મન : સંબંધ મિત્રતા નો - 71 in Gujarati Novel Episodes by Siddhi Mistry books and stories Free | મન : સંબંધ મિત્રતા નો - 71

મન : સંબંધ મિત્રતા નો - 71

નિયા એ દિવસ એ તો સૂઈ ગઇ શાંતિ. પણ બીજા દિવસ થી એની શાંતિ નો  ભંગ થઇ ગયો હતો.

પ્રિયંકા બેન વાત વાત માં નિયા ને એ જ પૂછતાં શું વિચાર્યું ?

બે દિવસ પછી

નિયા હજી જોબ પર થી આવી ને ફ્રેશ થઈ ને બેસી હતી ત્યાં પ્રિયંકા બેન બોલ્યા,

" નિયા બે દિવસ થયા શું વિચાર કર્યો ?"

" શેનું "

" જમાઈ માટે નું ?"

" મમ્મી થોડી શાંતિ તો રાખો. આજ ના દિવસ માં તમારા વીસ મેસેજ હતા આજ સવાલ ના. "

" તો તું કહેતી નથી તો વિચાર્યું મેસેજ કરી જોવ " પ્રિયંકા બેન બોલ્યા.

" ઓકે હું કહીશ જ્યારે મને જવાબ મળશે ત્યારે "

" સારું તો જમવાનું પણ ત્યારે જ ખાજે જયારે જવાબ મળે ત્યારે. ખબર નઈ શું વિચારે છે તું એજ "

પ્રિયંકા બેન નિયા ને બોવ બધું કીધું. નિયા કંટાળી ગઈ હતી બે દિવસ થી એક ના એક સવાલ સાંભળી ને. એ એના રૂમ માં જઈ ને સુઈ ગઈ.

સાચે કહું તો નિયા ને ઊંઘ નઈ આવતી હતી.પણ પ્રિયંકા બેન ના સવાલ થી નિયા આ બે ત્રણ દિવસ માં થાકી ગઈ હતી. એને એટલી ભૂખ લાગી હતી પણ જો એ જમવા ઊભી થાય તો પાછા સવાલ ચાલું થાય એટલે એ રૂમ માથી બહાર જ નઈ આવી.

નિયા ના મમ્મી પપ્પા ને કોઈ ના ઘરે જવાનું હતું મળવા એટલે એ લોકો તો જતા રહ્યા. નિયા હજી જમી નઈ હતી.

નવ વાગ્યે

ડોર બેલ વાગી. નિયા એના વિચારો માથી બહાર આવી અને બારણું ખોલ્યું.

" હાઈ આવો "

" હાઈ નિયા કેમ છે ?" ફોરમ એ કહ્યું.

" એક મિનિટ. કેમ તારો અવાજ આટલો ધીમો છે. " રિયાન બોલ્યો.

" ના હવે એવું કઈ નથી "

" હા નિયા આજે અવાજ સ્લો છે તારો અને સ્માઈલ પણ નઈ દેખાતી. " ફોરમ બોલી.

" યાર આ મમ્મી તો પાછળ પડ્યા છે. શું વિચાર્યું ? આજ સવાલ કર્યા કરે છે " નિયા બોલી.

" ભાવિન માટે ?" રિયાન એ પૂછ્યું.

" હા એજ ને "

" તું મળવા ગઈ હતી ને એને " ફોરમ એ પૂછ્યું.

" હા પણ યાર એક વાર મળી. અને એક કલાક મા હું કઈ રીતે નક્કી કરી શકું એની સાથે લાઇફ જીવવાનું ?" નિયા એ કહ્યું.

" હા વાત તો સાચી છે તારી " ફોરમ બોલી.

" પણ પહેલાં કંઇક તો વાત થઈ હસે ને ?" રિયાન એ પૂછ્યું.

" હા ના. ખાલી હાઈ હેલ્લો. એક વાર એનો ફોન આવ્યો હતો પણ ત્યારે એને કંઇક જવાનું થયું તો કીધું પછી ફોન કરીશ અને પછી એને પ્રોજેક્ટ નું કામ આવી ગયું હતું એટલે કઈ જ વાત નઈ થઈ "

" તો તું થોડો ટાઈમ લઈ લે ને વિચારવા " રિયાન એ કહ્યું.

" હા મે કીધું. પણ મમ્મી ને તો તરત જ જવાબ જોઈએ છે "

" સમજાવ શાંતિ થી. સમજી જસે " રિયાન બોલ્યો.

"મેગી ખાસો તમે લોકો ? " નિયા એ પૂછ્યું.

" હા એમાં ના થોડી હોય " રિયાન ખુશ થતા બોલ્યો.

