Mind: Relationship Friendship No - 62 books and stories free download online pdf in Gujarati

મન : સંબંધ મિત્રતા નો - 62

એક મહિના પછી,

નિયા જોબ સ્ટાર્ટ થઈ ગઈ હતી. દસ થી સાત નો ટાઈમ હતો. સવારે ફોઈ ને થોડી હેલ્પ કરી ને નિયા જતી. એ જ્યાં જોબ કરતી ત્યાં પણ બધા સાથે થોડી વાત ચીત કરી લેતી. પણ અહીંયા એનું બેસ્ટ ફ્રેન્ડ કહેવાય એવું કોઈ નઈ હતું.

રાતે જમી ને જાનવી સાથે ચાલવા જવાનું, ત્યાં થી આવી ને નોવેલ લખવાની, અને છેલ્લે ડાયરી લખી ને સૂઇ જવાનું. છેલ્લા એક મહિનાથી નિયા આજ કરતી.

મનન, નિશાંત અને તેજસ સાથે કોઈ વાર વાત થઈ જતી. મનન નું આગળ ભણવાનું ચાલું થઇ ગયું હતું. તેજસ અને નિશાંત ની જોબ પણ સ્ટાર્ટ થઈ ગઈ હતી. આદિ ની જોબ સ્ટાર્ટ થઈ ગઈ હતી પણ નિયા ની આદિત્ય સાથે કોઈ જ વાત થઈ નઈ હતી.

એક વાર નિયા ટેરેસ પર બેસી ને કંઇ ક સ્ટોરી માટે વિચારતી હતી ત્યાં માનિક નો ફોન આવ્યો.

" હેલ્લો "

" હાઈ કેમ છે ? તું તો ભૂલી ગઈ મને " માનિક બોલ્યો.

" તો યાદ રાખવા જેવું શું છે ?"

" બોવ બધું. મન વાળી દોસ્તી યાદ રાખવા જેવી છે "

" મારે કઈ યાદ નઈ રાખવું. કેમ ફોન કર્યો તે ?"

" કેમ ખાલી ના કરાય ?" માનિક એ પૂછ્યું.

" ના "

" આદિત્ય સાથે જ વાત કરાય એમ ને ?"

" કામ હોય તો બોલ નઈ તો ફોન મુક ચુ**" નિયા ગુસ્સા માં બોલી.

" કામ તો નઈ હતું પણ આદિ ને જોયો હતો કોઈ છોકરી સાથે "

" તો ?"

" આ તો કહું છું તને ખબર ના હોય એટલે " માનિક બોલ્યો.

" ઓકે બાય " નિયા ને આગળ કઈ પૂછવું નઈ હતું અને માનિક ની આ ખોટી વાત પણ સાંભળવી નઈ હતી એટલે એને ફોન મુકી હતી.

પણ જ્યારે નિયા રાતે ડાયરી લખવા બેઠી ત્યારે એને આદિ લાસ્ટ ટાઈમ મળવા આવ્યો હતો એ યાદ આવી ગયું. જાનવી દીદી બાજુ માં જ હતા એટલે નિયા એ આંસું ને કંટ્રોલ માં રાખ્યા.

બે દિવસ પછી પણ નિયા ને કોઈ ફ્રેન્ડ ની વાત પર આદિ ની યાદ આવી ગઈ ત્યારે એને ફોન કર્યો પણ આદિ નો ફોન નેટવર્ક ની બહાર બતાવતા હતા.

થોડા દિવસ પછી પણ આદિ ને ફોન કર્યો નિયા એ પણ ફોન નેટવર્ક ની બહાર જ બતાવતા હતા એ દિવસે એની ડાયરી લખ્યું નિયા એ,

" માનિક એ કીધું એ વસ્તુ ખોટી છે એ અમારી દોસ્તી તૂટી જાય એટલે એવું કરે છે ને ભગવાન ?"

એવું પણ લખ્યુ નિયા એ ,

" આદિત્ય કઈ વાત છૂપાવી લે એ હું માની લવ પણ મિયાન કોઈ દિવસ વાત છુપાવી જ ના શકે."

આદિત્ય કઈક કામ માં હસે. અને એને ટાઈમ નઈ મળ્યો હોય એટલે જ એને કોલ નઈ કર્યો હોય મને. આ વાત નિયા ને ખબર હતી.

