Mind: Relationship Friendship No - 78 books and stories free download online pdf in Gujarati

મન : સંબંધ મિત્રતા નો - 78

નિયા અને ભાવિન ની બીજી મુલાકાત પછી એમની વાત થોડી વધી ગઈ હતી. ભાવિન નિયા ને હેરાન કરતો અમુક વાર. નિયા પણ કાશ્મીર વાળી છોકરી ને યાદ કરી ને ભાવિન ને અમુક વાર અક્રાવતી.

એ બંને વચ્ચે હવે સારી એવી દોસ્તી થઈ ગઈ હતી. નિયા જ્યારે પણ ઓપન માઇક માં જતી ત્યારે ભાવિન કહેતો મારું પણ સપનું છે તને લાઈવ માં બોલતી સાંભળતાં.

નિયા ના મમ્મી પપ્પા ખુશ હતા એના કરતાં વધારે ભાવિન ના મમ્મી પપ્પા ખુશ હતા કેમકે ભાવિન ને કોઈ ગમી હતી અને એની ચોઈસ કઈ વધારે જ સારી હતી એવું એના મમ્મી કહેતા. બાકી ભાવિન ના મમ્મી ને તો નિયા જ્યાર થી ભૌમિક ના મેરેજ માં જોઈ હતી ત્યાર થી જ ગમી ગઈ હતી.

આજે રવિવાર હતો. અને નિયા ને કેફે આશિયાના માં ઓપન માઇક માં જવાનું હતું. આજે એ ખુશ હતી કેમકે આજે એ દોસ્તી પર બોલવાની હતી. અને દોસ્તી ની વાત હોય ત્યારે આદિ ની યાદ ના આવે એવું તો બંને જ નહિ.

ચાર વાગ્યા પછી એ રેડી થઈ ને જતી હતી ત્યારે એના મમ્મી એ કહ્યું,

" આટલું રેડી થઈ ને ક્યાં જાય છે ?"

" ઓપન માઇક માં " નિયા એ શાંતિ થી કહ્યું.

" તો આટલું રેડી થઈ ને ?"

" મમ્મી દર વખતે આમ જ જાવ છું. અને રેડી થઈ જ નથી " નિયા એ કહ્યું.

નિયા એ બ્લેક જીન્સ અને વ્હાઇટ ટોપ પહેર્યુ હતું. લોગ ઈયરરીંગ , બ્લૂ આઇ લાઇનર અને એક દમ લાઈટ કલર ની લિપસ્ટિક કરી હતી. અને એ બધા જ ઓપન માઈક માં આ રીતે જ જાય છે પણ ખબર નઈ કેમ પ્રિયંકા બેન કેમ નિયા ને આજે આમ કહી રહ્યા હતા.

થોડી વાર વાત કર્યા પછી નિયા ઓપન માઇક માં ગઈ.

થોડી વાર પછી,

નિયા પાર્કિંગ માં એની એક્ટિવા પાર્ક કરી ને અંદર જ જતી હતી ત્યાં કોઈ છોકરા સાથે ભટકાઈ.

નિયા ના હાથ માં જે ડાયરી હતી એ નીચે પડી ગઈ.

" સોરી " કહી ને નિયા ડાયરી લઈ ને જતી રહી.

ઓપન માઈક માં દોસ્તી પર બોલી. એની ફ્રેન્ડ પલક પણ ત્યાં આવેલી.

એ લોકો જમતાં હતાં ત્યારે પલક એ કીધું,
" બોલતા બોલતા આદિત્ય ની યાદ આવી ગયેલી ને ?"

" કેમ આમ પૂછે છે તું ?"

" બસ લાગ્યું એટલે પૂછ્યું "

" હમ "

" અને ભાવિન જીજુ ની ?" પલક એ પૂછ્યું.

" જઈએ આપડે ?" નિયા આ સવાલ નો જવાબ આપવા નઈ માંગતી હતી અત્યારે.

પલક ને ખબર હતી નિયા ને એની લાઈફ ની અમુક વસ્તુ શેર કરવી નઈ ગમતી એટલે એને બોવ ના પૂછ્યું.

જ્યારે એ લોકો ત્યાં થી નીકળતાં ત્યારે પલક એ પૂછ્યું ,
" નિયા સાચું કહેજે ભાવિન જીજુ ની યાદ આવે છે ને તને ?"

" હા "

" તો મળી આવ "

" શક્ય નથી. એ બેંગ્લોર ગયો છે. દસ દિવસ પછી આવસે. અને ત્યાં નેટવર્ક નો પ્રોબ્લેમ છે એટલે વાત પણ બોવ નઈ થાય "

" ઓહ ઓકે "

નિયા પલક સાથે થોડી વાર વાત કરી પછી ઘરે આવવા નીકળી.

