Ek Pooonamni Raat - 3 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-3

એક પૂનમની રાત
પ્રકરણ-3
દેવાંશ પાપા અને સિધ્ધાર્થ અંકલની વાર્તા સાંભળીને થોડો નવાઇ પામી ગયો હતો પરંતુ એને મજા આવી ગઇ હતી એનાં રસનો વિષય હતો વળી પાપાએ સામે ચઢીને આમાં સામેલ કરેલો હતો. આમેય એને લાઇબ્રેરી જવાનું હતું એણે પાપાની ઓફીસની બાઇક સીધી લાઇબ્રેરી લીધી.
એણે જોયું લાઇબ્રેરીમાં સંખ્યા વાંચનારની ઘણી ઓછી હતી જે કંઇ વાંચનારા હતાં એ આજનાં છાપામાં તાજા સમાચાર વાંચવા વાળા હતાં. એણે પોતાનો થેલો ખભે ભરાવીને લાઇબ્રેરીનાં અંદરનાં હોલ તરફ આગળ વધ્યો. અંદરનાં હોલમાં પણ સંખ્યા એકદમ ઓછી હતી. એણે જોયુ કે 3-4 જણાંજ વાંચવા બેઠાં છે એણે લાઇબ્રેરીનાં કબાટોની લાઇન જોવાં માંડી બધાની ઉપર લાગેલાં પુસ્તકોનાં સંગ્રહનાં લેબલ વાંચવા માંડ્યાં.
આમતો પ્રાચિન સમયનાં સ્થંભો-વાસ્તુકળા -વાસ્તુશિલ્પ શિલ્પકળા બધાં પુસ્તકો મોટા ભાગનાં વાંચી નાંખેલાં પછી એની નજર પુરાત્વ સ્થાપ્ત કાળમાં વાવ-કૂવા તરફ નજર ગઇ એમાં લીસ્ટ જોવા માંડ્યો એ કબાટમાં એક ખાનામાં ખૂબ જૂનાં પુસ્તકો એણે જોયાં. એની નજર ચમકી આનંદથી આંખો પહોળી થઇ ગઇ એ ધ્યાનથી એક એક પુસ્તક હાથમાં લઇને જોવા લાગ્યો.
એક પુસ્તક લે એની અનુક્રમણીકા વાંચે પાના ફેરવે અંદરનું લખાણ ચક્કાસે થોડું વાંચે પછી એ પુસ્તક મુકી દે આમને આમ એણે ત્રણચાર પુસ્તકો જોવાં મૂક્યાં અને અચાનક એક દમદાર પુસ્તક એનાં હાથમાં આવ્યુ એમાં લખેલું હિંદુ પ્રાચીન સ્થાપત્ય, મ્હેલો, વાવ, કૂવા, સરોવર, મંદિરોનું વાસ્તુ-સ્થાપત્ય એનું મહત્વ.
એણે અનુક્રમણિકા વાંચી એમાં એને રસ પડ્યો અને એણે પુસ્તક પરથી ધૂળ દૂર કરીને પુસ્તક કબાટમાંથી બહાર કાઢી કબાટ બંધ કર્યુ અને નજીકનાં ટેબલ પર આવને પુસ્તક મૂક્યું એને ઝીણવટથી જોયું અને એને હાંશ થઇ અને ચહેરા પર હાસ્ય આવી ગયું. એને થયું અંતકે આજ પુસ્તક મને જોઇતું હતું પાપા કહે છે એવી કોઇ વાવનો ઉલ્લેખ એમાં હોવો જોઇએ.
દીર્ધકાલીન સમયનાં સ્થાપત્ય અંગે એમાં ઘણી માહિતી હતી પુરાતન ભારતવર્ષમાં રાજા રડજવાડા ઓએ બંધાવેલાં મ્હેલ મંદિરો, વાવ, તળાવ, સરોવરની બાંધણી, સુંદર કોતરણીઓ ત્થા ભવ્ય મંદિરો વાવોમાં ખાસ લખાણથી લખેલી પંક્તિઓ જેનો અર્થ ઉકેલો તો કેવા કેવાં રહસ્ય જાણવા મળે.
