Mind: Relationship Friendship No - 69 books and stories free download online pdf in Gujarati

મન : સંબંધ મિત્રતા નો - 69

બીજે દિવસે સાંજે

રિયા જોબ પર થી ઘરે આવી ત્યારે એના મમ્મી પપ્પા રેડી થઈ ને બેસેલા હતા.

" ક્યાં જાવ છો ?" રિયા એ આવતા ની સાથે પૂછ્યું.

" બહાર. તારા પપ્પા ના કોઈ ફ્રેન્ડ ને મળવા જવાનું છે " રિયા ના મમ્મી બોલ્યા.

" સારું જાવ તો "

ત્યાં તો રિયાન રેડી થઈ ને બહાર આવ્યો એ જોઈ ને રિયા બોલી,
" તારે પણ પપ્પા ના ફ્રેન્ડ ને મળવા જવાનું છે ?"

" ના. મારો ફ્રેન્ડ કેનેડા થી આવ્યો છે તો એને મળવા જાવ છું એટલે હું પણ બહાર જમી ને આવીશ"

આ લોકો ને બહાર જતા જોઈ ને રિયા ને પાછી ભૌમિક ની યાદ આવી ગઈ એટલે એ કઈ પણ બોલ્યા વગર એના રૂમ માં જતી રહી.

રિયા ના મમ્મી પપ્પા તો બહાર ગયા. પણ રિયાન હજી ત્યાંજ હતો. રિયા એ ભૌમિક ને ફોન કર્યો પણ સ્વિચ્ ઓફ આવતો હતો. અને એનું નેટ પણ ઓફ હતું મેસેજ કર્યો ત્યારે.

રિયા શાંતિ થી બેઠી હતી ભૌમિક ની યાદ માં ત્યાં નિયા એ કૉલ કર્યો.

" બોલ નિયા "

" શું કરે તું ? ફ્રી હોય તો ચલ ને મારે બહાર ખાવા જવું છે" નિયા બોલી.

" ફ્રી તો નથી પણ તને ના થોડી પડાય "

" હા તું ના બોલતે તો પણ મે તો લઈ જાત તને "

" સાચે ?"રિયા એ પૂછ્યું.

" હા સાચે "

" ક્યાં જવું છે ?"

" એ હું લઈ જઈશ. દસ મિનિટ માં રેડી થઈ જા હું આવું છું લેવા "

" હા બેબી " રિયા એ મસ્તી મા કહ્યું.

" કપડા થોડા સારા પહેરજે "

" કેમ છોકરો બતાવવા લઇ જાય છે ?" રિયા એ પૂછ્યું.

" હા એવું જ કઈક "

" મારે કોઈ ને નઈ જોવો "

" મારે બતાવવો છે. બોવ પૂછ પૂછ ના કર. મને ભૂખ લાગી છે જલ્દી રેડી થઈ જા. હું આવી પાંચ મિનિટ માં. બાય બાય " કહી ને નિયા એ ફોન મૂકી દીધો.

રિયા ને રેડી થતા જોઈ ને રિયાન એ પૂછ્યું,
" તું ક્યાં જાય છે ?"

" નિયા સાથે બહાર "

" સારું. હું જાવ બાય "કહી ને રિયાન જતો રહ્યો.

નિયા ના મમ્મી પપ્પા પણ ઘરે નઈ હતા એ પણ બહાર ગયા હતા.

અડધો કલાક પછી,

નિયા એ એક ગાર્ડન રેસ્ટોરન્ટ પાસે એની એક્ટિવા ઊભી રાખી.

" તું અહીંયા ખાવા લઈ આવી ?" રિયા એ પૂછ્યું.

" હા કેમ ?"

" અહીંયા શું ખાઇસુ ?"

" મસ્ત મળે છે પંજાબી. તું ચલ ને ભાઈ " નિયા તો દરરોજ જ અહીંયા આવતી હોય એમ બોલી.

એ લોકો અંદર જતા હતા ત્યાં નિયા ને કોઈ નો ફોન આવ્યો. ત્યાં થોડો અવાજ હતો એટલે નિયા એ રિયા ને કહ્યુ,

" તું બેસ જગ્યા શોધી ને. હું આવું ફોન પર વાત પતાવી ને"

રિયા અહીંયા પહેલી વખત આવી હતી એટલે એ વિચારતી હતી ક્યાં બેસવું એ. એને એક પ્લેસ ગમી પણ ત્યાં કોઈ ફેમિલી બેસેલું હતું.

એટલે રિયા થોડે દૂર જ્યાં કોઈ બોવ પબ્લિક નઈ હતી ત્યાં બેસી અને નિયા ની રાહ જોતી હતી.

આ બાજુ નિયા એ ફોન કટ કરી ને રિયા શું કરે છે એ છૂપી રીતે જોતી હતી.

રિયા મેનુ મા જોતી હતી ત્યાં એના ફોન મા એક એસએમએસ આવ્યો.

" થોડું ધ્યાન અમારા માં પણ આપી દો મેડમ "

કોઈ અનનોન નંબર પર થી મેસેજ હતો. પણ રિયા ને કોઈ એની આજુ બાજુ હોય અને એ જ મેસેજ કરતું હોય એવું લાગી રહ્યું હતું.

પાછો મેસેજ આવ્યો, " એક વાર મારી તરફ પણ જોઈ લે"

રિયા એ ફોન માથી હટાવી મેનુ વાંચવા લાગી. પણ એને કઈક જુદું જ લાગતું હતું અત્યારે.

પાંચ મિનિટ પછી,

" હેય બ્યુટીફુલ " કોઈ રિયા પાસે આવતા બોલ્યું.

રિયા એ જોયું તો સામે ભૌમિક ઊભો હતો.

" તું અહીંયા ?" રિયા ને તો શું બોલવું કઈ સમજ મા નઈ આવતું હતું.

" સરપ્રાઈઝ " ભૌમિક રિયા ની નજીક આવતાં બોલ્યો.

" ક્યારે આવ્યો તું ? અને મને કીધું કેમ નઈ તે ?" રિયા આટલું પરાણે બોલી શકી.

" તું ખુશ ના થઈ હોય તો પાછો જતો રહું કેનેડા " ભૌમિક બોલ્યો.

રિયા કઈ ના બોલી બસ ભૌમિક ની સામે જોઈ રહી. ભૌમિક પણ રિયા ને જોતો હતો.

ત્યાં નિયા અને રિયાન એક સાથે બોલ્યાં,
" અમે પણ અહીંયા ઊભા છે "

એટલે રિયા અને ભૌમિક એ એક બીજા નું જોવાનું બંધ કર્યું.

રિયા ની નજર પેલું ફેમિલી બેસેલું હતું ત્યાં ગઈ. કેમકે એને ત્યાં એના મમ્મી અને પપ્પા દેખાય.

રિયા કઈ વધારે વિચારે એ પહેલાં ભૌમિક પ્રપોઝ કરતો હોય એમ બેસી ને રિયા ને રોઝ આપી ને બોલ્યો,
" વીલ યુ મેરી મી "

રિયા બસ ભૌમિક ની સામે જોતી રહી એ કઈ ના બોલી શકી એટલે રિયા ના મમ્મી એની પાસે આવતા બોલ્યા,
" રિયા અત્યાર સુધી તું રાહ જોતી હતી. હવે સામે છે તો બોલતી નથી "

" અફ્કોર્સ આઇ વિલ " રિયા આટલું જ બોલી ભૌમિક ના હાથ માથી રોઝ લેતાં.

રિયા એ ભૌમિક ને હગ કરી લીધું. એ બંને ની આંખ મા ખુશી ના આંસું હતા. અને રિયા અને ભૌમિક ને આમ સાથે જોઈ ને બીજાં બધા પણ ખુશ હતા.

