Dhup-Chhanv - 16 in Gujarati Fiction Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 16

ધૂપ-છાઁવ - 16

આપણે પ્રકરણ-15 માં જોયું કે,
અપેક્ષાને આજે પોતે મિથિલ સાથે લગ્ન કર્યા તે જિંદગીની બહુ મોટી ભૂલ કરી છે તે વાત સમજાઈ રહી હતી અને પોતાની માં લક્ષ્મીના એકે એક શબ્દો તેને યાદ આવી રહ્યા હતાં પણ હવે જે બનવાનું હતું તે બની ચૂક્યું હતું તેથી હવે તેને આ બધુંજ સહન કર્યા સિવાય છૂટકો પણ ન હતો..!!

હવે તે મિથિલ પાસે પાછી જવા માંગતી ન હતી કારણ કે તેનાથી મિથિલનો માર હવે સહન થતો ન હતો તેથી તેણે પોતાની માં લક્ષ્મી સાથે લક્ષ્મીના ઘરે જ રહેવાનું નક્કી કર્યું અને મિથિલથી હંમેશ માટે છૂટકારો મેળવવા માટે મિથિલ પાસે ડાયવોર્સ માંગી લીધાં.

મિથિલ શારીરિક રીતે, માનસિક રીતે અને આર્થિક રીતે બધીજ રીતે ખલાસ થઈ ચૂક્યો હતો પરંતુ તે સુધરવા માંગતો જ ન હતો તેથી હવે અપેક્ષાથી છૂટા પડ્યા વગર તેનો કોઈ છૂટકો પણ ન હતો તેથી તેણે અપેક્ષાને ડાયવોર્સ આપી દીધાં.

પરંતુ અપેક્ષાએ પોતાના સુંદર, સ્વર્ગ જેવા ઘરસંસારની જે કલ્પના કરી હતી તે કલ્પનાની ઈમારત તેની નજર સામે જ તૂટીને કડડભૂસ થઈ રહી હતી.

તેને પોતાની નજર સામે પોતાનું ફૂલ જેવું બાળક જ દેખાતું હતું જે આ દુનિયામાં જન્મ લેતાં પહેલાં જ તેના ઉદરમાં મૃત્યુ પામ્યું હતું.

પોતાના પ્રાણથી પણ પ્યારા બાળકને ગુમાવીને તેમજ પોતાનો ઘરસંસાર વેર-વિખેર થઈ ગયો તેથી અપેક્ષાના દિલો-દિમાગ ઉપર આ વાતની ખૂબજ ગહેરી અસર પડી અને તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠી હતી.

આખો દિવસ બસ ગુમસુમ અને ચૂપ રહેવા લાગી. ખાવાપીવામાં બોલવા ચાલવામાં કોઈપણ વાતમાં અપેક્ષાનું મન લાગતું ન હતું.અપેક્ષાને જોઈને લક્ષ્મીની આંખમાં પણ આંસુ આવી જતાં હતાં.

લક્ષ્મી અપેક્ષા સાથે ખૂબ જ પ્રેમથી વર્તન કરતી હતી અન પ્રેમથી તેને સમજાવતી હતી કે, " જે થયું તે ભૂલી જવામાં જ મજા છે બેટા. જૂની વાતો યાદ કરીને ક્યાં સુધી તું આમ દુઃખી રહીશ બેટા..?? અને મને પણ દુઃખી કરીશ બેટા..?? બધું જ સારું થઈ જશે જે થયું તે ભૂલી જા બેટા " પરંતુ આ બધી વાતોની અપેક્ષા ઉપર કોઈ જ અસર થતી ન હતી. તે બસ રડ્યા જ કરતી હતી, રડ્યા જ કરતી હતી.

હવે લક્ષ્મીને લાગ્યું કે અપેક્ષાને કોઈ સારા માનસિક રોગના ડૉક્ટર પાસે લઈ જવી પડશે તેથી તે અપેક્ષાને લઈને શહેરના જાણીતા માનસિક રોગના ડૉ.નીશીત શાહ પાસે ગઈ.

ડૉક્ટરે અપેક્ષાને ઘણાં બધાં પ્રશ્નો પૂછ્યા પરંતુ અપેક્ષા ડૉક્ટર સાહેબના એક પણ પ્રશ્નનો જવાબ આપવા માટે તૈયાર ન હતી તે વારંવાર એક જ વાક્ય બોલતી હતી કે, " મારા બાળકને તેણે મારી નાખ્યું, મારા બાળકને તેણે મારી નાખ્યું..." અને પછી તે રડી પડતી હતી.

ડૉક્ટર નીશીત શાહે લક્ષ્મીને અપેક્ષાની સાથે, અત્યાર સુધીમાં જે કંઈ પણ બન્યું તે બધું જ સાંભળી લીધું અને પછી તેમણે લક્ષ્મીને સાંત્વન આપ્યું કે અપેક્ષાને ચોક્કસ સારું થઈ જશે પરંતુ થોડો સમય લાગશે.

અને પોતાની સાથે જે કંઈપણ બન્યું છે તે વાત અપેક્ષા ભૂલી શકે તે માટે તેનું ધ્યાન બીજી કોઈ પ્રવૃત્તિમાં પરોવાય તે ખૂબજ જરૂરી છે. તો તમે તેને રસ પડે તેવી બીજી કોઈ પ્રવૃત્તિમાં તેને વાળી દો.

ત્યારબાદ લક્ષ્મીએ ડૉક્ટર નીશીત શાહને જણાવ્યું કે તે એક બ્યુટીપાર્લરમાં જોબ કરતી હતી જો તે આ કામ ફરીથી કરે તો તેનું મન તેમાં પરોવાયેલું રહે અને તેની સાથે જે કંઈ પણ બન્યું છે તે વાતને તે ધીમે ધીમે ભૂલી શકે પણ તે બ્યુટીપાર્લરમાં જવા માટે તૈયાર થશે કે નહીં તે એક પ્રશ્ન છે...??

અપેક્ષાને સારું થઈ જશે...?? કેટલો સમય લાગશે...?? તે બ્યુટીપાર્લરમાં જવા તૈયાર થશે કે નહીં...?? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
27/2/2021


Rate & Review

Hina Thakkar

Hina Thakkar 4 weeks ago

milind barot

milind barot 1 month ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 months ago

Hema Patel

Hema Patel 6 months ago

Usha Patel

Usha Patel 7 months ago