Ek Pooonamni Raat - 8 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-8

એક પૂનમની રાત
પ્રકરણ-8
સિધ્ધાર્થ સાથે દેવાંશ વાત અને જવા માટેની ચર્ચા કરી રહ્યો હતો અને વિક્રમસિંહ આવી ગયાં. એમણે પૂછ્યું આટલી રસપૂર્વક શું વાતો કરી રહ્યાં છો ? સિધ્ધાર્થે કહ્યું વાવ જવા માટેની તૈયારી અમે હથિયારધારી કોન્સ્ટેબલ લઇને જઇશું આપનો શું અભિપ્રાય છે.
વિક્રમસિહે કહ્યું મેં દેવાંશને આવી કોઇ વાવ અને એવી જગ્યાએ વિષે વાંચીને માહિતી આપવા કહ્યું હતું તમે જવાની તૈયારી કરવા માંડ્યા પછી દેવાંશની સામેજ જોઇ રહ્યાં.
પછી દેવાંશની પાસે આવીને કહ્યું દીકરા તને ખૂબ રસ છે જાણવા અનુભવ કરવાનો પણ આપણાં ઘરમાંજ ગઇ રાતે શું થયું હતું તું જાણે છે ને ?
દેવાંશે કહ્યું પાપા દરેક પરિસ્થિતિથી ડરીશુ તો કેમ કામ ચાલશે ? મને હિંમત આપો. હું આવુ રહસ્ય જાણવા માંગુ છું મેં ઘણું વાંચ્યુ છે અને હજી વાંચી રહ્યો છું હજી ખૂબ અભ્યાસ કરીશ મને જવાદો.
વિક્રમસિંહે થોડો વિચાર કરીને કહ્યું ભલે જાવ પણ સિધ્ધાર્થ પૂરો બંદોબસ્ત કરીને જજો. હમણાં મારે હાઇલેવલ મીટીંગ ચાલી રહી છે મારી પાસે સમય નથી પણ એક જોખમ વધારે લેવા સલાહ આપું છું તમારાં બધાં પાસે હથિયાર હશેજ પણ દેવાંશને પણ થોડી તાલીમ આપી સ્વરક્ષણ માટે એક રીવોલ્વર આપી રાખજો. એનાં માટે લાયસન્સની વ્યવસ્થા હું કરી દઇશ. સિધ્ધાર્થ કેમ લાગે છે મારો વિચાર ? કંઇક યાદ આવતાં વિક્રમસિંહે કહ્યું દેવાંશ તારાં મિત્રને ત્યાં કાલે પાર્ટી છે તારે ત્યાં પણ જવાનું છે રાત્રે એ યાદ છે ને ?
દેવાંશે કહ્યું પાપા, યાદ છે અમે સાંજ પહેલાં પાછા આવી જઇશું. સિધ્ધાર્થે કહ્યું આપણે બપોર પછી નીકળીશું બને એટલા વહેલાં પાછા આવી જઇશું તો કાલે જવાનું ફાઇનલ ? હું સાથે આવનાર કોન્સ્ટેબલની વ્યવસ્થા કરી દઊં છું.
દેવાંશ ખુશ થઇ ગયો. એણે કહ્યું કાલે જવાનું ફાઇનલ હું અત્યારે તમારી પાસે રીવોલ્વર અંગે બધી માહિતી જાણી લઊં.
સિધ્ધાર્થ હસતાં હસતાં કહ્યું ઓહો અત્યારેજ તાલિમ ? વિક્રમસિંહે કહ્યું ભલે શુભસ્ય શીધ્રમ તમે એને સર્વિસ રીવોલ્વર અંગે બેઝીક માહીતી આપી દો. એમ કંઇ વાપરવાની જરૂર નથી પડવાની છતાં જાણવું જરૂરી છે.
સિધ્ધાર્થ દેવાંશને એની કેબીનમાં લઇને ગયો અને અને એની પાસેની સર્વિસ રીવોલ્વર બતાવીને બેઝીક સમજણ આપવી શરૂ કરી દેવાંશ ઉત્તેજીત થઇ ગયો હાથમાં જેવી રીવોલ્વર આવી એણે બધી રીતે જોઇ તપાસીને ટ્રીગર દબાવવા ગયો. સિધ્ધાર્થે કહ્યું ટ્રીગર નિશાન તાંક્યા પછી દબાવવાની છે હમણાં એમાં બુલેટ નથી પણ પછી ખૂબ ધ્યાન રાખવાનું આ જોખમી સાધન છે એનાંથી કોઇનું મૃત્યુ પણ થઇ શકે એટલે કાળજી રાખવાની.
