LOVE BYTES - 38 books and stories free download online pdf in Gujarati

લવ બાઇટ્સ - પ્રકરણ-38

લવ બાઇટ્સ
પ્રકરણ-38
સ્તવન એનાં બોસ મી. ઓબેરોય પાસે આવેલો કે એમને સોફ્ટવેર અંગે વાત કરુ સ્તવને એનો ફોન ચાલુ કરીને સોફટવેરમાં ટેપ થયેલું ગીત સંભળાવ્યું. મી. ઓબરોયે હસતાં હસતાં કહ્યું ડીયર તું મને ગીત સંભળાવે છે ?
સ્તવને કહ્યું સર તમે ગીત સાંભળી રહ્યા છે એ વાત સાચી પણ ક્યા રેકર્ડ થયેલ બે લીટીજ હતી મેં ફરીથી આ એપમાં બીજી ટૂંક ઉમેરાઇને હમણાં સાંભળી એનાં બોસ સ્તવનની સામે જોઇ રહેલાં હજી એ વાત સમજી નહોતાં રહ્યા.. એમણે અવાચક થઇને પૂછ્યું સ્તવન તું શું સમજાવી રહ્યો છે ? મને નથી ખ્યાલ આવ્યો.
સ્તવને કહ્યું સર મેં જે સોફ્ટવેર ઇન્વેન્ટ કર્યુ હતું એમાં પરમ દિવસે રાત્રે આ ગીત મેં ગાયું હતું પણ પછી કોઇ બીજો અગમ્ય અવાજ મને સંભળાયેલો એનું ગાયેલું ગીત એની કડી મારાં ફોનમાં ટેપ થયેલી જે બેજ લીટી હતી હમણાં મેં ઓફીસ આવીને સાંભળ્યુ ત્યારે એમાં બીજી ટૂંક પણ ટેપ થયેલી હમણાં સાંભળી આવું કેવી રીતે થયુ ? સૂક્ષ્મ જે અવાજ રેકર્ડ થયેલો એમાં ઉમેરો થયો જે મેં ટેપ નથી કર્યો.
મી. ઓબરોય આર્શ્ચયથી સાંભળી રહ્યાં અને બોલ્યાં આતો નવાઇ છે આવું કેવી રીતે બને ? આ અશક્ય છે કોઇ સૂક્ષ્મ શક્તિનો અવાજ છે આ એમજ કોઇએ ગાયું હોય એવું નથી લાગતું બે પળ બંન્ને જણાં સ્તબધ થઇને એકબીજા સામે જોઇ રહ્યાં.
થોડીવાર ચૂપકીદી છવાયાં પછી મી. ઓબેરોયે કહ્યું સ્તવન આ કંઇક નવુંજ છે આ રીસર્ચ માંગી લે છે કોઇ અગોચર અવાજ તને સંભળાય તે તારી પર્સનલ મેટર હોઇ શકે પણ સોફ્ટવેરમાં ટેપ થાય પછી એમાં ઉમેરો થાય એ કંઇક નવુંજ છે.
સ્તવને કહ્યું સર એજ સંભળાવવા માટે આવેલો તમને ગીત નહોતો સાંભળાતો... ઓબેરોયે કહ્યું હાં હવે હું બધુ સમજી ગયો... આ કંઇક છે જે તારે આગળ રીસર્ચ કરવું પડે જરૂર લાગે આપણે કોઇ નિષ્ણાંત પાસે.. પણ મારું અંગત માનવુ એ છે કે એમાં આગળ તુંજ કામ કર. હું પણ વિચાર્યુ કે આમાં શું કરવું પણ જે છે. એ કંઇક નહીં જ છે. સ્તવને કહ્યું સર હું આ શોધીનેજ રહીશ. અને મારી સાથેજ જોડાયેલું ભલે છે પણ એ આજનાં વિજ્ઞાન સાથે પરોવીને આવું પણ થઇ શકે એ સાબિત કરીશ. અગોચર વિશ્વમાં કંઇક એવી શક્તિઓ પડી છે કે જે અશક્યને શક્ય બનાવી શકે છે એમાં કોઇ શંકા નથી એ પુરુવાર થઇ ચૂક્યું છે.
