એક પૂનમની રાત - પ્રકરણ-6 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories Free | એક પૂનમની રાત - પ્રકરણ-6

એક પૂનમની રાત - પ્રકરણ-6

એક પૂનમની રાત 
પ્રકરણ-6
દેવાંશે પુસ્તક ફરીથી હાંથમાં લીધુ માંની માનસિક સ્થિત નબળી હોવાને કારણે અંગીરા દીદીની ભ્રાંતિ થાય છે એમને ભ્રમ છે એવું કંઇ ના થાય પોતાનું જણેલું બાળક આમ આંખ સામે કચડાઇને મર્યું હોય એટલે આવું થવુ સ્વાભાવિક છે એણે પુસ્તકની અનુક્રમણિકા વાંચ્યુ કે અવગતીયા જીવન પ્રેત સ્વરૂપે એમની વાસનાની દુનિયામાં ભ્રમણ કરતું ફરે છે. પરંતુ પોતે ઘરમાં કદી એવો એહસાસ નથી કર્યો. એને થયું પુસ્તકમાં વાંચુ કે એમાં શું વર્ણન કરેલ છે અને એણે પુસ્તકમાં વાંચવાનું શરૂ કર્યું. 
એમાં લખેલુ હતું કે કોઇ પણ જીવ જ્યારે અકસ્માતે અચાનક મૃત્યુ પામે છે જેમાં અકસ્માત, આગ, ખૂન કે બળાત્કાર પછીની આત્મહત્યામાં આવું બનતું હોય છે જે જીવ મૃત્યુ પામે છે એની જીવવાની ઇચ્છા અને પોતાનાં માણસ કે કુટુબ એમાં કોઇ પ્રેમીકા, માતા, પિતા મિત્ર કે શત્રુ હોય અને ઇચ્છાઓ અધૂરી રહી ગઇ હોય વાસના બાકી રહી ગઇ હોય તો એની સદગતિ નથી થતી પરંતુ પ્રેત સ્વરૂપે ફરતાં હોય છે આ પ્રેત યોની માનવજાત અને એની સદગતિ વચ્ચેની અવસ્થા છે જ્યાં સુધી એની ઇચ્છા કે વાસના તૃપ્ત ના થાય એનું દગાથી કે અકસ્માતથી મૃત્યુ થાય ત્યારે પ્રેત બની જતાં હોય છે. અને ઘણીવાર પોતાનાં ઘરમાં કે પોતાનાં માણસોની આજુબાજુ કે કોઇ એવી નિર્જન અને એકાંત જગ્યાએ વાસ કરતાં હોય છે એમાં ઘરમાં પ્રેત  ઉત્તેજીત અવસ્થામાં સક્રીય, કે બદલો લેનારાં હોય છે. 
ઘણાં પ્રેત બદલો લે છે અથવા પોતાનાં સ્નેહીજનોને મદદરૂપ બનતો હોય છે ઘણાં દેખા દે છે અથવા ભટકતાં ફરતાં હોય છે એનાં ચોક્કસ શાસ્ત્રીય વિધી વિધાન થાય અથવા સંતૃપ્તી મળી જાય તો એમની સદગતિ થતી હોય છે. 
દેવાંશ બધુ વાંચીને વિચારમાં પડી ગયો એને થયું આવી પ્રેતની દુનિયા હોય છે ? શું દીદીની સદગતિ નહીં થઇ હોય ? એ અતૃપ્ત આત્માની જેમ ભટકતી હશે ? આમે સિધ્ધાર્થ અંકલે પેલી વાવની વાત કરી ત્યાં કોઇ યુવતી રહે છે. એનું કોઇ પ્રેત હશે ?
આવી પણ અગોચર દુનિયા ખરેખર હોય છે ? પ્રેત ને ઓળખવા એમનો સામનો કરવા એમની સદગતિ કરવાનાં ઉપાય શું છે ? શાસ્ત્રોમાં ઉલ્લેખ છે મેં વાંચ્યુ છે અને ઘણાં કિસ્સામાં તો એવુ લખ્યું છે કે પહેલાંનાં રજવાડાનાં સમયમાં શત્રુ બનીને પ્રેત રહેતા હોય છે અને બદલો લે છે. ભવ્ય રાજમહેલોમાં પણ પ્રેત હોવાનાં દાખલા ટાંકેલા છે એમાં ખૂબ રસપ્રદ વાતો લખેલી હોય છે ઘણાં પ્રેમી જોડા વિખુટા પડે ત્યાં પોતાનાં પ્રિય પાત્રને મેળવવા પ્રેત બની આવતાં હોય છે આ બધાનો ઉકેલ શું ? કેવી રીતે ઓળખવા એમનું સંશોધન કેવી રીતે થાય ? આજનું વિજ્ઞાન આવી બધી વાતો માને છે ?