એક મહિના પછી,

નિયા ને અમદાવાદ આવ્યા ને બે મહિના થઈ ગયા હતા. જે દોસ્તી એને સપના માં વિચારી હતી એ હવે સપનું રહી ગયું હોય એવું નિયા ને લાગતું હતું.

આદિ સાથે બે મહિના મા એક પણ વાર વાત થઈ નઈ હતી. થઈ હતી ખાલી હાઈ હેલ્લો. મન તૂટી ગયું હોય એવુ નિયા ને લાગતું હતું. મિયાન દૂર જતો રહ્યો હતો યા ફિર રહ્યો જ નઈ હતો એવું લાગી રહ્યું હતું.

નિયા ને બધા કહેતાં ને હતા કે દોસ્તી હંમેશા તૂટે છે. અને માનિક બોલ્યો હતો ને કે આદિ લોકો ને તું જેટલા દોસ્ત માને છે એટલું એ લોકો નઈ માનતા. નિયા ને આ વાત જ યાદ આવ્યાં કરતી. એને બોવ મન થતું કે ફોન કરી ને આદિ સાથે વાત કરી લે પણ ખબર નિયા કેમ ફોન ના કરતી હતી.

થોડા દિવસ પછી,

નિયા ના ફોઈ લોકો એક દિવસ બહાર ગયા હતા એટલે નિયા એકલી હતી. પણ નિયા ને બે દિવસ થી કઈ સારું નઈ લાગતું હતું. જે દિવસે એના ફોઈ લોકો ગયા એ દિવસ સાંજ થી એને બોવ જ માથું દુઃખતું હતું.

નિયા એ સવાર થી ત્રણ થી ચાર માથું દુઃખવાનું બંધ થાય એના માટે મેડિસન લઈ લીધી હતી.

રાતે સાડા નવ વાગ્યે,

નિયા ને માથું કઈ વધારે જ દુઃખતું હતું. એટલે એ સૂવાની તૈયારી કરતી હતી ત્યાં એના ફોન ની રીંગ વાગી.

ફોન માં નામ જોતા જ નિયા ની સ્માઇલ જે થોડા દિવસ થી દેખાતી નઈ હતી એ આવી ગઈ હતી અને માથું દુઃખતું હતું જેના માટે એને મેડીસીન લીધી હતી એ તો એક નામ વાંચતા જ ગાયબ થઈ ગયું.

" હેય "

નિયા કઈ જ ના બોલી.

" હેલ્લો નિયા "

" હાઈ " શબ્દો પણ નીકળતા નઈ હતા નિયા ના.

" ભૂલી ગઈ તું તો મને ? "

" અબે જાને તારી પાસે ટાઈમ નઈ હોતો અને મને કહે છે"

" હા થોડું કામ માં હતો "

" એક બે વર્ષ પછી જ ફોન કરાય ને શું કરવા કર્યો " નિયા થોડું ગુસ્સા મા બોલી.

" ચિલ બેબ "

" શું ચિલ. "

" કઈ નઈ. ક્યાં છે અને કેમ છે ?"

" હું તો મસ્ત તું કેમ છે ?"

" લાગતું નથી મસ્ત હોય એમ "

" આદિ બોલે છે કે મિયાન ?" નિયા એ પૂછ્યું.

" મિયાન. આદિ તો કામ માં હતો ને " આદિત્ય એ કહ્યું.

" ઓહ્ હા.. "

" ક્યાં છે તું ?"

" અમદાવાદ "

" જોબ કેવી ચાલે?"

" મસ્ત "

" જીજુ મળ્યા કે નઈ ?" આદિ એ મસ્તી માં પૂછ્યું.

" ના નઈ મળ્યા હજી તો "

" શોધ ને હવે ?"

" ના હજી મને જલ્દી નથી. " નિયા એ કહ્યું.

" સારું "

થોડી વાર સુધી બંને બે મહિના સુધી ની વાત બાકી હતી એ કરતા હતા ત્યાં આદિ એ કહ્યું,

" ક્યારે મળવા આવે છે ?"

" કોને મળવા ?" નિયા એ પૂછ્યું.

" મિયાન ને "

" ખબર નઈ "

" એમ થોડી ચાલે. કે પછી ટાઈમ નથી તારી પાસે ?"

" સન્ડે ફ્રી હોવ છું ખાલી "

" આવ એક વાર "

" જોઈએ "

" જોઈએ નહિ. આવીશ કે પછી હું આવું અમદાવાદ "

" તું આવ "

" કેમ ? તારા થી નઈ અવાય ?" આદિ એ પૂછ્યું.

