Room Number 104 - 14 in Gujarati Thriller by Meera Soneji books and stories PDF | Room Number 104 - 14

Room Number 104 - 14

પાર્ટ 14

અભયસિંહ:- પરંતુ તું તો પરણેલો છે ને તારે એક સંતાન પણ છે તો પછી રોશની પ્રત્યે આટલો પ્રેમ કેમ? તે ક્યારેય તારી પત્ની અને બાળક વિશે ના વિચાર્યું કે તારા ગયા પછી એ લોકોનું શું થશે?

પ્રવીણ:- હા સર! પરંતુ પ્રેમ ક્યારેય જાત પાત કે ઉંમર કંઈ જ જોતો નથી. ને પ્રેમ કરવાનો થોડો હોય છે! એ તો બસ થઈ જાય છે અને રોશની તો હતી જ એવી છોકરી કે કોઈ ને પણ એની સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ જાય. રોશનીના પ્રેમે જ તો મારું જીવન બદલી નાખ્યું હતું. કહેવાય છે ને કે પ્રેમમાં ગજબ તાકાત હોય છે. ખરાબમાં ખરાબ માણસનો ભાવ પલ્ટી નાખે છે. એમ રોશનીએ જ પોતાના પ્રેમથી મને આ અંધારી ગુનાહ ભરી નગરી માંથી બહાર નીકળવા માટે પેરિત કર્યો હતો. એના પ્રેમ એ મારું આખા જીવનમાં એક નવો પ્રકાશ ફેલાવ્યો હતો. ને રહી વાત મારી પત્ની અને સંતાન ની તો મે એ લોકોનું ભવિષ્ય સુરક્ષિત કરી ને જ રાખ્યું હતું. મારી દરેક મિલકત મે મારી પત્ની ના નામે કરી ને એક નવું જ જીવન રોશની સાથે શરૂ કરવા જઈ રહ્યો હતો. પરંતુ આ લોકો ને એ મંજૂર નોતું સાહેબ. આ લોકો એ મારી રોશનીને મારી નાખી સાહેબ! મારી રોશનીને મારી નાખી!

અભયસિંહ:- હરામ ખોર ( ગુસ્સામાં પ્રવીણ ને એક લાફો ચોડી દેતા બોલે છે) તને શું લાગે છે કે તું તારી મિલકત પૈસા તારી પત્ની ને સંતાન ને આપી દઈશ એટલે એ લોકો નું જીવન સહેલું થઈ જશે. એક પતિ તરીકે તારી કોઈ ફરજ કે એક પિતા તરીકે ની તારી કોઈ ફરજ નથી. તને શું લાગે છે ખાલી પૈસા આપી દેવાથી અથવા મિલકત આપી દેવાથી એ લોકો તારા વગર જીવી શકશે? જો તે એવું કંઇક કર્યું હોત તો એ લોકોને જીવવું પણ અઘરું પડી જાત. એ લોકો જીવવા કરતા મરવું વધારે પસંદ કરત. તે તારી પત્ની સાથે લગ્ન કર્યા હતા કોઈ ઢીંગલા ઢીંગલી ની રમત નથી આ લગ્ન વખતે લેવાયેલા સપ્તપદીનાં વચનમાં પણ સમજાવ્યું છે કે લગ્ન માં દરેક ફેરા વખતે એક વચન આપવાનું હોય છે. એમાં એક વચન એવું પણ હોય છે કે કોઈ પણ સંજોગોમાં હું મારા સાથીની જીવનભર સાથ નિભાવીશ અને તેની રક્ષા કરીશ. પણ તેનો મતલબ એ નથી કે ખાલી પૈસા થી તું એમનું જીવન ભરી દઈશ એટલે પૂરું એક પત્ની ને તેના પતિની જીવન ના અંત સુધી જરૂર હોય છે ને એક માસૂમ બાળક ને પિતાના પ્રેમ થી વંચિત કઈ રીતે કરી શકે તું? તું એક બાળકનો પિતા હોવા છતાં એ લોકોને આમ રસ્તે છોડી દેવાનો વિચાર કરતા પણ તને શરમ ના આવી. મરદ એને કહેવાય જે એના પરિવારની ખુશી માટે પોતાની બધી જ ઇચ્છાઓ ને મારી ને પણ તેમના પરિવારને ખુશ રાખવાનો પ્રયત્ન કરે જ્યારે તું તો ( એમ કહેતા જ અભયસિંહ પ્રવીણ ને આક્રોશમાં આવી ને જોરદાર લાખો ચોડી દે છે. આમ અચાનક પ્રહાર થતાં પ્રવીણ પોતાનું બેલેન્સ ગુમાવી બેસે છે અને ખુરશી પરથી પડી જાય છે)