નિયા મેગી બનાવતી હતી. આમ તો ખાવાની નઈ હતી. પણ ભૂખ લાગી હતી એને અને એનો મેગી પાર્ટનર પણ આવી ગયો હતો. તો મેગી વગર કેમ ચાલે?

" રિયાન તારી મેગી ના બોવ વખાણ કરે છે " ફોરમ બોલી.

" તું મેગી ચાખ એક વાર પછી તું પણ મેગી ખાવા આવીશ" રિયાન બોલ્યો.

થોડી વાર પછી,

" વાઉ યાર. ઓસમ યમ્મી છે. રિયાન સાચું કહેતો હતો મારે મેગી ખાવા આવવું પડશે " ફોરમ બોલી.

" તો આવી જજે " નિયા એ કહ્યું.

મેગી ખાતા ખાતા થોડી મસ્તી મઝાક ચાલતી હતી.  નિયા ને આજે થોડુ સારું લાગતું હતું. પ્રિયંકા બેન ના સવાલ કરતા.

થોડી વારમાં રિયાન અને ફોરમ ગયા. અને નિયા ના મમ્મી પપ્પા આવી ગયા.

નિયા ના મમ્મી એ પાછો એજ સવાલ પૂછ્યો એટલે નિયા એના રૂમ માં જતી રહી.

નિયા ને ઊંઘ નઈ આવતી હતી એટલે એ ફોન મા ટાઈમ પાસ કરતી હતી. ત્યાં એમના ગ્રુપ મા મેસેજ આવ્યા.

ગ્રુપ મા વાત કરતા હતા ત્યાં એ લોકો નો વિડિઓ કૉલ આવ્યો.

" રાત ના અગિયાર વાગે તમને વિડિયો કૉલ કરવાનું યાદ આવે છે " નિયા ફોન ઉપાડતાં બોલી.

" અમે તો કરતા રહ્યે તું તો ઓનલાઇન હોય નઈ કોક વાર હોય ત્યારે દર્શન થઈ જાય " મસ્તી 😝 માં તેજસ બોલ્યો.

બધા વાત કરતા હતા ત્યાંરે,

" અમે ફરવા જવાનું વિચારતા હતા " નિશાંત બોલ્યો.

" ઓહ ક્યાં જાવ છો તમે ? " નિયા એ પૂછ્યું.

" મેઘાલય " આદિત્ય બોલ્યો.

આ મેઘાલય સાંભળી ને નિયા ના માઈન્ડ માં પાછો ભાવિન નો ફેસ આવી ગયો. પણ એને કઈ વધારે રીએકશન ના આપ્યું.

" ઓહ કોણ કોણ જવાના ?" નિયા એ પૂછ્યું.

" અમે બધા. મનન ને રજા હોય ત્યારે જઈશું " નિશાંત એ કહ્યું .

" તમે બંને તો ફરતા હોવ છો " મનન એ કહ્યું.

" હા. નિયા અને આદિત્ય તો બધે સાથે જ જાય છે. મહિના મા એક વાર તો એ લોકો સાથે જ હોય. ખબર નઈ ક્યાં ક્યાં ફરે છે. બંને એકલા " તેજસ મસ્તી મા બોલ્યો.

" હા એકલા ફરવા ની મઝા કઈ જુદી છે. " આદિત્ય બોલ્યો.

" નક્કી કરીએ તો હું પેલી સાથે વાત કરું. અમે પણ આવીશું " નિશાંત બોલ્યો.

" અમે પણ ? કોને લઈ ને આવવું છે તારે " તેજસ એ પૂછ્યું.

" કાજલ" માનિક બોલ્યો.

" કપલ ને નઈ આવવાનું ત્યાં " આદિ બોલ્યો.

" કેમ એવું ?" નિશાંત  એ પૂછ્યું.

" ત્યાં અમે ખાલી સિંગલ લોકો જ જઈએ છીએ " આદિ બોલ્યો.

" તેજસ નું પણ નક્કી જ છે તો એ પણ આવે જ છે ને " દલીલ કરતા એ બોલ્યો નિશાંત.

" એ એકલો જ આવવાનો છે " આદિ બોલ્યો.

ત્યાં નિશાંત બોલ્યો
" હા મારે ફોન આવે છે બાય "

જેવો નિશાંત ગ્રૂપ વિડિયો કૉલ માંથી બહાર ગયો તરત જ નિયા બોલી

" આ મેઘાલય જવાનો પ્લાન કયારે બનયો ? મને તો ખબર જ નથી એની કઈ "

" અરે કોઈ નઈ જવાનું. એને હેરાન કરવાં એવું બોલ્યો હું" આદિ એ કહ્યું.