" તારે આવવું જ હોય તો હું ના નઈ કહી શકું "

" કોઈ વાર તો સીધી રીતે જવાબ આપ "

" મે સરખી રીતે જ જવાબ આપ્યો "

" ચલ ચલ જૂથ ના બોલ "

"હમ જૂથ નઈ બોલતે" નિયા એ કહ્યું.

" એટલે શું હુ જૂથ બોલું છું " આદિ એ પૂછ્યું.

" હા "

" મે ક્યારે જૂથ બોલ્યું "

" કયારે નથી બોલ્યું ? એ કહે "

" નિયા હું કોઈ દિવસ જૂથ નઈ બોલ્યો "

" સાચે ને ?"

" કોઈ શક "

" બોવ જ બધો શક છે ?"

" બસ તું આમ ના બોલ " આદિ બોલ્યો.

" સારું નઈ બોલું "

" એટલે આમ ખોટું ના બોલ "

" મે ક્યાં ખોટું બોલી " નિયા એ કહ્યું.

" સારું મુક તું એ વાત "

" મે ક્યાં કોઈ વાત ને પકડી જ છે "

" બસ... હવે આગળ કઈ નઈ સંભાળવું "

" સારું. "

" આ રવિવારે આવીશ હું " આદિત્ય બોલ્યો.

" ક્યાં ?"

" અમદાવાદ "

" કેમ ?"

" છે એક જે મને મૂકી ને જતું રહ્યું છે બે મહિના થી "

" ઓહ્ સાચે ?"

" હા ફોન તો દૂર ની વાત મેસેજ પણ નઈ કરતું હવે એ "

" હમ " નિયા ને ખબર હતી એને જ કહે છે એટલે એને કઈ ના કહ્યું.

" આવું ને કે તારે કોઈ ની સાથે જવાનું છે ? "

" તારે ગાળ સાંભળવી છે ?" નિયા એ પૂછ્યું.

" વો ભી કબૂલ હે "

" બોવ ચીઝી લાઈન હતી "

" સારુ સારું. રવિવારે મળીયે "

નિયા આદિત્ય સાથે વાત કર્યા પછી એટલી ખુશ હતી કે એની ખુશી ડાયરી માં લખવા બેસી ગઈ.

" મે ક્યાંય વાંચ્યું હતું કે અમુક વાર દોસ્ત સાથે કરેલી વાત જ મેડિસન નું કામ કરી જાય છે. "

પછી નિયા થોડી વાર માં જ સૂઈ ગઇ.

રવિવારે ,

આજે નિયા અને આદિત્ય અઢી મહિના પછી મળવાના હતા. નિયા જેટલી ખુશ હતી એના થી વધારે એ ગુસ્સે હતી. કેમકે કાલે રાતે આદિ એ મેસેજ કર્યો હતો.


" હેય બેબ,
કાલે મળવા આવું છું તને. પણ કદાચ ફરી વાર મળવા માટે બોવ ટાઈમ ની રાહ જોવી પડશે.
હું કેનેડા જાવ છું.
સોરી તને કીધું નઈ એટલે. પણ સરપ્રાઈઝ હતી તારા માટે"

આદિ એ જે કેફે માં આવવાનો હતો ત્યાં આવી ગયેલો પણ નિયા ને આજે પોહચવામાં લેટ થઈ ગયું હતું.

જેવી નિયા કેફે માં ગઈ આદિ ના ફેસ પર મસ્ત સ્માઈલ 😊 આવી ગઈ. સ્માઈલ આવે પણ કેમ નઈ મિયાન એની બેબ 😍ને મળવાનો હતો.

પણ નિયા એ તો આવી ને ડાયરેક્ટ એક ઝાપટ મારી દીધી.


આદિત્ય કઈ આગળ વિચારે એ પેલા એ પેલા નિયા એ એને હગ કરી લીધું. નિયા કઈક સોરી બોવ બધું બોલવા માંગતી હતી પણ કઈ ના બોલી શકી.

" તું ઠીક છે બેબ ?" આદિ ને કઈ સમજાતું નઈ હતું કે આ શું થઈ રહ્યું છે.

" હા મને શું થવાનું " નિયા ચેર પર બેસતા બોલી.

" તો કેમ આટલી ગુસ્સે છે ?" આદિ એક દમ શાંતિ થી બોલ્યો.

