Ek Pooonamni Raat - 1 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - 1

પ્રકરણ-1
દેવાંશ તું આમ ક્યાં સુધી આ થોથાઓ ઉથાપ્યા કરીશ ? ક્યારનો વાંચ વાંચ કરે છે ? આ નાની ઉંમરમાં ડાબલા આવી જશે દૂધની બાટલીનું તળીયું હોય એવાં જાડા કાચનાં ચશ્મા પહેરવાં પડશે. ઉઠ ઉભો થા અને ન્હાવા જા જો ઘડીયાળમાં કેટલા વાગ્યા છે હજી તું ન્હાઇશ ક્યારે ? જમીશ ક્યારે ? સૂઇ ક્યારે જઇશ ? એવું તો આ પુસ્તકોમાં શું બળ્યુ છે કે નજર ઊંચી નથી કરતો.
માં તમે પણ શું આમ રોજ માથું ખાવ છો ? દેવાંશ માથું ખંજવાળતો કંટાળા સાથે ઉભો થયો અને બોલ્યો માં તમને કઈ નહીં સમજાય આ બધાં ગ્રંથો બાબતમાં... મને આ બધી વાર્તાઓમાં ખૂબ રસ છે. આઇ મીન વાર્તાઓ નથી પણ સત્ય હકીકત બનેલી હોય છે એનાં પરથી ગ્રંથ લખાય છે. તમને ખબર છે આપણાં દેશમાં એવી કેટલીયે જગ્યાઓ છે કે જે ધરતીમાં ધરબાયેલી છે. આપણી પ્રાચીન સંસ્કૃતિનો એમાં ખજાનો છે. આખો આખો ઇતિહાસ દબાઇને પડ્યો છે.
માં તમને ખબર છે ? હું ભણ્યોજ છું એવું કે જેમાં મને ખૂબ રસ પડે છે મારે આ બધુ વાંચીને એવી જગ્યાઓથી રૂબરૂ જવું છે. બધો ધરબાયેલો ઇતિહાસ ખોળવો છે. સેંકડો વર્ષો પહેલાં કેવી જાહોજલાલી હતી કેવાં કેવાં રજવાડા કેવી કેવી વિભૂતિઓ થઇ ગઇ એમાં માત્ર સાધુ મહત્મા નહીં એવાં કળાપ્રેમી રાજાઓ, પ્રેમીઓ પ્રેમીકાઓ થઇ ગઇ છે આજે એમનાં ચરિત્ર વાંચુ છું તો મારાં રૂંવાડા ઉભા થઇ જાય છે.
દેવાંશની મંમી તરલીકાબહેને કહ્યું "દીકરા જે થઇ ગયાં એ થઇ ગયાં હવે શું ? એમનાં ઇતિહાસ ભણી જાણી તને શું ફાયદો થવાનો ? તું વર્તમાનમાં જીવતાં શીખ અને તારાં ભવિષ્યનું ઘડતર કર આમ ઇતિહાસમાં ખૂંપેલો રહીશ તો તારું મગજ બહેર મારી જશે. જો આ બાજુવાળો નીલેશ નોકરીએ પણ ચઢી ગયો કેવો સરસ કમાય છે. તારાં પાપા આજે પણ કેટલી મહેનત કરે છે. પોલીસખાતામાં એક પ્રમાણિક ઓફીસર તરીકે કામ કરી નામનાં કમાયાં છે. આજે વિક્રમસિંહ પારધીનું મોટું નામ છે.
દેવાંશે કહ્યું માં તું બીજા લોકોનાં દાખલા ના આપ તારો દીકરો કોઇ અલગજ લાઇનનું ભણયો છે મને પણ કાલે નોકરી મળી જશે. વળી પાપાએ મને સ્પષ્ટ કીધુ છે કે દેવાંશ તારે જે ભણવું હોય એ ભણ જે જે કરવું હોય કરજે બસ એટલું ધ્યાનમાં રાખજે કે જે કરે એ સંપૂર્ણ કરે એમાં તું શ્રેષ્ઠ હોવો જોઇએ. પાપા મને ખૂબ સ્પોર્ટ કરે છે. માં તું હું વાચુ છું એ બધું સાંભળીશ તો તને પણ જીજ્ઞાસા થશે કે આમાં એવું તો શું હતું ? એનો ઇતિહાસ કેવો હશે ? એ સમયનાં માણસો કેવાં હશે ? માં આ પણ ખૂબ સ્પેશીયલ લાઇને છે એણાં બધાં જતા નથી હોતાં. મારે આમાં જ કેરીયર બનાવવી છે.