એ લોકો ત્યાં સાથે જમ્યા પછી ઘરે જવા નીકળ્યા ત્યારે ભૌમિક ના મમ્મી એ કહ્યું,

" હવે તો જલ્દી સગાઈ ની તારીખ નક્કી કરવી પડશે "

" હા " રિયા ના મમ્મી એ કહ્યું.

રિયા ને ભૌમિક ને બોવ બધા સવાલ કરવા હતા પણ હજી એ બંને એકલા મળ્યા જ નઈ હતા. ભૌમિક પણ રિયા ને શાંતિ થી મળવાની રાહ જોતો હતો.

" રિયા જઈએ હવે ઘરે ?" રિયા ના મમ્મી એ કહ્યું.

" હમ " રિયા એક દમ ધીમે થી બોલી.

" કાલે આવસે મળવા તને ભૌમિક શાંતિ થી " ભૌમિક ના મમ્મી બોલ્યા. એટલે રિયા ના ફેસ પર સ્માઈલ આવી ગઈ.

રિયા આજે કઈ વધારે જ ખુશ હતી અને બધા પણ એટલા જ ખુશ હતા.

બીજે દિવસે સવારે,

રિયા ને આજે શનિવાર હોવાથી રજા હતી. એ એકલી જ હતી ઘરે બધા જોબ પર ગયા હતા.
અગિયાર વાગ્યા હસે ત્યાં ઘર નો ડોર બેલ વાગ્યો.

" મોન્ટુ તું ?" ભૌમિક ને જોતા રિયા બોલી.

" હા કાલે તો મમ્મી એ કીધું ને હું આવીશ મળવા એમ "

" હા પણ મને એમ કે તું સાંજે આવસે "

" પાછો જતો રહું ?" ભૌમિક એ પૂછ્યું.

" ના હવે. બેસ " કહી ને રિયા પાણી લેવા ગઈ.

" Thank you " પાણી પીતા પીતા ભૌમિક બોલ્યો.

થોડી એ બંને એ વાત કરી પછી ભૌમિક એ કહ્યુ,
" ચલ રેડી થઈ જા બહાર જવાનું છે "

" ક્યાં ?"

" તું રેડી થઈ જઈશ ?"

" હા તને થોડી ના કહેવાય "

થોડી વાર માં રિયા રેડી થઈ ને બહાર આવી ગઈ.

" મસ્ત લાગતી છે આજે તો તું " ભૌમિક રિયા ને જોતાં બોલ્યો.

" Thank you "
જવા માટે ભૌમિક ઊભો થયો ત્યારે રિયા એ એને ટાઈટ હગ કરી લીધું. અને પછી બોલી,

" લવ યુ મોન્ટુ "

" લવ યુ બેબી "

એ બંને એ આખો દિવસ ફર્યા.

એક મહિના પછી રિયા અને ભૌમિક ની સગાઈ થઈ ગઈ. નિયા ભૌમિક જીજુ કહી ને બોવ હેરાન કરતી ભૌમિક ને. અને અમુક વાર રિયા ને પણ રિયા ભાભી.

ભૌમિક ની સગાઈ ના થોડા દિવસો મા નક્ષ ની પણ સગાઈ થઈ ગઈ. અને એના દિવાળી પછી મેરેજ હતા. નક્ષ ની સગાઈ થોડી જલ્દી માં થઈ હતી એટલે નિયા અને ભૌમિક જઇ નઈ શક્યા હતા.

આ ટાઈમ નવરાત્રિ માં એ લોકો એ બોવ મઝા કરી. રિયાન, રિયા , નિયા અને રિયાન એ ચારેવ જોડે જ જતા ગરબા ગાવા.

થોડા દિવસ પછી,

નિયા એના મમ્મી સાથે રાતે વાતો કરતી હતી ત્યારે આદિ નો ફોન આવ્યો.

" બોલો જનાબ કેમની યાદ આવી મારી ?" નિયા એ પૂછ્યું.

" યાદ આવે તો જ ફોન કરવાનો ?"

" ના એવું નઈ " નિયા એ કહ્યું.

" તો કેવું છે બોલ તો ? તારે ફોન કરવો નથી મને "

" બેટા એ તો કોઈ ને ફોન જ નઈ કરતી " નિયા ના મમ્મી નિયા ની બાજુ માં જ બેસેલા હતા એટલે એમને કહ્યું.

" હાઈ આંટી કેમ છો ?"

" મસ્ત તું કેમ છે ? ક્યારે આવે છે સુરત ?" નિયા ના મમ્મી એ પૂછ્યું.

" જોઈએ રજા હસે તો આવીશ "

" બધા જોડે આવજો. તેજસ , નિશાંત અને મનન "

" પાક્કું "

" મમ્મી હજી કઈ કહેવુ છે તમારે ?" નિયા એ એના મમ્મી ને કહ્યું.

" ના તું વાત કર હું સૂઈ જાવ " કહી ને નિયા ના મમ્મી એમના રૂમ માં ગયા.

" બોલો જનાબ કેમની મારી યાદ આવી ?"

" તારી યાદ તો દરરોજ જ આવે જ છે પણ ટાઈમ નઈ મળતો ફોન કરવાનો "

" અફસોસ "

એ લોકો મસ્તી કરતા હતા ત્યારે આદિ એ કહ્યું,
" આપડે ફરવા જવાનું હતું શું થયું એનું ?"

" ક્યારે ?"

" મનાલી જવાનું હતું ને"

" ત્યાં નઈ જવું ડેલહાઉસી જઈએ તો ?" નિયા એ પૂછ્યું.

" તો ચાલો મારી તો ના જ નથી "

" મારે તારી જૉડે ના આવવું હોય તો ?" નિયા એ પૂછ્યું.

" ના પાડે તો પણ તને તો લઈ જ જવ હું "

" મારે ના આવવું હોય તો ?" નિયા એ પૂછ્યું.

" તો પણ લઈ જઈશ. હું તને પુછતો નથી કે નિયા તું આવીશ કે નહિ. તારે આવવાનું જ છે એમ કહું છું "

" સારું સારું "

" ક્યારે જઈશું બોલ ને ?" આદિ એ પૂછ્યું.

" જાન્યુઆરી ના લાસ્ટ વીક માં "

" પાક્કું ને ?"

" હા " નિયા એ ખુશ થતા કહ્યું.

" હજી વાર છે જવાની બોવ ખુશ ના થા "

" હા પેલા લોકો ને પુછી લેજે આવવું હોય તો " નિયા એ કહ્યું

" પૂછ્યું પણ એ લોકો ના પાડે છે "

" તો વાંધો નઇ. તારે આવવાનું છે ને ?" નિયા મસ્તી કરતા પૂછ્યું.

" કોઈ સવાલ જ નઈ થતો કે હું ના આવું. "

" હમ... "

" શું હમ "

" કઈ નઈ. કોણ આવસે આદિ કે મિયાન ?" નિયા એ પૂછ્યું.

" તારે કોની સાથે ટ્રીપ પર જવું છે ?" આદિ એ પૂછ્યું.

" મિયાન "

" કેમ આદિ નઈ ગમતો ?"

" ના એવું નથી. એ જસ્ટ ફ્રેન્ડ છે. મિયાન બેસ્ટ ફ્રેન્ડ અને ટ્રાવેલ પાર્ટનર છે " નિયા બોલી.

" ઓહ રિયલી ?"

" યસ "

આમ એ લોકો ની મસ્તી વાળી વાતો કોક વાર થઈ જતી.

રિયા અને ભૌમિક ના મેરેજ દિવાળી પછી જ હતા એટલે રવિવારે નિયા રિયા સાથે શોપિંગ કરવા જતી. નિયા એ પણ થોડી શોપિંગ કરી હતી કેમકે કે એની બેસ્ટ ફ્રેન્ડ ના મેરેજ હતા જેની નિયા ઘણા વર્ષો થી રાહ જોતી હતી.