" ના હું તો બોવ ખુશ છું. લોકો આજે છેલ્લી વાર મળવા આવ્યા છે ને એટલે "

" ઓહ્ સાચે " આદિ ખુશ થતા બોલ્યો.

" ખુશ તો એટલો થાય છે જાણે કઈ મહાન કામ કર્યું હોય. ત્યાં જઈ ને મેસેજ કરી દેવો હતો ને હું કેનેડા આવ્યો છું. હવે થોડા વર્ષ અહીંયા જ છું. ખોટું મળવા આવવા માટે ટાઈમ બગાડવો"

" હમ "

નિયા આગળ કઇ ના બોલી એટલે આદિ એ કહ્યું,

" કેવો લાગ્યો મઝાક ?"

" વોટ ધ ફ* "

આદિ હસતો હતો.

" મસ્ત હતો ને પ્રાંક ?"

" એટલે તું નઈ જતો ?" નિયા ને હજી પણ એવું લાગતું હતું કે આદિ કેનેડા જવાનો છે.

" ના હવે. હું તો મસ્તી કરવા બોલ્યો હતો. તારા રીએકશન જોવા હતા પણ ખબર નઈ આટલા ડેન્જર રીએકશન આવસે "

" બીજું કંઈ ?"

" મને તો બીક હતી તને જોઇ ને કે આ ગ્લાસ તોડી ના નાખે " આદિ હસતા હસતા બોલ્યો

" ટોડ ફોડ કરતા મને નઈ આવડતું તારી જેમ "

" એટલે કહેવા શુ માંગે છે. હું ટોડ ફોડ કરું છું ?"

" હા તો "

" લો બોલો. મે ક્યારે એવું કઈક કર્યું ?" આદિ એ પૂછ્યું.

" ક્યારે નઈ કર્યું એમ બોલ ?
મિશા સાથે ના બ્રેક અપ પછી કેટલી બોટલ તોડી હતી. એક વાર તો કેફે વાળો તને ઘરે મૂકવા આવ્યો હતો કે તું કંઈ વધારે નુકશાન ના કરે કેફે નું " 🤭

" બસ. આ વધી ગયું થોડું "

" અરે સાચું એવું નઈ થયું હતું ? યાદ કર તો " નિયા એવી રીતે બોલતી હતી કે સાચે આદિ એ આવું કઈક કર્યું હોય.

" ના મે કઈ નઈ કર્યું હતું. બ્રેક અપ પછી હમ ખુશ હુએ થે"

" હમ ? કોણ કોણ "

" હું. તું છે ને બોવ મગજ ના ચલાવ " આદિ બોલ્યો.

" કંઈ ઓર્ડર કર્યો કે રાહ જોતો હતો ?"

" આપકી રાહ મે થે હમ "

" આ તું હમ ના બોલ મારા માઈન્ડ માં કઈ બીજું આવે છે વિચાર " નિયા એ કહ્યું.

" માઈન્ડ છે ?"

" હા "

" મને એમ કે નઈ હોય " આદિ મસ્તી ના મૂડ મા હતો આજે.

" તને તો બધું લાગે "

" બસ હવે આગળ ના બોલીશ " આદિ એ કહ્યું.

" હમ "

ત્યાં નિયા ને કોઈ નો ફોન આવ્યો.

" અત્યારે તો બહાર છું. રાતે ચેક કરી ને કહીશ " નિયા બોલી.

ફોન મુક્યા પછી આદિ એ કહ્યું,
" શું ચેક કરવાનું છે હે ?"

" નોવેલ નો પાર્ટ. બીજું કંઈ નઈ "

" ઓહ્ અચ્છા "

" હવે ઓર્ડર આપવાનો છે કે વાર છે ?"

" ના મારા બાપા નો કેફે છે એમજ બેસવા દેશે " આદિ એ કહ્યું.

આ લાઈન મોસ્ટલી નિયા બોલતી એટલે એને કહ્યું,

" મારી લાઈન કોપી નઈ મારવાની "

" મારી મરજી "

" હુહ... "

થોડી વાર પછી,

નિયા ઓર્ડર આવે એની રાહ જોતી હતી. ત્યાં આદિત્ય બોલ્યો,

" નિયા એક વાત કહું ?"

" હા બોલ "

" સાચે કહું છું મસ્તી નઈ કરતો "

" ઓકે "

" હું જાવ છું "

" ક્યાં ?"

" કેનેડા સાચે માં " આદિત્ય બોલ્યો.

" તો જાવ "

" પણ નઈ જવું હવે "

" કેમ ?" નિયા એ પૂછ્યું.

