THE GUJJU AND GUNS SEASON 1 - 19 in Gujarati Thriller by Urvil Gor books and stories PDF | ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 19 (એક ગયો...એક આવ્યો)

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 19 (એક ગયો...એક આવ્યો)

31-12-1992

ટોમી ડાયમંડ ક્લબમાં બેઠો હતો જ્યારે ડિસોઝા કારખાનામાંથી નીકળવાની તૈયારી કરી રહ્યો હતો.

યુવતી : કુલ નેમ... આઈ લાઈક ઇટ

ટોમી : થેંક યુ...વૉટ ઇઝ યોર નેમ?

તે યુવતીએ જવાબ આપ્યો " જેનેલિયા "

ટોમી : ઓહ... વાઉ... પ્રિટી નેમ

જેનેલિયા અને ટોમી ત્યારબાદ વાતો કરવા લાગ્યા અને સાથે એન્જોય કરવા લાગ્યા.

પેલી બાજુ ડિસોઝા તેના માણસોને કામ સમજાવી ત્યાંથી પોતાની કાર લઇ બે માણસો સાથે રાખી તેના બંગલે જવા નીકળ્યો.

ઘોર અંધકારમાં ગાડી જઈ રહી હતી. ગાડીમાં ડિસોઝા. , ગાડી ચલાવનાર ડ્રાઈવર અને એક વધારાનો માણસ. બધા પાસે પિસ્તોલ હતી.

થોડી વાર બાદ પાછળથી ખૂબ હોર્નનો અવાજ આવવા લાગ્યો. પાછળથી તે ગાડીનો ડ્રાઈવર વારંવાર ડિસોઝાની ગાડી પર લાઈટ મારી રહ્યો હતો.

પેલી બાજુ ટોમી અને જેનેલિયા ડિનર કરી રહ્યા હતા.

ડિસોઝાએ કંટાળી ડ્રાઇવરને કહ્યું કે તે ગાડીને સાઇડ આપ.

ડ્રાઈવરે સાઇડ આપી ત્યારેજ તે પાછળવાળી ગાડી પુર ઝડપે આગળ આવી અને ડિસોઝાની કાર આગળ ઊભી રહી અને તેમનો રસ્તો બ્લોક કરી દીધો.

આ જોતાજ ડિસોઝા અને તેમના બે માણસો સતર્ક થઈ ગયા અને ગાડી રિવર્સ લેવાની શરૂ કરી હજુ તો રિવર્સ લે એ પહેલાતો તે આગળવાળી ગાડીમાંથી બે યુવાનો રાયફલ લઈને ઉતર્યા અને ડિસોઝાની ગાડી પર ફાયરિંગ શરૂ કર્યું.

જોતા જોતા તો ડિસોઝાની ગાડીના કાંચ તોડી ગોળીઓ અંદર આવી અને ડ્રાઇવર અને બાજુમાં બેઠેલા માણસને છિન્ન ભિન્ન કરી નાંખ્યાં.

ડિસોઝા સીટમાં પિસ્તોલ લઈને ઊંઘી રહ્યો. એટલામાં તેમણે ફાયરિંગ બંધ કર્યું.

બે મિનિટ માટે માહોલ એકદમ શાંત થઈ ગયો. ગાડીમાંથી વનરાજ અને નીરજ ઉતર્યા .

ડિસોઝાને લાગ્યું કે તેઓ જતા રહ્યા તે ધીમે રહીને ઉભો થવા ગયો એટલામાં તો વનરાજ અને નીરજે પિસ્તોલથી ડિસોઝાને મોતને ઘાટ ઉતારી દીધો અને ત્યાંથી ફરાર થઈ ગયા.

ભર અંધારામાં રોડ વચ્ચે ગાડીમાંથી ધુમાડા નીકળતા હતા અને અંદર ત્રણ લાશ લોહીથી લથપથ...

પેલી બાજુ ટોમી ને તો ભનક પણ નહતી કે ડિસોઝા સાથે શું થઈ ગયું.

હવે ટોમીએ જેનેલિયાને ઘરે મૂકી જવા આગ્રહ કર્યો અને જેનેલિયા માની ગઈ.

બંને ટોમીની કારમાં બેઠા અને વાતો કરતા કરતા જેનેલિયા જે રસ્તો બતાવી રહી હતી ત્યાં ટોમી કાર ભગાવી રહ્યો હતો.

ટોમી : ઓહ...ખરેખર તમે આ એરિયામાં રહો છો?

જેનેલિયા : તો...તમારા શીવાય કોઈ બીજું ના રહી શકે.

બંને હસવા લાગ્યા.

ટોમી : ના... ના...બિલકુલ રહી શકે પરંતુ આ તો મારા ઘરની નજીક છે એટલે પૂછ્યું.

રસ્તો બતાવતા બતાવતા જેનેલિયા ડિસોઝાના ઘર આંગણે લઈ ગઈ.

ટોમી ખૂબ આશ્ચર્ય પામ્યો.

જેનેલિયા : કેમ...કેવી લાગી ભેટ? હું અહીંયા જ રહું છું?

ટોમી : પણ... મેં તો તમને પહેલા અહીંયા જોઈ નહીં.

જેનેલિયા : હું અમેરિકાથી આજેજ આવી તો ક્યાંથી જોઈ હોય...હવે ગાડી બહાર ઊભી રહેશે કે અંદર પણ જશે?

બંને હસવા લાગ્યા અને ટોમી બરાબર ખુશ થઈને ગાડી સીધી બંગલાની અંદર લઇ ગયો.

જેનેલિયા : હું તમારા બોસની એક્માત્ર લાડલી દિકરી...

