I Hate You - Can never tell - 17 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-17

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-17

આઇ હેટ યુ
પ્રકરણ-17
વરુણ અને હેતલ બંન્ને એનાં ખાસ મિત્ર મૃગાગંનાં ફલેટ પર એકાંતમાં મળી પ્રેમ કરી રહેલાં. હેતલની ફરિયાદ સામે વરુણ આશ્વાસન આપી રહેલો કે આપણે હવે મળીશું ભલે નંદીનીને ખબર પડે મને ચિંતા નથી કોઇ ડર કે ફિકર નથી. આપણે મારાં ફલેટ પર પણ મળીશું.
બંન્ને જણાંએ દારૂનો અને પ્રેમનો નશો કરેલો એમાં તૃપ્તિ મેળવવી હતી વધારે બિન્દાસ રીતે વરુણ વર્તી રહેલો. હેતલે એને ટોણો મારતાં કહ્યું એ વરુણ કે આ તું નશામાં નથી બોલી રહ્યો ને ? કારણ કે તું ભૂલી જઇશ પણ હું નહીં ભૂલુ વરુણે કહ્યું નશો તો તારાં પ્રેમનો છે એટલે હું નહી ભૂલું આ પ્રેમનો નશો નહીં ઉતરે ત્યાંજ ફલેટનો બેલ રણકે છે.
બંન્ને જણાં ચોંક્યાં... વરુણે કહ્યું તું કપડાં સરખા પહેરીને સ્વસ્થ થા અને બાથરૂમમાં જતી રહે હું જોઉં છું ડરવાની જરૂર નથી આપણે મૃંગાગનાં સહકારથી જ અહીં છીએ હું જોઊં છું કોણ છે અને એમ કહીને એ દરવાજો ખોલવા ગયો અને હેતલ બાથરૂમમાં....
****************
નંદીનીનો આખો દિવસ રાજ સાથે શોપિંગમાં અને સાથ સહવાસમાં ગયો એ ખૂબજ ખુશ હતી. ઘરે પાછાં આવીને માંએ પૂછ્યું થઇ ગઇ ખરીદી ? કેટલી કરી ? શું શું લીધું ? ક્યાં ગયાં હતાં ?
નંદીનીએ કહ્યું માં એક સાથે કેટલા પ્રશ્ન કરે છે. થોડી કરી હજી બાકી છે કાલે જઇશું ખરીદી કરીને થાક્યાં કેટલું બધું ચાલવું પડ્યું પહેલા સી.જી.રોડ ગયાં હજી આલ્ફાવન મોલમાંથી લેવાનું છે કાલે જઇશું થોડાં કપડાં લીધાં બીજા કાલે હવે હું તો થાકી છું પાપાને દવા આપી દીધી રાત્રીની ?
માંએ કહ્યું આપી દીધી છે. તું ન્હાઇને ફ્રેશ થઇને આવ તને જમવાનું પીસ્સી દઊં. નંદીનીએ કહ્યું ના માં બહારથી ખાઇનેજ આવી છું કાલે પણ મારી રસોઇ ના બનાવીશ ખોટું બગડશે. હું ન્હાઇને સૂઇજ જઇશ.
નંદીનીનાં પાપા નંદીનીને પ્રેમ અને આનંદથી જોઇ રહેલાં નંદીનીને જોઇને જ એમનું અર્ધુ દર્દ ભૂલાઇ જતું એમણે ધીમે અવાજે કહ્યું છોકરી થાકી ગઇ છે એને સૂઇ જવા દે. ચલ આપણે સૂઇ જઇએ મને પીવા થોડું પાણી આપજે.
નંદીનીએ પાપાને થેંક્યુ કહીને એનાં રૂમાં જતી રહી નાહી ધોઇને એ સીધી એનાં બેડ પર આડી પડી. એને થયું હમણાં થોડીવાર પછી રાજને ફોન કરું છું.
નંદીનીએ પછી રાજને ફોન કર્યો રાજે તરતજ ઉપાડ્યો એય નંદુ માં ને કપડાં ખૂબ ગમ્યાં કહે નંદીની અને તારી બંન્નેની ચોઇઝ મળતી આવે છે અને સરસ છે કાલે બીજી ખરીદી પતાવી દેજો પછી આપણે તારાં માટે થોડી ખરીદી કરવા જઇશું.