" તો બરાબર "

થોડી વાર મસ્તી કરી પછી ફોન મુકી દીધો.

નિયા એ સુવા ની ટ્રાય કરી પણ એને નીંદ નઈ આવતી હતી એટલે પાછી ફોન મા કઈક જોતી હતી ત્યાં આદિત્ય નો મેસેજ આવ્યો.

" બેબ હજી કેમ સૂતી નથી "

" નીંદ નઈ આવતી "

" એવો તો ક્યો વિચાર કરે છે કે તને નીંદ નઈ આવતી " આદિત્ય એ પૂછ્યું.

" ભાવિન " નિયા થી જલ્દી માં મેસેજ માં લખાઈ ગયું.

" કોણ ?"

" કઈ નઈ કઈ નઈ. તું કેમ જાગે છે ?" નિયા એ વાત બદલતા પૂછ્યું.

" બસ એમજ. ઘરે આવી ને સૂઇ ગયેલો તો હમણાં જ ઉઠ્યો. થોડી વાર પહેલા એટલે નીંદ નઈ આવતી "

" કેમ આટલો ગુસ્સો કોના પર આવ્યો હતો ?"

" આવું કેમ પૂછે છે ?"

" ગુસ્સો હોય તો જ આવી ને સુઈ જાય તું મને ખબર છે " નિયા એ મેસેજ માં લખ્યું.

" હમ. પણ આ ભાવિન કોણ છે ?"

" છોકરો છે 😁 "

" હા એતો મને ખબર પડી એ છોકરો છે. એક મિનિટ. "

" શું ?"

" હમણાં વિડિયો કૉલ પર મેઘાલય નું નામ બોલ્યા ત્યારે કેમ અચાનક સ્માઈલ આવી ગઈ હતી પછી પાછી. નોર્મલ સ્માઈલ "

"😊 " નિયા એ ખાલી આ ઈમોજી મોકલ્યું.

" કુછ તો હુઆ હૈ " આદિ એ કહ્યું.

" ના એવું કઈ નઈ થયું "

" તો શું થયું ? મને નઈ કહેશે "

" ના "

" ચલ બેબ બોલ શું થયું છે. ?"

આદિ એ પુછ્યુ અને નિયા ના કહે એવું કદાચ થઈ શકે. કેમકે નિયા એવું વિચારતી હોય કે થોડાં દિવસ માં કહી દઈશ. પણ મિયાન પૂછે અને નિયા ના કહે એવું તો બને જ નહિ. 😉

આદિત્ય અને મિયાન આમ તો એક જ છે. પણ મિયાન અને નિયા ની દોસ્તી એટલે મન થાય.

વાત હોય મન ની દોસ્તી ની ત્યારે નિયા કહી જ દે.

" ઓય ભાવિન ના વિચાર માથી બહાર આવ અને કેહ શું થયું છે ? " નિયા એ મેસેજ નો રેપ્લાય ના આપ્યો એટલે આદિ એ કહ્યું.

" યાર... "

" બોલ આગળ "

નિયા ભાવિન વાળી આખી વાત કરે છે. અને બે દિવસ પહેલાં એને મળવા ગઈ હતી એ વાત પણ કરે છે.

" ઓહ્ એકલી એકલી પિત્ઝા ખાઇ આવી ભાવિન સાથે 😉" આદિત્ય મસ્તી મા બોલ્યો.

" ચુપ "

" હવે સમજ પડી મેઘાલય નું નામ સાંભળતા કેમ ની સ્માઈલ આવી ગઈ હતી "

" એવું કઈ નઈ હતું " નિયા બોલી.

" તો કેવું હતું. અને આ મેસેજ લખતા પણ સ્માઈલ તો મોટી આપે છે "

" યાર એવું કંઈ નથી "

" તો શું છે ? રાતે મૂકવા પણ આવ્યો હતો. વાહ "

" એની જગ્યા એ તું હોય તો ના જાય "

" જાવ ને "

" તો "

" કઈ નઈ. આઈસ ક્રીમ ખાઈ ને પણ આવી "

" યેસ " નિયા એ કહ્યું.

" પણ આમ તારી જેમ પહેલી વાર માં એનો ફૉન ના ચેક કરું 😉" આદિ એ મેસેજ કર્યો.

" અબે. મે એનો ફૉન ચેક કર્યો નઈ હતો. એને જ ફોટો ગેલેરી ઓપન કરી આપી હતી. બીજું કંઈ જોયુ નઈ હતું "

" એટલે તારે ચેક કરવો હતો એનો ફોન ?"

" ના હું એનો ફોન કેમ ચેક કરું ?" નિયા એ પૂછ્યું.