" મારે જવું નથી એટલે " આદિ હસતા હસતા 😄😁 બોલ્યો.

નિયા ને આ સાંભળી ને ગુસ્સો આવતો હતો. નિયા નો ફેસ જોઈ ને આદિ ને લાગ્યું આ થોડું વધારે બોલાઈ ગયું. આ ગુસ્સા મા કઈ ફોડી ના નાખે તો સારું છે.

થોડી વાર પછી,

નિયા ચુપ બેસેલી હતી. એટલે આદિ એ મસ્તી મા કહ્યું
" નિયા જાવ છું કેનેડા રડીશ નહીં "

" તને પ્રોબ્લેમ શું છે મારા થી ?"

" મને શું પ્રોબ્લેમ હોય. એ પણ તારા થી "

" તો શું કેનેડા કેનેડા કરે છે. જવું હોય તો જઇ આવ "

" સુરત નઈ જવાનું નિયા કેનેડા જવાનું છે " હજી આદિ મસ્તી માં જ હતો.

" તારે જ્યાં જવું હોય ત્યાં જા મગજ ની એ ના કર "

" શું ના કરું એ બોલ ?"

" કઈ નઈ બોલવું જ બેકાર છે "

" ઓહ્ રિયલી " આદિ બોલ્યો.

" પતી ગઈ તારી ઓવર એક્ટિંગ ?" નિયા એ પૂછ્યું.

" એ શું હોય ?"

" કઈ નઈ "

" ના બોલ ને "

" ખબર ના પડતી હોય એને કહેવું બેકાર છે " નિયા ખાતા ખાતા બોલી.

" પેલા ખાઈ લે શાંતિ થી તું "

" હા તારે તો ઉપવાસ છે નઈ ?"

" તે કીધું જ નઈ ખાવાનું તો હું કેમનો ખાઈ શકું ?" આદિ માસૂમિયત 😌 થી બોલ્યો.

" સારું બેસ તુ શાંતિ થી. ખાવું હોય તો ખાઈ લેજે. હું કઈ કહીશ નહિ " નિયા બોલી.

" આવા દોસ્ત મને જ મળ્યા છે. એકલા એકલા ખાય "

" મળ્યા છે ને ખુશ રહે ને " નિયા બોલી.

" ખાલી પુછાય ખાઈશ તું? "

" ખાવું હોય તો ખા નઈ તો કઈ નઈ. " નિયા થોડું ગુસ્સા મા બોલી.

" સારું. કોઈ કહેશે તો નઈ કે ખાઈ લે. જાતે જ ખાવું પડશે" આદિ બોલ્યો.

" તો શું તને એમ કહેવાનું. બાબુ ખાના ખા લો ?" નિયા મસ્તી માં બોલી.

નિયા બોલી એ જોઈ ને આદિ હસતો હતો પછી બોલ્યો,
" ના ના. આવું ના બોલ તું. ખાવા નું પન નઈ ઉતરે ગળે "

" તો પેલા જ કીધું હતું મે ખાઈ લે એમ "

" હા મારી માં. હવે ખાઈ લેવા દઈશ ?" આદિ એ પૂછ્યું.

" ના કહીશ તો નઈ ખાઈશ તું ?" નિયા એ પૂછ્યું.

" ના. એક વાર કહી ને તો જો " આદિ મસ્તી માં બોલ્યો.

" બસ ખાઈ લે ને ચુપ ચાપ "

આજે બંને પાસે બોવ જ વાત હતી પણ બંને આજે મસ્તી ના મૂડ માં હતા.

ત્યાં થી એ લોકો મોલ માં ગયા. આદિ એ બે મહિના મા નિયા ને જેટલી હેરાન કરવાની બાકી હતી એ બધું આજે વસૂલ કરી દીધું હતું.

સાંજે ચાર વાગ્યે,

એ બંને રિવર ફ્રન્ટ પર બેસેલા હતા. કઈક બહાર ફરવા જવાની પ્લાનિંગ ચાલતી હતી ત્યાં અચાનક આદિ એ પૂછ્યું,

" સાચે બે મહિના મા તને યાદ ના આવી મારી "

" યાદ હોય છે જ આવવા માટે "

" તું સરખો જવાબ આપતા ક્યારે શીખશે?"

