LOVE BYTES - 44 books and stories free download online pdf in Gujarati

લવ બાઇટ્સ - પ્રકરણ-44

લવ બાઇટ્સ
પ્રકરણ-44
સ્તવન અને આશા બંન્ને ખરેખરાં "મૂડ" માં આવી ગયાં હતાં. આશાએ મોટો ઘૂંટ ભર્યો અને પછી મસ્તીમાં આવી ગઇ અને જોરથી હસી પડી. મીહીકા અને મયુરનું એનાં તરફ ધ્યાન ગયું મીહીકાએ કહ્યું એય ભાભી તમને ચઢી છે કે શું ? આશાએ મીહીકા તરફ જોઇને ઇશારો કર્યો અને એને કહ્યું જો તારાંગ્લાસમાં મયુરે વ્હીસ્કી નાંખી.
મીહીકા જોઇ ગઇ એણે મયુરને કહ્યું શું તમે પણ ? અમને પીવરાવીને ગાંડા કરવા છે ? મયુરે કહ્યું આતો સાવ છાંટોજ નાંખ્યો છે. આજે કારનું સેલીબ્રેશન અને આવતીકાલે આપણાં ઘરે સંબંધનાં માનનો જમણવાર છે મજા કરીએને આવો લ્હાવો ક્યાં મળવાનો ? તારાં મોટાં ભાઇ ભાભી સાથે છે પછી શું ચિંતા કરે છે ?
આશાએ મયુરને કહ્યું એય મયુર અમે લોકો તો છીએ પણ સહુથી વધુ અગત્યનું છે એ કે તું એની સાથે છે. એટલે એ તને કંપની આપે છે. પળ પળ જીંદગીભર મીહીકાનાં સાથમાં રહેજે. એને ક્યારેય ઓછું ના આવવા દઇશ.
મયુરને પણ નશો ચઢેલો એણે મીહીકાને પોતાની તરફ ખેંચીને વ્હાલ કરતાં કહ્યું તમારાં બધાની સાક્ષીએ સોગંદ લઊં છું કે પળ પળ અને જીંદગીભર હું મીહીકાને ખૂબ સાચવીશ ખૂબ પ્રેમ કરીશ કાળજી લઇશ.
મીહીકાએ થોડાં સંકોચ સાથે જુદા થતાં કહ્યું શું મયુર તમે પણ ? સામે મોટાંભાઇ છે થોડો કાબૂ રાખો પ્લીઝ.
સ્તવને સાંભળ્યું પછી બોલ્યો બહેના એ તારો સર્વસ્વ છે હવે અને આપણે ભાઇ બહેન તો છીએ પણ મિત્ર જેવા છીએ. તારું ધ્યાન રાખવામાં હું પણ કાચો નહીં પડું મારા માટે તમે બધાં ફેમીલી છો હું તમારાં બધાનું ખૂબ ધ્યાન રાખીશ એમ બોલતાં લાગણીવશ થઇ ગયો.
મયુરે ત્રીજો અને છેલ્લો પેગ બનાવીને સીપ લીધી અને બોલ્યો મને તો મારી પ્રિયતમા - સાથીદાર-પત્નિની સાથે સાથે મોટાભાઇ મળી ગયાં છે હું ખૂબ નિશ્ચિંત થઇ ગયો છું ભગવાનનો ઉપકાર માનું છું કે મને તમે લોકો મળ્યાં છો.
આશાએ કહ્યું બસ આમ જીવનભર એકબીજાની કાળજી લેવાની ખૂબ સાચવવાનાં તો જીંદગીનાં બધાંજ ઉતાર ચઢાવ આપણે સુખરૂપ પસાર કરી જઇશું માઁ અને મહાદેવની ખૂબ કૃપા છે.
મીહીકાએ કહ્યું ભાઇ હવે તમારું પત્યુ હોય તો હવે જમવાનું મંગાવી લો ખૂબ જ ભૂખ લાગી છે.
સ્તવને કહ્યું હાં પતી ગયું છે એમ કહીને ગ્લાસ પુરો કરીને વેઇટર ને બોલાવી બધાને પૂછીને બધો ઓર્ડર કરી દીધો. અને મયુરે કહ્યું જીજુ આજે ખૂબ મજા આવી ગઇ કેટલાય સમય પછી આવી ટ્રીટ એન્જોય કરી રહ્યો છું.