" સારું. શું વિચાર છે હવે ?"

" યાર એ જ તો સમજ નઈ પડતી " નિયા ના મગજ માં જે ચાલતું હતું એ કહી દીધું.

" દિલ શું કહે છે ?" આદિત્ય ને ખબર હતી નિયા જ્યારે પણ આવી પરિસ્થિતિ મા હોય ત્યારે એના દિલ ની વાત સાંભળતી.

" યાર  "

" બોલ ને હવે "

" એ પણ સરખો જવાબ નઈ આપતો "

" કોણ ભાવિન ?" મસ્તી માં બોલ્યો આદિ.

" ભાવિન ને વચ્ચે લાવવાની ક્યાં જરૂર છે "

" ઓકે ઓકે. કુલ બેબ "

" શું કુલ. કઈ જવાબ નઈ મળતો યાર. "

" કેમ એ સારો નથી ?"

" એક વાર માં મને થોડી ખબર પડવાની ?"

" હા પણ થોડુ તો ખબર પડી હસે ને ?" આદિ એ પૂછ્યું.

" હા એ બિન્દાસ લાઈફ જીવવા માંગે છે. અને એની જોબ એના માટે બધું જ છે. "

" એટલે બીજું કોઈ એની લાઈફ મા સ્પેશિયલ નથી ?" આદિ એ પૂછ્યું.

" હું એને વર્ષો થી નઈ ઓળખતી યાર "

" હમ તો ભૌમિક ને પૂછી જો "

" ભૌમિક અને રિયા તો એવું જ કહે છે તારા ડ્રીમ બોય જેવો જ છે "

" વાહ. તો શું પ્રોબ્લેમ છે ?" આદિ એ પૂછ્યું.

" કઈ નઈ. સૂઈ જા "

" કેહ ને પણ. આમ ને આમ તું વિચાર્યા કરશે તો જવાબ થોડી મળવાનો "

" હા પણ અત્યારે સૂવું જરૂરી છે કાલે સવારે જોબ પર પણ જવાનું છે "

" ઓકે સૂઈ જા તો. કાલે રાતે નવ વાગે કોલ કરીશ. વિડિયો કૉલ "

"  ના વિડિયો કૉલ નહિ "

" કરીશ અને તું ઉચકસે " આદિ એ કહ્યું. ધમકી આપતો હોય એમ.

" જોઈએ "

" જોઈએ નહિ કીધું ને તને. ચલ ગુડ નાઈટ "

નિયા ફોન સાઇડ મા મુકી ને સુઈ ગઈ.

બીજે દિવસે નિયા જોબ પર જવા માટે રેડી થતી હતી.
ત્યાં પ્રિયંકા બેન એ કહ્યું

" નિયા કેટલું વિચારીશ ?"

" મેં કીધું ને મમ્મી કહી દઈશ હું વિચારી ને "

" આગળ આટલા છોકરા જોયા ત્યારે તો તું મળી ને આવે અને એ લોકો અહીંયા આવી ને ગયા ને તરત કહી દીધું કે આ નઈ ચાલે, આ નઈ ગમતો. તો આમાં કેમ વિચારે છે "

" મમ્મી એ લોકો માટે વિચારવા જેવું કંઈ હતું જ નઈ. અને અમુક માટે તો તમને પણ ખબર જ હતી હું ના કહેવાની છું. "

" હા તો ભાવિન માટે આટલું કેમ વિચારે છે ?"

" મમ્મી "

" શું ? "

" એના માટે ના કેમની પાડું એવું કોઈ કારણ હજી સુધી મળ્યું નથી " નિયા શાંતિ થી બોલી.

" નિયા કેમકે એને ના પાડવા માટે કોઈ કારણ જ નથી. "

" કેમ "

" એ તારા નખરાં ઊઠાવી શકે એમ છે એ પણ બીજાં કરતા સારી રીતે "

" એટલે હું નખરાં કરું છું ?"

" ના આમ તો નઈ કરતી પણ જે થોડાં કરે છે એ ઊઠાવી લેશે"

" સારું. ભાવિન ને સાઈડ માં મૂકો અત્યારે. હું જાવ મોડું થાય છે મને "

" ના લઈ ને જા તારા ભાવિન ને " પ્રિયંકા બેન એ કહ્યું.

" મમ્મી " નિયા ચિડાઈ ને બોલી.

" શાંતિ થી વિચારી ને જવાબ આપજે. તારી હા અને ના થી આખી લાઈફ નો સવાલ છે એટલે "

" મારી મમ્મી આટલી સમજદાર કેમની બની ગઈ ?"

