I Hate You - Can never tell - 13 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-13

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-13

આઇ હેટ યુ
પ્રકરણ-13
વરુણને ખબર પડી ગઇ હતી કે મૃંગાગને દારૂ બરાબર ચઢી ગઇ છે. એની પત્ની અલ્પા માટે કંઇક વધારે પડતુંજ બોલી રહેલો. એણે એને અટકાવતા વાત બદલી એને પૂછી નાંખ્યુ અલ્પા મૃગલા પેલી હેતલી શું કરે છે ? મને યાદ કરે છે ? મૃંગાગની જાણે અડધી ઉતરી ગઇ અને વરુણની સામે જોઇ બોલ્યો કે અલ્યા મને ડફોળ બનાવે છે ? અને વરુણ ચમક્યો અને બોલ્યો "ડફોળ બનાવું છું એટલે ?
મૃંગાગે સહેજ પણ સમય બગાડ્યા વિના આમલેટ ખાતાં ખાતાં કહ્યું તો તને બીજું શું કહું ? એ હેતલીને તો તું મળવા હજી ગઇ કાલે સ્ટેશનથી સીધો નહોતો આવ્યો ? તારાં લગ્ન થઇ ગયાં હોવા છતાં હજી તમે લોકો મળો છો. તું સમજે મને કંઇ ખબર નથી ? મારી અલ્પા અને હેતલી ખાસ ફેન્ડ છે. હેતલી હજી લગ્ન નથી કરતી તારાં લગ્ન થઇ ગયે 6 મહિના થઇ ગયાં પણ તેં હજી આંટા મારવાં બંધ નથી કર્યા. તને એમકે કોઇ કશુ જાણતું નથી ? હું તારો ખાસ મિત્ર છું તને સલાહ આપુ છું આવુ બધુ બંધ કર એ હેતલીને તો ભાન નથી પણ તું તો ખ્યાલ રાખ. તારી ઘરવાળી જે દિવસે જાણશે. તારું શું થશે ? કે પછી એને ખબર પડી ગઇ છે એટલે તને અડવા નથી દેતી.. એમ કહીને મૃગાંગ ગંદુ હસ્યો.
વરુણે કહ્યું તું શું પી પીને ગમે તેમ બોલે છે ? હું ક્યાં મળ્યો છું ? લગ્ન પછી એકવાર નથી મળ્યો એને અને મારે એની સાથે કોઇ એવાં સંબંધ નથી હવે રાત ગઇ બાત ગઇ. તું પાછો આવી અફવાઓ ફેલાવી મારી ઇજ્જત ના કાઢ.
મૃંગાગે કહ્યું જો વરુણ મેં સાંભળ્યુ હતું કે માણસ પીધાં પછી જુઠુ નથી બોલતો પણ તું તો બધુ પચાવીને જૂઠુ બોલી શકે છે મેં પીધો છે પણ ભાન નથી ગુમાવ્યુ તારે હજી સંબંધ છે મને અલ્પા બધી વાત કરે છે હમણાં થોડાં દિવસ પહેલાની વાત છે મને અલ્પાએ કહ્યું કે હેતલ એની પાસે આવી હતી અને કહેલું અલ્પાબેન મારું કામ કરશો ? એણે તારી સાથે મુલાકાત માટે મારાં ઘરે મળવા દેવા માટે અલ્પાને વિનંતી કરી હતી. તો શું તારી જાણ બહાર એણે કીધેલું ?
વરુણ હવે બોલતો બંધ થઇ ગયો. એણે કીધું તું ખાવાનું ચાલુ રાખ હું આવુ છું એમ કહીને અંદર અડ્ડામાં ગયો અને એક લાર્જ પીને પાછો થોડીવારમાં લારીએ આવી ગયો એની આંખો ઊંચે ચઢી ગઇ હતી આવીને તરતજ એક સાથે આખું ઇંડુ મોઢામાં મૂકી દીધું પછી મૃગાંગને કહ્યું દોસ્ત તારી પાસે શું જૂઠુ બોલું ? તારી વાત સાચી છે હેતલીને હું ભૂલી નથી શકતો. બાપાને ભણેલી લાવવી હતી ઘરમાં અને હેતલી માટે મને ના પાડી અને નવા ફલેટ પર મોકલી દીધો જેની જોડે પરણ્યો છું એની સાથે હજી સુધી કોઇ સંબંધ નથી બાંધ્યો. કોઇ અમારે એવો સંબંધ નથી અને હેતલી હજી મને ભૂલી નથી શકી નથી હું ભૂલ્યો હેતલી જોડે મારે ઘણાં સમયથી બધો સંબંધ છે પણ લગ્ન પછી જાહેરમાં એને મળી ના શકાય. એટલેજ અલ્પાભાભીને પૂછેલું.