દેવાંશને થયું આવાં પુસ્તકોમાં કેટલી માહિતી અને જ્ઞાન ઘરબાયેલું પડ્યું છે. જેટલું વાંચીએ એટલું ઓછું છે એ સમયનાં ઇતિહાસકારો, લેખકો, ચારણો વાતો લહીયાનો આભાર માનીએ એટલો ઓછો છે કે એમણે આ બધી વિદ્યા-બાંધકામ, સ્થાપત્ય એની સંસ્કૃતિ-કળા, સંસ્કાર અને યુક્તિઓ આવાં પુસ્તકસ્વરૂપે જાળવી છે આવનાર પેઢીને એની જાણકારી મળી રહે એનાં માટે મહેનત કરી છે ધ્યાન આપ્યુ છે અને એક જરૂરી ફરજ બજાવી છે. ધન્ય છે ઇતિહાસ વિદોને અને સાચી માહીતી ગ્રંથ રૂપે લખવા અને જાળવવા માટે સહુને મારાં કોટી કોટી નમસ્કાર છે.
દેવાંશ મનોમન એ સમયનાં લેખકોને વંદી રહ્યો પછી પુસ્તક પર હાથ ફેરવીને જાણે પ્રેમ કર્યો હાથ લગાવી આંખે હાથ લગાવ્યાં અને સન્માન કર્યુ. પછી એણે પુસ્તકનું પ્રથમ પાનું ખોલ્યું એમાં પુસ્તકનું મથાળું હતું પુસ્તકનું નામજ એવું હતું જેમાંથી એ પુસ્તકની વિષય વસ્તુ સમજાઇ જાય પૌરાણીક વાસ્તુજ્ઞાન સ્થાપત્ય કળા એ મનોમન પોતાની જાતને ધન્ય માની રહ્યો.
એણે પુસ્તકનાં આગળ પાના ફેરવ્યાં એમાં અનુક્રમણીકા જોઇ એમાં ક્રમશ. બધાંજ અંકો બાંધકામના હતાં એમાં ગોપનીય વિદ્યાઓ બાંધવામાં કેવી રીતે પરોવાય અને એનાં ક્યાં ક્યાં સ્થળો અને શિલ્પ ક્યાં હતાં એની પણ માહિતી હતી.
પંચતત્વને વાસ્તુકળા સાથે અને હકારાત્મક શક્તિઓ સાથે કેવી રીતે પરોવવી એ પણ જણાવ્યુ હતું એમાં અમુક ખાસ બાંધકામો ક્યાં હતો એની પણ સૂચી હતી.
દેવાંશ હજી અનુક્રમણિકાજ વાંચી રહેલો અને એને એટલો બધો રસ જાગી ગયો કે આગળ અનુક્રમણિકા (index) વાંચવાની ધીરજજ ના રહી એણે પ્રકરણ-1 વાંચવુજ ચાલુ કરવાનું નક્કી કર્યું.
દેવાંશે લાઇબ્રેરીમાં ચારો તરફ નજર કરી એણે જોયું ગણ્યા ગાંઠ્યાં લોકો લાઇબ્રેરીમાં વાંચી રહ્યાં છે અને લાઇબ્રેરીનો પ્યુન દરવાજે તંમાકુ ચોળતો બેઠો છે. અને એની નજર આગળનાં હોલમાં લાઇબ્રેરીયન તરીકે કામ કરતાં તપનભાઇ પર પડી તેઓ એમનાં ચોપડામાં કંઇક લખી રહેલાં. લાઇબ્રેરીયન તપનભાઇ ખૂબ સારાં સ્વભાવનાં અને પુસ્તકોનાં જાણકાર હતાં. પોતે પણ વાંચવાના શોખીન અને અભ્યાસુ હતાં. લાઇબ્રેરીમાં જ્યારથી તેઓ ફરજ પર લાગ્યાં છે લાઇબ્રેરી એકદમ વ્યવસ્થિત કરી દીધી છે. દરેક પ્રકારનાં પુસ્તકો પ્રમાણે વિભાગ પાડી દીધાં છે. રોજ રોજનાં મેગેઝીન અને છાપા-પેપર માર્ટ આગળ એક હોલમાં ટેબલ પુરથી મૂકેલાં છે ત્યાંજ વાંચીને વાચકો બહાર નીકળી જઇ શકે.
લાંબો સમય વાંચવા વાળાજ અંદર હોલમાં આવે તેઓ દેવાંશ ને સારી રીતે ઓળખતાં હતાં. દેવાંશનાં ભણતર થી જાણકાર હતાં અને એને પ્રોત્સાહીત કરતાં વળી એમાં પિતા મોટાં પોલીસ અફસર હતાં જેથી કંઇ વિશેષ ધ્યાન આપતાં.