આ બાજુ ભાવિન ના ઘરે ભાવિન ના મમ્મી પપ્પા જમી ને બેઠા હતા. ત્યારે બંને ને ફોન મા કોઈ મેસેજ આવ્યા. મેસેજ જોઈ ને બંને એક દમ શોક થઈ ગયા.

" શું થયું ?" ભાવિન ના પપ્પા એ પૂછ્યું.

" હું એજ પૂછું છું તમને શું થયું ?"

" નિયા ના ફોટો આવ્યા છે. કોઈ અનનોન નંબર પરથી " ભાવિન ના પપ્પા એ કહ્યું.

" હા મારા મા પણ "

" મને ઠીક નઈ લાગતું કઈ "

" નિયા આવું કરી જ ના શકે "

" હા પણ આ ફોટો "

જે ફોટો હતા એમાં નિયા ના એક છોકરા સાથે ના ફોટો હતા. કપલ ફોટો હોય એવું.

" આપડે ભાવિન જોડે વાત કરીએ " ભાવિન ના મમ્મી એ કહ્યું.

" હા " કહી ને ભાવિન ને ફોન કર્યો.

પણ ભાવિન નો ફોન નેટવર્ક ની બહાર જ આવતો હતો.

થોડી વાત ચિત કર્યા પછી ભાવિન ના પપ્પા એ ડાયરેક્ટ નિયા ના ઘરે ફોન કર્યો.

થોડી આમ તેમ વાત કરી પછી ભાવિન ના પપ્પા એ કહ્યું,
" આજે નિયા ક્યાંય બહાર ગયેલી ?"

" હા કેમ શું થયું ?"

" એના કોઈ એ ફોટો મોકલ્યા છે "

" મતલબ ?" નિયા ના પપ્પા ને કઈ સમજ મા નઈ આવતું હતું કેવા ફોટો ની વાત કરી રહ્યા છે એ.

" હું તમને મોકલું ફોટો "

ભાવિન ના પપ્પા એ ફોટો મોકલ્યા. પિયુષ ભાઈ તો ફોટો જોઇ ને શોક થઈ ગયા. એ ફોટો માં નિયા જે છોકરા સાથે અથડાઈ હતી એ છોકરા સાથે ના ફોટો હતા. પણ પિક એવી રીતે એડિટ કર્યો હતો કે નિયા એ છોકરા ને કિસ કરતી હોય. અને બીજા પિક પણ એવા કઈક જ હતા જેમાં નિયા એ છોકરા ની નજીક હોય.

પિયુષ ભાઈ ને તો શું બોલવું એ સમજ મા નઈ આવતું હતું. પિયુષ ભાઈ ને આમ ચુપ જોઈ ને પ્રિયંકા બેન એ પૂછ્યું,

" શું થયું ?"

નિયા ના મમ્મી ને ફોટો બતાવ્યા. એ પછી
" આ છોકરી નું શું કરવું ?"

નિયા માં મમ્મી ગુસ્સા માં બોલ્યા. એટલે ભાવિન ના પપ્પા એ કહ્યું,

" કાલ થી નવરાત્રિ ચાલુ થાય છે એટલે એ પતે પછી આપડે આ ટોપિક પર આગળ વાત કરીશું "

" હા અમે નિયા ને પૂછી લઈશું ત્યાં સુધી "

થોડી વાત કરી ને ફોન મૂક્યો.

ફોન મુક્યા પછી તો નિયા ના મમ્મી એક દમ ગુસ્સા માં બોલ્યા,
" હવે એનું બધે જવાનું બંધ કરાવી દઈશ "

" શાંતિ રાખ પિયુ "

" શું શાંતિ ? નિયા શાંતિ થી જીવવા ક્યાં દે છે. કેટલા છોકરા ને ના પાડયા પછી એક ને હા પાડી એમાં પણ આવું બધું થાય છે "

" પિયુ જરૂર કઈક ગલત ફેમી થઈ છે તું ગુસ્સે ના થા "

" શું ગુસ્સે ના થાવ. આ રિશ્ટો તૂટે પછી કોઈ નિયા ને હા નઈ પાડે "

" પ્રિયંકા તું કઈ વધારે જ વિચારી રહી છે. એમને સંબંધ તોડવાની વાત નથી કરી "

" હા પણ દસ દિવસ પછી આ ટોપિક પર વાત કરશે એટલે એવું જ થયું ને. ત્યાં સુધી વિચારી લેશે એમ "

" પ્રિયંકા બોવ વિચારવાનું બંધ કર. બધું સારું થઈ જશે "

" શું સારું ? આના થી સારું શું કરવું છે "

" શાંતિ રાખ "

નિયા ના મમ્મી કઈક વધારે ગુસ્સા મા હતા એટ્લે અત્યારે એમના સમજાવવા મુશ્કેલ હતા. પિયુષ ભાઈ એ થોડો ગુસ્સો ઓછો થાય પછી વાત કરવાનું વિચાર્યું.