મૃંગલા થોડી મદદ કરને એકવાર તારાં ઘરે મળવાનું ગોઠવી આપને તું અને ભાભી મૂવી જોવા જઇ આવો તારાં ઘરે મળવું છે મારે હેતલીને પ્લીઝ. તને ખબર છે પ્રેમ હોય તો બધું જોઇએ યાર પ્લીઝ પણ કોઇને કહીશ નહીં. નહીતર ઇજ્જતનાં ધજાગરાં અને બધું ધૂળધાણી થઇ જશે.
હમણાં નંદીની એની માં ના ઘરે ગઇ છે હું એકલોજ છું મારાંથી મળી લેવાશે પ્લીઝ.
મૃંગાગે કહ્યું અલ્યા તું એકલોજ છે તો તારાં ફલેટેજ બોલાવી લેને હેતલીને તારે કોઇ પ્રોબ્લેમજ નહીં.
વરુણે કહ્યું એવું હું નહીં કરી શકું એજ તો પ્રોબ્લમ છે અમારાં આજુબાજુવાળા પંચાતીયા છે અમારાં ઘરે કામવાળી ગમે ત્યારે કામ કરવા આવે ને જાય ખબર પડી ગઇ તો લેવાના દેવા થઇ જાય.. એવું થાય તો વાંધોજ ક્યાં હતો એ સેઇફ નથી પ્લીઝ એકવાર કરી આપ પછી વિચારીશ.
મૃગાંગે કહ્યું વાહ તારી ઐયાશી માટે હું પૈસા ખર્ચુ મૂવી જોવા જઊં અને બહાર જવું ભાઇ મારી પાસે એટલા પૈસા હોત તો તારો દારૂ પીવા આટલે લાંબો થાત ?
વરુણે કહ્યું અરે એ ખર્ચો બધો હું આપીશ પ્લીઝ યાર હવે સાવ ખૂલીને તને બધું કીધું ત્યારે તું નાટક કરે છે. કંઇ નહીં જેવી તારી મરજી... મૃગાંગ વરુણની સામે જોઇ રહ્યો પછી બોલ્યો ભલે ચાલ તારાં માટે એવું પણ ગોઠવી આપુ છું પણ તું એક કામ કર મને પૈસા આપી દે અમે લોકો ઘરે હોઇએ ત્યારેજ તમે લોકો આવી જ્જો અને અમે પાછા આવીએ પછીજ તમારે નીકળવાનું એટલે કોઇ પંચાત નહીં બબાલ નહીં અને આ કરવાની પાર્ટી તારે આપવી પડશે મારે અલ્પાડીને પણ મનાવવી પડશે એની પાછળ પણ ખર્ચો કરવો પડશે ભાઇબંધ માટે એટલું તો હું કરી લઇશ.
વરુણે ખુશ થતાંજ વોલેટમાંથી 500ની બે નોટ કાઢીને મૃગાંગનાં હાથમાં આપી દીધી અને બોલ્યો થેંક્યુ યાર આટલુ કામ કરી આપ્યું હું નહીં ભૂલું.
મૃંગાગે આમલેટ અને અંડા કરી બધું ઝાપટી પુરું કર્યુ અને કહ્યું ચાલ મજા આવી ગઇ મને તું સામે બ્રીજનાં છેડે ડ્રોપ કરી દે હું જતો રહીશ અને કાલનું પાકુ પણ ધ્યાન રાખજો કંઇ બબાલ ના થાય અને મેં તને વ્યવસ્થા કરી આપી છે એ પણ બહાર ના આવે.
વરુણે કહ્યું હું એવું કરતો હોઇશ ? મારુંજ હું શા માટે ધ્યાન ના રાખુ ચાલ તને ડ્રોપ કરી દઊં. બંન્ને જણાં વરુણની બાઇક પર બેઠાં અને વરુણે બાઇક દોડાવી....
************
બાજુવાળા આંટીનાં ગયાં પછી નંદીની શાંતિથી એની મંમી પાસે બેઠી અને બોલી તેં અંજુનુ અને એનાં હસબંડ વિશે કહ્યું સાંભળીને દુઃખ થયું બિચારી અંજુ..