તરલીકાબહેને કહ્યું "તારાં પાપા પણ તને છાવરે છે. ઠીક છે કર તારે જે કરવું હોય એ પણ હવે તારી કેરીયર બનાવી સારી નોકરી લઇ લે તારાં પગ પર ઉભો રહી જા એટલે શાંતિ બાકી તારાં આ વિષયમાં મને કોઇ ગતાગમ નથી.
દેવાંશ હસતો હસતો ટુવાલ લઇને બાથરૂમમાં ધૂસ્યો. નાહીધોઇ જમીને એણે એપીક ચેનલ ચાલુ કરી અને જોવા લાગ્યો. આમાં મી.દેવદત્ત પુરાણો વિશે સમજાવી રહેલાં. દેવાંશે માં ને પૂછ્યું પાપા લેટ આવવાનાં છે ? તારે સૂવું હોય સૂઇ જા હું બારણું ખોલીશ અને મારે હજી ઘણું વાંચવાનું બાકી છે. અને મારી ચિતાં ના કરીશ હું મારી ગમતી જોબ માટે એપ્લાય કરવાનો છું મને નોકરી મળીજ જશે.
માં એ કહ્યું હું તો આખા દિવસનાં કામ કરીને થાકી છું તું વાંચજે અને પાપા આવે ત્યારે મને ઉઠાડજે એ પણ સવારનાં ગયાં છે. એમનું જમવાનું ઠેકાણુ નથી જયારથી એમને પ્રમોશન મળ્યુ છે એમનો ઘરે પાછા આવવાનો સમયજ જાણે નક્કી નથી તમે બેઉ બાપ દીકરો સરખાં છો. હું તો સૂઇ જઊં છું ટીવી થોડું ધીમું રાખજે મને ડીસ્ટર્બ થાય છે.
દેવાંશે ટીવી ધીમું કરી દીધું થોડીવાર એ એપીક ચેનલ જોઇ રહ્યો પછી પાછો પોતાનો રૂમમાં આવીને એની ગમતી "પુરાત્વ ઇતિહાસ અને એનાં રહસ્ય" ગ્રંથ વાંચવો ચાલુ કર્યો.
થોડીવારમાં એનાં પાપા વિક્રમસિંહ પણ આવી ગયાં. દેવાંશને વાંચતો જોઇ બોલ્યા કેમ દીકરા હજી સૂઇ નથી ગયો ? તારી મંમી સૂઇ ગઇ ?
દેવાંશે કહ્યું પાપા તમે થાકી ગયાં છો... મંમીએ કહ્યું હતું કે તમે આવો એટલે એને ઉઠાડું એમ કહી કીચનમાં જઇને પાપા માટે પાણી લઇ આવ્યો.
વિક્રમસિંહ કહ્યું દીકરા એને ના ઉઠાડીશ હું બહાર જમીનેજ આવ્યો છું મને પ્રમોશન મળ્યાં પછી કામનો ભાર પણ વધી ગયો છે. હું હજી એટલું કામ જવાબદારી પૂર્વક કરુ છું મારે કમીશ્નર થઇ નેજ રીટાયર્ડ થવુ છે. એ મારું લક્ષ્ય છે. તારું કેટલે પહોંચ્યું ? તું પણ એપ્લાય કરવાનો હતો એનું શું થયું ?
દેવાંશ કહ્યું "પાપા મારી બરાબર તૈયારી છે કાલેજ એપ્લાય કરવાનું છું તમે ફ્રેશ થઇ સૂઇ જાવ હું મારાં રૂમમં હજી વાંચી રહ્યો છું એકદમ રસપ્રદ વળાંક પર આવ્યો છું.
વિક્રમસિંહે હસતાં હસતાં કહ્યું "તું અને તારાં ગ્રંથ... જા વાંચ હવે તને કોઇ ડીસ્ટર્બ નહી કરે. હું પણ સૂઇ જાઉ. એનાં સ્ટડી ટેબલ પર આવી ગ્રંથ આગળ રસપૂર્વક વાંચી રહ્યો હતો. એમાં રહેલી ઘટનો વાંચીને એનાં રૂવાડાં ઉભા થઇ ગયાં હતાં.