ઓબેરોય કહ્યું યુ.આર.રાઇટ આપણાં શાસ્ત્રોમાં ઘણાં ઉલ્લેખ છે પણ તારી સાથે તો બનીજ રહ્યું છે તું આગળ વધ મને લાગે છે આમાં હજી ઘણું આગળ જાણી શકાશે.
સ્તવને કહ્યું યસ સર. અને એણે ઓબરોયને વિચાર નાંખી ત્યાંથી પોતાની ચેમ્બરમાં આવ્યો એ બેસીજ રહ્યો કે આ ફ્રીક્વન્સી મારાં સોફ્ટવેરમાં આવી તો આવી ઘણી સૂક્ષ્મ વસ્તુઓ આપણે પકડી શકાય હજી શક્તિશાળી સોફ્ટવેર બનાવી શકાશે. એણે પોતાનાં અનુભવને વાસ્તવિક જગતમાં રૂપાંતરીત કરવા માટે કમર કસી.
**************
અઘોરીજી જ્યાં બેઠાં ત્યાં એમનો સેવક આવ્યો અને કહ્યું ગુરુજી કોઇ બે યુવાન છોકરીઓ આપને મળવા માટે આવી છે. તમારી આજ્ઞા હોય તો આપની પાસે મોકલું એમનો આગ્રહ છે કે આપને મળવું છે.
અઘોરીજીએ કહ્યું મને ખબર છે એમાંની એક છોકરી છે આશા એને પહેલાં મોકલ. બીજી વામનરાવજી દીકરી છે એને પછી મોકલ હવે સમય નજીક આવ્યો છે એવું લાગે છે. સેવકે કંઇ સમજ્યા વિના કહ્યું ભલે હું એમને મોકલુ છું એમ કહીને આશા પાસે આવીને કહ્યું જાવ તમને બાપજી બોલાવે છે.
સ્તુતિએ ધીરજ રાખી કહ્યું ભલે હું પછી જઊં છું આમ પણ મારે સમય વધારે જોઇશે આમને જવા દે. અને આશા અઘોરીજી પાસે આવી.
અઘોરીજીએ એને જોઇને કહ્યું બેસ બેટા બોલ શું કહેવું છે ? તું જે જાણવા પૂછવા અને નિવારણ માટે આવી છું હું જાણું છું પણ તું પહેલાં તારે જે કહેવું હોય એ કહી દે.
આશાએ અઘોરીજીને હાથ જોડીને કહ્યું બાપજી હું આશા અમે થોડાં સમય પહેલાં આપનાં દર્શને આવ્યાં હતાં મારું વેવિશાળ નક્કી થવાનું છે એ છોકરાનું નામ સ્તવન છે અને એ સાથે પરમદિવસે રાત્રે જે ઘટના બની છે... આશા આગળ બોલે પહેલાંજ બાપજી એ કહ્યું મને બધી ખબર છે એને કોઇ આત્માનાં અવાજે બોલાયેલાં અને ... અઘોરીજી આગળ કહે પહેલાં આશા બોલી હાં હાં બાપજી.. આવુ કેમ થાય છે ? એપણ અમારો સંબંધ નક્કી થાય પહેલાં અહીં આપની પાસે આવેલો. બલ્કે અમે. બધાં સાથેજ આવ્યાં હતાં.
હવે ઘૂળેટીનાં દિવસ અમારું વેવીશાળ નક્કી થવાનું છે અને પંડિતજીએ વૈશાખી પૂનમે લગ્નનું મૂહૂર્ત કાઢ્યુ કે અમારાં વેવિશાળ પહેલાજ એ મારાં સ્તવનને એ જે કોઇ આત્મા કે શક્તિ હોય એનાં વળગાડથી મુક્તિ અપાવો જે કોઇ વિધી કરવી પડે એ કરવા માટે તૈયારી છે પણ વેવીશાળ પછી એવું કંઇજ ઘટના ના બને અમારો સઁસાર સુખી રીતે ચાલે એવું નિવારણ કરી આપો એમ કહેતાં કહેતાં રડી પડી અને બાપજીનાં પગમાં પડી ગઇ.
અઘોરીજી એની સામે જોઇ રહ્યાં. થોડીવાર શાંત બેસી રહ્યાં પછી બોલ્યાં. તું બહાદુર છોકરી છે એ છોકરાનું આટલુ જાણ્યા પછી પણ એની સાથે સંબંધ બાંધવા તૈયાર થઇ છે ? તને ખબર છે એનુ ગયા જન્મનું કોઇ ઋણ બાકી છે હજી છતાં તું... ?