એક દિવસ નિયા જમતી ને ટીવી જોતી હતી ત્યારે રિયાન નો ફોન આવ્યો,
" નિયા કાલે રેડી થઈ જજે મારી સાથે આવવાનું છે ?"

" ક્યાં પણ ?"

" મમ્મી પેલી છોકરી ને વાત કરતા હતા ને એને મળવા જવાનું છે "

" હા તો એમાં શું કરું હું ?"

" હું એકલો નઈ જવાનો. તારે આવવાનું જ છે "

" એને કેવું લાગશે ?"

" મે ફોરમ ને કહી દીધું છે નિયા આવસે મારી જોડે "

" સારું સારું "

બીજે દિવસે સાંજે,

રિયાન સાથે નિયા ગઈ. એને બોવ અજીબ લાગતું હતું આમ જવું પણ રિયાન માટે આટલું તો કરી જ શકે એ. એનો ફ્રેન્ડ હતો એટલે.

રિયાન અને ફોરમ ત્યાં વાત કરતા હતા પણ નિયા ચુપ હતી એટ્લે ફોરમ એ પુછ્યુ,
" કેમ નિયા તું બોલતી નથી ?"

" હું બોવ ઓછું બોલું છું " નિયા એ કહ્યું.

" મને ખબર છે પણ તું આમ ચુપ નઈ રહેતી એ પણ મને ખબર છે. રિયાન ને હેરાન કરે જ તું. રિયાન એ કહ્યું છે મને. એની મેગી પાર્ટનર તું છે એ "

" ઓહ રિયાન એ તમને બધું કહી દીધું છે ?"

" હા " ફોરમ એ કહ્યું.

થોડા દિવસ પછી,

રિયાન અને ફોરમ નું પણ નક્કી થઈ ગયું હતું. દિવાળી પછી હવે ભૌમિક અને રિયા ના મેરેજ હતા અને એ પછી રિયાન અને ફોરમ ની સગાઈ.

દિવાળી ના વેકેશન માં તો નિયા આખો દિવસ રિયા ના ઘરે જ હોય. યા તો એ લોકો ની જોડે શોપિંગ પર.

આ ટાઈમ તો દિવાળી કેમની પતી ગઈ એ જ ખબર ના રહી.

દિવસો ઝડપથી જતા હોય એવું લાગવા લાગ્યું. જોત જોતા માં રિયા ના મેરેજ ના દિવસો પણ નજીક આવવા લાગ્યા.

આજે રિયા ની મહેંદી હતી. નિયા એ આજ થી જોબ પર ચાર દિવસ માટે રજા લઈ લીધી હતી. રિયા ના મેરેજ માટે.

કાલે રિયા નું સંગીત ફંકશન હતું. નિયા એ રિયા માટે કઈક લખ્યું હતું એ બોલવાની હતી અને એ અને રિયાન ડાન્સ પણ કરવાના હતા.

નિયા ને બીજી એક વાત ની પણ ખુશી હતી કે નક્ષ આવવાનો છે અને ઘણા સમય પછી એ લોકો મળવાના હતા.

બીજે દિવસે,

આજે રિયા ના ઘરે સંગીત હતું રાતે. નિયા એ મસ્ત ચણીયા ચોલી પહેરી હતી. નિયા ને જોઈ ને રિયા બોલી,
" આજે કોઈ ફિદા થઈ જશે "

" ફિદા કરવા માટે રેડી નઈ થઈ " નિયા એ કહ્યું. ત્યાં રિયાન આવ્યો.

" નિયા આજે તો રિયા કરતા પણ મસ્ત લાગે છે" રિયાન બોલ્યો.

" તું નજર ના લગાવ નિયા ને " ફોરમ એ કહ્યું.

" ઓહો ફોરમ ભાભી તમે તો મેચિંગ કર્યું ને રિયાન જોડે " નિયા બોલી.

આમ એ લોકો વાતો કરતા હતા ત્યાં રિયા ના મમ્મી એ કહ્યું,
" હવે વાતો ઓછી કરો અને ચાલો "

થોડી વાર પછી ફંકશન ચાલુ થયું.

ગરબા રાઉન્ડ પત્યા પછી રિયાન અને નિયા એ ભૌમિક અને રિયા માટે ડાન્સ કર્યો. અને પછી નિયા એ રિયા માટે જે લખ્યું હતું એ બોલી.

બોવ બધા એવા હતા આજે જેમની નજર રિયા કરતા વધારે આજે નિયા પર હતી.

ફંકશન પત્યા પછી રિયા, રિયાન , ફોરમ, નિયા બેસેલા હતા ત્યાં કોઈ એ આવી ને રિયાન ને પૂછ્યું,

" તારે સાથે ડાન્સ કર્યો હતો એ કોણ હતું ?"

" ફ્રેન્ડ કેમ ?"

" સારી હતી " પેલો છોકરો બોલ્યો.

રિયાન ને આ સાંભળી ને થોડો ગુસ્સો આવ્યો. પણ એને કહ્યું,
" એનું નક્કી થઈ ગયું છે "

એટલે પેલો છોકરો જતો રહ્યો.

નિયા અને ફોરમ આજ ના પાડેલા ફોટો જોતાં હતાં. પણ રિયા નું ધ્યાન રિયાન ને મળવા જે છોકરો આવેલો એના પર હતું. રિયાન એ ઈશારા માં પૂછ્યું પણ રિયા એ કંઈ નઈ કહી દીધું.

બીજે દિવસે અમુક વિધિ અને હલ્દી હતી. રિયા ની હલ્દી પતી બધા ફોટો ક્લિક કરતાં હતાં ત્યારે ફોરમ એ નિયા ને હલ્દી લગાવી ને કહ્યું,
" નિયા તારો ડ્રીમ બોય જલ્દી મળી જાય તને "

"કેમ હલ્દી લગાવવાથી જલ્દી મળી જાય એવું હોય ?" રિયાન એ પૂછ્યું.

" ખબર નઈ પણ બધા એવું કહે છે " ફોરમ એ કહ્યું.

" તો પછી મારે પણ લગાડવી પડશે " રિયાન એ એમ બોલતા હલ્દી લગાવી.

રાતે એ લોકો જમી ને બેસેલા હતા ત્યારે રિયાન એ કહ્યું,
" રિયા તું સાચે જતી રહેશે "

" હા "

" પછી હું મસ્તી કોની સાથે કરીશ ?" રિયાન એ પૂછ્યું.

" નિયા " રિયા અને ફોરમ એક સાથે બોલ્યા.

બીજે દિવસે,

રિયા રેડી થઈ રહી હતી. નિયા અને ફોરમ તો થોડી વાર પહેલા જ રેડી થઈ ને બેસી ગયેલા. ત્યાં રિયાન આવ્યો.

આ ત્રણ ને જોઈ ને બોલ્યો,
" હરિયાળી તો અહીંયા જ છે. નિયા સાચે આજે કોક ને ગમી જવાની છે તું ?"

" આમ ના બોલ રિયાન " ફોરમ બોલી.

" હા તું નિયા ને નઝર લગાવે છે " રિયા એ કહ્યું.

થોડી વાર માં રિયા નો ઇંતજાર પૂરો થવાનો હતો. ભૌમિક એને કાયમ માટે લઈ જવા આવવાનો હતો.

બે કલાક પછી,

મેરેજ ની વિધિ ચાલુ હતી. રિયા ની બાજુ માં ફોરમ અને નિયા બેસેલા હતા. પછી બધા સ્ટેજ પર ફોટો પડાવવા આવ્યા એટલે નિયા સ્ટેજ થી થોડું દૂર જતી રહી.

નિયા ઊભી હતી ત્યાં એક આંટી એ કહ્યુ,
" દીકરા મને પાણી લાવી આપ ને. મારે દવા લેવાની છે "

" હા આંટી " કહી ને નિયા પાણી લેવા ગઈ.

પાંચ મિનિટ પછી,
" લો આંટી " નિયા પાની આપતા બોલી.