સ્તવને કહ્યું મયુર એક પ્રશ્ન પૂછ્યું ? મયુરે કહ્યું હાં હા જીજું પૂછોને એમાં કોઇ સંકોચ ના કરો. કંઇ પણ પૂછી શકો છે. સ્તવને કહ્યું મયુર તારાં પાપા ડ્રીંક લે છે ઘરમાં રાખો છો ? મયુરે સહેજ પણ સંકોચ વિના કહ્યું હાં જીજુ પાપાને શોખ છે અમારાં ઘરમાં કાયમજ હોય છે. અને કેટલીયે વાર પાપા મામા સાથે પણ લેવા બેસે છે બંન્ને સાળો બનેવી કરતાં મિત્ર વધારે છે.
સ્તવને કહ્યું વાહ કેટલું સારું... પણ મેં મારાં પાપાને ક્યારેય નથી જોયાં મને એનાં વિષે કંઇ જ ખબર નથી. આશાએ કહ્યું પાપા મારાં માસાનાં ખાસ મિત્ર છે અને માસાતો ઘણીવાર પાપા સાથે બેસે છે.
સ્તવને કહ્યું વાહ તો તો તમારુ આખું ફેમીલી એન્જોય કરે છે. બધાં અંદર અંદર સગા સાથે સાથે મિત્રો છો. પણ પાપાનું જાણતો નથી કદાચ નહીં લેતા હોય મેં કદી એના વિષે માં પાસેથી પણ નથી સાંભળ્યુ.
મયુરે કહ્યું કાલે ખબર પડી જશે એમ કહીને હસવા માંડ્યો પછી બોલ્યો કાલે ડ્રીંક લેવાશે પછી જમણવાર થશે. એ વખતે અંકલની ખબર પડી જશે.
મીહીકાએ મયુરને કહ્યું અંકલનાં કહો પાપા કહો હવે એ પણ તમારાં પાપા જ છે. જે હશે એ કાલે ખબર પડશે મયુરે કહ્યું હાં હાં સોરી પાપા. ત્યાં જમવાનું આવી ગયું અને બધાં વાતો કરતાં કરતાં પેટ ભરીને જમ્યા પછી સ્તવને કહ્યું હવે આઇસ્ક્રીમ ચાલશે ને ?
મીહીકાએ કહ્યું હાં ભાઇ આઇસ્ક્રીમ મંગાવો કસાટા, રાજારાની અને બાકી જે મંગાવો એ આશાએ પણ સૂર પુરાવતા કહ્યું હાં હાં એકદમ ગરમ ગરમ બધું પેટમાં ગયુ છે આઇસ્ક્રીમ ખાઇએ હું તો રાજારાની ખાઇશ મારાં રાજા...જા.. સાથે એમ કહીને સ્તવન સામે લૂચ્ચુ હસી.
સ્તવને બે રાજારાણી અને બે કસાટાનો ઓર્ડર કર્યો. આઇસ્ક્રીમ આવી ગયો અને બધાએ એની મીજબાની ઉડાવી. બધુ પત્યા પછી સ્તવને બીલ ચૂકવી દીધું અને બધાં ઉભા થઇ ગયાં. સ્તવને કહ્યું ખૂબ મજા આવી મયુર મીહીકા આશા તમને બધાને ખૂબજ થેંક્સ કે તમે આ ટ્રીટ ખૂબજ સુદર આનંદદાયક બનાવી જીંદગી ભર યાદ રહેશે.
મયુરે કહ્યું આમાં થેંક્સ શું ? અમારાં માટે આજે ખૂબ આનંદનો દિવસ જ હતો. સ્તવને કહ્યું સાચે જ ખૂબ આનંદ આવ્યો પછી તેઓ પાકીંગમાં ગયાં.
આશાએ કહ્યું મયુર તું ગાડી આગળ રાખજે અમે પાછળ આવ્યાં હતાં એમ ફોલો કરીશું ધીમે ચલાવજો પ્લીઝ તમે બંન્ને જણાંએ ડ્રીંક લીધુ છે. કોઇ વાંધો નહીં આવે ને ?
