Premi pankhida - 18 books and stories free download online pdf in Gujarati

પ્રેમીપંખીડા - ભાગ 18

પ્રકરણ૧૭ માં આપણે જોયું કે હવે મન અને માનવીના સગાઈ ની તારીખ નક્કી થઈ ગઈ હતી . બંનેની સગાઈમાં હવે માત્ર છ જ મહિના બાકી હતા, હવે આગળ..............

______________________________________

મન અને માનવી નું બી.કોમ નું ભણવાનું પુરું થઈ ગયું હતું. તેના કારણે બંને જે કોલેજમાં દરરોજ મળતાં તે બંદ થઈ ગયું હતું . હવે તો બંને ને ખબર પણ હોય છે કે, તે એકબીજાને પ્રેમ કરે છે તો બંને ને મળવાની ઇચ્છા પણ વધું થતી .કોલેજ તો હવે જવાનું ન હતું તો બંને પાસે મળવાનું પણ કોઈ કારણ ન હતું . મન અને માનવી ફોન પર જ વાતો કરતાં અને હવે બંને રાત્રે મોડા સુધી મેસેજમાં વાતો કરતાં.

મન પણ હવે તેના કરિયર પર ધ્યાન આપવાનું વિચારે છે . મન ભણવામાં હોશિયાર હોય છે પણ તેને હવે આગળ ભણવું નથી હોતું . મન હવે પોતાનું બિઝનેસ કરવા માગતો હોય છે. તેના પપ્પાનું મોટા પાયે કાપડનું બિઝનેસ હોય છે . મનને કાપડ -ના બિઝનેસમાં થોડી ગણી સમજ પણ હોય છે તેથી હવે તે આ ફિલ્ડ માં આગળ વધવાં માંગે છે.

મન આ બધી વાતો પોતાના પપ્પાને કહે છે . મન કહે છે કે પપ્પા તમે હવે આરામ કરો હું તમારો બિઝનેસ સંભાળવા માંગુ છું .મને આગળ ભણવામાં અને ભણીને નોકરી કરવામાં ઓછો રસ છે હું બિઝનેસમેન બનવા માંગુ છું તેથી હવે આવનારા બે વર્ષ હું તમારું બિઝનેસ સંપૂર્ણ રીતે શિખવા માંગુ છું . માનવી પણ દિવાળી પછી C. A નું ભણવા માટે અમદાવાદ જવાની છે તેથી હું ઇચ્છું છું કે તે પોતાની સ્ટડી પૂરી કરી ને આવે ત્યાં સુધી હું એક પાક્કો બિઝનેસમેન બની જાઉ . મને ખબર જ છે કે માનવી પણ તેની સ્ટડી ખૂબ જ સારી રીતે કરશે અને તેમાં સફળ પણ થશે.

મનના પપ્પા આ બધું સાંભળીને ખુશ થઈ ને કહે છે કે મારો દીકરો મોટો થઈ ગયો . હવે તે બિઝનેસ કરવા માંગે છે . હું તારાથી ખૂબ જ ખુશ છું . હું તારી સાથે રહીને બે વર્ષ તને બિઝનેસ શીખવીશ અને મને ખબર છે તું મારાથી પણ સારો બિઝનેસમેન બનીશ. મને તારા ઉપર ગર્વ છે.

મન તેના પપ્પાને કહે છે કે હું કાલે આ વાત માનવી અને તેના પરીવારને જણાવી આવીશ અને માનવીને મળી પણ આવીશ.

મન ના પપ્પા કહે છે કે સારું મળી આવજે અને તારા બિઝનેસ ની વાત પણ કરી આવજે . આટલી વાત કરી મન માનવીને ફોન કરે છે. માનવી મનનો ફોન જોઈને ખુશ થઈ જાય છે. મન અને માનવી બંને વાતો કરવા લાગે છે . મન માનવીને કહેતો નથી કે તે કાલે તેના ઘરે આવવનો છે. મન વિચારે છે કે તે કાલે માનવી ને સરપ્રાઈઝ આપશે . બંને થોડીવાર વાતો કરીને ફોન મૂકે છે.

મન અને માનવી હવે પોતાના કરિયર વિશે વિચાર કરે છે. કારણ કે હવે બંનેને થોડા જ સમયમાં નવા જીવનની શરૂઆત કરવાની હોય છે . બંનેની સગાઈથવાની હતી.

મન અને માનવી બંને રાત્રે મેસેજમાં વાતો કરીને સૂઈ જાય છે. બંનેની મિત્રતા નો સબંધ તો ખૂબ જ સરસ હોય છે . હવે આ બંનેનો પ્રેમ કેવો રહેશે તે હવે જોવાનું છે.