એમાં વર્ણન એવું કરેલું કે નિર્જન એકાંત એવાં જંગલમાં જર્જરીત મહેલ અને એમાં ઘરબાપેલો એનો ઇતિહાસ લોકવાચકા એવી હતી કે એ જર્જરીતમ્હેલમાં એક પૌરાણીક મંદિર પણ હતું પણ બધુ સમયકાળનાં અત્યારે સાવ જીર્ણશીર્ણ થઇ ગયુ હતું ત્યાં કોઇ માણસ જઇ શકતું નહોતું લોકો એવી વાર્તા કરતાં હતા કે એમાં કોઇ આતમા રખડે છે અને ઘણી પૂનમની રાતે ચીસો સંભળાય છે ત્યાંનું ભયાનક વર્ણન વાંચીને એનું કૂતૂહૂલ વધી રહ્યું હતું.
રસપ્રદ આખું પ્રકરણ વાંચીને એણે આવતી કાલે પુરાત્વ ખાતામાં નીકળેલી જાહેરાત ભરતી અંગેની વાંચીને એમાં એપ્લાય કરવા અરજી લખવાની ચાલુ કરી અને એમાં એનાં વાંચનથી જે કંઇ જાણતો હતો એ બધી માહીતીની છણાવટ કરી હતી. અને પછી વિચારતો વિચારતો સુઈ ગયો એને ઊંઘમાં પણ જર્જરીત મ્હેલ દેખાતો હતો.
સવારે ઉઠીને દેવાંશ તૈયાર થઇ ગયો અને માંને કહ્યું માં મને ચા નાસ્તો આપી દો આજે હું જોબ માટે એપ્લાય કરવાનો છું અને પછી લાઇબ્રેરી જવાનો છું એટલે પાછા આવતાં મને સમય લાગશે પણ તમે ચિંતા ના કરશો. અને હાં માં તમે રાત્રીનું મારુ જમવાનું ઢાંકી રાખજો મારી રાહ ના જોશો હું જ્યારે આવીશ ત્યારે જમી લઇશ.
તરલીકાબહેને કહ્યું હાંશ તું જોબ માટે એપ્લાય કરી દે તને નોકરી મળી જાય એટલે શાંતિ પણ તારાં પાપા જતાં કહેતાં ગયાં છે કે તું એમને બપોરે ફોન કરજે એમને કામ છે.
દેવાંશ નાસ્તો કરવા બેસી ગયો અને સાથે સાથે માં સાથે વાતો કરતો હતો. ઓકે માં હું જોબ માટે એપ્લાય કરીને પછી પાપા સાથે વાત કરી લઇશ. હું લાઇબ્રેરી જવાનો છું ત્યાં હું જમી લઇશ બાજુમાં કેન્ટીન છે ત્યાં સરસ મળે છે.
તરલીકાબહેને ફરિયાદનાં સૂરે કહ્યું તમે બંન્ને બાપ દીકરો સવારથી નીકળી જાવ છો આખો દિવસ ઘરમાં હું ભૂત જેવી એકલી હોઊં છું મને પણ કંટાળો આવે છે. તારાં પાપાની જોબ એવી છે એમને પણ કંઇ ના કહેવાય.
દેવાંશે કહ્યું માં થોડોક સમય રાહ જો મારી જોબનું નક્કી થઇ જાય પછી તને કંપની મળે એવું કરી દઇશ... માં એ હસતા હસતાં કહ્યું એક લીટીમાં બોલી ગયો પણ ક્યારે જોબ મળશે ક્યારે તારાં લગ્ન કરાવી લઊં મને પણ હવે ઘરમાં વહુ જોઇએ છે મને કંપની તો રહે સારુ થયું તું પણ એવું વિચારે છે.
દેવાંશ નાસ્તો કરીને માં ને વહાલ કરી એનો થેલો ખભે ચઢાવી બાઇક લઇને નીકળી ગયો. નીકળીને સીધો પુરાત્વ ખાતાની ઓફીસે પહોચ્યો ત્યાંથી ફોર્મ લઇને ત્યાંને ત્યાંજ ભરી સાથે એનાં સર્ટીફીકેટ એટેચ કરી સબમીટ કરી દીધાં પછી યાદ આવ્યું પાપાને ફોન કરવાનો છે. એણે મોબાઇલથી પાપાનો સંપર્ક કર્યો.
પાપાએ કહ્યું હાં દેવાંશ તું મારાં કાર્યાલય પર આવીજા તારાં કામની વાત છે રૂબરૂ તને કહ્યું..... ફોન મૂકાયો....
વધુ આવતાં અંકે --- પ્રકરણ-2