Mental Chemicals - 5 books and stories free download online pdf in Gujarati

માનસિક રસાયણો - 5

બાંકડે -માંકડું

શીર્ષક જોઈને રમૂજ ઉત્પન્ન થાય તો કાંઈ નવાઈ નથી પરંતુ આ વાસ્તવિકતા છે .કોઈ માંકડા ને જો તમે બાંકડા ઉપર બેઠેલું જોયું હોય તો શબ્દ સાર્થક થયો જાણજો .આ માંકડું એ આપણું મન છે અને બાંકડો એ આપણું શરીર ,તો પછી તમે એમ પૂછશો કે ગયા અંક માં શરીર ને દિવ્ય ગણવામાં આવ્યું અને આમાં અચાનક બાંકડો કેમ બનાવી દીધો બંધુ, દિવ્યતા નો સ્ત્રોત તમારું મન છે. જે તમે અનુભવો છો તે મશીન તે સોફ્ટવેર તમારું મન છે પરંતુ તેની કાર્ય પ્રણાલી ના સમજો તો એ બાંકડા પર બેઠેલા માંકડા સમાન છે અને તેની કાર્ય પ્રણાલી વિષે વિજ્ઞાનિક શોધ જો કોઈએ કરી હોય તો તે સિગ્મોન ફ્રોઈડ છે તેઓ શ્રી ના જણાવ્યા પ્રમાણે મન ના એટલે કે માંકડા ના -ચેતન ,અવચેતન વિગેરે ભાગો છે કે આયામો છે. સદ્ગુરુ શ્રી જગ્ગી વાસુદેવ ના પ્રવચનો પ્રમાણે મન મર્કટ ના 16 પ્રકારો છે જેને તેઓ મનસ કહેછે અને વાસ્તવિકતા તો એ છે અપને બધા મનુ ના માનવો છીએ કે પછી નૂહ ના નબીરા છીએ કે નૉવાહ ના નાનકાઓ એમ કહો તો ચાલે .

તો ચાલો શીર્ષક ને સાર્થક કરીયે આ માંકડું 24 કલાક સજ્જ કુદકા મારવાં કે સીધું ના બેસવા ની ભીષ્મ પ્રતિજ્ઞા થી પ્રેરિત છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી.કમાલ ની વાત તો એ છે કે આ માંકડું ઊંઘ માં પણ કુદકા તો મારેજ જ છે પણ આપણે ને બધું યાદ નથી રહેતું અને જો ઊંઘ ના કુદકા સળંગ યાદ રહે તો આપણે રોજીંદી જિંદગી માં Mr .ગાંડાલાલ બની જઈએ કારણકે માંકડું નિંદ્રા માં પણ કન્ટ્રોલ માં નથી રહેતું તે પણ સિદ્ધ થયેલું છે.આપણે હુમન psychology ની લાંબી વાત નહિ કરીયે પરંતુ આ બાંકડે બેઠેલ માંકડા ની વાત જરુરુ કરીશુ .આ માંકડું લગભગ 6400 (આંકડા સ્થિર નથી) પરુંતુ આપણી સંસ્કૃતિ માં 64 કલાઓ નું અદભુત વર્ણન જોવા મળે છે કદાચ એમાં થી આ આંકડો આવતો હોય તો નવાઈ નથી .ખેર,આ માંકડું દિવસ દરમ્યાન જેટલા કુદકા મારેછે એટલે કે વિચારો કરેછે , આપણા વિચારો એ visual chain છે જેને આપણે વિચારો કહીએ છેએ તે ખરેખર સ્મુર્તિ પટ કે ચિત્રપટ પર ચાલતાં સતત દ્રશ્યો છે જનો ભાગ્યેજ આપણે કંટ્રોલ કરી શકીયે છીએ એટલે કે તેનું remote પાંચ વાયરો નું Connectivity Centre છે હવે તમે જ કહો એક રિમોટ પાંચ કંટ્રોલ પર આધારિત હોય તો માંકડું આ બાંકડે સીધું બેસી શકે, ના બિલકુલ નહિ અને પાછું વળી માંકડા ની જાત સીધી બેસે તો આપણે એને બીમાર પડ્યું છે એવું કહીયે.