ઓહ રાજ આપણે કાલે જઇશું ને ? રાજે કહ્યું કાલે સવારે 11.00 વાગ્યા આસપાસ તને લેવા આવી જઇશ. કાલે ખરીદી સાથે બીજો પણ પ્રોગ્રામ કરીશું ?
નંદીનીએ કહ્યું ખરીદી સાથે બીજો પ્રોગ્રામ ? શું ? રાજે કહ્યું કાલની વાત કાલે ચલ થાક લાગ્યો છે સૂઇ જઇએ કાલ માટે એનર્જી જનરેટ કરવી પડશે ને ? એમ કહીને હસવા લાગ્યો. નંદીનીએ કહ્યું "હું તને મળુ એટલે એનર્જી જ એનર્જી મળી જાય તુંજ મારો પારસમણી છે.. ચલ સૂઇ જઇએ લવ યુ રાજ. અને બાય કહી ફોન મૂક્યો.
નંદીનીને તરત નીંદર ના આવી રાજ સાથે વિતાવેલી પળો મમરાવતી ક્યારે નીંદર આવી ગઇ ખબરજ ના પડી.
બીજા દવિસે સવારે 10.30 વાગે રાજ એનો પાપાની દવાઓ અને એનર્જી ડ્રીંક લઇને આવી ગયો. નંદીની પણ તૈયાર થઇને બેઠી હતી સવારે રાજનો ફોન આવી ગયેલો કે નંદુ તૈયાર રહેજે હું મારાં સમયે આવી જઇશ અને એ કહેલાં સમય પહેલાંજ આવી ગયો હતો.
નંદીનીએ કહ્યું આ દવાઓ હજી બે દિવસની છે... રાજે કહ્યું મારી પાસે દવાનું લીસ્ટ બીજી કોપી છે મેં જોયું એટલે દવાઓ ચેક કરી અને જરૂરી લેતો આવ્યો છું આ એનર્જી ડ્રીંક અને એનાં પાવડર છે એ પાપાને આપજો અને નંદીનીની મંમીને કહ્યું "આંટી આ તમે પણ લઇ શકો ખૂબ સારાં છે મારી મોમ પણ લે છે એમ કહી દવાઓ અને બાકીની વસ્તુઓ આપી.
નંદીનીનાં પાપાએ રાજને જોઇને એટલુંજ કીધું. દીકરા ગોડ બ્લેસ યું અને પછી શાંત થઇ ગયાં.
રાજે કહ્યું બસ તમારાં આશીર્વાદ જોઇએ. મંમી અમે ખરીદી કરીની આવીએ છીએ એમ કહીને બંન્ને જણાં કારમાં જવા નીકળી ગયાં. નંદીનીએ રાજને કહ્યું "એય રાજ તું કેટલી કાળજી રાખે છે ક્યુ ઋણ ચૂકવે છે કે મારાં માથે ઋણ ચઢાવે છે ?
રાજે કહ્યું કેમ આવું બોલે છે ? આમાં ઋણ ચૂકવવાનુ કે ચઢાવવાનું નથી હોતું વી.આર. ફેમીલી ડાર્લીંગ મારી ફરજ બજાવુ છું અને નંદીની ડ્રાઇવ કરતાં રાજને વળગી ગઇ અને બોલી આઇ લવ યુ રાજ...
રાજે એને ચાલુ ડ્રાઇવીંગે ચૂમી ભરી લીધી અને કાર આલ્ફાવન પાસે લાવી પાર્કીગમાં પાર્ક કરી દીધી. રાજે કહ્યું પહેલાં આપણે ખરીદી પતાવી દઇએ પછી મસ્ત લંચ કરીએ અને પછી રેસ્ટ લઇશું એ પણ રાજવી.... જીંદગી ભરની યાદ સાથે રહે એવો. એમ કહીને લુચ્ચુ હસ્યો. નંદીનીએ કહ્યું તારાં મનમાં શેનાં પ્લાન રમે છે ? મને કહે તો ખરો.
રાજે કહ્યું પહેલાં ખરીદી પછી બધાં સસ્પેન્સ ચાલ એક ડ્રેસ તારો અને એનાં મેચીંગમાં મારાં કપડાં ચાલ શોપ કરી લઇએ બંન્ને મોલમાં પ્રવેશ્યાં.
રાજે મોલમાં બ્રાન્ડેડ કપડાં ખરીધ્યાં અને એક શોપમાંથી નંદીની માટે બે-ત્રણ ડ્રેસ લીધાં. પોતાની પસંદના અને એજ કલર મેંચીગમાં પોતાનું શર્ટ લીધાં. આજે પણ ખાસી ખરીદી કરી અને એમાં ક્યાં સમય નીકળી ગયો ખબર જ ના પડી મારી રાજે કહ્યુ આ બધું જ કરેલું શોપીંગની થેલીઓ કારમાં મૂકી દઇએ પછી તને સરપ્રાઇઝ આપું.