" આ આદિ પુછે છે કે મિયાન ? "

" બંને "

" સાચે કહું ને તો મન કઈક ખોવાઈ ગયેલું હોય એવું લાગતું હતું. મતલબ કે હવે એ મન વાળી દોસ્તી ખાલી યાદ માં અને ફોટો માં જ... " નિયા આગળ બોલતા બોલતા અટકી ગઈ.

" એક મહિનો તો કઈ ના લાગ્યું પણ મે તને ફોન કર્યો હતો અને તારા ફોન નઈ લાગતો હતો ત્યારે થોડી વાર માટે તો એવું જ લાગી ગયું કે ... " નિયા આગળ બોલવા જાય એ પેલા આદિ એ એના મોહ પર હાથ મુકી દીધો.

" બસ હવે આગળ કઈ જ ના બોલતી " આદિ એ કહ્યું.

બે મિનીટ સુધી તો આદિ અને નિયા ની આંખ એક થઈ ગઈ અને એ આંખો એ બે મિનીટ માં તો બોવ બધી વાત કરી લીધી.

" મન ક્યારેય પણ અલગ નઈ થાય"

" કાલે શું થાય છે એ પન નઈ ખબર હોતી તો તું આ કેમનું કહી શકે ?" નિયા એ પૂછ્યું.

" એ મને ખબર છે. મન ક્યારેય પણ અલગ નઈ થાય "

" આઈ વિશ "

આદિ આગળ કઈક બોલે એ પેલા કોઈ નો ફોન આવ્યો.
" ક્યાં છે આદિ ?"

" અમદાવાદ "

" નિયા ને મળવા ?"

" યેસ "

" આપ તો એને ક્યાં છે એ ?" તેજસ એ કહ્યું. આદિ નિયા ને ફોન આપે છે.

" હવે તો તું યાદ પણ નઈ કરતી અમને "

" યાદ કરું જ છું."

" ક્યારે આવે છે આણંદ મળવા અમને ?" તેજસ એ પૂછ્યું.

" ખબર નઈ "

" આવ જલ્દી "

" હમ "

તેજસ સાથે વાત કર્યા પછી આદિ અને નિયા પાછા કઈક ફરવા જવાની વાત કરતા હતા.

" ફરવા નઈ ટ્રેકિંગ પર જવું છે " નિયા બોલી.

" તો ચાલો મે ક્યાં ના પાડી "

" તું ક્યાં કઈ ના પાડે છે "

" ક્યાં જવું છે ? મનાલી ?" આદિ એ પૂછ્યું.

" નો. એ નઈ "

આદિ એ ફોન મા સર્ચ કર્યું કઈક અને પછી કીધુ,
" ડેલહાઉસી જઈએ "

" ત્યાં તો ડિસેમ્બર જાન્યુઆરી માં જ મઝા આવે " નિયા બોલી.

" તને બોવ ખબર ને " આદિ મસ્તી 😛 મા બોલ્યો.

" જાન્યુઆરી માં જઈશું ત્યાં ફાઇનલ "

" જોઈએ " નિયા કઈક વિચારતા બોલી.

" હું તને પૂછતો નથી નિયા કહું છું. આવવાનું જ છે તારે " આદિ બોલ્યો.

" આવું આદિ નઈ બોલતો "

" મિયાન કહે છે. અને મિયાન ને પૂછવાનું રહેતું જ નથી."

" ઓહ્ "

" ઓહ્ નઈ. સાચે જવાનું જ છે " આદિ એ કહ્યું.

" ત્યાર ની વાત ત્યારે "

" જો ના પાડીશ ને તો બબાલ થઈ જશે "

" જોઈએ "

" તને ઘરે થી ના નઈ કહેવાના. તો પ્રોબ્લેમ શું છે ?" આદિ એ પૂછ્યું.

" પ્રોબ્લેમ કઈ નથી "

" તો "

" જઈશું આપડે. હવે આગળ આ ના બોલ બોલ કરીશ "

" ધમકી આપે છે તું ?"

" ના જસ્ટ કહું છું" નિયા બોલી.

" બોવ સારું "

થોડી વાર પછી ,

હજી બંને ત્યાં જ બેસેલા હતા પન એમની વાત પતી નઈ હતી.

" કોઈ નવી નોવેલ લખવાની હવે ? " આદિ એ પૂછ્યું.

" હા ચાલે છે તો માઈન્ડ માં "

" સરસ "

" ફરી ક્યારે મળીશું ?" નિયા એ અચાનક પૂછ્યું.