" ચલ જા હવે. જય શ્રી કૃષ્ણ "

" જય શ્રી કૃષ્ણ "

નિયા જોબ પર ગઈ અને એના મમ્મી કામ કરવા માં વ્યસ્ત થઈ ગયા.

રાતે નિયા જમતી હતી ત્યારે રિયા નો ફોન આવ્યો.

" બોલ ને જાનેમન કેમ મને યાદ કરી ?" નિયા જમતાં જમતાં બોલી.

" રિયા નવરી પડી લાગે છે " પ્રિયંકા બેન નિયા ના પપ્પા ને કહેતાં હતાં.

" ભૌમિક બોલું "

" ઓહ્ સોરી જીજુ "

" જીજુ વાળી શું કરે છે ?" ભૌમિક એ પૂછ્યું.

" હું તો જમવા બેસેલી છું. પણ તું રિયા ના ફોન માથી કેમ ફોન કરે છે ? "

" મારી મરજી "

" ઓહ્ રિયા નો ફોન ચેક કરતો હસે તું " નિયા એ કહ્યું.

" ના હવે. મારો ફોન ચાર્જ માં પડયો છે " ભૌમિક એ કહ્યું.

" અચ્છા "

" આઈસ ક્રીમ ખાવા આવવાની ?"

" કેમ ?"

" હા કે ના " ભૌમિક એ પૂછ્યું.

" ના "

ત્યાં રિયા આવતા એને ભૌમિક પાસે થી ફોન લઇ લીધો.

" નિયા તું આવે છે. રેડી થઈ જા. થોડી વારમાં આવી જઈશું આપડે "

" હા મારી માં બીજું કઇ "

" ના આંટી ક્યાં ?"

" આ રહ્યા આપુ " નિયા એ પ્રિયંકા બેન ને ફોન આપ્યો.

" કેમ છો આંટી ?"

" મસ્ત. આજે યાદ આવ્યા આંટી ? હવે તો ઘરે પણ નઈ આવતી તું તો "

" ના આંટી આવીશ ટાઈમ મળશે એટલે. "

રિયા પ્રિયંકા બેન સાથે વાત કરતી હતી ત્યાં સુધી મા તો નિયા ખાઇ ને રેડી થઈ ગઈ હતી.

થોડી વાર પછી ,

" નિયા ક્યાં જાય છે ? " નિયા ના પપ્પા એ પૂછ્યું.

" રિયા ને મળવા "

" ઓકે "

નિયા રિયા એ જે જગ્યા એ આવવાનું કીધું હતું ત્યાં પોહચી ગઈ. રિયા અને ભૌમિક તો ત્યાં નિયા કરતા પહેલા આવી ગયા હતા.

" શું ચાલે લવ બર્ડ " નિયા બોલી.

" જલસા "

આઈસ ક્રીમ ખાતા ખાતા એ લોકો વાત કરતા હતા ત્યારે ભૌમિક ના માં કોઈ નો ફોન આવ્યો.

" બોવ બીઝી ભાઈ તું તો " ભૌમિક ફોન ઉપાડતાં બોલ્યો.

ભૌમિક ફોન પર વાત કરતો હતો અને નિયા અને રિયા વાત કરતા હતા.

થોડી વાર પછી,

" કેમ નિયા આજે નિયા દેખાતી નથી ?" ભૌમિક એ પૂછ્યું.

" શું બોલે છે તું ?"

" મોન્ટુ સાચું કહે છે આ જે તું કઈ બદલાયેલી દેખાય છે " રિયા એ કહ્યું.

" કઈ થયું છે ?"

" ના હવે મને શું થવાનું? અને તમે બંને પણ કેમ આવું પૂછો છો ?" નિયા બોલી.

" સારું શું વિચાર્યું ભાવિન નું ?" રિયા એ પૂછ્યું.

" રિયા તું તો બોલતી જ નહિ. ભાવિન ને મને શું ગમે છે એ બધું કેહવાની શું જરૂર હતી?" નિયા બોલી.

" તો શું કહેવું મારે. એ પણ તારી જેમ હજાર વિચાર કરી રહ્યો હતો તને મળવા આવે કે નઈ એટલે મે કીધુ હતું " રિયા બોલી.

" ઓકે "

" શું ચાલે છે મગજ મા ?" રિયા એ પૂછ્યું.

" એ જ કે જવાબ શું આપુ? " નિયા શાંતિ થી બોલી.

" વિચારી ને શાંતિ થી જવાબ આપજે. ક્યાં ઉતાવળ છે " ભૌમિક એ કહ્યું.

" હા પણ. મમ્મી દરરોજ આ જ સવાલ પૂછ્યા કરે છે. એક વાર માં તો હું કઈ રીતે નક્કી કરી લવ કે હા એ જ હસે લાઈફ પાર્ટનર" નિયા બોલી.