બંન્ને જણાં પાર્કીંગમાં જઇને કારમાં બધીજ શોપીંગ બેગ મૂકી દીધી પછી રાજે કહ્યુ હવે શુઝ, ચંપલ બધુ કાલે ખરીદીશું ચાલ મારી સાથે.
એમ કહીને આલ્ફાવનમાંજ બાજુમાં બીલ્ડીંગમાં રહેલી હયાત રેસીડેન્સીયલ હોટલમાં લઇ ગયો. એણે નંદીનીનો હાથ પકડીજ રાખેલો.
નંદીનીએ કહ્યુ અરે રાજ આપણે અહીં કેમ આવ્યાં ? અહીં કોને મળવાનું છે ?
રાજે રોમેન્ટીક મૂડમાં કહ્યું અહીં તને મળવાનું છે આજ તો સરપ્રાઇજ છે કંઇ નહીં હમણાં કંઇ રીએક્ટ ના કરીશ. એમ કહી રીસેપશનમાં જઇને પોતાનું નામ આપી કહ્યું મારો રુમ અહીં રીઝર્વ કરેલો છે. રીસેપ્નીસે નામ પૂછીને આઇ.ડી. માંગ્યુ રાજે નામ કહી આઇ.ડી. આપ્યુ પેલીએ કહ્યું યસ સર તમારો રૂમ રીઝર્વ છે એમ કહી એન્ટ્રી કરાવી આઇડી લઇ એની કોઇ કાઢી કાર્ડ પાછું આપીને રૂમનું કાર્ડ (કી) આંપીને કહ્યું સર 603... રાજે થેંક્સ કહ્યું અને નંદીનીને લઇને લીસ્ટ તરફ ગયો. નંદીનીનાં ચહેરા પર એટલી બધી સરપ્રાઇઝ હતી પણ કંઇ બોલી નહીં.
લીફ્ટ આવી બંન્ને લીફટમાં ગયાં અને લીફ્ટ બંધ થઇ નંદીનીએ પુછ્યુ રાજ કેમ અહીં ? આ કેવી સરપ્રાઇઝ ? રૂમ કેમ રીઝર્વ કર્યો ? આપણે સાથે તો છીએ... કેમ તે ?
રાજે લીફ્ટમાંજ નંદીનીનાં હોઠ પર હોઠ મૂકીને એની બોલતી બંધ કરી અને ત્યાંજ 6th ફલોર આવી ગયો.
બંન્ને લીફ્ટની બહાર નીકળ્યાં. નંદીનીએ એનાં હેન્કીથી હોઠ લૂછ્યાં અને રાજને ફોલો કરી રહી અને રૂમ નં. 603 આવ્યો રાજે કાર્ડ ડોરની કી માં નાંખીને ડોર ખોલી નાંખ્યો લાઇટ્સ ઓન થઇ ગઇ અને એણે નંદીનીને કહ્યું વેલકમ મીસ નંદીની...
નંદીનીનાં આર્શ્ચયનો પાર ના રહ્યો. રાજે ડોર બંધ કરી લોક કર્યો અને નંદીનીને પોતાનં તરફ ખેંચી અને એની આંખમાં જોવા લાગ્યો.
નંદીની આંખમાં આંસુ આવી ગયાં.... એણે કહ્યું રાજ કેમ આમ ? આવી રીતે મળવું લગ્ન પહેલાં સારું નહીં... હું તને ખૂબજ પ્રેમ કરું છું તનેજ સમર્પિત છું પણ લગ્ન પહેલાં આમ આપણાં .... મારું તન નંદવાઇ જશે ? રાજ હું રાહ જોવા તૈયાર છું હું વિરહ ભોગવીને તારી રાહ જોઇશ આવી રીતે આપણે લગ્ન પહેલાં શરીર સંબંધ બાંધીએ એ મારાં ગળે નથી ઉતરતું પ્લીઝ રાજ મને ખોટી રીતે ના લેતો.. પ્લીઝ હું ફક્ત તારીજ છું. તારાં માટેજ જીવું છું પણ.. રાજ એને જોઇ રહ્યો અને....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-18

Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Chitra

Chitra 2 months ago

Jayshree Thaker

Jayshree Thaker 3 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Roshni Joshi

Roshni Joshi 6 months ago