું મેડમ... સરકાર પગાર જ એટલો ઓછો આપે તો પછી કંઇક તો જુગાડ કરવો પડે ને.. !

રોહન : હમમ જુગાડ તો કરવો પડે... નહિ પ્રિયા..!
પ્રિયા : રાઈટ...

પછી રોહન અને પ્રિયા હસવા લાગ્યા... અને તેની સાથે ત્રિલોક ચોરસિયા પણ હસવા લાગ્યો. પછી પ્રિયા એ ધીમેથી ફોન લઈ.. તે વીડિયો શરૂ કર્યો... આ સાંભળતા જ ત્રિલોક નું હાસ્ય... આશ્ચર્ય માં ફેરવાઈ ગયું... તેના ચહેરા પર ના ભાવ બદલાવા લાગ્યા...તે ના ચહેરા પર ડર અને ચિંતા દેખાવા લાગી...

પ્રિયા : તો...મી . ત્રિલોક ચોરસિયા કેવો લાગ્યો.. અમારો જુગાડ...?
ત્રિલોક ચોરસિયા : અરે ! આ શું કર્યું.. ? જુઓ... હું તો મજાક કરતો હતો... હું કોઈ પાસેથી પૈસા નથી લેતો...

રોહન : ઓય... આ નાટક બંધ કર.. તારી સચ્ચાઈ આ ફોન માં રેકોર્ડ થઈ ગઈ છે એટલે ખોટું તો બોલીશ જ નહિ...

ત્રિલોક ચોરસિયા : મને માફ કરી દ્યો... પ્લીઝ. હું હમણાં તમારા પેપર્સ માં સાઈન કરી દવ છું... પણ આ વીડિયો ડિલીટ કરી દ્યો...

પ્રિયા : હમમ.. હવે આવ્યા ને મેઇન પોઇન્ટ પર.. પેપર્સ તો તારે સાઈન કરવા જ પડશે પણ એ પહેલાં અહીંથી જેટલા લોકો ને પણ તે પાછા મોકલ્યા છે તેમનું પણ કામ તમારે કરવું પડશે... પછી જ આ વીડિયો ડિલીટ થશે...
ત્રિલોક ચોરસિયા : હા... હું બધાનું કામ કરી દઈશ...

પછી ત્રિલોક ચોરસિયા એ જેમને પણ પાછા મોકલ્યા હતા તેમને બોલાવીને તેમનું કામ કરી આપ્યું. પછી તેણે એનજીઓ ના લીગલ પેપર્સ પણ સાઈન કરી દીધા... પછી પ્રિયા એ તે વીડિયો તેની સામે ડિલીટ કરી દીધો... અને તે રોહન સાથે ઘરે પછી આવતી રહી...

રોહન : પ્રિયા... તને શું લાગે છે.. તે ત્રિલોક ચોરસિયા હવે પછી કોઈની પણ સાથે આવું ક્યારેય નહી કરે...?
પ્રિયા : ના...મને તેવું બિલકુલ નથી લાગતું... હા... થોડા દિવસ તે કંઈ નહિ કરે... પણ પછી તે પાછો પોતાનો રંગ બતાવવા લાગશે...
રોહન : તો પ્રિયા તને એવું જ લાગતું હતું તો તે વીડિયો ડિલીટ શા માટે કરી દીધો ?
પ્રિયા : કોણે કહ્યું મે વીડિયો ડિલીટ કર્યો ?
રોહન : અરે ! મારી સામે જ તો તે ડિલીટ કર્યો હતો.. !
પ્રિયા : એક કામ કર રોહન.. ટીવી ઓન કર..
રોહન : અરે ! હું અહીંયા ટેન્શન માં છું અને તારે ટીવી જોવું છે ?
પ્રિયા : ok તો હું મારી જાતે જ ટીવી ઓન કરી લઈશ...

આમ બોલી પ્રિયા એ ટીવી ઓન કર્યું અને સમાચાર ની ચેનલ લગાવી... અને ચેનલ પર આવતા સમાચાર જોઈ રોહન દંગ રહી ગયો...સમાચાર ની બધી ચેનલ પર ત્રિલોક ચોરસિયા નો જ વીડિયો આવી રહ્યો હતો...

રોહન : આ શું છે પ્રિયા.. ? તે આ વીડિયો.. આપ્યો ક્યારે? હું તો તારી સાથે જ હતો...તો મને કેમ કંઈ ખબર નથી...

પ્રિયા : મારી એક ફ્રેન્ડ રિપોર્ટર છે.. મે વીડિયો સેવ કર્યા પછી તરત જ તેને તે વીડિયો સેન્ડ કરી દીધો હતો... અને આપણે જ્યારે ત્યાં ત્રિલોક ચોરસિયા પાસે કામ કરાવતા હતા ત્યારે આ વીડિયો લોકો ન્યુઝ ચેનલ પર જોઈ રહ્યા હતા... જો હું ત્યારે જ બધાને કહી દેત તો ત્રિલોક ચોરસિયા પેપર્સ પર સાઈન જ ન કરેત અને આ વીડિયો જોયા પછી એ તો નક્કી હતું કે તેને આ નોકરી છોડવી પડશે... તો તેની જગ્યા એ નવી બીજી કોઈ વ્યક્તિ આવે ત્યાં સુધી આપણું કામ પણ ત્યાં અટકાયેલું રહે... બસ એટલે... જ..

રોહન : વાહ ! પ્રિયા શું મગજ વાપર્યો છે... ! મારી સાથે રહીને તું પણ સ્માર્ટ થઈ ગઈ છે ...
પ્રિયા : સ્માર્ટ તો હું પહેલેથી જ હતી...પણ તેની જાણ મને તને મળ્યા પછી થઈ...

આ સાથે પ્રિયા અને રોહન બંને હસવા લાગ્યા...

To Be Continue...