મન બીજા દિવસે સવારે નવ વાગ્યે જ માનવીના ઘરે આવે છે. માનવી હજી સુધી ઊઠી હોતી નથી .મન માનવીના ઘરે આવે છે ત્યારે માનવીની મમ્મી મનને આવકારે છે અને અંદર આવવા કહે છે . મન ઘરમાં આવે છે. માનવીના માતા-પિતા મન સાથે નાસ્તો કરતા કરતા વાતો કરતા હોય છે એટલામાં માનવી પણ આવે છે તે મને જોઈને ખુશ થઈ જાય છે. માનવીના પપ્પા કહે છે કે તું પણ આવ નાસ્તો કરી લે .બધા નાસ્તો કરવા બેઠા હોય છે ત્યારે મન કહે છે કે અંકલ મારે હવે આગળ ભણવામા ઓછો રસ છે . હું હવે મારા પપ્પાનો કાપડનો બિઝનેસ સંભાળવા માગું છું . આ બધી વાતો મેં મારા પપ્પા સાથે ગઈ -કાલે કરી લીધી હતી . મેં વિચાર્યું કે આજે અહીંયા આવીને આ બધી વાતો તમને પણ કહી દઉં અને તમારી સલાહ લઈ લઉ.

માનવીના પપ્પા મન ને કહે છે કે આ તો ખૂબ જ સારો વિચાર છે . તને બિઝનેસમાં રસ છે તો તારે બિઝનેસ જ કરવો જોઈએ . માનવીની મમ્મી પણ મન ના આ નિર્ણયથી ખુશ હોય છે . બધાં નાસ્તો કરી ઊભા થાય છે.

મન માનવીના મમ્મી પપ્પા ને પૂછે છે કે, હું આજે માનવીને ક્યાંક ફરવા માટે લઈ જવું??

માનવીના પપ્પા કહે છે કે સારું બંને ફરી આવો . પણ સાંજ પહેલા આવી જજો.

મન પણ હા કહે છે.

માનવી આ સાંભળી ખુશ થઈ જાય છે . માનવી કહે છે કે, હું થોડી જ વારમાં તૈયાર થઈને આવું છું . માનવી તૈયાર થવા જાય છે . મન એટલામા માનવીના પપ્પા સાથે વાતો કરતો હોય છે.

માનવી તૈયાર થઈ નીચે આવે છે . મન અને માનવી પરિવારની મંજૂરી લઈને ફરવાં જાય છે . મન પોતાની બાઇક લઇને આવ્યો હોય છે . મન માનવીને નજીકના એક ગાર્ડનમાં લઈ જાય છે . મન અને માનવી બંને શાંતિથી એક જગ્યાએ બેસે છે.

મન માનવી માટે તેની ફેવરિટ ચોકલેટ ડેરી મિલ્ક લાવ્યો હોય છે . તે માનવીને આપે છે . માનવી ચોકલેટ જોઈને ખુશ થઈ જાય છે અને મનને ઓચિંતું જ ગળે લગાવી દે છે.

મન અને માનવીની આ ત્રણ વર્ષની મિત્રતામાં આવું પહેલીવાર બન્યું હતું કે માનવી એ મન ને ગળે મળી હોય . મન પણ ક્યારે પણ માનવીને ગળે મળ્યો હોતો નથી . માનવી મનને ગળે મળ્યા પછી થોડી શરમાઈ જાય છે. માનવી થોડી વાર તો મનની સામે જોતી જ નથી . મન પણ ખૂબ જ ખુશ થઇ જાય છે.

મન માનવીનો ધીમેથી હાથ પકડે છે . માનવી તો જાણે શરમથી લાલ થઈ જાય છે . મન આ જોઈ ને કહે છે કે , માનવી આટલું શરમાવાની જરૂર નથી . થોડા જ સમયમાં આપડી સગાઈ થવાની છે અને તેના પછી લગ્ન.

મન માનવીને કહે છે કે હવે હું આવનારા થોડા વર્ષ માત્ર મારા કરિયરને આપવાં માંગું છું .જેથી આપડું ભવિષ્ય સારુ બને . માનવી જો આ બે વર્ષમાં હુ તને સમય ઓછો આપી શકું તો મને માફ કરજે.

માનવી કહે છે કે એમા શાની માફી . મને ખબર જ છે કે તું ખૂબ જ સારો બિઝનેસમેન બનીશ મને તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે.

મન અને માનવી બંને આવી રીતે આખો દિવસ સાથે વિતાવે છે. મન સાંજે માનવીને તેના ઘરે મૂકી જાય છે.

મન અને માનવી બઉ દિવસ પછી આમ એકલાં મળ્યાં હોય છે. બંને આ મુલાકાતથી ખૂબ જ ખુશ હોય છે . હવે બંને પોતાની સગાઈ ની રાહ જોઈ રહ્યા હોય છે.
​મન પણ હવે તેના પપ્પા સાથે બિઝનેસના ​કામમાં લાગી જાય છે . મન દિલથી બિઝનેસ માટે કામ કરે છે અને બે મહિનામાં જ ઘણું શિખી જાય છે.
​આમને આમ દિવસો પસાર થાય છે . હવે મન અને માનવીના સગાઈ માં અેક મહીનો જ બાકી હોય છે . મન અને માનવી બંનેના પરિવારો સગાઈના કામમાં વ્યસ્ત હોય છે . બંનેના પરિવાર આર્થિક રીતે સધ્ધર હોવાથી સગાઈ ધૂમધામથી કરવાનું નક્કી કરે છે.
હવે બંનેની સગાઈ કેવી રીતે થશે .આગળ શું થશે ?? તે આપણે પ્રકરણ 19 માં જોઈશું.
​આભાર.
​Dhanvanti jumani( Dhanni)