અભયસિંહ ના જોરદાર પ્રહારથી પ્રવીણ અર્ધ બેહોશ જેવો થઇ જાય છે. અભયસિંહ પ્રવીણના વાળ પકડીને તેને ફરી ખુરશી ઉપર બેસાડે છે અને તેના મોઢા પર પાણી છાંટતા પૂછે છે કે હા તો હવે બોલ આમ અચાનક આ બધું કેમ બન્યું? નિલશે શા માટે રોશનીનું ખૂન કર્યું? જો મારે પહેલેથી જ બધું સત્ય સાંભળવું છે તું આ ગુનાહમાં કેવી રીતે આવ્યો રોશની સાથે શું થયું હતું એ બધું જ. અને તું જો પોલીસને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરીશ તો જિંદગીભર અહી જ સડવું પડશે એ યાદ રાખજે. (ગુસ્સાના સ્વરમાં કહ્યું.)

પ્રવીણ:- સાહેબ! નિલેશ મારો ખાસ મિત્ર હતો. અમે બંને નાનપણથી સાથે એક જ ગામ માં રહી ને મોટા થયા છીએ. એક ભાઈથી વિશેષ હું એમની પ્રત્યે લાગણી રાખતો હતો. એક વાર અચાનક જ મે એને જલ્દી પૈસા કમાવવાનો રસ્તો બતાવનું કહ્યું. પૈસા સાહેબ! પૈસા એવી વસ્તુ છે ને કે ભલભલા માણસની નિયત બદલી નાખે. તમે સપ્તપદીના વચનની વાત કરો છો પરંતુ અત્યારના દેખાદેખીના જમાનામાં પત્નીને ખુશ રાખવા માટે પણ પૈસાની જરૂર પડે છે. મોંઘા કપડાં, મોંઘી ગાડીઓ બાળકને સારામાં સારી સ્કૂલમાં ભણાવવા માટેની ફિસ આ બધું ખાલી ડાન્સ કલાસ માંથી પૂરું નથી થઈ શકતું. એક દિવસ મે જ નિલેશ ને કહ્યું હતું કે કોઈ એવો આસાન રસ્તો બતાવે જેમાં વધુ માં વધુ પૈસા મળી શકે માનો કે કોઈ જેકપોટ હાથમાં લાગી જાય. ત્યારે નીલેશે કહું કે " છે ને એક જેકપોટ અને તું તો એ બહુ આસાની થી કરી શકીશ. તારી પાસે તો એટલી સુંદર કળા છે. તારું નૃત્ય! પરંતુ તારે વધુ સમય ફાળવો પડે પણ પૈસાના ઢગલા થશે એની ગેરંટી છે.

મે ઉત્સાહમાં આવીને કહ્યું" શું વાત કરે છે સાચે? એવું તો શું કામ છે? મને તો કહે!" ત્યારે નીલેશે મને વળતા જવાબમાં ખાલી એટલું જ કહ્યું કે " જો ભાઈ રસ્તો તો આસાન જ છે પણ એમાં રિસ્ક પણ ઘણું છે આ કામ જેવા તેવા નું નથી જીગર જોઈએ. મે કુતુહલતા થી પૂછ્યું " કેમ એવું તો શું કામ છે. હું કંઈ સમજ્યો નહીં તું જરા વિગવાર સમજાવ ને.

નિલેશ:- જો તારે તો ખાલી નવી નવી છોકરીઓ સાથે રાસ લીલા જ રચવાની છે. બાકી તો આગળ શું કરવું એ મારું કામ છે.

પ્રવીણ ખુબજ આશ્ચર્યથી પૂછે છે " શું હું કઈ સમજ્યો નહિ રાસ લીલા એ પણ નવી નવી છોકરીઓ સાથે અને આવા કામના પૈસા મને કોણ આપશે?

નિલેશ:- હોયને ઘણા શેઠિયાઓ પોતાના મોજ શોખ માટે ગમે તે ચૂકવવા તૈયાર હોય છે. તારે બસ છોકરીઓ ને પ્રેમમાં ફસાવી ને એ શેઠિયાઓ સુધી પહોંચાડવાની બસ એના તો રૂપિયા છે.