મયુરે કહ્યું ના ના એવું ક્યાં પીધુજ છે ? તમે નિશ્ચિંત રહો ચાલો હવે ઘરે જવા નીકળીએ ઘરે જતાં સુધીમાં ઉતરી પણ જશે અને નોર્મલ થઇ જઇશું આમપણ રાતનાં 11 વાગી ગયાં છે ટ્રાફીક પણ ખાસ નહી હોય.
મયુર અને મીહીકા એમની કારમાં અને સ્તવન આશા એમની નવી કારમાં ગોઠવાયા મયુરે કાર આગળ લીધી સ્તવન એની પાછળ ફોલો કરી રહ્યો.
આશા સ્તવનને વળગી ગઇ અને બોલી ડ્રાઇવીંગમાં કાબૂ રહેશે ને ? તો વળગેલી રહ્યુ તમને પ્રેમ કરુ બોલો ? સ્તવને કહ્યું આવતી રહેને કેમ ભરોસો નથી મારાં પર ? ખૂબ પ્રેમ કર મને આવતાં અટકી ગયેલી એમ અટકીશ નહીં એમ કહીને હસવા લાગ્યો.
મીહીકા અને મયુર ગાડીમાં બેસી ડ્રાઇવ કરતાં વાતો કરતાં હતાં. મયુરે કહ્યું તારાં ભાઇ ખૂબજ મળતાવડા અને લાગણીશીલ છે કહેવું પડે.
મીહીકાએ કહ્યું સાચીવાત છે સ્તવનભાઇ ખૂબજ લાગણીશીલ અને સાવ ભોળાં છે એ ખૂબજ પોઝીટીવ છે કોઇ વાતે ચિંતાજ ના કરે એમ જ કહે મહેનત કરવી છે નીતી સારી રાખવી છે પછી શેની ફીકર ? સાવ ઓલીયા જોવાં છે.
મયુરે કહ્યું સાચીવાત છે હું સમંત છું મને એનો ખૂબ આનંદ છે કે મને તમારાં એવું કુટુંબ મળ્યું છે કોઇ ખોટી વાત નહીં કોઇ પંચાત કે વાંધા વચકા નહીં સરળ અને સાચાં માણસો મળ્યાં છે.
મીહીકાએ કહ્યું મયુર મારાં માટે તો બસ તમેજ અને મોટાંભાઇ ભાભી એમાં જ મારી દુનિયા પુરી થઇ જાય છે. મયુરે મીહીકાને પોતાની તરફ ખેંચી લીધી અને એક કીસ કરીને કહ્યું બસ આમ વળગીનેજ બેસી રહે જે.
આશા સ્તવનનાં તને પર એનો હાથ ફેરવી રહેલી સ્તવનને પ્રેમ કરી આનંદ આપી રહી હતી સ્તવને કહ્યુ એય આશુ મને મન થાય છે કાર ઉભી રાખીએ અને પછી હું તને....
આશાએ કહ્યું એય કાર ઉભી રાખવાની ક્યાં જરૂર છે ? હું ચાલુ કરે પણ તમને એવોજ પ્રેમ કરી રહી છું એમ કહીને સ્તવનને એવો સ્પર્શ કર્યો કે સ્તવને કહ્યુ એય ગુંડી લવ યું બસ આમજ પ્રેમ કરતી રહેજે. ... સાચુ કહું હું તો ઘૂળેટીની રાહ જ જોઇ રહ્યો છું એ દિવસે આપણાં વિવાહ થઇ જાય પછી તને રંગ અને પ્રેમ બંન્નેથી આખી રંગી નાંખીશ...
આશાએ ધૂળેટી યાદ કરતાં કહ્યું હું પણ એજ દિવસની રાહ જોઉ છું અને એને અઘોરનાથજીનાં શબ્દો યાદ આવી ગયાં થોડી ઉદાસ થઇ ગઇ.
પછી મનોમન કંઇક વિચાર કરીને બોલી સ્તવન તમે મારાં જ છો ને ? મારો સાથ કદી નહીં છોડોને ? હું તમારી પાછળ પાગલ છું.
સ્તવને કહ્યું આવો કેવો પ્રશ્ન ? હું ફક્ત તારો જ છું ફક્ત તારો જ અને સ્તવનમાં ફોનમાં રીંગ આવી અને પછી.....
વધુ આવતા અંકે - પ્રકરણ -45