" Thank you બેટા"

થોડી વારમાં રિયા ની વિદાય નો સમય થઈ ગયો. રિયા બધા ને મળતી હતી. રિયા ને રડતા જોઈ ને નિયા ની આંખ માં પાણી આવી ગયેલા. પણ જ્યારે રિયા નિયા ને મળવા આવી ત્યારે નિયા એ મસ્ત સ્માઈલ આપી હગ કરી લીધુ અને કાન માં બેસ્ટ ઓફ લક કહ્યું.

રિયાન, ફોરમ બધા ના જ આંખ મા આંસું હતા. અચાનક નિયા ની નઝર એના મમ્મી પપ્પા સામે ગઈ. અને નિયા કઈ પણ બોલ્યા વગર ત્યાં થી દુર જતી રહી.એને છેલ્લી વાર રિયા ને બાય પણ ના કહ્યું.

બીજે દિવસે સાંજે,

આજે રિયા અને ભૌમિક નું રિસેપ્શન હતું. નિયા અને ફોરમ એ સેમ લોંગ ગાઉન પહેર્યું હતું. ફોરમ નું લાઈટ પિક કલર નું હતું અને નિયા નું બ્લૂ અને સિલ્વર કલર નું.

જ્યારે એ લોકો રિસેપ્શન માં પોહચ્યા ત્યારે નિયા રિયા ક્યાં છે એ જોતી હતી.ત્યાં કોઈ પાછળ થી આવી ને બોલ્યું,

" કેમ છે ડાન્સ પાર્ટનર ?"

" નક્ષ તું ? " નિયા નક્ષ ને જોતા બોલી.

" યેસ "

નિયા , નક્ષ, રિયાન અને ફોરમ વાત કરતા હતા ત્યારે ભૌમિક સ્ટેજ પર માઇક લઈ ને બોલ્યો,
" નક્ષ અને નિયા હવે ડાન્સ કરશે "

" આ પાગલ થઈ ગયો છે કે શું ?" નિયા બોલી.

જેટલા નિયા ને ઓળખતા હતા એ લોકો નિયા ના નામ ની બુમ પાડતા હતા. અને નક્ષ ને ઓળખતા હતા એ લોકો નક્ષ ના નામની.

" ડાન્સ પાર્ટનર રેડી ?" નક્ષ બોલ્યો.

" શું રેડી ? આમ કોણ ડાન્સ કરે પ્રેક્ટિસ વગર ?" નિયા બોલી.

" ચલ નિયા તું કરી શકે છે " રિયાન અને ફોરમ બોલ્યા.

નિયા એ એના મમ્મી સામે જોયું એમને પણ હા પાડી.

" રેડી ?" નક્ષ બોલ્યો.

" યેસ "

નિયા અને નક્ષ એ કપલ ડાન્સ કર્યો. પછી ભૌમિક અને રિયા એ ડાન્સ કર્યો.

આમ રિયા ના મેરેજ પણ થઈ ગયા. હવે નિયા ની બેસ્ટ ફ્રેન્ડ એના થી થોડી દૂર જતી રહી હતી. આમ તો સુરત મા જ હતી પણ હવે એ લોકો નું મળવાનું ઓછું થઈ ગયું હતું.

થોડા દિવસ પછી,

હવે ડિસેમ્બર મહિનો ચાલું થઇ ગયો હતો. નિયા ને એના બર્થ ડે ની રાહ આ ટાઈમ હતી ખબર ની કેમ પણ એ આટલા વર્ષો મા પહેલી વાર એના બર્થ ડે ની આટલી રાહ જોઈ રહી હતી.

થોડા દિવસ પછી,

નિયા રાતે જમી ને નીચે ગાર્ડન મા ગઈ હતી. નિયા ના મમ્મી પપ્પા ટીવી જોતાં હતાં ત્યારે કોઈ નો ફોન આવ્યો.

" હાઈ અંકલ કેમ્ છો ?" કોઈ છોકરા નો અવાજ હતો.

પણ નિયા ના પપ્પા ને નંબર સેવ નઈ હતો એટલે કોનો ફોન છે એ ખબર ના પડી એટલે પૂછ્યું,

" કોણ ?"

" આદિત્ય બોલું "

" હા બોલ બેટા કેમ છે ?"

" મસ્ત તમે કેમ છો ?" આદિ એ પૂછ્યું.

" હું પણ મસ્ત છું "

થોડી જોબ ની અને એ બધી વાત કરી પછી આદિ એ પૂછ્યું

" અંકલ, અમે નિયા ની બર્થ ડે પર સુરત આવવાનું વિચારીએ છીએ "

" તો આવો એમાં પુછવાનું ના હોય " નિયા ના પપ્પા એ કહ્યું.

" હા એમાં ના પૂછવાનું હોય. પણ આ ટાઈમ અમે બધા આવવાના છે "

" બધા એટલે તમે ચાર જ ને ?"

" હા અમે ચાર જ બીજું કોણ હોય ?" આદિ એ પૂછ્યું.

" કોઈ નું નક્કી થઈ ગયું હોય તો એક મેમ્બર વધી જાય ને ?"

" ના અંકલ શું મઝાક કરો છો તમે. હજી વાર છે "

" સારું સારું. આવો તો જલ્દી"

" હા પણ નિયા ને નઈ કહેતા "

" કેમ ?"

" સરપ્રાઈઝ છે " આદિ એ કહ્યું.

" સારું સારું "

થોડા દિવસ પછી,

આજે 25 ડિસેમ્બર હતી એટ્લે નિયા ને રજા હતી. રજા હોય એટલે નિયા ને ઉઠવાનું મોડું.
એ બપોરે એક વાગ્યા ની સૂઈ ગયેલી તો સાડા ચાર વાગ્યે ઊઠી ને ટીવી જોતી હતી ચિપ્સ ખાતા ખાતા.

ત્યાં એના મમ્મી એ પૂછ્યું,
" નિયા જમવાનું શું બનાવું ?"

" જે બનાવવું હોય એ "

" ના તું કહે ને આજે ઘરે છે તો "

" ઢોસા બનાવી દે " નિયા બોલી.

" એ મારે નઈ ખાવા "

" પાવભાજી બનાવો તો " નિયા બોલી.

" બે દિવસ પહેલા તો બનાવી હતી "

" પુલાવ કડી "

" ના એ નઈ "

" ચાઇનીઝ " નિયા એક પછી એક નામ બોલતી હતી અને એના મમ્મી બધું ના કહેતા હતા છેલ્લે નિયા કંટાળી ને બોલી,

" મમ્મી જે બનાવવું હોય એ બનાવી દો "

" પાણી પૂરી "

" ચાલશે "

" તો તું પૂરી લઈ આવ જે " નિયા ના મમ્મી એ કહ્યું.

" મમ્મી એક દિવસ રજા માં શાંતિ હોય અને તમે ભીડ મા પૂરી લેવા મોકલો " નિયા બોલી.

" તારે ક્યાં ચાલી ને જવાનું છે ?"

" હા તો શું થઈ ગયું "

" ચલ બેટા જાને આવું શું કરે છે " નિયા ના મમ્મી નિયા ને માનવતા બોલ્યા .

" તારા માટે જે ખાવું હોય એ લઈ આવજે ચોકોલેટ કે આઈસ્ક્રીમ "

" હા આ થઈ ને મારા કામ ની વાત " નિયા ખુશ થતા બોલી.

પાંચ દિવસ પછી,

આજે 30 ડિસેમ્બર હતી અને કાલે 31 ડિસેમ્બર.

આજે આદિત્ય , મનન, નિશાંત અને તેજસ નિયા ના ઘરે જવાના હતા. મનન આજે પહેલી વાર સુરત જવાનો હતો. ગઈ કાલે જ આદિ એ ફોન કરી ને કહી દીધું હતું નિયા ના મમ્મી ને કે એ લોકો આવવાના છે.