આજે પણ દેવાંશ આવ્યો એનાં કાર્ડમાં સહી કરી નોંધણી કરી ત્યારે દેવાંશે એમનેજ પૂછ્યું હતું તપન અંકલ પુરાત્વ સ્થાપત્ય અંગેનાં પુસ્તકો ક્યાં છે ? અને તપનભાઇએજ એને મોટુ કબાટ બતાવેલું ત્યાં તને એ પુસ્તકો મળી રહેશે પણ જરા જાળવીને વાંચજે, લેજે, મૂકજે કારણકે ખૂબ જૂના છે એને બધાને રીબાઇન્ડીંગ પણ કરાવવાનાં છે. પણ તને તારું વાંચવાનું ત્યાં મળી રહેશે.
દેવાંશ એમનો આભાર માનતો સીધો આ કબાટો પાસે આવી ગયેલો. દેવાંશે ગ્રંથને વાંચતા પહેલાં બધે નજર કરીને ઘડીયાળમાં જોયું બપોરનાં 3 વાગ્યા છે.
દેવાંશે પ્રકરણ પહેલું વાંચવું હજી શરૂજ કર્યુ છે ત્યાં એનો મોબાઇલ રણક્યો. લાઇબ્રેરીમાં ફોન પર વાત કરવાની મંજૂરી નહોતી એમ એ તુરંતજ ફોન ઉપાડી કાને ધર્યો અને ધીમેથી દબાતા અવાજ બોલ્યો. હાં બોલ મિલીંદ શું વાત છે ? હું લાઇબ્રીમાં છું હમણાં લાંબી વાત નહીં થાય. હું એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું પછી મળું એટલે વાત કરું મીલીંદ દેવાંશનો ખાસ જીગરી મિત્ર હતો એણે કહ્યું અરે દેવું હું લાઇબ્રેરીની બહારજ ઉભો છું તારી બાઇક જોઇ એટલે સમજી ગોયો કે તું વાંચવાનો કીડો અંદરજ છે. બે મીનીટ બહાર આવને પ્લીઝ મારે તારું ખાસ કામ છે.. પણ તું ક્યાં પ્રોજેક્ટ પર કામ કરે છે ?
દેવાંશને થયું આ એને નહીં છોડે હું બહાર મળી આવું પછી શાંતિથી વાંચવા બેસુ. એણે પોતાનો થેલો ટેબલ પરજ રાખ્યો અને મોબાઇલ સાથે બહાર આપ્યો. એણે મીલીંદને જોયો ચહેરા પર મલકાર આવી ગયો એણે હાય કર્યો અને હાય કરીને બોલ્યો.
અત્યારે બપોરે ક્યાં નીકળ્યો ? મીલંદે કહ્યું યાર કપડા સીવવા આપેલા તે લેવા નીકળ્યો છું તને ખબર છે મારી દીદીનાં એંગેન્મેન્ટ છે એટલે એની તૈયારીમાં કામ લઇને નીકળ્યો છું તને યાદ કરાવવા કે આજે બુધવાર થયો શુક્રવારે રાત્રે ઘરે પાર્ટી છે હાજર રહેવાનું છે.
પણ તારે જોબ માટે એપ્લાય કરવાનું હતું થઇ ગયું તું તો પોલીસવાળાનો છોકરો છે તારાં માટે ક્યાં કંઇ અશક્ય છે દેવાંશે કહ્યું કેમ એવું બોલે છે ? તને ખબરજ છે કે હું..... મીલીંદે કહ્યું સીરીયસ કેમ થાય છે યાર ખેંચુ છું. દેવાંશે કહ્યું મેં એપ્લાય કરી દીધુ છે જોઇએ શું થાય છે.
મીલીંદે કહ્યું પણ શેનો પ્રોજેક્ટ લઇને બેઠો છે તું લાઇબ્રેરીમાં ? દેવાંશે કહ્યું યાર મસ્ત ઇન્ટરેસ્ટિંગ સબજેક્ટ છે એક વાવ વિશેની માહિતી કાઢવાની છે.
મીલીંદે કહ્યું ઓહ હા. આજનાં પેપરમાં છે બધું યાર એતો ડેન્જરસ છે. તો પુસ્તકમાં શું શોધે છે ? દેવાંશે કહ્યું તું હમણાં જા પછી વાત કરીશ....
વધુ આવતા અંકે - પ્રકરણ - 4