બાપજીને બોલતાં અટકાવી ધીરજ ગુમાવી આશા બોલી હું બધુ જ જાણુ છું મેં નજરે પણ જોઇ લીધું છે પણ હું એમ ને મનોમન વરી ચૂકી છું મેં બધીજ રીતે એ સાથ આપવાનું નક્કી કર્યું છે મને કોઇ ડર નથી પણ પછીનું જીવન સારુ મજા એનાં માટે આપની પાસે આવી છું
અઘોરીજીએ કહ્યું તારી હિંમતને દાદ આપુ છું તારા માતાપિતા પણ જાણે છે. મને ખબર છે એ છોકરા પણ તને ખૂબ પસંદ કરે છે તને ખૂબ પ્રેમ કરે છે તને વફાદાર રહેવા પ્રયત્ન કરે છે પણ... પણ...
આશાએ કહ્યું બાપજી પણ.. ? એટલે શું ? એનો ઉપાય બતાવો અમેં બંન્ને એકબીજાને ખૂબ પસંદ કરીએ છીએ એકબીજાનાં સાથમાં રહેવા અને જીવન વિતાવવા માંગીએ છીએ એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ આ વિધી માટે આનાં ઉકેલ માટે તમે જે કરવા કહો એ કરવા તૈયાર છીએ આજે હું એકલી આવી છું પણ તમે કહેશો તો હું એને લઇને આવવા તૈયાર છું એ મનમાં ને મનમાં ખૂબ પીડાય છે એનું નિવારણ લાવી આપો બાપજી હું કોઇને કીધાં વગર ઘરેથી આવી છું.
અઘોરીજીએ કહ્યું મને બધીજ ખબર છે અને વિધી એમજ થઇ શકે એમ નથી એ છોકરાનાં માંબાપને પણ મેં કીધું હતું યોગ્ય સમયે હું બોલાવીશ દીકરી તું સાચી છે તારાં પ્રેમ સાચો છે હું બોલાવીશ. દીકરી તું સાચી છે તારાં પ્રેમ સાચો છે હું જાણુ છું હવે મારી વાત ખૂબ ધ્યાનથી સાંભળ. સાંભળી શકીશ ને ? અમુક વાતો અમારાં જેવાં યોગી-અઘોરીઓનાં હાથમાં પણ નથી હોતી. હું તને મદદ કરવા ઇચ્છું છું પણ એ પહેલાં એક વાત ચોક્કસ કહુ કે તારે સહન કરવાનું આવશે સહન કરી શકીશ ?
તમારો ધૂળેટીનાં દિવસે જો વિવાહ થઇ જાય અને એ વિવાહનાં ત્રણ દિવસમાં એ કોઇ અણધારી અગોચર ઘટના ના બને તો વાંધો નહીં આવે એ પછી જ હું કોઇ વિધી કરી નિવારણ લાવી શકીશ નહીંતર પછી મારાં હાથમાં પણ વાત નથી. આ તમારાં લેણદેણમાં એક નહીં ત્રણ આત્મા પરોવાયેલાં છે સંડોવાયેલા છે એમાં ગત જન્મનું ઋણ ચૂકવાઇ જાય અને જો આત્મા આ છોકરા પાછળ છે એ એને છોડી દે તો તમે સાથે જીવી શકશો અને લગ્ન સફળ કરી શકશો.
આશાએ પૂછ્યું બાપજી એટલે ? એ આત્મા એને ઋણમુક્ત ના કરે તો ? તમે એવી વિધી કરી આપો એ આત્મા સ્તવનને મુક્ત કરી દે.
અઘોરીજી આટલી ગંભીર વાતમાં પણ કંઇક વિચિત્ર રીતે હસવા લાગ્યાં.. આતો ગંભીર બાબત છે કે જે તું નથી સમજી રહી.. તું હમણાં એટલું આશ્વાસન લઇને જા કે વિવાહ નક્કી થઇ જાય.. એ પછીનું હમણાં નહી કહી શકું મારાં પણ હાથ બંધાયેલા છે અને...
વધુ આવતા અંકે - પ્રકરણ -39