નંદીનીની મંમીએ કહ્યું બધાનાં નસીબ હોય છે દીકરા ચાલ્યા કરે ઘેર ઘેર માટીનાં ચૂલા આપણે વાત સાંભળીને કાઢી નાંખવાની. તું કેટલા સમયે આવી છે તારે કેવું ચાલે છે ? વરુણ સાથે બધું સારુ છે ને ? સ્વભાવે તો સારો છે એટલે તને સાચવતો હશે.
આટલુ બોલી મંમી નંદીની સામે જોઇ રહ્યાં પછી નિસાસો નાંખી કહ્યું તારી વાત ક્યાં તારો સંબંધ બાંધવો પડ્યો પણ અમેય શું કરીએ દીકરા ? રાજની ઘણીવાર મને પણ યાદ આવે છે. અમે તો તારાં માટે કેવાં સ્વપ્ન જોયાં હતાં. રાજ જેવો છોકરો તને મળેલો. પણ નસીબ ચાર ડગલા આગળ હતું રાજ સાથે તારાં લગ્ન ના થઇ શક્યાં. એમાં આપણો ક્યાં વાંક હતો ? બધું અચાનક એવું બની ગયું કે આપણે હાથ પર હાથ રાખી બેસી રહ્યાં કંઇ ના થઇ શક્યું પણ વરુણ જેવો છોકરો મળી ગયો તારાં પાપાનાં મૃત્યું પહેલાં લગ્ન નક્કી થયાં તને સાસરે જતી જોઇને એમનો આત્મા શાંતિ પામીને ગયો. એમનું મૃત્યુ નિશ્ચિંન્ત હતું એ આપણને ખબર પડી ગઇ હતી એટલે કરી પણ શું કરવાનાં હતાં ?
નંદીની ક્યાંય સુધી ચૂપ રહીને બેસી રહી હતી. એનાંથી બોલાઇ જવાયું મંમી રાજનો પણ ક્યાં વાંક હતો ? એ શું કરી શકે ? એને અચાનક મુંબઇ જવાનું થયું હતું અને પછી... એને તો ખબર પણ નથી કે મારાં લગ્ન થઇ ગયાં છે.
નંદીની મંમીએ કહ્યું ભલે એનો વાંક નથી મને ખબર છે પણ એણે એ પછી તપાસ ક્યાં કરી ? એણે છેક સુધી આપણી મદદ કરી અને છેક અણીનાં સમયે નસીબ એનું કામ કરી ગયું હશે જેવી ઇશ્વરની ઇચ્છાં...
નંદીનીએ કહ્યું માં હવે હમણાં ફરીથી બધું મારે યાદ નથી કરવું મારાં નસીબ પણ વરુણ સાથે હજી મારે કોઇ લગ્ન પછીનાં સંબંધ નથી એ તમને આજે કહી દઊં છું અમે સાથે રહીએ છીએ એકજ ઘરમાં પણ એક સમજૂતિ છે એને મેં એકવાર સ્પર્શ પણ નથી કરવા દીધો આજે આ કડવું સત્ય તને કહી દઊં હું લગ્ન પહેલાં જેટલી પવિત્ર હતી એટલીજ આજે પવિત્ર છું પાપાનાં કહેવાથી મેં લગ્ન કરી લીધાં એમની ઇચ્છા પૂર્તિ કરી પણ... સત્ય આજ છે આજે તને સ્પષ્ટ કહીજ દીધું.
નંદીનીની મંમી નંદીની સામેજ આર્શ્ચય અને આઘાતથી જોઇ રહ્યાં. ક્યાંય સુધી બોલ્યા નહીં. એમના અનુભવી ચહેરાં પર જુદા જુદા વિચારોનાં ભાવ આવી ગયાં પછી ના રહેવાયુ અને બોલી ઉઠ્યા વરુણ કેવી રીતે ચલાવી લે છે ? આમતો તમારું લગ્ન ભાંગી પડશે. આ શું કરી રહી છે તું ? નંદીની એ કહ્યું.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-14

Rate & Review

Vishwa

Vishwa 4 weeks ago

Usha Patel

Usha Patel 2 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Kinnari

Kinnari 9 months ago

Vaishali

Vaishali 10 months ago