હવે મુદ્દા ની વાત કરીયે ,લગભગ 700 કરોડ માનવો થી સજ્જ એવો આપણો આ પ્લાનેટ કેટ કેટલા દ્રશ્યો થી અભિભૂત હશે તે જાણવું ખુબ મુશ્કેલ છે પરંતુ આ માંકડું લગભગ 90% પૃથ્વી પર નકલ કરતા જોવા મળ્યું છે .મનુ ના માનવો હતા ત્યાં સુધી તો માન્યું પણ હવે ?અલબત્ત હવે માનવો નથી એવું નથી.નકલ તો થયેલી છે જે સ્મુતિ પટ પર જેનેટિક ડેટા કેરી થયેલાં છે તે પરંતુ સિગ્મોન ના માટે પ્રમાણે અવચેતન માં સંગ્રહાયેલા છે .તેને ચેતન તરફ લાવવાં માટે બાંકડો ગુફાઓ માં લઇ જવો પડે અને આધુનિક સમય માં શક્ય નથી.આપણો દેશ આ વિધિ માં મહારથ હાંસિલ કરી ચૂક્યોછે. આ વિધિઓ લાંબી અને સમય માંગી લે તેવી છે અને આપણે ટેક્નોલોજી ના શોર્ટ કટ પર વધુ વિશ્વાસ ધરાવતા થઇ ગયા છીએ એટલે માંકડું બિન્દાસ્ત બાંકડે ચડી કુદકાં મારી રહ્યું છે અને હા ઘર ને ગુફા ગણી કાઢો તો આસાન છે અને "ઘર એક મંદિર " ગણો તો આધ્યાત્મિક શોર્ટ કટ કહી શકાય .મારી વાત ને અંધશ્રદ્ધા માં ના લેતા કારણકે અંધ શ્રદ્ધા એજ સંસ્કૃતિ ટકાવી રાખીછે .આપણી શોધો બધી સગવડ માટે ની છે શાંતિ માટેની હોય એવું તો લાગતું નથી કારણકે શાંતિ પામી લીધી હોત તો માંકડું થોડું ગણું બાંકડા પર કેવી રીતે બેસવું તે જાણી ગયુ હોત , કેમ તમોને નથી લાગતું ? કે એક સ્વ પ્રયાસ આ માંકડા ની ગતિ વિધિ ને જાણવાનો કરવો જોઈએ .

અલબત્ત તમે સહમત હોય તો મારે એક વાત કહેવી છે .પશ્ચિમ ના દેશો માં માંકડા પર પ્લેસબો ના પ્રયોગો થઇ ચુક્યા છે અને ત્રણ મૂર્ખા ઓ ની "All is well "વાળી વાત તો રામબાણ જ છે .આ 6400 દ્રશ્યો પર પ્રાણવાયુ નો પૂરો અધિકાર છે એટલે દ્રશ્યો ની જીવંત રાખવા કે દિવ્ય દેહ ને શાંતિ પ્રદાન કરવી તે આ વાયુ ના હાથ માં છે .એટલે જ તો પ્રાણાયામ ની શોધ થઇ છે એટલે કે યોગ અને પ્રાણાયામ આ બાંકડા ને દીર્ઘાયુ આપવા માટે જ સર્જન કરવામાં આવેલાં છે અને આજ બાંકડા માં આ પાંચ વાયરો ભૌતિક રીતે મોજુદ છે ફક્ત માંકડા ને ફળ (affirmation ) આપવાની રોજિંદી જરૂર હોય તેવું આ સમય માં નથી લાગતું ?કારણકે પ્રાણ વાયુ ને મૃતક કે ઓછો કરવામાં નકારાત્મકતા કે ભય નો વધુ ફાળો હોય તેવું તમોને નથી લાગતું? એટલે સીધું કહીયે તો માંકડું આ બાંકડા ને આદેશ કરતું હોય તેમ નથી લાગતું ?કારણકે પર્ણવાયુ કે પ્રાણવાયુ તો સરળ જીવંત અને ક્રિયાત્મક છે ગણું બધું લખી શકાય છે પણ હવે આપણે આધુનિક યુગ માં છીએ અને શોર્ટ કટ માં માનીએ છીએ .

માનસિક રસાયણો -5