ત્યાં થોડી વાર માં નિયા આવી.

હજી એ ઘર માં આવી જ હતી. ત્યાં પ્રિયંકા બેન એ કહ્યું,

" આવી ગયા બધા કામ કાજ કરી નેં"

" શું બોલો છો મમ્મી "

" ઓપન માઇક માં જવાનું બહાનું હતું ને. મળવા તો કોઈ બીજા ને ગઈ હતી " પ્રિયંકા બેન ગુસ્સા માં બોલતા હતા.

નિયા ને સમજમાં નઈ આવતું હતું કેમ આટલો ગુસ્સો કરે છે એ. પણ એ કઈ વધારે ના બોલી.

" નિયા તું આ બુક લખવાનું અને ઓપન માઇક માં જવાનું બંધ કરી દેજે "

" મમ્મી શું થયું ?"

" શું થયું એમ પુછે છે. આને ફોટો બતાવો " કહી ને નિયા ના પપ્પા પાસે થી ફોન લઇ ને નિયા પાસે રાખ્યો.

નિયા ફોટો જોઇ ને બોલી,
" મમ્મી આ કોઈ એ એડિટ કરેલા ફોટો છે "

" હવે નિયા તનેં આ ફોટો એડિટ કરેલા લાગે છે. આ ફોટો ભાવિન ના મમ્મી પપ્પા ને કોઈ એ મોકલ્યા છે. એમનો ફોન આવ્યો હતો. નવરાત્રિ પછી એ આ વાત કરશે એમ કીધું. હવે ભાવિન ના પાડે તો એનું કારણ તું હસે નિયા "

" મમ્મી આ ફોટો એડિટ કરેલા છે. અને આ જે છોકરો હું ત્યાં ગઈ ત્યારે મારી સાથે અથડાયો હતો "

" બહાના તો જોવો પિયુષ. નિયા ને ખોટું બોલતાં સારું આવડી ગયું છે હવે "

" નિયા સાચું કહે છે ને તું ?" નિયા ના પપ્પા એ પૂછ્યું.

" હા પપ્પા. આ છોકરા ને હું ઓળખતી પણ નથી. અને આજે હું ત્યાં ગઈ ત્યારે એ મારી સાથે અથડાયો હતો. અને આ ફોટો એડિટ કરેલા છે પપ્પા "

" બસ નિયા કઈ નઈ સાંભળવું અને આ નવરાત્રિ માં પણ બહાર જવાનું બંધ "

" પણ મમ્મી " નિયા કઈ આગળ બોલે એ પહેલા પ્રિયંકા બેન ગુસ્સા માં એમના રૂમ માં જતાં રહ્યા.

નિયા ત્યાં ચુપ બેઠી હતી. એને સમજ મા નઈ આવતું હતું આ બધું શું થઈ રહ્યું છે એ.

આજે રાતે એને નીંદ પણ ના આવી. બસ ભગવાન ને યાદ કરી ને સુઈ ગઈ. સૂઈ ગઇ પણ બોવ બધા વિચારો ચાલતા હતા એના નાના મગજ મા.

બીજે દિવસે,

સવારે નિયા જોબ પર જતી હતી ત્યારે પણ પ્રિયંકા બેન કઈ બોલ્યા નઈ. નિયા ને ખબર નઈ પડતી હતી કે એની શું ભૂલ હતી એ. એને ભાવિન સાથે વાત કરવી હતી પણ ભાવિન બેંગ્લોર ગયો હતો અને નિયા ને ભાવિન ને આવું કઈક કહી ને એની ટ્રીપ બગાડવા નઈ માંગતી હતી.

નવરાત્રિ માં ગરબા રમવા પણ નઈ જવા દીધી નિયા ને એના મમ્મી એ.
દરરોજ રાતે નિયા સુવા ના ટાઈમ પર રડતી. એને શું કરવું કોને કહેવું એ સમજ મા નઈ આવતું હતું. પેલા ફોટો એડિટ કરેલા છે પણ સાબિત કેમનું કરવું અને કોની પાસે કરવું.

ભાવિન નો મેસેજ આવે ત્યારે પણ નિયા બોવ ઓછી વાત કરી ને ઓફલાઈન થઈ જતી. ભાવિન પણ વિચારતો શું થયું હસે આને. પણ કદાચ એનેં નીંદ આવતી હતી એટલે જલ્દી સૂઈ જતી હસે એમ વિચારી ને બોવ ના પૂછતો.

દરરોજ સવારે પ્રિયંકા બેન નિયા ને કઈક નું કંઈ કહ્યા જ કરતા. નિયા નું જોબ પર પણ ધ્યાન બોવ ના રહેતું. એની દુનિયા માં ખોવાઈ ગઈ હતી નિયા ને.