સાડા સાત વાગે નિયા ના મમ્મી એ બધા ની રસોઇ બનાઈ ને ફ્રી થાય હતા ત્યાં નિયા નો ફોન આવ્યો.

" મમ્મી હું નવ વાગે આવીશ. પલક જોડે શોપિંગ પર જવાનું છે એટલે "

" સારું. ઘરે આવી ને જમીશ ને ?" નિયા ના મમ્મી એ પૂછ્યું.

" હા "

નિયા ના મમ્મી આગળ કઈ બોલે એ પહેલા નિયા એ ફોન મૂકી દીધો.

આઠ વાગ્યે આદિ લોકો નિયા ના ઘરે પોહચી ગયા એ લોકો ફ્રેશ થઈ ને બેઠા હતા પણ હજી નિયા ના આવી એટલે તેજસ એ પુછ્યુ
" આંટી નિયા કેમ નઈ આવી ?"

" આવસે નવ વાગ્યા સુધી મા. બહાર ગઈ છે એની ફ્રેન્ડ સાથે એવુ કહેતી હતી "

" એની અહીંયા કઈ ફ્રેન્ડ ?" નિશાંત એ ધીમે થી પૂછ્યું.

" આદિ ને પૂછ એને ખબર હસે " મનન બોલ્યો.

" આદિ કંઈ ફ્રેન્ડ જોડે બહાર ગઈ છે નિયા ?" નિશાંત એ પૂછ્યું.

" મને થોડી ખબર એ કંઈ ફ્રેન્ડ સાથે બહાર ગઈ છે એ ?"

" આવે ત્યારે પૂછી લેજો તમે બધા " તેજસ સમજાવતો હોય એમ ધીમેથી બોલ્યો.

" બધા નઈ નિશાંત પૂછશે " આદિ બોલ્યો.

" હું કેમ ?" નિશાંત બોલ્યો.

" હા તો તારે જાણવું છે નિયા ની ફ્રેન્ડ નું. અમને કોઈ ને નઈ " મનન એ કહ્યું.

" હા હું પુછી લઈશ " નિશાંત બોલ્યો.

" શું પૂછી લેશે ?" આદિ , તેજસ અને મનન એક સાથે બોલ્યા.

" કઈ ફ્રેન્ડ સાથે બહાર ગઈ હતી એ " નિશાંત બોલ્યો.

આમ એ લોકો નિશાંત ને હેરાન કરી રહ્યા હતા.

નિયા જોબ પર થી આવી ને બે વાર ડોર બેલ માર્યો પણ એના મમ્મી એ હજી ખોલ્યો નઈ હતો અને અંદર ઘર માથી કોઈ ના બોલવાનો અવાજ આવતો હતો.

પાંચ મિનિટ પછી નિયા ના મમ્મી એ દરવાજો ખોલ્યો. નિયા અંદર આવી ત્યારે જ,

" સરપ્રાઈઝ " આદિ, મનન, તેજસ અને નિશાંત એક સાથે બોલ્યા.

" ઓહ્ એમ જી . તમે બધા એક સાથે " નિયા એ લોકો ને જોતા બોલી.

" શું કરીએ તું તો અમને મળવા ના આવે તો અમારે તો આવવું જ પડે ને " તેજસ બોલ્યો.

" લોકો તો હવે યાદ પણ નઈ કરતા હુહ... " આદિ નિયા ને જોતા બોલ્યો.

" હા નિયા તું અમને ભૂલી જ ગઈ છે " નિશાંત બોલ્યો.

મનન હસતો હતો આ લોકો ને સાંભળી ને. એટલે નિયા એ કહ્યું,
" મનન તારે કઈ નઈ કહેવું ?"

" ના " મનન બોલ્યો.

" બોવ સારું. કેવી લાગી સરપ્રાઈઝ ?" નિશાંત એ પૂછ્યું.

" મસ્ત " નિયા બોલી.

" બસ આટલું જ કહીશ તું ?" આદિ એ પૂછ્યું.

" કોઈ શબ્દ નથી બોલવા માટે " નિયા બોલી.

એ લોકો વાત કરતા હતા ત્યાં નિયા ના પપ્પા આવ્યા.

થોડી વાર પછી નિયા ના મમ્મી એ કહ્યુ,
" તમે લોકો જમી લો પછી વાતો કરજો "

નિયા બધા નું ખાવાનું પ્લેટ માં કાઢતી હતી ત્યાં એના મમ્મી એ કહ્યું,

" નિયા તે તારી પ્લેટ નઈ લીધી ?"

" આદિ જોડે ખાઇસ આજે મે " નિયા આદિ સામે જોતા બોલી.

" ઓહ " આદિ ધીમે થી બોલ્યો.

એ લોકો એ મસ્તી કરતા કરતા જમ્યું અને રાતે બહાર ગયા કોકો પીવા.

" નિયા કાલે ગ્રીન ભાજી ખાવા જઈસુ " નિશાંત બોલ્યો.

" હા મને પણ બોવ ટાઇમ થયો " આદિ બોલ્યો.

" હા કાલે જઈસુ " નિયા બોલી.

આદિત્ય ને કોકો પીતા પીતા જ્યારે એ અને નિશાંત સુરત આવેલા ત્યાર ની મેમરી યાદ આવી ગઈ. એ પછી જ કદાચ નિયા અને આદિ ની દોસ્તી વધારે થઈ ગઈ. પહેલા હતી પણ ખાલી ફ્રેન્ડ જ હતા. અને હવે તો બેસ્ટ ફ્રેન્ડ બની ગયા હતા.

રાતે બાર વાગે એ લોકો એ નિયા ના બર્થ ડે ની કેક કટ કરી. પછી વાતો કરતા કરતા બે કેમના વાગી ગયા એ જ ખબર ના રહી.

બીજે દિવસે ,

નિયા સાત વાગ્યે ઊઠી ને મંદિર જઈ ને આવી હતી. એ મંદિર જઈ ને આવી ત્યારે તો બધા સૂતા હતા. અને આદિ નાહવા ગયેલો.

નવ વાગે,

બધા ઉઠી ગયેલા પણ ચા નાસ્તો બાકી હતો. નિયા એ એની બોર્નવિટા પી લીધી હતી પણ નાસ્તો નઈ કર્યો હતો.

બધા ઊઠી ગયા એટલે નિયા ના મમ્મી એ કહ્યુ,
" પહેલા તમે લોકો નાસ્તો કરી લો "

" હજી આંટી નાહ્યા પણ નથી " નિશાંત બોલ્યો.

" હા તો શું બ્રસ કરી ને નાસ્તો કરી લેવાનો એક દિવસ ચાલે " નિયા ના મમ્મી બોલ્યા.

" હા એક દિવસ ચાલે " નિયા બોલી.

" હા. નિયા ને રજા હોય એટલે એ બેન નું એવું જ હોય. સાંજે નાહવા જાય. આખો દિવસ ઊંઘવાનું જ હોય એને" નિયા ના મમ્મી એ કહ્યું.

" મમ્મી એવું ક્યાં કહેવાની જરૂર હતી ?" નિયા બોલી.

" કેમ તારો રાઝ ખબર પડી જાય એટલે ?" આદિ એ પૂછ્યું.

" હા એવું જ કઈક "

એ લોકો બપોરે જમી ને પછી ડુમસ ગયા. અને રાતે ગ્રીન ભાજી ખાવા. રાતે આવી ને બેઠા હતા એ લોકો અને જુની વાતો યાદ કરતા હતા ત્યારે નિયા બોલી.

" તમે લોકો ડેલહાઉસી આવવાની ના કેમ પાડો છો ?"

" મારે એક્ઝામ છે ?" મનન એ કહ્યું.

" મારે કામ છે થોડુક એટલે નઈ અવાય " નિશાંત બોલ્યો.

" મારે કઝીન ના મેરેજ છે એટલે નઈ અવાય " તેજસ એ કહ્યું.