" તો બીજી વાર મળી લે "રિયા એ કહ્યું.

" એ તો ફરવા ગયો છે રિયા અને હવે એ ત્યાંથી મુંબઈ જ જવાનો છે અહીંયા નઈ આવવાનો " ભૌમિક બોલ્યો.

" ઓહ્ હા. નિયા ફોન પર વાત કરી લે " રિયા બોલી.

" ઓકે મૂકો એ વાત ને બાજુ પર "

" હા હવે જઈએ ઘરે " રિયા બોલી.

" હમ. બેસ્ટ ઓફ લક " નિયા એની એક્ટિવા ચાલું કરતા બોલી.

" શેના માટે ?" રિયા બોલી.

ભૌમિક હસતો હતો નિયા બોલી એ સાંભળી ને.

" ભૌમિક ને પૂછી લે જે. બાય બાય " કહી ને નિયા ઘરે જવા નીકળી.

બે દિવસ પછી,

નિયા જમી ને બધું કામ પતાવતી હતી ત્યાં પ્રિયંકા બેન એ  કહ્યુ

" નિયા આદિ નો વિડિયો કૉલ આવે છે "

" કટ કરી દેવ " નિયા બોલી.

" ના એવું ના કરાય "

પ્રિયંકા બેન ફોન ઉપાડતાં બોલ્યો

" કેમ છો બેટા ? સુરત આવવું નથી ?"

" મસ્ત તમે કેમ છો ?"

" મસ્ત. આ તારી ફ્રેન્ડ ને સમજાવ કંઇક એક પણ છોકરો ગમતો નથી "

આદિ હસવા 😄 લાગ્યો.

નિયા ફોન લેતા બોલી.

" મમ્મી તને બોવ કર્યું હવે " કહી ને એના રૂમ માં જતી રહી.

આદિ હસતો હતો. એ જોઈ ને નિયા બોલી.

" હસી લીધું તમે ?"

" હા "

" તો સારું. કેમ આજે વિડિયો કૉલ કર્યો ?" નિયા એ પૂછ્યું.

" મન થયું. શું વિચાર્યું ?" આદિ એપૂચ્યું .

" શેનું ?"

" ભાવિન નું "

" યાર કઈ સમજ નઈ પડતી. મમ્મી પપ્પા ની તો હા જ છે. મને નઈ ખબર શું કહું એ "

" તું પણ હા પાડી દે " આદિ બોલ્યો.

" હા બીજું કંઈ "

" ના.  નિયા આમ પહેલી વાર માં કોઈ નો ફોન ચેક ના કરાય " આદિ નિયા ને હેરાન કરતા બોલ્યો.

" મે એનો ફોન ચેક નઈ કર્યો " થોડાં ગુસ્સા માં નિયા બોલી.

" હમ. કેવો હતો એ તો કેહ ?"

" કોણ ?"

" તારો ભાવિન "

" માણસ જ હતો એલિયન નઈ હતો " નિયા ચિડાઈ ને બોલી.

" પણ તે તો મને ફોટો પણ ના બતાવ્યો. આવી ફ્રેન્ડ "

" નથી મારી પાસે એનો ફોટો "

" ચલ ચલ જૂથ ના બોલ "

" હા સાચે નથી યાર "

" તો કોઈ ની પાસે થી મંગાવી ને મોકલ. મારે જોવો છે એને "

" અબે નથી મારી પાસે "

" ઈન્સ્ટાગ્રામ પરથી લઈ ને મોકલ "

" એ મારા ઇન્સ્ટા માં નથી "

" તો હું શું કરું ? મારે જોવો છે ભાવિન ને " આદિ બોલ્યો.

" એને જોઈ ને શું કામ છે ?"

" હું કહું ને હા પાડવી કે ના "

" ફોટો જઈ ને તને ખબર પડી જવાની છે ?"

" તું ફોટો મોકલ ને પછી કહુ "

" નથી. રિયા કે ભૌમિક ના ઈન્સ્ટાગ્રામ પર છે જોઈ લે "

" હા એક મિનીટ "

બે મિનીટ પછી આદિ બોલ્યો

" મે એને રિકવેસ્ટ મોકલી " ખુશ થતા બોલ્યો.

" કેમ પણ ?" નિયા બોલી.

" એની આઇડી પર થી કઈક તો સમજ પડશે "

" એ રેક્વેસ્ટ એક્સેપ્ત ના કરે તો ?"

" ના કેમ કરે ? કરવી જ પડશે " આદિ બોલ્યો.

" કેમ ?"