રાતે જમવા ના ટાઈમ પર પણ પ્રિયંકા બેન એવું કઈક બોલતા એટલે નિયા ને જમવાનું પણ ભાવતું નઈ હતું. ઓનલાઈન આવવાનું ઓછું કરી દીધું હતું નિયા એ.

એક દિવસ નિયા જમવા બેઠી ત્યારે ,
" નિયા તું આ બધું લખે છે એ બંધ કરી દેજે " નિયા ના મમ્મી ગુસ્સા માં બોલ્યા.

" મમ્મી એમાં લખું છું એને અને આને શું લેવા દેવા છે ?" નિયા એ એક દમ શાંતિ થી પૂછ્યું.

" બુક વાંચી વાંચી ને જ તું બગડી ગઈ છું. કાલે બધી બુક પસ્તી માં આપી આવજે. અને પેલા ચોપડા માં બધું લખે છે એ પણ "

" મમ્મી બુક પસ્તી માં નઈ અપાય "

" ડાયરી જે દિવસે મારા હાથ માં આવી એ દિવસે બધી પસ્તી માં જસે " નિયા ના મમ્મી ગુસ્સા માં બોલ્યા.

" મમ્મી મે એવું કઈ જ કર્યું નથી કે તમે આટલો ગુસ્સો કરો છો મારા પર " નિયા ની આંખ માં બોલતા બોલતા પાણી આવી ગયા.

" શું નઈ કર્યું. આજે આવા ફોટો કોઈ એ બોલ્યા કાલે કોઈ બીજા ફોટો મોકલશે અમારે બધા ને શું જવાબ આપવો " નિયા ના મમ્મી હવે કઈ વધારે જ ગુસ્સા મા હતા.

" મમ્મી એ ફોટો એડિટ કરેલા છે " નિયા હવે રડી રહી હતી કેમકે એના મમ્મી એના પર ખોટા આરોપો લગાવી રહ્યા હતા.

" રડવાનું નાટક કરીશ એટલે તું સાચી છે એવું નઈ માની લઈએ "

આજે ઘણું બધું બોલ્યા. નિયા થી ચુપ રહેવાયું ત્યાં સુધી સારું હતું. પણ હવે એના થી સહન નઈ થતું હતું. એ એના રૂમમાં નઈ ને ડાયરી લઈ ને બેસી ગઈ.

" યાર
જોને શું થાય છે આ બધું ?

ભાવિન ની બોવ યાદ આવે છે આજે મને. પણ હું ફોન નઈ કરી શકતી.

મમ્મી પપ્પા ને કેમનું સમજાવું આ ફોટો એડિટ કરેલા છે ?

ભગવાન તમે જ કઈક કરો હવે "

આટલું લખતા તો નિયા ની આંખ માં પાણી આવી ગયા.

આટલા દિવસ થી દરરોજ નિયા રડતી. સ્માઇલ તો એની ગાયબ થઈ ગઈ હતી. જમવાનું પણ ઓછું થઈ ગયું હતું.
થોડો તાવ પણ આવી ગયેલો પણ એને કોઈ ને કહ્યું નહિ.

નિયા નું અચાનક ઓનલાઇન આવવાનું ઓછું થઈ જતાં ભાવિન વિચારતો હતો મારા થી એને કઈ ખોટું ના કહેવાઈ ગયું હોય.

ભાવિન એ ફોન કર્યો પણ નિયા પછી વાત કરું એમ કહી ને ફોન મૂકી દીધો.

બે દિવસ પછી,

ભાવિન વિચારતો હતો નિયા ને અચાનક શું થઈ ગયું છે. ઓનલાઈન નઈ આવતી. વાત પણ બોવ જ ઓછી કરે છે. વાત કરે તો કઈ બોલતી નથી ચુપ કેમ થઈ ગઈ છે એ આટલી બધી.

બે દિવસ રાહ જોઈ પણ નિયા સાથે ની વાત થોડી વધારે જ ઓછી થવા લાગી હતી. ભાવિન વિચારતો હતો કઈ રીતે નિયા ને શું થયું છે એ ખબર પડશે. બોવ વિચાર કર્યા પછી એને આદિત્ય યાદ આવ્યો.

કેમકે નિયા માટે મન ની દોસ્તી બોવ મહત્વ ની હતી એટલે કદાચ આદિ ને ખબર હસે એમ વિચારી આદિ સાથે વાત કરવાનું વિચાર્યું.

પણ આદિ નો નંબર નઈ હતો. પણ પછી યાદ આવ્યું આદિત્ય ઈન્સ્ટાગ્રામ પર છે એના પર મેસેજ કરું.