દેવાંશ કહ્યું મને ખબર છે હમણાં બુલેટ નથી મેગેઝીન લોડેડ નથી એ ભાગ ખાલી છે એટલે મેં ટીંગર...
સિધ્ધાર્થ કહ્યું બસ આજ ધ્યાન રાખવાનુ છે કાળજી રાખજે પછી મેગઝીન લોડ કરીને બતાવ્યું અને કહ્યું જરૂર પડે તોજ ઉપયોગ કરવાનો છે સિધ્ધાર્થે એને સમજાવીને સાથે હોંશિયાર હિંમતવાન 3 કોન્સેટેબલને સાથે લઇ જવાનાં તૈયાર કર્યા અને દેવાંશ ખુશ થયો બીજા દિવસે ચોકી આવી જશે એમ કહી પાપા અને સિધ્ધાર્થને થેંક્યુ કહીને નીકળી ગયો.
***************
બીજા દિવસે સવારે ઉઠીને દેવાંશે પુસ્તકમાં નજર ફેરવી એને જરૂરી લાગ્યા એ બધાં પ્રકરણ ફરીથી વાંચ્યા અને મનન કરી મનમાં ચોક્કસ નિર્ણય કર્યા. અને માં ને કહ્યું માં આજે હું ખાસ કામ માટે સિધ્ધાર્થ અંકલ સાથે એક જગ્યા જોવા જવાનો છું તારાં આશીર્વાદ આપ.
માંએ કહ્યું દેવું માંના આશીર્વાદ સદાય તારાં સાથમાં છે મારો એકનો એક દીકરો છે તારુ આ ખાસ કામમાં કોઇ જોખમ તો નથીને ? તમે બાપ દિકરો શું નક્કી કરો છો મને કોઇ ભનક પણ પડવા દેતાં નથી.
દેવાંશે કહ્યું માં ચિંતા ના કર તારો દિકરો સારાંજ કામ કરે છે જોખમ હોય તો તારાં આશીર્વાદ મારો વાળ વાંકો નહીં કરવા દે ચિંતા ના કરીશ હું સિધ્ધાર્થ અંકલની સાથે જઊં છું અને સમયસર ઘર પણ આવી જઇશ.
માઁ એ કહ્યું ભલે તમને પુરુષ જાતને ઘરમાં ગોંથી રાખવાનો અર્થ નથી અને એજ મારું કહ્યું તમે માનવાનાં નથી પણ.. કંઇ નહીં તું કામ પતાવીને આવી જા પછી તને એક ખાસ વાત પણ કરીશ.
દેવાંશને મનમાં થયું હમણાં માં સાથે વધારે ચર્ચા નથી કરવી એની ખાસ વાત પાછો આવીને પૂછીશ હમણાં મારું જે લક્ષ્ય છે એ પુરુ કરું. પાપા અને સિધ્ધાર્થ અંકલનો સાથ છે મને કંઇક નવું જાણવા ચોક્કસ મળશે એ ઉત્તેજના અને વિચારથીજ ખુશ થઇ ગયો. એણે જમી પરવારીને માંનાં આશીર્વાદ લઇને પાપાનાં કાર્યાલય જવા માટે નીકળી ગયો.
દેવાંશ કાર્યાલય પહોંચી ગયો. સિદ્ધાર્થ અંકલે એને જોઇને કહ્યું અરે દેવાંશ તું તો સમય પહેલાંજ આવી ગયો. કંઇ નહીં એક રીતે સારુ થયુ ચલ આપણે અત્યારે વાવ તરફ જવાનાં એની આખી સ્ટોરી કહી દઊં એનો ઇતિહાસ અને ભૂગોળ સમજાવી દઊં એમ કહી વાવ અંગેની બધી વાત એને ફરીથી સમજાવી. રતનમહાલનાં જંગલ શરૂ થાય તે પહેલાં પાવાગઢ જતાં પહેલાં આ અવાવરૂ વાવ આવે છે અને ત્યાંજ આપણાં સ્ટાફનાં જવાનને અનુભવ થયેલો. ત્યાંથી પછી આગળ પંચમહાલ જીલ્લાની હદ શરૂ થાય છે.
દેવાંશે કહ્યું અંકલ મેં આખો મેપ (MAP) જોયો છે એમાં પાવાગઢ પર્વત જેવી પાવન જગ્યા છે જ્યાં માં મહાકાળીનું સ્થાનક છે ત્યાંથી રતનમહાલ જંગલ અને પંચમહાલ જીલ્લામાં ગોધરા-દેવગઢબારીઆ જેવાં શહેર અને કસ્બા ગામ આવે છે ત્યાં ઘણાં ભૂવાઓ અને મહારાજ હોય છે જે તંત્ર મંત્રમાં પણ કામ કરે છે. પાવાગઢ પર્વત પર ઘણાં તાંત્રિકો, સાધુ રહે છે જે કર્ણપીશાચીની બગલામુખી સાધના કરનાર પણ છે થોડો ઘણો મેં અભ્યાસ કર્યો છે.