" બેબ નો ફ્રેન્ડ છું એટલે " આદિ આંખ 😉 મારતાં બોલ્યો.

" ઓહ્ જોઈએ "

" હા "

" પણ એ તો ફરવા ગયો છે "

" હા નઈ. તને લીધા વગર. બિચારી "

" હા એજ ને. શિલોંગ વેલી " નિયા માસુમ મોઢું કરી ને બોલી.

" જીવી લે ને છેલ્લે છેલ્લે સિંગલ લાઈફ પછી તો તું એકલી જવાં નઈ દેવાની " આંખ 😉 મારતાં આદિ બોલ્યો.

" કઈ પણ "

આદિત્ય અને નિયા આમ વીડિયો કૉલ પર થોડી મસ્તી કરતા હતા ત્યાં આદિ અચાનક બોલ્યો,

" નિયા રેક્વેસ્ત એકસેપ્ત કરી લીધી. "

" નવરો હસે તો "

" બોવ ચિંતા તને તો "

" હોય જ ને " નિયા મસ્તી માં બોલી.

" શું કીધું ?"

" ના કઈ નઈ કીધું મે " નિયા બોલી.

" ભાવિન ને કહેવું પડશે નિયા ને મેગી પણ બોવ ભાવે છે અને ચોકોલેટ પણ "

" ના એને કઈ કહેવાનું નથી "

" સારું હું એને કહીશ કે નિયા ને બ્લેક મેઈલ કેમનું કરવું એ " મસ્તી કરતા આદિ બોલ્યો.

" તું સૂઈ જા ગુડ નાઈટ "

" ના ના. "

" કેમ ?"

" મારે નઈ સૂવું એટલે. તું પણ જાગ "

" ના "

" ભાવિન ની આઇડી જોવ છું હું "

" તો મે શું કરું ?" નિયા એ પૂછ્યું.

" કઈ નઈ "

" ઓકે "

થોડી વાર પછી,

" નિયા આતો કેટલું ફરી આવ્યો છે. એની આઇડી તો જૉ એક દમ હટકે છે. " આદિ બોલ્યો.

" ઓહ્ બીજું કંઈ "

" ના સારો છે આમ તો હા કહી દે "

" હમમ... "

" મેગી ની સ્ટોરી મુકી છે. "

" તો "

" તને બોવ ભાવે છે ને?"

" હા તો "

" હું કહું એને નિયા ની ફેવરિટ છે એક મિનીટ "

" ના " નિયા એક દમ જોર મા બોલી.

" કેમ ના ? એને ખબર પડવી જોઈએ ને તને મેગી ભાવે છે" આદિ એ કહ્યું.

" કઈ જરૂર નથી કહેવાની "

" પણ મારે કહેવું હોય તો ?"

" હા તો કહી દે " નિયા બોલી.

" એક મિનીટ કહું એને "

પાંચ મિનિટ પછી

" મે યમ્મી કીધું. તો એને યેહ કહ્યું "

" બીજું કહી દે ને. શું કરે છે? બીજું જે કહેવું હોય એ "

" ના એ તો તારે કહેવાનું હોય "

" તું અત્યાર માં મગજ ના ખાઈશ મારુ " નિયા ગુસ્સા માં બોલી.

" મગજ છે ?"

" હા થોડું ક છે "

" તો સારું કહેવાય. "

" હમ "

" નિયા એને મસ્ત પિક અપલોડ કર્યો છે. એક દમ રાપચિક "

" તો ?"

" છોકરો સારો લાગે છે. "

" ચલ મને નીંદ આવે છે હું ફોન મૂકું છું "

" પણ મારે નઈ સુવા દેવી. આજે તો કહી દે જવાબ. ભાવિન ગમે છે કે નઈ "

" મને નથી ખબર " નિયા બોલી.

" આમ થોડી ચાલે. યાર "

" નઈ સમજ પડતી મને શું કહું એ " નિયા બોલી.

" કુલ બેબ. શાંતિ થી વિચાર. "

" દિલ હા પાડે છે અને મગજ ના " નિયા આખરે એના માઈન્ડ માં જે ચાલતું હતું એ બોલી.

" કેમ દિલ હા પાડે છે અને મગજ ના પાડે છે ?"

" મગજ કહે છે એ પણ બધા ની જેમ વિશ્વાસ તોડશે તો. એ પણ જૂથ બોલશે તો "

" એ જવાદે. દિલ શું કહે છે ?" આદિ ને ખબર હતી નિયા જેટલું દિલ થી વિચારી ને જવાબ આપતી એ સાચા જ હોય છે.

" બધા સરખા નથી હોતા. "

" અને નિયા શું કહે છે ?" આદિ એ પૂછ્યું.

