Psychological Chemicals - 7 in Gujarati Spiritual Stories by Kirtisinh Chauhan books and stories PDF | માનસિક રસાયણો - 7 માનસિક રસાયણો - 7 1.1k 3.8k 2 અસ્તિત્વ નો આનંદ તમારું હોવું એજ આનંદ હોવા થી થવું અને થવા થી બનવું એ શ્રુષ્ટિ ક્રમ છે.તમે કદી હતાંજ નહિ એ કહેવું ખુબજ જટિલ છે અને એટલુંજ અઘરું એ છે કે તમે કદી હશોજ નહિ .આ બને વિધાનો ની વચ્ચે જો કોઈ વાસ્તવિકતા લાગતી હોય તો તે છે ફક્ત હોવું અને આજ eternal સત્ય છે .પૂર જોશ માં ચાલતી ઘડિયાળો અને ચિંતાઓ નો કોઈ વિસામો હોય તો તે તમારું અસ્તિત્વ છે એટલે કે તમે છો એ જ છે .પરંતુ ગયા લેખ ની જેમ આપણે કલ્પના અને સ્મુતિ માં વેરાયેલા છીએ એટલે અસ્તિત્વ નો આનંદ લેવો એ આપણા માટે દોહ્યલું લાગેછે .પરંતુ ભારતીય પરંપર્રા માં આ વાત તો ખુબજ પુરાણી છે જરૂર છે તો ફક્ત અસ્તિત્વ માં ડોકિયું કરવાની .એક ક્ષણ માટે જો તમે ભુતકાળ કે ભવિષ્યકાળ ને બદલે તમારા હોવા માં ડોકિયું કરો એટલે કે અસ્તિત્વ માં જુઓ તો તત્કાલ આનંદ નો message તમારા માનસપટ પર આવી જશે અને આ છે અસ્તિત્વ નો આનંદ. તમે કહેશો કે આ બધી આધ્યાત્મિક વાતો છે ના બિલકુલ નહિ તમારું અસ્તિત્વ ખુદ જ આધ્યાત્મિક છે એમાં શંકા ને સ્થાન નથી .પરંતુ હરપળ તમારા અસ્તિત્વ માં તમારા જ સ્પન્દનો દ્વારા ભય ,જરૂરિયાત ,દ્વેષ કે લાગણીઓનું ઘોડાપુર ચાલતું રહેછે અને તમે વિસામો લઇ શકતા નથી હા થાકી જરૂર જાઓ છો એટલે વાત ફક્ત શારીરિક અસ્તિત્વ માં આવી ને અટકી જાયછે અને તમે થવા અને બનવા ની હરીફાઈ માં સતત ચેટિંગ કરતા થઇ જાઓ છો . 'હું છું ' આ શબ્દ ૐકાર કરતા જરાય નીચો નથી કારણકે તમને તમારા અસ્તિત્વ ની તત્કાલ અનુભૂતિ કરાવી દે છે બસ આજ પાસ્વર્ડ છે તમારા અસ્તિત્વ નો હરતા ફરતા -બેસતાં ઉઠતા જરા સર્ફિંગ કરી જોજો લોગીન થઇ જશે .બસ આજ વાત પ્રાચીન કાળ માં આપણા પરમ પૂર્વજો દ્વારા ૐ દ્વારા કહેવા માં આવી હતી જે અત્યારે આપણ ને ધાર્મિક કે જુનવાણી લાગે છે પરંતુ તમારા હોવા ને તમે ટાળી શકતા નથી એટલેજ સદંતર તમે બનવા કે થવા માંગોછો પણ હોવું એજ તમારો સ્ત્રોત છે એટલે બનવું અને થવું એ માત્ર વિચારી વાયરો છે જેમાં આપણે ઉડીયે છીએ અને જયારે થાકી જઈએ ત્યારે અસ્તિત્વ માં આવી જઈએ છીએ. વર્તમાન યુગ મા માતા પિતા પોતાના બાળક ને બનાવા માંગેછે .અને યુવાનો થવા માંગેછે. બસ જીવન નો વ્યાપાર થવા અને બનવા માં જ જાયછે .પણ કોઈનેય હોવા નો ગર્વ નથી કે નેથી અનુભૂતિ . હું કઈ ટીકા નથી કરતો આ તો અમસ્તું દેખાય છે એટલે લખાય છે . ભારત ની ભૂમિ માં હોવા ના વાયરા વર્ષો પહેલા વાઈ ચુક્યા હતા એટલેજ સ્વામી વિવેકાનંદ પછી આપણ ને બીજું કોઈ નામ જલ્દી યાદ આવતું નથી .એ એમ કહેતા કે "બધુજ તમારા માં સમાયેલું છે " અને તમે ઘણું બધું કરી શકોછો .પણ આવું બને ક્યારે ,જયારે તમે 'બનાવ કે થવા " પહેલાં "હોવાનું સ્વીકારો .આમ તો હોવું એજ વાસ્તવિકતા છે .તમે સ્વીકારો તે પહેલા પણ તે હયાત છે પણ આંપણી આંતર દ્રષ્ટિ ખાસ કરીને યુવાનો ની કમજોર થતી હોય તેવું ભાસેછે.આટલી સામાન્ય સ્વીકૃતિ ને મન માં બેસાડવા પણ વરસો લાગી જાયછે એટલેજ માણસ ને કંઈક થવું છે કાં તો બસ બનવું છે.અને હોવાનો સ્વીકાર નથી એટલે જ આનંદ નું software activate થતું નથી .અને આ જ કારણે પાશ્ચાત્ય દેશો માં "Bliss ના બદલે Enjoy કરવાં માટે જ જીવન હોય તેમ લાગેછે . ‹ Previous Chapterમાનસિક રસાયણો - 6 › Next Chapterમાનસિક રસાયણો - 8 Download Our App Rate & Review Send Review Be the first to write a Review! More Interesting Options Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Kirtisinh Chauhan Follow Novel by Kirtisinh Chauhan in Gujarati Spiritual Stories Total Episodes : 8 Share You May Also Like માનસિક રસાયણો - 1 by Kirtisinh Chauhan માનસિક રસાયણો - 2 by Kirtisinh Chauhan માનસિક રસાયણો - 3 by Kirtisinh Chauhan માનસિક રસાયણો - 4 by Kirtisinh Chauhan માનસિક રસાયણો - 5 by Kirtisinh Chauhan માનસિક રસાયણો - 6 by Kirtisinh Chauhan માનસિક રસાયણો - 8 by Kirtisinh Chauhan