આગળ કઈ પણ વિચાર્યા વગર ભાવિન એ મેસેજ કર્યો,
" હાઈ આદિત્ય "

રાત ના અગિયાર વાગ્યે ભાવિન એ મેસેજ કર્યો. સાડા અગિયાર થયા પણ હજી સુધી આદિ નો મેસેજ આવ્યો નઈ હતો.

ભાવિન ને નિયા ની યાદ આવતી હતી પણ એનો ફૉન નેટવર્ક ની બહાર જ આવતો હતો.

બીજે દિવસે સવારે આદિત્ય નો મેસેજ આવ્યો.

" હાઈ "

હાઈ હેલ્લો ની વાત થઈ પછી ભાવિન એ પૂછ્યું,

" નિયા સાથે વાત થાય છે તારી ?"

" ના થોડા દિવસ થી થઈ જ નથી "

" ઓકે "

" કેમ શું થયું ?" આદિ એ પૂછ્યું.

" કઈ ખબર નઈ પડતી "

" નિયા એ કઈ કહ્યું ?"

" એ કઈ કહેતી નથી એજ તો પ્રોબ્લેમ છે ?" ભાવિન એ કહ્યું.

" મતલબ શું થયું નિયા ને ?" આદિ એ પૂછ્યું.

" એ કેમનું કહું ?"

આદિત્ય એ એનો નંબર મોકલ્યો. કૉલ કરી ને કહી શકે છે તું.

પણ ભાવિન ને ઓફિસ જવાનો ટાઈમ થઇ ગયેલો એટલે એને કીધું રાતે ફોન કરું.

રાતે જમી ને ફ્રી થઈ ને ભાવિન એ આદિ ને ફોન કર્યો. પછી છેલ્લા થોડા દિવસ થી નિયા સાથે જે વાત થઈ છે એ કહી. નિયા ઓફલાઈન હોય છે. ફોન પર કઈ બોલતી નથી એ બધું જ કહ્યું.

" આટલી ચુપ તો નિયા નઈ રહેતી " આદિ ને ખબર હતી નિયા આટલી ચુપ તો નઈ જ રહેતી.

" હા પણ પૂછ્યું તો પણ મને કઈ કહેતી નથી "

" હું ટ્રાય કરું ?" આદિ એ પૂછ્યું.

" હા પણ નિયા ને ના કહીશ કે મે તને કીધું હતું "

" પાક્કું "

થોડી વાર વાત કરી ને ફોન મૂક્યો.

સાડા દસ વાગ્યા હતાં આદિ એ ફોન કર્યો નિયા ને.
પણ ફોન સ્વિચ ઓફ આવતો હતો.

આદિ એ મેસેજ કર્યા પણ ઓફલાઈન

બીજે દિવસે પણ આજ થયું. નિયા એ મેસેજ સીન કરી ને ખાલી એક સ્માઈલ વાળું ઈમોજી મોકલી દીધું હતું બાકી કઈ નઈ.

નિયા ને ગરબા રમવા જવાનું એટલું મન હતું પણ પ્રિયંકા બેન એ ચોખ્ખી ના કહી દીધી હતી.

એ હવે તો રાતે ફોન સ્વીચ ઓફ કરી દેતી. આજે ફોન સ્વીચ ઓફ કરતી જ હતી ત્યાં આદિ નો ફોન આવ્યો.

" હેલ્લો બેબ "

" હાઈ "

" હવે તો તું મિયાન ને ભૂલી ગઈ "

" ના "

પણ આજે નિયા નો અવાજ બોવ જ ધીમો હતો.
આદિ એ પૂછ્યું પણ નિયા એ કઈ જ કીધું નઈ. અને નીંદ આવે છે એમ કહી ને ફોન મૂકી દીધો.

આદિત્ય વિચારતો હતો પણ એને કઈ સમજાતું નઈ હતું નિયા કેમ આમ ચુપ છે એ.

ભાવિન હવે એક દિવસ પછી મુંબઈ જવાનો હતો. એને પેકિંગ તો કરી લીધું હતું. સુવા ની તૈયારી કરતો હતો ત્યારે એના પપ્પા નો ફોન આવ્યો.

" ભાવિન તારે સુરત આવવાનું છે " ભાવિન ના પપ્પા એ કહ્યું.

" શું થયું ?"

" જરૂરી કામ છે તું ઘરે આવ "

" પપ્પા બધું બરાબર છે ને ?"

" હા અને ના " ભાવિન ના પપ્પા ને શું કહેવું એ ખબર નઈ પડતી હતી.

" ભાવિન નિયા કેમ છે ?" ભાવિન ના મમ્મી એ પૂછ્યું.

" મઝામાં "

" સાચું ને ?"

" ના કદાચ થોડા દિવસ થી બોવ ચુપ છે વાત જ નઈ થઈ અમારી "

" કેમ ?"