" હા "

" સાચે ને ?"

" યેસ "

" હજી કહુ છુ વિચારી લેજે " નિયા ની હા સંભાળતા આદિ એ પાછું પૂછ્યું.

" હા વિચારી લીધુ " નિયા એક નાની સ્માઈલ આપતા બોલી.

" તો કહી દે એને "

" ના "

" કેમ પણ ?"

" કહી દઈશ થોડાં દિવસ માં. થોડું વિચારી ને "

" કેટલું વિચારવું છે તારે ?"

" કઈ નઈ "

" બોલ હવે "

" કઇ નઈ "

" ઓકે હવે હું પૂછું એનો જવાબ આપ " આદિ એ કઈક વિચારી ને કહ્યું.

" ના મારે કોઈ જવાબ નઈ આપવા "

" આપવો જ પડશે નહિ તો હું ભાવિન ને મેસેજ કરીશ "

" ના એ નઈ "

" તો બોલ જવાબ આપશે કે નહિ ?" બ્લેક મેઇલ કરતા આદિ એ પૂછ્યું.

" હમ "

" જો ખોટુ બોલીશ તો ભાવિન ને મેસેજ કરીશ "

" બ્લેક મેઇલ ના કર મને "

" હવે તો કરવી જ પડશે "

" કઈ ખુશી મા "

" મારી બેબ નો ડ્રીમ બોય આવી ગયો છે એટલે " આદિ મસ્ત સ્માઈલ આપતા બોલ્યો.

" બસ બોવ થયું "

" સારું. આમ તો તે #unknown માં લખ્યું છે એવો જે પિક માં દેખાય છે.  "

" હા એનાં હેર " નિયા કઈક વિચારતા બોલી.

" હું આટલા દિવસ થી એજ વિચારતો હતો કે એના હેર નું તે કીધું કેમ નઈ ?" આદિ એ જ્યારે ભાવિન નો પિક જોયો ત્યાર થી જ વિચારતો હતો નિયા એ ભાવિન ના હેર નું કઈ કીધું કેમ નહિ.

" કેમ આમ બોલે છે ?"

" હમણાં પિક જોયો એટલે ખ્યાલ આવ્યો. હેર બોવ ગમતાં લાગે છે એને "

" પૂછી જોજે મેસેજ કરી ને "

" ના મારા થી ના પુછાય તું પૂછી જોજે" આદિ એ કહ્યું.

" હા બીજું કઇ ?"

" ક્યાં ફરવા જવાય એ પણ પુછી લેજે ?"

" કેમ ? તારે ક્યાં જવું છે ?"

" મેઘાલય બાકી છે હજી જવાનું "

" ઓહ્ અચ્છા "

" હા બીજું હું પુછી લઈશ "

" શું ?"

" એ તને કેમ કહું ? અમારી વાત છે " આંખ મારતાં બોલ્યો આદિ.

" બોવ સારું. સૂઈ જા અને સુવા દે "

" હા પણ કેજે પછી શું નક્કી કર્યુ ફાઇનલ"

" શેના માટે ?"

" ભાવિન માટે "

નિયા એ કઈ જવાબ ના આપ્યો ખાલી એક સ્માઈલ કરી.

" યે સ્માઈલ કે પીછે ક્યાં રાઝ હે "

" કુછ નહિ "

" ભાવિન કી દીવાની "

" બસ બે. બોવ યાદ ના કરાવ એને "

" કેમ કેમ ?"

" એમજ "

" કહી દેજે યાદ આવી જાય છે. સપના માં પણ આવી ગયો હસે ને ?"

" ના હજી સુધી તો નઈ આવ્યો "

" એટલે તારે લાવવો છે સપના માં "

" એવું ક્યાં કીધુ મે "

" હા નઈ. રીયલ માં જ લાવવાનો છે પછી શું ચીંતા ?" આદિ નિયા ને હેરાન કરતા બોલ્યો.

" બસ બોવ કર્યું ભાવિન પુરાણ "

" હા હા... "

" ગુડ નાઈટ "

" ગુડ નાઈટ "

નિયા ફોન કટ કરી ને પાછી ભાવિન ના વિચારો મા ખોવાઈ ગઈ. હા કહું કે ના.
શું લાગે છે નિયા હા પાડશે ?

તમને શું લાગે છે ભાવિન પણ નિયા માટે વિચારતો હસે ?

Rate & Review

Vivek Patel

Vivek Patel 6 months ago

Bijal Patel

Bijal Patel 6 months ago

Keval

Keval 6 months ago

Jkm

Jkm 6 months ago

Bhumika Sutaria

Bhumika Sutaria 6 months ago