" આદિ તારે શું પ્રોબ્લેમ છે જવામાં ?" મનન એ મસ્તી કરતા પૂછ્યું.

" આપડા ને કોઈ જ પ્રોબ્લેમ નથી જવામાં " આદિ એ કહ્યું.

રાતે બે ત્રણ વાગ્યા સુધી વાતો કરતા હતા.

આમ બે દિવસ એ લોકો બોવ મઝા કરી. બોવ ટાઈમ પછી એ લોકો જોડે હતા. બે દિવસ માં તો બોવ બધી નવી મેમરી બની ગઈ હતી.

જાન્યુઆરી મહિનો સ્ટાર્ટ થઈ ગયો હતો. નિયા જાન્યુઆરી પતવાની રાહ જોતી હતી કેમકે એ અને આદિત્ય ડેલહાઉસી જવાના હતા.

એક અઠવાડિયા પછી,

તેજસ , આદિ , નિશાંત અને મનન કૉલ પર માનિક ના મેરેજ ની વાત કરતાં હતાં.

માનિક ને બધા એ બ્લોક કર્યો હતો એટલે એને કોઈ બીજા નંબર પર થી કોલ કરીને એના મેરેજ માટે નું ઇન્વિટેશન આપ્યું હતું. 2 ફેબ્રુઆરી એ એના મેરેજ હતા.

એ લોકો એ થોડી વાર વાત કરી અને પછી એ લોકો એ નિયા ને ફોન કર્યો.

" હાઈ નિયા" બધા સાથે બોલ્યા.

" હાઈ "

" માનિક ના મેરેજ માં આવવાની ?" તેજસ એ પૂછ્યું.

" ના હું ફરવા જાવ છું. તમે લોકો ?" નિયા એ પૂછ્યું.

" મારે એક્ઝામ છે ત્યારે " મનન એ કહ્યું.

" મારે પણ કામ છે એટલે બહાર જવાનું છે " નિશાંત બોલ્યો.

" હું પણ ફરવા જવાનો છું " આદિ એ કહ્યું.

" હા ખબર છે તું અને નિયા જોડે જવાના છો એ " મનન બોલ્યો.

" તું પણ ચલ " નિયા એ કહ્યું.

" ના મારે એક્ઝામ છે " મનન બોલ્યો.

" પેલા એ બોલો જવાનું કોણ છે માનિક ના મેરેજ માં?" નિશાંત એ પૂછ્યું.

" ના કોઈ નઈ " આદિ એ કહ્યું.

" અમુક લોકો તો ફરવા જવાના છે એ પણ ... " તેજસ મસ્તી માં બોલ્યો.

" ગુડ નાઈટ આપડે પછી વાત કરીએ " આદિ એ કહ્યું.

" અત્યાર થી સૂઈ જસે તું ?" નિશાંત એ પૂછ્યું.

" તમે લોકો વાત કરો. બાય મને નીંદ આવે છે " નિયા બોલી.

" સાચે નીંદ આવે છે કે બીજું કંઈ કારણ છે ?" તેજસ એ પૂછ્યું.

" નીંદ જ આવે છે. બાય બાય પછી મળીયે " કહી ને નિયા એ ફોન મૂકી દીધો.

નિયા ના ફોન મૂક્યા પછી તેજસ બોલ્યો,
" આદિ પાક્કું જઈશ ને તું ડેલહાઉસી ?"

" યેસ "

" સાચે અમને મૂકી ને જસે " નિશાંત એ પૂછ્યું.

" તમારે આવવું નથી તો હું શું કરું ?" આદિ એ પૂછ્યું.

" પણ અમને મૂકી ને જસે શરમ નઈ આવતી " તેજસ એ કહ્યું.

" તમારે જવું નથી અને એ લોકો ને જવા દેવા નથી " મનન એ કહ્યું.

" એ લોકો કોણ ?" તેજસ મસ્તી માં બોલ્યો.

" મન "

" સારું. આદિ જઈ આવ તો. પણ અમને વિડિયો કોલ કરજે " તેજસ એ કહ્યું.

" હા બરફ જોવા " નિશાંત એ કહ્યું.

" હા પાક્કું "

થોડી વાત કરી એ લોકો એ પછી સૂઈ ગયા કેમકે બધા ને બીજે દિવસે જલ્દી ઊઠવાનું હતું.

પંદર દિવસ પછી,

આદિ એ નિયા ને કૉલ કર્યો.
" બોલો ને જનાબ "

" બેબ ટિકિટ અમદાવાદ થી થઈ છે આપડી જવાની. સવાર ની ટ્રેન છે આઠ વાગ્યા ની " આદિ એ કહ્યું.

" હા તો શું ?"

" તો તારે આગળ ના દિવસે આવવું પડશે "

" કઈ ડેટ છે ?"

" તારે 30 પર આવવું પડશે એમ " આદિ એ કહ્યું.

" ઓહ્ એમ જી . ત્યારે તો ફોઈ લોકો સુરત આવવાના છે હું કેમની આગળ ના દિવસે આવીશ ?"

" મારા ઘરે આવી જજે " આદિ એ કહ્યું.

" નઈ યાર "

" કેમ મારા ઘરે ના અવાય ?" આદિ એ પૂછ્યું.

" અવાય પણ યાર "

આદિ ને લાગ્યું નિયા કઈક વિચારે છે એટલે એને કહ્યું,
" વિચારવાનું બંધ કર. મારા ઘરે આવવાનું છે એમ પણ તું આવી નથી "

" પણ "

" હા કીધું ને તને. આવવાનું છે એટલે આવવાનું છે. આંટી સાથે હું વાત કરી લઈશ "

" પણ " નિયા આગળ કંઈ બોલે એ પહેલાં આદિ એ કહ્યું,

" તને પૂછતો નથી નિયા કે તું ઘરે આવીશ કે નહિ. 30 એ તારે ઘરે આવવાનું છે. એની પહેલા આવવું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી "

" ઓકે મિયાન ને ના કહેવાનો કોઈ જ ફાયદો નથી એટલે આવવું જ પડશે "

" ઓકે. પેકિંગ થઈ ગયું ?" આદિ એ પૂછ્યું.

" ના હજી શોપિંગ બાકી છે ?"

" ઓહ "

" શું ઓહ્ ?"

" કઈ નઈ "

" ઓકે મળીયે તો 30 એ "

અઠવાડિયા પછી,

નિયા પેકિંગ કરતી હતી. એની બેગ જોઈ ને એના મમ્મી એ પૂછ્યું,

" નિયા ત્યાં જ રહેવાનું છે ?"

" ના મમ્મી. આઠ દિવસ જ "

" તો આટલા બધા કપડાં ?"

" હા તો આટલા તો જોઈએ ને ?"

" સારું "

30 જાન્યુઆરી,
રાતે દસ વાગે,

નિયા આદિ ને ઘરે પોહચી ગઈ હતી. અને જમીને બેસેલા હતા એ લોકો. ત્યારે આદિ બોલ્યો,

" પાક્કું જવું જ છે ને ?"

" હા કેમ તારે નઈ આવવું ?"

" હું કેમ ના આવું ?" આદિ એ પૂછ્યું.

" તારી મરજી. ના પણ આવે તું "

" નિયા મન એકલું ફરવા ના જાય " આદિ એ કહ્યું.

" ચાલો મને નીંદ આવે છે " એમ કહી ને નિયા સૂઈ ગઈ. કેમકે એને ખબર હતી જો એ જાગશે તો આદિ કઈ વધારે સવાલ કરશે.

બીજે દિવસે એ લોકો અમદાવાદ માટે નીકળી ગયા. અને ત્યાં થી એમની ટ્રેન હતી. એ લોકો એક એનજીઓ માથી જતા હતા એટલે એમની જેવા બીજા ફ્રેન્ડ પણ હતા એટલે ટ્રેન માં પણ બધા જોડે ગેમ રમ્યા અને મસ્તી કરી.

