MENTAL CHEMICALS - 4 in Gujarati Spiritual Stories by Kirtisinh Chauhan books and stories PDF | માનસિક રસાયણો - 4

માનસિક રસાયણો - 4

Devine-દેહ =દિવ્ય શરિર =દૈવીય દેહ

તમે અને હું આપણે બધાં છીએ એમ આપણે માનીયે છીએ ,સમજીયે છીએ અને અનુભવીએ છીએ .આપણે છીએ એની પહેલી સાબિતી આપણું શરિર અને બીજી તેનું હલન ચલન તેની કાર્ય પ્રણાલી વિગેરે ઘણું બધું શરીર વિજ્ઞાન અને મનોવિજ્ઞાન કહેછે અને તે પણ વિસ્તાર પૂર્વક .રોગો વિષે સ્વાથ્ય વિષે ,પોષક તત્વો વિષે કે પછી વિટામનીન્સ વિષે બધું આપણે જાણીયે છીએ .

હવે આપણે વિજ્ઞાન થી થોડા દૂર જઈએ અને એક નાનકડો વિષય લઈએ હું માનુંછું ,મને લાગેછે ,પ્રતીત થાયછે અને મને મળેલુંછે તેમ કે પછી આપણ સૌ ને મળેલું છે તેમ શરીર એક જબરદસ્ત યંત્ર છે .એ થીયે વધારે કહુંતો આ એક Devine-દેહ =દિવ્ય શરિર =દૈવીય દેહ છે .જેની ભેટ અર્પણ આ સંસાર ને કરવામાં આવેલી છે . જોકે શરીર ની ઉત્પત્તિ વિષે ઘણી બધી માન્યતાઓ કે થિયરીઓ પ્રચલિત છે .પરંતુ આપણે સ્ત્રોત તરફ નહિ પણ ઘડીભર સર્વિસ તરફ વિચારીયે આપણ ને મળેલું આ Devine-દેહ =દિવ્ય શરિર છે .જેમાં કેટ કેટલી ખૂબીઓ છે તે મારા કરતા તમે વધારે સારી રીતે જાણોછો. આપણી આજુબાજુ ના દ્રશ્યો આપણ ને સારી રીતે દેખાય છે અલબત્ત આંખ અને મગજ નું કનેકશન પણ જબરદસ્ત છે .આપણે ઇચ્છીયે તેમ હલન ચલન કરી શકીયે અને મ તેમાં રહેલા અવનવા રંગોને માણી શકીયે ,સ્વાદ પારખી શકીયે ,સુગંધ પારખી શકીયે ,ઊંઘી શકીયે ,ચાલી શકીયે ,પાણી પી શકીયે ,અરે શ્વાસ પણ લઇ શકીયે અને વસ્તુઓનો સ્પર્શ પણ કરી શકીયે અને બીજું ગણું બધું .આવા યંત્ર ના શિલ્પકારે કે કારીગરે કંઈક તો વિચાર્યું હશે યાતો કંઈક ઉદેશ્ય પણ હોવો જોઈએ કારણકે પ્રોડકશન હજુ પણ અકબંધ ચાલુછે .આવો દેવીં દેહ આપણ ને વગર પૂછયે કોઈક કારણોસર મળી ગયો અને આપણે વેલિડિટી અનુસાર તેનો ભરપૂર ઉપયોગ પણ કરીયે છીએ અને દૂર ઉપયોગ પણ અને ઘણી વાર સદ્ ઉપયોગ પણ કરી નાખીયે છીએ .તમોને આ વેલિડિટી ઓછી લાગતી હોય તો અગાઉ નું પ્રકરણ જીવ નિયમન થોડો અણસાર આપશેજ .ચાલો થોડી રમૂજ કરીયે શરીર ની એન્ટ્રી સાથેજ તેનો અનિયંત્રિત ઉપયોગ આપમેળે જ ચાલુ થઇ જાયછે. ભૂખ લાગે તો ખાવું પડે અને તરસ લાગે તો પીવું પડે ,થાક લાગે તો આરામ કરવો પડે અને શ્વાસોશ્વાસ તો સદંતર પાછો મોઢામાં લાળરસ તો ફર્યા જ કરે જેમાં લગભગ 6 લાખ જેટલા જીવંત બેકટેરિયા તો ખરાજ અને જમતી વખતે અવનવા સ્વાદો ને મગજ સુધી લઇ જવાનું ભગીરથ કાર્ય તો ખરુજ કેમ નવાઈ નથી લાગતી? અને આપણે પાછા તીખું પણ ખાઈએ ને ગળ્યું પણ અને જાત જાતનું કેમ બેકટેરિયા નું કાર્ય વિશાળ નથી લાગતું? .આપણાં હાથ વડે ઘણા કર્યો થઇ શકે ,પગ વડે ચાલી શકો ,દોડી શકો ,ઉભા રહી શકો ,બેસી શકો ,સપાટ ઊંઘી શકો અને હવા અને સ્વર પેટી ના સહયોગ થી અવનવા શબ્દો બોલી શકો ,ગજબ ...જીબ બોલવામાં પણ મદદ કરે અને જામવામાં પણ ,આંખ વડે જોયેલા દ્રશ્યો સ્મુતિ ના ઇનબૉક્સ માં ભરાઈ જાય અત્યારે તમે આ વાંચી રહ્યા છો અને પાછું સમજી પણ રહ્યા છો .અલબત્ત એમ કહી શકાય કે પાંચ ઇન્દ્રિયો ના વિવિધ ઉપયોગો આ યંત્ર ને મળ્યા છે .