" એ બોવ જલ્દી સૂઈ જાય છે "

" બેટા જે હોય એ નિયા જ ઘરે આવવી જોઈએ "

" હા એજ આવવાની છે પણ તમે આમ કેમ બોલો છો ?" ભાવિન એ પૂછ્યું.

" બેટા તું આવ પછી વાત કરીએ . જય શ્રી કૃષ્ણ " કહી ને ભાવિન ના મમ્મી એ ફોન મૂકી દીધો.

ભાવિન ને શું થઈ રહ્યું છે એ કઈ સમજ મા નઈ આવતું હતું. એને નિયા ને ફોન કર્યો પણ નિયા નો ફોન સ્વીચ ઓફ જ આવતો હતો એટલે એને આદિ ને કૉલ કર્યો.

" બોલો જીજુ " આદિ ફોન ઉપાડતાં બોલ્યો.

" જીજુ નઈ ભાવિન બોલ "

" ઓકે બોલ "

" નિયા સાથે વાત થઈ ?"

" ના. હું તમને આજે એજ પૂછવા ફોન કરવાનો હતો. મે એને ફોન કર્યો પણ ફોન સ્વીચ ઓફ જ આવે છે "

" હા મે પણ કર્યો પણ સ્વીચ ઓફ આવે છે"

" કઈ થયું છે પ્રોબ્લેમ ?" આદિ એ પૂછ્યું.

કેમકે એ જેટલું નિયા ને ઓળખતો એ પર થી તો નિયા ફોન સ્વીચ ઓફ કરતી જ નઈ. અને ઓનલાઈન હોય તો મેસેજ જોઈ ને જવાબ પણ આપતી. ખાલી ઈમોજી ના મોકલતી.

ભાવિન ને એના મમ્મી પપ્પા એ કહ્યું એ બધું એને આદિ ને કહ્યું.

" કઈ સિરિયસ પ્રોબ્લેમ લાગે છે મને "

" મને પણ "

" હવે તમે ત્યાં જાવ પછી ખબર પડે. બાકી તો કોઈ રસ્તો જ નથી " આદિ એ કહ્યું.

" હમ. તમે ના બોલ "

" ઓકે "

બેંગ્લોર ભાવિન એનું કામ પતાવી સુરત આવવા નીકળી ગયો.

શનિવાર રાત્રે નવ વાગે એના ઘરે પોહચ્યો. ભાવિન ને જોઈ ને એના મમ્મી એ કહ્યું,
" તું નિયા ને લઇ આવ "

" પહેલા એને અંદર આવવા દેવ પછી વાત કરો " ભાવિન ના પપ્પા બોલ્યા.

" શું થયું છે ? કેમ આમ બોલો છો " ભાવિન એ પૂછ્યું.

" જમી લે પછી વાત કરીએ "

જમી ને એ લોકો ત્રણ આગળ ના મેઈન રૂમ માં બેઠા હતા.

ભાવિન ના મમ્મી પપ્પા એક બીજા ની સામે જોઈ ને કઈ વાત કરતા હતા.એ જોઈ ને ભાવિન એ કહ્યું,

" તમે કઈ કહેશો મને ?"

" હા પણ તું ગુસ્સો નિયા પર ના ઊતારીશ"

" હું નિયા પર ગુસ્સો નઈ કરતો "

" સારું. આ પિક અમને કોઈ અનનોન નંબર પર થી આવ્યા છે" એમ કહેતા ભાવિન ના પપ્પા એ ભાવિન ને મોબાઈલ આપ્યો.

ભાવિન પિક જોતા બોલ્યો,
" આ શક્ય જ નથી. પિક એડિટ કરેલા છે "

" હા અમને પણ એવું લાગે છે " ભાવિન ના પપ્પા એ કહ્યું.

" તમને કોને મોકલ્યા આ ફોટો ?"

" આ નંબર થી આવ્યા "

ભાવિન એ નંબર ટ્રુ કોલર માં ચેક કર્યો. આ નંબર પર થી એક વાર ફોન આવ્યો છે મારા પર.

" કોણ છે એ ?"

ભાવિન એ થોડું યાદ કર્યું કોને ફોન કર્યો હતો.
" યાદ આવ્યું ?" ભાવિન ના મમ્મી એ પૂછ્યું.

" ના મમ્મી "

પાંચ મિનિટ વિચાર્યા પછી અચાનક ભાવિન બોલ્યો,
" આ તો મિત નો નંબર છે "

" સાચે ?"

" હા અને એ લોકો નિયા ના ઘરે પણ ગયેલા "

" ક્યારે ? " ભાવિન ના મમ્મી એ પૂછ્યું.

" નિયા એ જ્યારે હા પાડી એના આગળ ના દિવસે."

" એમને તો અમને એવું કઈ નઈ કહ્યું " ભાવિન ના પપ્પા એ કહ્યું.