પ્રવીણ:- શું વાત કરે છે યાર. કોઈના મોજ શોખ માટે કોઈની લાગણી થી રમવું એ તો ખૂબ મોટો ગુન્હો છે. વળી આવા કામ માં પકડાઈ જવાનો પણ ડર રહે. ને એમ કેવી રીતે કોઈ છોકરી મારા પ્રેમ ખાતર કોઈ શેઠિયાઓના મોજ શોખ પૂરા કરે.

નિલેશ :- એ બધું તું મારા પર છોડી દે એનો પણ રસ્તો છે. બસ તને તારા પૈસા મળી જશે. અને મને ખબર છે આ કામ તું આસાની થી કરી શકીશ. નાનપણથી ઓળખું છે તને તારો આશિક મિજાજ સ્વભાવ મારાથી છૂપો નથી. કોલેજ સમયમાં પણ તું ઘણી છોકરીઓના દિલથી રમી ચૂક્યો છે.

પ્રવીણ:- નિલેશ એ સમય નાદાની હતી. અત્યારે હું એક જવાબદાર માણસ છું. અને અત્યારે મારી પરિસ્થિતિ પણ એવી નથી કે હું આવા મોજ શોખ કરી શકું. તું જોવે છે ને મારી હાલત ડાન્સ કલાસ માંથી માંડ મારું ઘર ચાલે છે. ગામમાં જમીન છે પણ એ પણ કોર્ટ કેસમાં ફસાયેલી છે. મારી પાસે એ જમીન છોડવાના પણ રૂપિયા નથી.

નિલેશ:- હા તો તારે ક્યાં આમાં કોઈ રૂપિયાનું રોકાણ કરવાનું છે. છોકરીઓ ને ફસાવા માટે તને જે જોઈએ એ હું પૂરું પાડીશ. તને બસ તારા કામ ના પૈસા મળી જશે. પછી બીજું શું જોઈએ તારે?

પ્રવીણ:- પરંતુ આ તો ગુન્હો છે. મારું દિલ નથી માનતું નિલેશ આવા કાળા કામ માટે.

નિલેશ:- હજુ પણ વિચારી લે પ્રવીણ ખૂબ રૂપિયા મળશે આમાં થોડા જ ટાઈમમાં તું તારા ગામની જમીન પણ છોડાવી શકીશ અને તારી પત્નીની બધી ખ્વાઈશો પણ પૂરી કરી શકીશ. તારો દીકરો પણ ઉદયપુરની બેસ્ટ માં બેસ્ટ સ્કૂલ માં અભ્યાસ કરશે. મને તારી હાલત ખબર છે દોસ્ત ઓછી કમાણીના લીધે તારે તારી પત્ની અને તેના પિયરીયાના મેણા ટોણા સહન કરવા પડે છે રોજ રોજના ઝઘડા, બધી રીતે કરકસર કરીને જીવવું અને માથે જાતા લેણીયાતનું પણ સાંભળવાનું. આવી જિંદગી જીવ એના કરતાં હું કહું એમ કર આ કામમાં તારે ફક્ત મોજ જ કરવાની છે. તને મોજ કરવાના પૈસા કોણ આપે તું વિચાર પણ હા આ કામનો એક નિયમ છે . કોઈ પણ છોકરી સાથે લાગણીશીલ નહિ થવાનું પ્રેમ દેખાડવાનો છે પણ પ્રેમ કરવાનો નથી.

નીલેશે મને વિચાર કરવા પર મજબૂર કરી દીધી હતો. આમ પણ ઘરમાં મારી હાલત ખુબજ કફોડી હતી. એક સાંધો ત્યાં તેર તુટે એવી હાલત થઈ ગઈ હતી. મારી પત્નીની મારા ખિસ્સા કરતા પણ મોટી મોટી ખ્વાઈશો હતી. મને મારી જ હાલતે વિચારવા પર મજબૂર કરી દિધો હતો..

ક્રમશ....

Rate & Review

Manisha  Soneji

Manisha Soneji 10 months ago

Jayesh

Jayesh 11 months ago

Vijay

Vijay 11 months ago

Manoj Navadiya

Manoj Navadiya Matrubharti Verified 12 months ago

Amruta

Amruta 1 year ago