આમા સ્પષ્ટ લખેલું છે કે અધૂરી રહેલી વાસના અને ઇચ્છાની અતૃપ્તિજ પ્રેત રૂપે મૃત્યુ બાદ જીવો જીવતાં હોય છે. દેવાંશે આગળનાં પ્રકરણ વાંચતા પહેલાં થયુ મારે કોફી પીવી પડશે. એ ઉઠીને કીચનમાં ગયો અને એણે પોતાના માટે કોફી બનાવી અને રૂમમાં લઇને આવ્યો. 
કોફી પીતાં વિચારમાં પડી ગયો કે આવા પ્રેત રૂપે જીવતાં અતૃપ્ત આત્માઓનો પરીચય કેળવવો જોઇએ એમનો સાક્ષાત્કાર કરી એમની સદગતિ કરવી જોઇએ આવા પ્રેત પાછળ કેવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હશે. ભલે ભયાનક છે ડરામણી હોઇ શકે પણ હું ડરીશ નહીં હું સમજીશ શીખીશ કે આવી ઘટનાઓ કેમ બને છે ? એવાં જીવોનો શું નીકાલ થાય એવાં પ્રયત્ન કરીશ શું અંગીરા દીદીનો આત્મા પણ ભટક્યો હશે ? માં ને એમનો આત્મા નો એહસાસ થતો હશે ?
એણે કોફી પુરી કરીને સ્વસ્થ થઇને આગળ વાંચવાનું ચાલુ કર્યું એમાં ઘણાં દ્રષ્ટાંત હતાં કે કેવી કેવી સ્થિતિઓમાં આત્મા પ્રેત રૂપે રખડે છે. આમાં ઐતિહાસિક કિસ્સા, મહેલો અને સામાન્ય ધરોમાં પણ આવા દાખલા બને છે ઘણાં પ્રેત રીવેન્જ લેતાં હોય છે અથવા તો પોતાનાં અપમૃત્યુ માટે જવાબદાર માણસોને કનડતાં હોય અથવા મૃત્યુ સુધી પહોચાંડતા હોય છે એવાં કેવા કેવાં દ્રાટાંતો લખ્યાં છે. 
દેવાંશે બધાં દ્રષ્યાંત વાંચ્યા એમાં ઘણાં તો એવાં હતા કે એના ઉપરથી જાણે ઘણી ફીલ્મો બની હોય છે અને આ પ્રેત સ્વરૂપે રહેનાર આત્મા ઘણીવાર બીજા માણસોમાં પણ વળગીને એમનો પરચો આપતો હોય છે એનાં માટે ઘણાં ભૂવા, શાસ્ત્રીઓ, તાંત્રિકો, અઘોરીઓ એમનાં ઉપર પ્રયોગ કરતાં હોય છે અને એમની સાધનામાં પણ આવાં અવગતિયાં જીવોનો ઉપયોગ કરતાં હોય છે. 
દેવાંશ જેમ જેમ આગળવાંચતો ગયો એમ એમ એને આર્શ્ચય સાથે સાથે રસ પડવા માંડ્યો રાત્રીનાં બે વાગી ગયાં એને ખબરજ ના પડી જેમ જેમ વાંચતો ગયો એમ એમ જાણે પ્રેતને ઓળખવાની રીત શીખતો ગયો એવાં સમયે ક્યા ઉપાયો કરવા અને પ્રેતને કેવી રીતે આમંત્રિત કરીને બોલાવવા એમની પાસેની વાતો જાણવી એવી બધી રીતો પણ પુસ્તકમાં લખી હતી એ રસપૂવક વાંચતો રહ્યો. ઘણી પ્રેતને મિલકતની વાસના હોય છે જે તે મિલક્તમાં કોઇને વસવા નથી દેતાં અને કોઇ જો આવી પડે તો જીવ લઇ લેતાં હોય છે. એને આવાં વિષયો ઉપર બનતી ફીલ્મો પણ યાદ આવી ગઇ. 