" નિયા ના મમ્મી પપ્પા ની તો મિત માટે એ લોકો ત્યાં ગયા એ ટાઈમ ની ના જ હતી. અને છેલ્લો નિર્ણય નિયા ના હાથ માં હતો. પણ નિયા એ ના પાડી દીધી "

" એટલે તને ખબર હતી આ બધી ?"

" હા પણ મે જ નિયા ને ના પાડી હતી એ કહેવાની " ભાવિન એક સ્માઈલ સાથે બોલ્યો.

" ઓહ ભાઈ આ પહેલે થી જ નિયા ને ના કહી દીધું છે એમ ને ? અમને કહેવાનું નઈ" ભાવિન ના મમ્મી એ પૂછ્યું.

" ના એવું નથી ખાલી આ વાત માટે "

" પણ કાલે નિયા ના ઘરે જવાનું છે બપોરે "

" કેમ ?" ભાવિન એ પૂછ્યું.

" તારે ના આવવું હોય તો ઘરે રેજે. અમે તો જઈશું નિયા ને મળવા " ભાવિન ના મમ્મી એ કહ્યું.

" હું તો આવીશ જ " ભાવિન ઉપર એના રૂમ માં જતા જતા બોલ્યો.

બીજે દિવસે સવારે,

આજે રવિવાર હતો તો પણ નિયા જલ્દી ઊઠી ગઈ હતી. એની નીંદ ઉડી ગઈ હતી કેટલા દિવસ થી.

કામ પતાવી ને બેઠી હતી. કોઈ મેગેઝિન વાંચતી હતી. આંખ લાલ હતી. રડી હોય એવી. અને થોડી નાની પણ હતી એની આંખ આખી રાત રડવાના ને લીધે.

ત્યાં પ્રિયંકા બેન પર કોઈ નો ફોન આવ્યો.

પાંચ મિનિટ પછી,

" નિયા ભાવિન ના મમ્મી પપ્પા આવવાના છે બપોરે ત્રણ વાગે"

" ઓકે "

" શાંતિ થી બોલજે એમની સાથે "

" હા "

નિયા વિચારો મા ખોવાયેલી હતી શું કહેશે ભાવિન ના મમ્મી પપ્પા.

બપોરે એ લોકો જમી ને બેઠા હતા.

" આજે કુર્તી પહેરીશ કે જીન્સ " નિયા ના મમ્મી એ પૂછ્યું.

નિયા કઈ બોલી નહિ .

" જીન્સ જ પહેરજે. તને ક્યાં કુર્તી ગમે છે "

" ઓકે " કહી ને નિયા એના રૂમ માં ગઈ.

આજે નિયા ની સ્માઈલ ગાયબ હતી એને આજે ડાયરી માં લખ્યું,
" ભાવિન તારો જવાબ શું હશે એ મને ખબર નથી.
પણ યાર આ ફોટો એડિટ કરેલા છે. મે એવું કઈ નઈ કર્યું "

થોડી વાર નિયા સૂઈ ગઈ.

અઢી વાગ્યે ભાવિન ના ઘરે,

ભાવિન ના મમ્મી પપ્પા રેડી થઈ ને બેસેલા હતા.
" ભાવિન " ભાવિન ના મમ્મી એ બુમ પાડી.

" બે મિનિટ આવ્યો "

" આને છોકરી જોવા જવાનું હતું ત્યારે પણ આટલો રેડી નઈ થતો હતો અને હવે જો " ભાવિન ના પપ્પા એ કહ્યું.

" થાય તો ખરી ને. વહુ ને મળવા જવાનું છે "

" આપડી દીકરી ને મળવા જવાનું છે " ભાવિન ના પપ્પા એ કહ્યું.

" હા "

ત્યાં ભાવિન આવ્યો.

બ્લેક શર્ટ , લાઈટ બ્લૂ જીન્સ, થોડી વાર પહેલા જ ધોયેલા વાળ, ગોગલ્સ પહેરેલા હતા. અને થોડું વધારે જ પરફ્યુમ નાખેલું હતું.

" ગોગલ્સ પહેરી ને ક્યાં જવું છે ?" ભાવિન ના મમ્મી એ પૂછ્યું.

" તાપ છે બહાર "

" ભાવિન પરફ્યુમ સારું છે " ભાવિન ના પપ્પા એ કહ્યું.

" Thank you આપુ તમને એ પરફ્યુમ ?"

" ના અત્યારે મોડું થાય છે "

થોડી વાર માં એ લોકો નિયા ના ઘરે પોહચી ગયા.

આમ તેમ વાત કરી પછી ભાવિન ના પપ્પા એ કહ્યું,
" પેલા ફોટો એડિટ કરેલા છે કોઈ એ "

" હા નિયા એવું કહેતી હતી પણ અમે માન્યું નઈ " નિયા ના પપ્પા એ કહ્યું.