વળી પૂનમની રાતે ત્યાં કમળ પૂજા થાય છે અને ઘણાં સિધ્ધ તાંત્રિકો સાધના કરીને સિધ્ધિઓ મેળવે છે એ લોકોને પ્રેતાત્મા અને અવગતીયા ભટકતા જીવોનો ભેટો થાય છે ઘણાં સ્મશાનમાં જઇને પણ મડદા પર બેસી સાધનાઓ કરતાં હોય છે. અંકલ મને કોઇ ડર નથી કોઇક એવી શક્તિ છે જે મને બળ પુરુ પાડે છે આપણે નિશ્ચિંત થઇને જઇએ આપણે આપણાં મીશનમાં જરૂર સફળ થઇશું મને બીજી ઘણી જાણકારી છે એ ફરીથી તમને ક્યારેક કહીશ હમણાં હવે આપણો જવાનો સમય થઇ ગયો છે.
સિધ્ધાર્થે તો દેવાંસની સામેજ જોઇ રહ્યો. એની સામે જાણે કોઇ મહાજ્ઞાની સાધુ બેઠો હોય એમ એને શાંતિથી સાંભળી રહ્યો. પછી કહ્યું દેવાંશ દિકરા તું તો આટલી નાની ઊંમરમાં ઘણું જાણે છે વાહ કહેવું પડે.
દેવાંશે કહ્યું અંકલ હું પણ અઠંગ હઠાગ્રહી ઉપાસક છું જે નક્કી કરું એ પ્રયોગ કરુ અને સિધ્ધી મેળવું હજી હું ઘણો અભ્યાસ કરી વિધાઓ શીખવાનો છું અને મને કોઇ સિધ્ધયોગીનો ભેટો થાય હું બધું શીખી અને જાણી શકું....
સિધ્ધાર્થે કહ્યું સમજી ગયો યોગીબાબા ચાલો આપણે તમારાં પિતાશ્રી સાથે વાત કરી લઇએ પછી માતાજીનું નામ લઇને નીકળીએ એમ કહી વિક્રમસિંહને ફોન જોડ્યો.
વિક્રમસિહ સાથે વાત કરીને કહ્યું સર.. દેવાંશ આવી ગયો છે હું અને આપણી સર્વિસ રીવોલ્વર પણ આપું છું અને પછી ઊમેરતાં કહ્યું સર તમે તમારાં દીકરાને ઓળખતાંજ નથી એ બધી રીતે તૈયાર છે ઘણી જાણકારી છે તમે નિશ્ચિંત રહેજો.
વિક્રમસિંહે કહ્યું મને ખબર છે મારો દેવાંશ અભ્યાસુ અને હિંમત વાળો છે પણ એની કાળજી લેજો ધ્યાન રાખજો એકલો આગળ જવા ના દેતાં એની જવાબદારી તને સોંપુ છું દેવાંશને ફોન આપ હું એની સાથે વાત કરી લઊં.
સિધ્ધાર્થે ફોન દેવાંશને આપતાં કહ્યું તારાં પાપા સાથે વાત કરીલે પછી આપણે નીકળીએ એમ કહી ફોન દેવાંશને આપી કોન્સટેબલને બોલાવવા બહાર નીકળી ગયો.
દેવાંશે પાપા સાથે વાત કરતાં કહ્યું પાપા બધી તૈયારી બરોબર છે. મેં પણ બધી માહિતી એક્ઠી કરી છે તમે ચિંતા ના કરશો. મેં માં ના પણ આશીર્વાદ લીધાં છે તમારો સાથ અને આશીર્વાદ છે પાપા અમે સફળતા મેળવીનેજ પાછા આવીશું મારી પાસે પણ સ્વરક્ષણ માટે હવે તો સાધન છે. નિશ્ચિત રહીને અમને રજા આપો તો અમે નીકળીએ.
વિક્રમસિંહે કહ્યું મારો બહાદુર દીકરો. તમે જાવ અને સફળતા મેળવી પાછા આવો હું રાહ જોઇશ. બેસ્ટ લક દીકરા અને દેવાંશે ફોન મૂક્યો. અને એનાં મનમાં કંઇક અનોખી લાગણી અને એહસાસ થયાં એણે જોયું કે એનામાં....
વધુ આવતા અંકે - પ્રકરણ - 9