દેવાંશનાં અંગ અંગનાં રુવાડા ઉભા થઇ ગયાં જ્યારે એણે વાંચ્યુ કે પ્રેતની હાજરી હોય ત્યારે એ જગ્યાએ પવન ફૂંકાય છે વાતાવરણ કંઇક અગમ્ય અને ભયાનક બને છે માનવને હવામાં ઊંચકીને ફંગોળે છે કોઇ પ્રેમી આત્મા હોય તો પોતાનાં પ્રિય પાત્રની આગળ પાછળ ફરે છે એને પોતે હોવાનો પુરાવો આપવા માટે જાત જાતની માયા રચે છે અને એહસાસ કરાવે છે પોકાર કરે છે પોતાને જોઇતી વસ્તુઓ માંગે છે કોઇક આત્મા ધાર્મિક વિધી કરાવી સદગતિ કરાવવા પ્રેરે છે. 
દેવાંશે આગળનાં પ્રકરણોમાં પ્રેતને વંશ કરવાની એની સાથે વાત કરવાની રીતો વાંચવા માંડી કે પ્રેતને સામે કેવી રીતે લાવશો ? એનો એહસાસ કેવી રીતે કરવો ખૂબ હિંમત રાખીને એની સાથે વર્તાવ કરવો. એમને આમ પરોઢનાં 4 વાગી ગયાં. 
દેવાંશની આંખો ઘેરાવા માંડી હતી હવે એને નીંદર આવી રહી હતી એણે પુસ્તકમાં વચ્ચે મોરનું પીછુ મૂકી પાનુ યાદ રાખ્યુ અને ટેબલ લેમ્પને બંધ કરીને સૂવાની તૈયારી કરી. દેવાંશની આંખો મીચાઈ ગઇ અને ઘસઘસાટ ઊંધી ગયો. 
દેવાંશનાં ઊંઘી ગયાં પછી થોડીવારમાં એની પથારીમાં સળવળાટ થયો દેવાંશને ઊંઘમાં થયુ કે કોઇ એનાં બેડમાં છે. એણે ઊંઘરેટી આંખેજ આસપાસ જોવાનો પ્રયત્ન કર્યો કે કોણ છે ? પણ એને કંઇ દેખાયુ નહીં એ પાછો સૂઇ ગયો કારણ કે ખૂબજ ઊંઘમાં હતો. 
થોડીકજ ક્ષણો પછી દેવાંશને એહસાસ થયો કે કોઇ ચોક્કસ એનાં બેડ પર છે અથવા રૂમમાં છે એ ઉભો થઇ ગયો એણે ટેબલ લેમ્પ ચાલુ કર્યો ફરીથી એણે ચારો તરફ નજર કરી પણ એને કંઇ દેખાયું નહીં. દેવાંશને થયું એણે આખી રાત આવુ બધુજ વાંચ વાંચ કર્યું છે એટલે મને એવા આભાસ થાય છે એ પાછો સૂઇ ગયો. એને ફરીથી ધાઢી ઊંઘ આવી ગઇ હતી ત્યાં ઊંઘમાંને ઊંઘમાં અનુભવ્યું કે કોઇ એને બોલાવે છે. દેવું... દેવું.. દેવાંશ.. સાંભળ તેં મને ઘણાં સમયે યાદ કરી ભાઇ ભાઇ.. તેં તો મને જોઇ નથી.. પણ હું તો તને તારો જન્મ થયો ત્યારથી જોતી આવી છું એ દેવુભાઇ ઉઠ મારી સાથે વાતો કરને... 
દેવાંશને ઊંઘમાં પણ એહસાસ થયો કે કોઇ મારી સાથે વાત કરી રહ્યું છે. એ પાછો પથારીમાં બેઠો થઇ ગયો અને એકાગ્રતી શું કંઇ એને સંભળાય છે ? એને થયું હવે કંઇ અવાજ નથી આવતો. એણે વિચાર્યુ મારું વાંચન મારાં મન પર છવાયેલુ છે. પણ તો મને વિચાર આવે, સ્વપન આવે પણ કોઇ બોલાવતું હોય એવું થોડું સંભળાય ?
દેવાંશે મનોમન હનુમાન ચાલીસા બોલવાની શરૂ કરી અને પાછો સૂવાનો પ્રયત્ન કર્યો એને ફરીથી ઊંઘ આવી ગઇ આંખો મીંચાઇ ગઇ ત્યાં એનાં રૂમમાં ખડખડાટ હસવાનો અવાજ આવ્યો અને.... 
વધુ આવતા અંકે - પ્રકરણ - 7


Rate & Review

Paresh Patel

Paresh Patel 1 week ago

Beena Jain

Beena Jain 1 week ago

Saiju

Saiju 2 weeks ago

Bhakti Thanki

Bhakti Thanki 4 weeks ago

Deepa Shah

Deepa Shah 1 month ago