બે દિવસ પછી,

એ લોકો ની સાથે ટ્રેકિંગ પર બીજા પણ ઘણા લોકો હતા. એમાં અમુક લોકો સાથે નિયા અને આદિ નું ગ્રુપ બની ગયું હતું.

ડેલહાઉસી માં બોવ બધી મસ્તી કરી હતી એ લોકો એ. અને પિક ની તો કોઈ હદ જ નઈ હતી. બધી ટ્રીપ કરતા આ ટ્રીપ પર સૌથી વધારે પિક હતા એ પન ખાલી આદિ અને નિયા ના.

ટેન્ટ માં નિયા સાથે એક છોકરી હતી એ નિયા ની ફ્રેન્ડ બની ગઈ હતી. એ લોકો રાતે અમુક વાર નીંદ ના આવે ત્યારે વાત કરતા. એ છોકરી નિયા ને એની લવ સ્ટોરી કહેતી હતી. એની લવ સ્ટોરી સાંભળી ને નિયા એ એક વિશ માંગી હતી કે ,

" ભગવાન મારો ડ્રીમ બોય પણ જલ્દી આવે જેની સાથે બોવ બધી જગ્યા એ ફરવા જઇ શકુ "

ડેલહાઉસી માં એમના આઠ દિવસ કેમના પતી ગયા એજ ખબર ના પડી. આજે છેલ્લો દિવસ હતી બોર્ન ફાયર કરી ને એ લોકો નું નવું બનેલું ગ્રુપ બેસેલુ હતું. અને ટ્રીપ ની મેમરી શેર કરી રહ્યાં હતા. ત્યારે જે નિયા ની સાથે ટેન્ટ ના છોકરી હતી એને કીધું,

" મને સૌધી વધારે યાદ આવસે તો એ મન ની દોસ્તી. ભગવાન તમારી દોસ્તી આમ જ રાખે. નિયા અને મિયાન જેવા બેસ્ટ ફ્રેન્ડ અને ટ્રાવેલ પાર્ટનર બધા ને ના મળે. તમે બંને બોવ લકી છો "

" મન લકી છે " નિયા આદિ ની સામે જોતા બોલી.

" યેસ " આદિ એક મસ્ત સ્માઈલ આપતા બોલ્યો.

થોડી વાર એ લોકો ત્યાં ડાન્સ પણ કર્યો. મસ્તી કરી , મેગી ખાધી. બોવ બધી યાદો બનાવી લીધી છેલ્લા આઠ દિવસ માં.

બીજે દિવસે સવારે સાત વાગ્યા ની એ લોકોને ત્યાં થી ટ્રેન હતી.

એટલે બધા સૂઈ ગયા.

પણ નિયા ને આજે ઊંઘ નઈ આવતી હતી. એ થોડી વાર સૂઈ ગઈ. પણ પછી બહાર એ લોકો જ્યાં બેઠા હતા બોર્ન ફાયર પાસે ત્યાં આવી ને બેસી ગઈ.

એ કઈક લખતી હતી ફોન મા. છેલ્લા બે કલાક થી એ ત્યાં બેઠી હતી અને લખતી હતી.

થોડી સવાર થતા આદિ ઊઠી ને બહાર આવ્યો એને દૂર થી જ ખબર પડી ગઈ કે આ નિયા છે એટલે એ એની પાસે આવી ને બેસી ગયો.

આદિ ને જોતા નિયા બોલી,
" ઊઠી ગયો તું ?"

" હા પણ તું કેમ સૂતી નથી ?" આદિ ને નિયા ની આંખ જોઈ ને જ ખબર પડી ગઈ હતી કે એ સૂતી નથી એમ.

" લખવું હતું એટલે "

" શું લખ્યું છે મને કહેશે ને ?" આદિ એ પૂછ્યું.

" હમ. પણ અત્યારે નહિ "

" બેસ્ટ ટ્રીપ હસે આ મન ની " આદિ એ કહ્યું.

" હા અને કદાચ છેલ્લી " નિયા બોલી.

" કેમ આમ બોલે છે ?"

" નઈ ખબર " નિયા ને પણ ખબર નઈ હતી એ કેમ આમ બોલી એ.

" ચલ સેડ ના થઈશ. રેડી થઈ જા આપડે નીકળવાનું છે પછી"

" હા "

તો પણ પછી આદિ અને નિયા ત્યાં એક કલાક જેટલું બેઠા. આજે ફરી એક વાર ઉગતો સુરજ જોયો નિયા એ જે એની વિશ લિસ્ટ માં લખ્યો હતો એ.

એની વિશ લિસ્ટ ની બોવ બધી વિશ એને આદિ સાથે પુરી કરી હતી. હવે જે અમુક બાકી હતી એ એના ડ્રીમ બોય જોડે પૂરી કરવાની હતી. અને કદાચ હવે નિયા એના ડ્રીમ બોય ની સાચે માં રાહ જોતી હતી.

દસ વાગ્યે,

નિયા તો ટ્રેન મે બેઠી એવી જ આદિ ના ખભા પર માથું રાખી ને સુઈ ગયેલી. અને આદિ પણ સૂઈ ગયેલો કેમકે એને પણ રાતે નીંદ નઈ આવી હતી.

નીંદ કેમની આવે નિયા જો જાગતી હતી. 😉

થોડી વાર પછી આદિ તો ઊઠી ગયો પણ નિયા હજી આદિ ના ખભા પર માથું રાખી ને સૂતી હતી અને નિયા સૂતી વખતે એટલી માસુમ લાગતી હતી કે આદિ (મિયાન ) એ નિયા ની એ માસૂમિયત ને કેમેરા મા કેદ કરી લીધી.

આમ તો નિયા અને આદિ નો ફ્રેન્ડશિપ બોન્ડ મસ્ત હતો પણ આ ટ્રીપ પછી તો કઈક વધારે મસ્ત થઈ ગયો હતો.

નિયા ઊઠી પછી એને બોવ બધી વાત કરી આદિ સાથે. ટ્રેન માં બીજા ગ્રુપ વાળા હતા એમની સાથે થોડી વાર એ લોકો એ લુડો રમ્યા. એક કપલ ની લવ સ્ટોરી સાંભળી આમ એમની ટ્રેન માં પણ બોવ બધી મેમરી ભેગી થઈ ગઈ.

થોડી વારમાં આણંદ આવવાનું હતું. આદિ એની બેગ લઈ ને ડોર પાસે જતો હતો ત્યારે નિયા એ કહ્યું,
" જવું જ છે ?"

" હા બીજો કોઈ ઓપ્શન નથી "

" હા જલ્દી મળીશું "

" આઈ હોપ " આદિ બોલ્યો.

" આઈ વિશ " નિયા બોલી.

આદિ નું સ્ટેશન આવતા એ ગયો. થોડી વાર પછી આદિ એ નિયા ને મેસેજ કર્યો.

" ચેક યોર બેગ બેબ "

નિયા ઓનલાઈન જ હતી એટલે એને મેસેજ જોઈ ને બેગ જોયું તો એમાં એક બોક્સ હતું.

નિયા બોક્સ ખોલ્યું તો એમાં એક સિલ્ક હતી અને બીજું નાનું બોક્સ હતું. નિયા એ ઓપન કર્યું તો એમાં એક હાથ માં પહેરવાનું બેસ્લેટ હતું. એક દમ મસ્ત ઇન્ફિનિટી નો સિમ્બોલ હતો. નિયા ને બોવ જ ગમી ગયું એ એને તરત જ એના હાથ માં પહેરી લીધું. અને એ ઇન્ફિનિટી પર એક દમ નાનાં અક્ષર માં મન લખ્યું હતું.

" Thank you મિયાન " નિયા એ આદિ ને મેસેજ કર્યો.

" મિયાન ને જ thank you. આદિ ને નહિ ?"

