Mansik Rasayano - 8 in Gujarati Spiritual Stories by Kirtisinh Chauhan books and stories PDF | માનસિક રસાયણો - 8

માનસિક રસાયણો - 8

સંકલ્પો નું સામ્રાજ્ય

સંદેશે આતે હૈ ,સંદેશે જાતેહૈં ..........

આમતો આ બોર્ડર ફિલ્મ નું ગીત છે પરંતુ અહીંયા આપણે બીજી રીતે જોઈશું .ઉપર ની લાઈન લેખ ના અંતે જબરદસ્ત બની જાય તો નવાઈ નહિ .વાત આપણે કરીશું આપણા અંતર મન ની જેમાં PHYCOLOGICAL AFFIRMATION કેટલો સચોટ અભિનય કરેછે એની આપણ ને સુધ્ધાં ખબર નથી.

આપણું શરીર ફક્ત BIOLOGICAL કબાટ નથી પરંતુ એની અંદર (આધ્યાત્મિક રીતે જોઈએ તો આરપાર ) તરંગો ની હારમાળા સર્જતું અદભૂત મન રહેલું છે .મન શબ્દ વાંચતા ની સાથે જે સમજાય એટલી સરળ વાત નથી કારણ કે શબ્દ પણ નજીક ની ચીલાચાલુ પેટી માંથી જ બધું કાઢશે એમાં અજુગતું નથી.આપણે રોજિંદી તરંગિત મનોદશા થી ટેવાયેલા છીએ એટલે BY DEFALUT જે આવશે તે તમે કરતા રહેશો કે વિચારતા રહેશો આ સર્વ માન્ય બાબત છે.

તમે માનો કે ના માનો પરંતુ તમારી પાસે એક અદભુત વાયર લેસ સિસ્ટમ છે જે સતત કાર્યરત છે.આપણે જે સમજીયે છીએ એ એક COMMUNICATION બોક્સ માં સંકલ્પો દ્વારા ઇનપુટ થતું; રહેછે અને DEFINATE ડિરેકશન માં આગળ વધતું રહેછે.મનુષ્ય ના મન પર ત્રણ ઈમોશન્સ નો જબરદસ્ત ટ્રાફિક છે .ડર ,નફરત અને પ્રેમ પરંતુ આપણે આના અભ્યાસી ના હોવાને કારણે મોટા ભાગે ડર ની FREQUENCY ને ડાયલ કરીયે છીએ .ભવિષ્ય ની ચિંતા આવતી કાલ નું આયોજન આપણા મન પર આવતા ની સાથે જ સંકલ્પો નું કૉમ્યૂનિકેશન બોક્સ એના સંદેશ દ્વારા તમને અમસ્તા કામે લગાડી દેછે .આપણે કોઈક વાર સવારે કોઈ ખાસ કામ હોય તો આપમેળે વહેલા ઉઠી જઈએ છીએ ભલે ને રોજ તમે 8 વાગે જ ઉઠતા હોય .આ વાત આમતો ખુબજ સામાન્ય છે પરંતુ ધ્યાન થી જોશો તો તમારા સહજ સંકલ્પે જ ઉઠાડ્યા છે.

જેને આપણે આત્મા તરીકે જાણીયે છીએ તે અંનત ઉર્જા નું અસ્તિત્વ ધરાવતું "કશુંજ નહિ અને કાંઈ નહિ "પ્લેટફોર્મ છે જેની આપણ ને તસુ ભાર પણ અનુભુતી નથી .એ ખરેખર તો અનુભૂતિ નું એપી સેન્ટર છે પરંતુ તેના વાયબ્રશન કે તરંગ આપણે અનુભવી શકતા નથી પરંતુ તેનું પરિણામ એટલે કે ભૌતિક રીતે દરરોજ અનુભવીએ છીએ .

કેવીરીતે સંકલ્પો નું સામ્રાજ્ય તમારા રોજિંદા જીવન ને ધંધે લગાડે છે તેની આપણ ને જરા પણ જાણ નથી અને તમે જીવનભર અજાણ રાહો છો અને સારું કે નરસું ભૌતિક પરિણામ ભોગવો છો .સારું એટલું મારુ અને નરસું બધું જ બીજી જગ્યા એ થી કે પરિસ્થિતિ માંથી ઉદ્ભવે છે તેની સફાઈ આપતા રહોછો.અને આ સફાઈ આપવાનો ધંધો પણ સંકલ્પો ના સામ્રાજ્ય માંથી આવેછે એ પણ સિક્કા ની બીજી બાજુ છે .

તમારા શરીર પર તમારો અધિકાર કેટલો અને કયાં સુધી ? તમારા મન પર તમારો કાબુ કેટલો ?જવાબ તમે બુદ્ધિ પૂર્વક આપશો તોય સદંતર ખોટો જ પડશે ,કમાલ ની વાત તો એ છે કે તમારા શરીર કે મન ઉપર તમારો અધિકાર જરાય નથી અધિકાર તો ફક્ત પેલા "કશુંજ નહિ અને કાંઈ નહિ " નો છે જેના સહયોગ દ્વારા સંકલ્પો તમારી પરિધિ સુધી પહોંચે છે અને બાયપાસ થાય છે.અને ફરીથી તમે કામધંધે લાગી જાઓછો એટલેકે સંકલ્પો ના સામ્રાજ્ય માંથી કરોડો મિલિસેકન્ડ ની ઝડપે લખાતાં પન્નાઓ નું ઝેરોક્સ મશીન છો કયાં મૂળ સંકલ્પ ની કેટલામાં નંબર ની કઈ કોપી રોજ કાઢો છો એની તમને ખબર જ નથી અને ઝેરોક્સ ચાલુજ રહેછે જયારે તમારું BIOLOGICAL શરીર થાકીને સુઈ જાય તોય પ્રિન્ટ આઉટ તો નીકળ્યા જ કરેછે અને તમે રોજ રોજ ફાઈલિંગ કરોછો .કેમ નવાઈ ની વાત નથી કે આપણે સંકલ્પો ના સામ્રાજ્ય માં રહીયે છીએ.

સંકલ્પો તમારી જીવન ઉર્જા છે અને આ જીવન ઉર્જા તમારા શરીર અને અશરીર પરિધ ના ઔરા માં આવે છે ત્યારે આપણે એને "હું" સમજીયે છીએ કમાલ ની વાત તો એ છે કે તમે એકમ નહિ અનંત છો .આપણું EXISTENCE સતત સંકલ્પો ના સામ્રાજ્ય માં ઘેરાયેલું રહેછે (ક્રમશઃ )

kirtisinh

Mansik Rasayano-8

Rate & Review

vishal doshi

vishal doshi 2 years ago

Bhatt ramesh

Bhatt ramesh 2 years ago