આમ ફોટો વાળી વાત પતી ગઈ. અને નિયા અને ભાવિન અલગ પણ ના થાય. પણ...

નિયા આજે સાવ ચુપ બેસેલી હતી. ભાવિન એ કેટલી વાર નિયા સામે જોયું પણ નિયા એ સ્માઈલ જ નઈ કરી. એ ભાવિન સામે જોઈ પણ નઈ રહી હતી. અને એની આંખ પણ રડી ને લાલ દેખાઈ રહી હતી.

" નિયા ગરબા ગાવા ગયેલી કે નઈ?" ભાવિન ના મમ્મી એ પૂછ્યું.

" ના"

" એને થોડો તાવ આવ્યો હતો એટ્લે મે ના કહ્યું હતું " નિયા ના મમ્મી વાત પતાવતા બોલ્યા.

એ લોકો વાત કરતા હતા ત્યાં કોઈ નાની છોકરી આવી.

" નિયા દીદી મને આ શીખવાડો ને. કાલે એક્ઝામ છે અને મને નઈ આવડતું "

" બેટા રાતે નિયા ફ્રી થસે "

" ઓહ નો હું વાંચીશ ક્યારે ?" પેલી છોકરી બોલી.

" નિયા સમજાવી દે એને થોડું. બીજું રાતે સમજાવી દેજે" નિયા ના મમ્મી એ કહ્યું.

" હા " કહી ને નિયા પેલી છોકરી ને લઈ ને રૂમ માં ગઈ.

નિયા પેલી છોકરી ને સમજાવતી હતી. આ બાજુ નિયા અને ભાવિન ના મમ્મી પપ્પા વાત કરતા હતા. ભાવિન બોર થતો હતો.

" ભાવિન કેમ ચૂપ છે ?" ભાવિન ના પપ્પા એ પૂછ્યું.

" બસ એમજ "

" સારું "

" હું નિયા ને થોડી વાર બહાર લઈ જઈ શકું ? " ભાવિન એ પૂછ્યું.

" હા કેમ નઈ " નિયા ના મમ્મી એ કહ્યું.

" તને અહીંયા બોર થતું હોય તો તું નિયા પાસે જઈ શકે છે " નિયા ના પપ્પા એ કહ્યું.

" હા અમારી વાતો સાંભળી ને તું કંટાળી જસે " હસતા હસતા ભાવિન ના મમ્મી એ કહ્યું.

ભાવિન થોડું વિચારી ને નિયા ના રૂમ માં ગયો.

એ રૂમ માં એન્ટર થયો અને પેલી છોકરી નિયા ને કહેતી હતી,

" થેનક યુ દીદી " એ છોકરી એના ચોપડા સરખા કરતા બોલી.

" દીદી પેલા બહાર છે એ જીજુ છે ને ?" પેલી છોકરી બોલી અને ભાવિન અંદર આવ્યો.

" હમ "

" મસ્ત છે. બાય દીદી "

" બાય " કહી ને પેલી છોકરી ગઈ.

ત્યાં ,
" હાઈ નિયા " ભાવિન એ કહ્યું.

" હાઈ "

" શું થયું છે તને ?"

" કઈ નઈ "

" તો થોડી વાર બહાર આવશે તું ? "

" પણ... "

" મમ્મી પપ્પા ને પૂછી લીધું છે "

" પણ મને ... " આગળ બોલતા બોલતા નિયા અટકી ગઈ.

ભાવિન ને હતું કે નિયા હમણાં બોલશે " પણ મને તો પૂછ્યું નથી " પણ નિયા કઈ ના બોલી.

" ઓકે હું આવું રેડી થઈ ને "

" ઓકે હું બહાર રાહ જોવ છું. જલ્દી રેડી થજે " કહી ને ભાવિન એ નિયા સામે જોયું.

નિયા એ સ્માઈલ શું ફેંક સ્માઈલ પણ ના આપી.

ભાવિન અને નિયા ની મમ્મી પપ્પા ની વાતો હજી ખૂટતી નઈ હતી. એ લોકો હજી વાતો કરી રહ્યા હતા.

ત્યાં થોડી વાર માં નિયા રેડી થઈ ને આવી.

લાઈટ બ્લૂ જીન્સ, બ્લૂ ટોપ, નો મેક અપ, ખાલી એક દમ લાઈટ કાજલ કરેલી હતી.

" જઈએ ? " ભાવિન એ પૂછ્યું.

" હમ "



ક્યાં લઇ જસે ભાવિન નિયા ને ?

નિયા ની સ્માઈલ પાછી ક્યારે આવસે ?

નિયા ના મમ્મી નો ગુસ્સો ઓછો થશે કે નઈ ?