" બોવ જલ્દી. તું આણંદ આવે ત્યારે "

" હમમ "

" હવે બોલ આણંદ ક્યારે આવસે ? "

" પંદર દિવસ પછી "

" મતલબ રવિવારે આવસે ને ?"

" હા પણ આ રવિવારે નઈ "

" હા સમજી ગયો. પંદર દિવસ પછી રવિવાર આવે ત્યારે "

" હમ "

થોડી વાર પછી,

બંને ત્યાં નજીક માં આવેલી આઈસ ક્રીમ શોપ પર આઈસ ક્રીમ ખાતા હતા. ત્યાં નિયા બોલી,

" યાર સત્યનારાયણ નો આઈસ ક્રીમ યાદ આવે છે "

" હમારે દિમાગ કી બાત કૈસે સમજ જાતે હો ?" આદિ બોલ્યો.

" એ સમજાય જાય છે હવે શું કરું "

" તું આવે ત્યારે જઈશું "

" પાક્કું "

" પણ મને એ ના ખબર પડી તે આવતાં રવિવારે આવવાની કેમ ના પાડી ?"

નિયા એ ખાલી સ્માઈલ આપી.

" ઓહ્ કઈક પ્લાન છે એમને ?"

" યેસ. "

" શું છે ?"

" ફરવા જવાનું છે " નિયા બોલી.

" કોની સાથે ?"

" ફોઈ સાથે "

" તો બરાબર " આદિ એ કહ્યું.

" કેમ તને શું લાગ્યું ?"

" હસે કોઈ. મળી ગયું હસે "

" ના મળી જસે એટલે કહીશ તને " નિયા બોલી.

" સારું પણ પેલા આઈસ ક્રીમ ખાઈ લે નઈ તો પીગળી જસે "

" આઈસ ક્રીમ ની બોવ ચિંતા તને "

" હા બોવ જ " આંખ મારતા આદિ બોલ્યો.

થોડી વાર બંને એ વાત કરી પછી નિયા ને આદિ ને મૂકવા રેલ્વે સ્ટેશન પર ગઈ.

આજે બંને એ બોવ બધા પિક પાડ્યા હતા.

નિયા એ જોતી હતી એટલે આદિ બોલ્યો,

" છોકરો બાજુ માં ઊભો છે અને લોકો ફોટો માં જોવે છે "

" એ તો જોતી હતી કે પિક માં સારો લાગે છે કે રીયલ માં" નિયા બોલી.

" ઓય હોય... છોકરી આવું પણ નોટિસ કરવાં લાગી છે "

" કઈ પણ "

" દિલ આવી ગયું હોય તો કહી દેજે " ફ્લર્ટ કરતા આદિ 😉 બોલ્યો.

" ચાલો બાય બાય. જા હવે આણંદ "

" પછી તું રડીશ આમ મોકલીશ તો મને " આદિ એ કહ્યું.

" હું કેમ રડું ?"

" એટલે સાચે હું દૂર જતો રહીશ તો પણ તને કઈ ફરક નઈ પડે" આદિ એ કહ્યું.

નિયા આ સાંભળી ને કઈક બીજા જ વિચારો મા ખોવાઈ ગઈ.

ટ્રેઈન હજી આવી નઈ હતી આદિ ની એટલે એ બંને ત્યાં ટ્રેઈન ની રાહ જોઈ ને ઉભા હતા.

નિયા એ કઈ જવાબ ના આપ્યો એટલે આદિ એ એની સામે જોયું તો નિયા ની આંખ માં પાણી હતા.

" આર યુ ઓકે ?"

" હમ "

" સોરી એ નઈ બોલવાનું હતું "

નિયા કઈ જ ના બોલી.

ટ્રેઈન આવવાની હવે તૈયારી હતી. આદિત્ય એ ઘડિયાળ માં ટાઈમ જોયો તો પાંચ મિનીટ ની વાર હતી. ટ્રેઈન આવવામાં.

" નિયા " આદિ ને કઈક કહેવું હતું. પણ કઈ બોલ્યો નઈ એ.

" હમ બોલ "

" ના કઈ નઈ " આદિ એ વિચાર્યું હવે ફરી કોઈ વાર કહીશ.

" મિયાન " નિયા આટલું જ બોલી ખાલી.

મિયાન એટલે કે આદિ આજે પાછો નિયા ની આંખ માં ખોવાઈ ગયો. નિયા ની આંખ કઈક કહેવા માંગતી હતી પણ શું એ આદિ સમજી શકતો નઈ હતો.