" બંને ને thank you "

નિયા ને બોવ જ ગમ્યું હતું એ ગિફ્ટ.

બે દિવસ પછી,

નિયા એના મમ્મી ને બધા ફોટો બતાવતી હતી. નવા ફ્રેન્ડ બન્યા એમની વાત કહેતી હતી. પછી આદિ એ આપેલું બેસલેટ પણ બતાવ્યું. નિયા ના મમ્મી ને પણ એ બોવ ગમ્યું. અચાનક નિયા ને કઈ યાદ આવતા એને એની વિશ લિસ્ટ વાળી ડાયરી કાઢી.

" નિયા જમી લે ને. પછી તારું કામ કરજે "

" પાંચ મિનિટ મમ્મી " કહી ને નિયા એની વિશ લિસ્ટ વાળી ડાયરી માં જોવા લાગી.

એક યુનિક બેસલેત
આવું નિયા એ ની વિશ લિસ્ટ માં લખ્યું હતું. ત્યાં એને પેન્સિલ થી કેન્સલ કર્યું પછી એને યાદ આવ્યું આદિ એ એની આ વિશ લિસ્ટ વાંચી છે એટલે એને આદિ ને પણ thank you નો મેસેજ કર્યો.

થોડા દિવસ પછી,

રિયા ના મમ્મી પપ્પા નિયા ઘરે આવ્યા. નિયા ખુશ હતી એમને જોઈ ને કેમકે બોવ દિવસ પછી એ ઘરે આવ્યા હતા. થોડી વાત થઈ પછી રિયા ના મમ્મી એ કહ્યું,
" નિયા માટે એક છોકરા ની વાત આવી છે અને છોકરો પણ સારો છે"

" તમે એને ઓળખો છો ?" નિયા ના પપ્પા એ પૂછ્યું.

" હા ભૌમિક ના ફોઈ નો છોકરો છે. રિયા ના સાસુ એ તો રિયા ના મેરેજ ના થોડા દિવસ પછી જે પુછાવ્યું હતું નિયા માટે કે એનું નક્કી થઈ ગયું કે બાકી છે. અને કાલે એ લોકો ઘરે આવ્યા ત્યારે વાત કરી " રિયા ના પપ્પા એ કહ્યું.

" સારું હોય તો આપડે આગળ વાત ચલાવીએ " નિયા ના પપ્પા એ કહ્યું.

" હા છોકરો તો સારો છે એક બે વાર મળ્યો છે રિયા ના ઘરે " રિયા ના મમ્મી એ કહ્યું.

આમ બધી વાત ચાલી રહી હતી. અને છેલ્લે એ નક્કી થયું કે છોકરા ના મમ્મી પપ્પા સાથે કાલે વાત કરશે.

બીજે દિવસે,
નિયા ના મમ્મી પપ્પા અને છોકરા ના મમ્મી પપ્પા મળ્યા. ભૌમિક ના ઘરે. કેમકે ભૌમિક ના પપ્પા અને નિયા ના પપ્પા થોડા ફ્રેન્ડ જેવા જ હતા.

એ દિવસે થોડી વાત થઈ પછી નક્કી થયું છોકરો છોકરી મળી રહે પછી આગળ વાત થશે.

બે દિવસ પછી,

નિયા જોબ પર થી આવી ને જમવા બેઠી હતી ત્યારે નિયા ના મમ્મી એ છોકરા ની વાત કરી પણ નિયા એ કઈ સરખો જવાબ ના આપ્યો.

" નિયા તું મળી આવજે રિયા નંબર મોકલશે તને "

" ઓકે " નિયા એની મમ્મી ની ખુશી સામે કઈ ના બોલી શકી.

આ વાત ને એક અઠવાડિયું થઈ ગયું. રિયા એ નંબર મોક્લ્યો હતો પણ નિયા એ મેસેજ નઈ કર્યો હતો કે ના ફોન.

એક દિવસ રાતે એક અનનોન નંબર પરથી મેસેજ આવ્યો નિયા ને.

" હાઈ નિયા "

નિયા એ નંબર જોયો તો જે રિયા એ આપ્યો એજ નંબર હતો તો પણ નિયા એ પૂછ્યું,

" કોણ ?"

" ભાવિન. રિયા ભાભી એ નંબર આપ્યો છે તમારો "

નિયા એ ક્યાં રહે છે. આમ તેમ થોડી વાત કરી અને પછી ભાવિન એ કહ્યું,

" હું રવિવારે આવવાનો છું સુરત તો ત્યારે મળીશું આપડે "

" ઓકે "

આજે સોમવાર હતો અને હવે છ દિવસ પછી રવિવાર હતો.
નિયા એ જ્યારે ભાવિન નો મેસેજ આવ્યો એ દિવસે ડાયરી માં લખ્યુ હતું,
" ભગવાન ખબર નઈ એ કોણ હસે. મને ડર લાગે છે મળવામાં પણ જોઈએ તમારી શું મરજી છે એ ? મારો ડ્રીમ બોય હસે કે નઈ એ તો તમને ખબર જ હસે ?"


ચાર દિવસ પછી,

આજે ગુરુવાર હતો અને નિયા જોબ પર હતી ત્યારે એના મમ્મી નો ફોન આવ્યો,
" બોલો મમ્મી " નિયા ફોન ઉપાડતાં બોલી.

" બેટા ભાવિન ને આજે મળવા જવાનું છે રાતે તો વહેલી આવજે "

" પણ મમ્મી એને તો રવિવાર કીધું હતું ને "

" હા પણ હમણાં એના મમ્મી નો ફોન આવ્યો હતો. તું ઘરે જલ્દી આવજે "

" સારું "

નિયા ને થોડો ગુસ્સો આવતો હતો કેમકે ભાવિન એ નિયા ને રવિવારે મળવાનું કહ્યું હતું પણ જોબ પર તો ગુસ્સો થાય એમ નઈ હતો.

નિયા એક કલાક જલ્દી ઘરે આવી ગઈ.
" બેટા ડ્રેસ પહેરી ને જજે "

" ના "

" કુર્તી તો પહેરાય નિયા " નિયા ના મમ્મી એ કહ્યું.

નિયા કઈ બોલી નહિ અને રેડી થઈ ને બહાર આવી.

" નિયા તું જીન્સ માં જશે ?" નિયા ના મમ્મી એ પૂછ્યું.

" હા "

" ક્યાં જવાનું છે ?" નિયા ના મમ્મી એ પૂછ્યું.

" કેફે 24 "

" ક્યાં છે એ ?"

" વેસુ "

" જોયું છે તે ?"

" ગૂગલ મેપ "

" સારું "

નિયા એના મમ્મી સાથે વાત કરતી હતી ત્યારે નિયા એ કહ્યું,
" મમ્મી ભૂખ લાગી છે થોડું ખાઈ લવ "

" તું સાત ને ચાલીસ થઈ છે "

" થોડું ખાઈ લેવા દે "

" ના મોડું થઈ ગયું છે. ટ્રાફિક હસે " નિયા ના મમ્મી એ કયું.

" ઓકે " નિયા શૂઝ પહેરતી હતી ત્યારે એના મમ્મી એ નિયા ના મોઢા માં ચોકોલેટ મૂકી.

" બેસ્ટ ઓફ લક નિયા "

" Thank you મમ્મી "

" લવ યુ બેટા "

" લવ યુ ટુ "

નિયા ના મમ્મી બોવ જ ઓછા કેસ મા લવ યુ કહેતા. અને ત્યારે કહેતા જ્યારે એ બોવ ખુશ હોય.

ટ્રાફિક હતો પણ નિયા આઠ વાગ્યે પોહચી ગઈ કેફે 24 પર.

શું ભાવિન જ નિયા નો ડ્રીમ બોય હસે ?

ભાવિન નિયા ના ડ્રીમ બોય જેવો હસે કે નઈ ?

ભાવિન અને નિયા ની વાત આગળ ચાલશે ?