આટલી બધી સગવડો મળી છે છતાંય જીવન માં એકેય વાર આશ્ચર્ય ના થાય ? કોઈક અદભુત દ્રશ્ય જોઈએ તો આશ્ચયૅ થાય પણ આપણી આંખ નું આશ્ચર્ય ના થવું જોઈએ? કૈક સ્વાદિષ્ટ ખાઈએ તો ખુશ થઇ જઈએ પણ જીભ નું આશ્ચર્ય ના થાય ?કોઈ મનપસંદ જગ્યાએ પહોંચી જઈએ તો પોતાના પર ગર્વ થાય પણ સફર ની ક્રિયા પર આશ્ચર્ય ના થાય? શ્વાસોશ્વાસ ની ક્રિયા સદંતર તમારી અનુમતિ વગર ચાલતી રહે વિશ્રામ કર્યા વગર કેમ આશ્ચર્ય નથી થતું ? થાકી ગયા પછી તૈયાર થઇ જાઓછો ઊંઘ્યાં પછી જાગી જાઓ છો કેમ આશ્ચર્ય નથી થતું ?

કેમ કેવી લાગી રમૂજ ' તમે મને એમ કહેશો કે ભાઈ એમાં વળી આશ્ચર્ય ની વાત ક્યાંથી આવી .દુનિયા માં ઘણા શરીરો આવે છે અને મૃત થાય છે .આ કઈ પહેલ વહેલી ઘટના નથી આતો સર્વં સામાન્ય બાબત છે .શરીર ખાય છે ,ચાલેછે ,ઊંઘે છે ,કામ કરેછે આ તો નાના બાળક ને પણ ખબર છે એમાં વળી આશ્ચર્ય શેનું? કાન હોય તો સંભળાય ,જીભ હોયતો બોલાય ,પગ હોયતો ચલાય ,નાક હોય તો સૂંઘાય પણ ખરું અને આંખ હોય તો દેખાય પણ ખરું એમાં આશ્ચર્ય જેવું છે શું? એવું તમે મને કહેશો પણ મને આ વાત નો આનંદ પણ છે અને આશ્ચર્ય પણ છે .આપણ ને દિવ્ય શરીર મળ્યું છે અને તેનો વિવિધ ઉપયોગો સાથે પૃથ્વી લોકે આનન્દ લઇ રહ્યા છીએ અને કમાલ ની વાત તો એ છે કે ચૂકવી કશુંજ નથી રહ્યા .બોસ એનો મતલબ કે શરીર મળ્યું કે મન ફાવે તેમ ઉપયોગ કરો એમ ? ના બિલકુલ નહિ દરેક યન્ત્ર ની બનાવટ મુજબ તેનો ઉપયોગ પણ સુનિયોજિત છે મતલબ પાણી મોઢે થી પીવાય નાક વડે નહિ સ્વાદ જીભ વડે પરખાય આંખ વડે નહિ .હવે મુદ્દા ની વાત કરિયે આ શરીર નું નિયંત્રણ કરનાર 3 મહાન દેવી શક્તિઓ છે મન બુદ્ધિ અને આત્મા કેમ હજુ આશ્ચર્ય નથી લાગતું ? આ ત્રણ શક્તિ ઓ નું નિવાસસ્થાન છે તમારું અને મારુ શરીર નહીતો... બોસ, આપણી કોઈ તાકાત જ નથી કે આપણે એક ગ્લાસ પણ સીધો પકડી શકીયે .કેમ આશ્ચર્ય નથી લાગતું? બંધુ ,તમારો સર્વે સરવા સમય જે આ પૃથ્વી પર છે તેજ આશ્ચર્ય છે .. અને બીજું આશ્ચર્ય કે આપણે શરીર ના ઉપયોગો નિશ્ચિત કરી નાખ્યા .શરીર ને સંબંધ સાથે જોડી આપણે તો ધૂમ મચાવી દીધી .આ મારો સાગો ભાઈ છે અને આ મારી દૂરની બહેન છે મતલબ લોહી સર્વત્ર ગણી કાઢ્યું કેમ ભૂલી ગયા" યથા પિન્ડે તથા ભર્હ્માણ્ડે " BLOOD IS THE ULTIMATE SOURCE OF LIFE FOR ALL CREATURES " કેમ આપણ ને યાદ નથી આવતું .આપણે તો શરીર ના ઉપયોગો નિશ્ચિત કરી દીધા ભૂતકાળ માં નથી મળ્યું તે પાછું મેળવવા નો પ્રયત્ન ,ભવિષ્ય નું આયોજન કરવાનો પ્રયત્ન ,પૈસા ,ડિગ્રી ,સંતાનો ના ભોગવાદી સુખ માટે ને પોતાની નશ્વર ઘેલછા માટે શરીર ના ઉપયોગો કરી દીધા .અને અનંત જીવન ને સીમિત કરી નાખ્યું .

જયારે કપરો કાળ આવે ત્યારે આપણે પ્રકૃતિ માંથી ઔષધિ શોધીયે કે પછી મોડર્ન સાયન્સ ના નામે મોરપીંછ સજાવીયે પરંતુ એક વાર અરીસા સામે ઉભા રહી આશ્ચર્ય થી જોઈ જોજો અને જો રુંવાટા ઊભાં થાય તો આ devine દેહ તમારા માટે એન્ટી બોડી કે visual વેક્સીન થી જરાય ઉત્તરતો નથી.આશ્ચર્ય મસ્તિસ્ક માં રહેલા POSITIVE દ્રવ્યો ને એક સાથે ACCUMULATE કરી શકેછે અને સતત આનંદ પણ આપી શકેછે.અને કદાચ આનેજ સચિદાનંદ કહેવાય છે.

માનસિક રસાયણો-4