" તુસી જા રહે હો " નિયા એક દમ માસુમ થઈ ને બોલી.

બેસ્ટ ફ્રેન્ડ થી દુર જવું કોને ગમે. અત્યારે કઈક એવી જ સ્થિતિ હતી આદિત્ય ની. શું બોલવું એ સમજ મા આવતું નઈ હતું એની.

" જવું તો પડશે જ " આદિ એ કહ્યું.

નિયા આગળ કઈ બોલી નઈ એટલે આદિત્ય એ એને હગ કરી લીધું. અને પછી કહ્યું,

" મન વાળી દોસ્તી ક્યારેય પણ નઈ તૂટે. અને મિયાન નિયા ને ક્યારેય પણ નઈ ભૂલે. આદિ ભૂલી જશે કામ માં પણ મિયાન તો નઈ જ ભૂલે. "

નિયા એ એક મસ્ત સ્માઈલ આપી. એ કઈ ના બોલી. અને કહેવા જેવું પણ કંઇ હતું જ નઈ. કેમકે આદિ અને નિયા ની દોસ્તી મા ખોટી પ્રોમિસ આપવાની આવતી જ નઈ હતી.

ત્યાં આદિ ની ટ્રેઈન આવી ગઈ. એટલે નિયા બાય કહી ને ઘરે જવા નિકળી.

રાતે આઠ વાગ્યે,

નિયા ના ફોઈ એ પાણી પૂરી બનાવી હતી. એ લોકો જમવા બેસતા હતા ત્યાં જીજુ ( જાનવી દીદી વાળા ) આવ્યા.

" ઓહો જીજુ ને આજે ટાઈમ મળ્યો એમ ને " નિયા એ કહ્યું.

" મેડમ તારી પાસે ટાઈમ નથી. હું બપોરે આવેલો પણ તું બહાર ગઈ હતી. "

" અચ્છા. ફ્રેન્ડ આવેલો એટલે બહાર ગયેલી "

" ફ્રેન્ડ કે પછી બોય ફ્રેન્ડ ?" જીજુ એ પૂછ્યું.

બોય ફ્રેન્ડ સાંભળી ને નિયા ના ફોઈ, ફુઆ અને જાનવી દીદી હસવા લાગ્યા.

" કેમ હસો છો તમે ?"

" નિયા નો બોય ફ્રેન્ડ " નિયા માં ફોઈ બોલ્યા.

" એને કોઈ ગમી જાય તો હું પાર્ટી આપીશ " નિયા ના ફુઆ એ કહ્યું.

આમ થોડી મસ્તી મઝાક કરતા કરતા એ લોકો એ પાણીપુરી ખાધી. અને પછી નિયા, જાનવી દીદી અને જીજુ બહાર આઈસ ક્રીમ ખાવા ગયા.

રાતે નિયા સૂતા પહેલાં ડાયરી માં કઈક લખતી હતી. અને આજે લખતા ટાઈમ પર એ કઈ વધારે જ ખુશ હતી. એટલે જાનવી એ પૂછ્યું,

" નિયા આજે તું બોવ ખુશ લાગે છે "

" હા દીદી "

" ચલ હવે સૂઈ જા .. ગુડ નાઈટ "

થોડી વારમાં નિયા સૂઇ ગઇ.

બે દિવસ પછી,

નિયા સિધ્ધાર્થ સાથે નોવેલ ના આગળ ના પાર્ટ નું ડિસ્કસ કરતી હતી. ત્યારે સિધ્ધાર્થ એ કહ્યું,

" શું તારી સાથે ખાલી મેસેજ માં જ વાત થશે ? કોઈ દિવસ તારો અવાજ સાંભળવા પણ નઈ મળે. તું નોવેલ પત્સે પછી એક વાર તો મળસે ને ?"

કેમકે આજ સુધી એ બંને એ ના તો ફોન પર વાત કરી હતી ના મળ્યા હતા. ખાલી મેસેજ પર જ નોવેલ ની વાત થતી. એ સિવાય કોની લાઈફ મા શું થાય છે એ કંઈ જ ખબર નઈ હતી.

નિયા પણ એની લાઈફ કોઈ સાથે શેર કરવા નઈ માંગતી હોય. અત્યારે એની લાઈફ મા આદિત્ય જ હતો જેને મોસ્તલી બધી વાત ખબર હસે નિયા ની. બાકી મનન, તેજસ અને નિશાંત હતા જેમની સાથે નિયા નું બોન્ડિંગ હતું.