આ સાંભળતા ટોમી શરમાળ રીતે હસ્યો અને ખુશ થયો.

બંને અંદર ગયા ત્યાં જ રાહુલે કહ્યું કે ડિસોઝા સાહેબ હજુ આવ્યા નથી.

ટોમી : તો કારખાનામાં ફોન કરીને પૂછી લે..

જેનેલિયા : બધું ઠીક તો છેને?

ટોમી : બધું ઠીક છે...જેનેલિયા તું ઉપર જઈને કપડાં ચેન્જ કરી દે હું હમણાં જ જઈને આવું છું.

ટોમીએ ઘરેથી લેન લાઈન દ્વારા ફરીથી ફોન કરીને પૂછ્યું કે ડિસોઝા સાહેબ ક્યાં છે તો કારખાનામાંથી એક માણસે કહ્યું કે તે તો લગભગ એક કલાક પહેલા જ નીકળી ગયા.

ટોમી તરત દોડતો ગાડીમાં ગયો અને સીધો કારખાનાંના રસ્તે ગયો કારણ કે કારખાનામાંથી ઘરે આવતા માત્ર વીસ મિનિટ જેટલો સમય લાગે છે .

રસ્તામાં દરેક જગ્યાએ જોતા જોતા ટોમી આગળ વધી રહ્યો હતો.

ત્યાંજ જેવો તેણે જમણી બાજુ વળાંક લીધો તેને ડિસોઝાની ગાડી ધુમાડા કાઢતી દેખાઈ.

તેને એકાએક ગતી વધારી અને ત્યાં પહોંચી કારમાંથી ઉતર્યો.તેને જોયું તો કે ત્રણે લોકો લોહીથી લથપથ મૃત અવસ્થામાં પડેલા છે.

ટોમી તરત બૂમ પાડતો પાડતો ભાવુક થયો અને ડિસોઝાને અંદર જઈ ચેક કરવા લાગ્યો. પરંતુ ડિસોઝાનું મૃત્યુ થઈ ગયું હતું.

ટોમી ખૂબ રડ્યો કારણ કે તેના માટે તો ડિસોઝા જ બધું હતો. તેના મગજમાં ન આવ્યું કે વનરાજ જેલમાંથી છૂટવાનો છે અને ડિસોઝાની તેના સાથે દુશ્મની છે.

તે ડિસોઝા તેમજ બંને માણસોને ઘરે લઈ ગયો.
ઘરે ટોમી ખૂબ દુખી અવસ્થામાં ગાડીની બહાર નીકળ્યો.

આ જોતાજ જેનેલિયા પોતાને સંભાળી ના શકી કારણ કે તેની માતા તો તે નાની હતી ત્યારે મૃત્યુ પામી હતી અને અત્યારે તેના પિતા. ઘરમાં કામ કરતી અમુક યુવતીઓએ જેનેલિયાને સંભાળી.

ત્યાં રાહુલ પણ ખૂબ રડ્યો કારણ કે જ્યારે કોઈ ન હતું ત્યારે ડિસોઝાએ તેને કામ પર રાખ્યો હતો.

બીજા દિવસે ડિસોઝાનું ફ્યુનરલ પતાવ્યું. બધા ઘરે આવ્યા. બંગલે શોકનો માહોલ હતો.

બંગલાની તેમજ કારખાનાની આજુબાજુ પહેરેદારી વધારી દેવામાં આવી.

ટોમી અને જેનેલિયા એક રૂમમાં બેઠા હતા.

ટોમી ધીરે રઈને પોતાના ખોવાયેલા ધ્યાન સાથે બોલ્યો.

ટોમી : કદાચ...ગઈ રાતે મેં ક્લબની ટિકિટ ના લીધી હોત તો હું તેમને બચાવી શક્યો હોત. મારે ઘસીને ના પાડી દેવા જેવી હતી....મારા લીધે જ થયું

આટલું બોલતા ટોમી થોડો ભાવુક થયો.

જેનેલિયા : ના મેં પપ્પાને ટોમી જોડે મળવાની જીદ કરી હોત અને ના પપ્પા તને ક્લબની ટિકિટ આપત.

આ સાંભળી ટોમી ધીરે રઈને જેનેલિયા તરફ ફર્યો.

ટોમી : મતલબ?

જેનેલિયા : હું જ્યારે પપ્પાને અમેરિકાથી ફોન કરતી ત્યારે પપ્પા તારા વિશે જ વાતો કરે. તે કહેતા કે ટોમી ખૂબ સરસ માણસ છે...જો તું અહીંયા આવે તો તને મુલાકાત કરાવું...તને પસંદ પડશે.

પપ્પાની વારંવાર તારા વિશેની વાત સાંભળી મને પણ ઉત્સુકતા વધી અને મે ઈચ્છા વ્યક્ત કરી.

તેથી હું ક્લબમાં હતી અને પપ્પાએ જાણીજોઈને તને ડાયમંડ ક્લબની ટિકિટ આપી. ક્લબમાં હું તારી જ રાહ જોઈ રહી હતી.

તારું વ્યક્તિત્વ જોતા મને લાગ્યું કે પપ્પા આવાજ વ્યક્તિત્વ વિશે કહેતા હતા એટલે હું તારી પાસે આવી અને તારું નામ પૂછ્યું.

બંનેએ ખાસી વાતો કરી અને ધીરે ધીરે ટોમી પણ જેનેલિયા સામે આકર્ષાયો અને બંનેને પ્રેમ થયો.

(ક્રમશ:)
- Urvil Gor


Rate & Review

Arti Patel

Arti Patel 2 years ago

Hardas

Hardas 2 years ago

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 years ago

Rakesh

Rakesh 2 years ago