I Hate You - Can never tell - 20 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-20

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-20

આઇ હેટ યુ
પ્રકરણ-20
રાજ અને નંદીનીએ હયાતમાં પ્રેમ કરી નવી યાદ ઉભી કરી દીધી. તૃપ્તિ પછીની વિરહની વેદનાં આંખમાં પરોવાઇ ગઇ. નંદીનીનાં આંસુ રાજની આંખમાં પરોવાયાં. બંન્ને જણાં એકમેકમાં વીંટાળાઇને ક્યાંય સુધી બેસી રહ્યાં . આમને આમ સાંજ વીતી ગઇ.
રાજે કહ્યું નંદુ સાંજ વીતી ગઇ આપણે કાંઇ જમ્યા કે નાસ્તો પણ ના કર્યો. તને ભૂખ લાગી છે ને હું ડીનર મંગાવી લઊં. રૂમમાંજ ડીનર કરીને પછી તને ઘરે ઉતારી જઊં.
નંદીનીએ કહ્યું ઓહ સાંજ આખી ક્યાં વીતી ગઇ કંઇ ખબરજ ના પડી રાજ આમ આવો આપણાં મિલનનો સમય ક્યાં વીતી ગયો ખબરજ ના પડી. મને હવે તારાં પ્રેમની તૃપ્તિ મળી ગઇ છે હવે પેટમાં ભૂખજ નથી નથી તરસ બસ તરસ છે તો તારાં પ્રેમની મારે અત્યારે કંઇ જમવું નથી રાજ.
રાજે કહ્યું તારી ઇચ્છા ના હોય તો મારે કંઇ જમવું નથી તારી વાત સાચી છે પેટની ભૂખ પ્રેમથીજ તૃપ્ત થઇ ગઇ નંદીનીએ કહ્યું જમવાનો સમય આપણે એમાં બગાડીએ એનાં કરતાં એટલો સમય વાતોમાં પસાર કરીએ જમવા તો પછી પણ મળવાનું છે તારું સાંનિધ્ય નહીં રાજ બસ તું બોલતો રહે હું સાંભળતી રહું આવતી કાલનો દિવસ વચ્ચે છે પછી વિરહજ વિરહ છે. તું વાત કર હું સાંભળું હું કહુ તું સાંભળ.
રાજ તારે અચાનક જવાનું થયુ એમાં વચ્ચે રહેલાં દિવસોનું સાટુ કેમ વળશે ? પ્રેમનું ભાથુ તને એટલું ભરી આપું કે ફરી મળીએ ત્યાં સુધી ખૂટેજ નહીં એમ કહીને રાજને સ્પર્શ કરી પ્રેમ કરવા માંડી રાજનાં ચહેરાને હાથ ફેરવી ચૂમવા માંડી અને બોલી રાજ આ બધી પળ જીંદગી ભર યાદ રહેશે કદી નહીં ભૂલાય.
રાજ પણ નંદીનીને વ્હાલ કરતો એને સાંભળી રહ્યો આમ કલાક વીત્યો હશે અને રાજનાં મોબાઇલમાં રીંગ આવી રાજે જોયું કે પાપાનો ફોન છે. રાજે તરતજ ઉપાડ્યો અને બોલ્યો હાં પાપા બોલો... રાજ આગળ બોલે પહેલાંજ એનાં પાપાએ કહ્યું રાજ તું ક્યાં છું ? ખરીદી પતી ? જમ્યો ? હજી ઘરે નથી આવ્યો .... તારી રાહ જોવાય છે. ઘરે આવ પછી વાત કરું અને હાં નંદીની તારી સાથેજ છે ?
રાજે કહ્યું હાં પાપા ખરીદી બધી હમણાંજ પતી. નંદીની મારી સાથેજ છે. હજી જમ્યા પણ નથી કંઇ કામ હતું ? પાપાએ કહ્યું તો તમે બંન્ને ઘરે આવી જાવ સાથે જમીશું તારી મંમીએ ખાસ કીધું છે પણ તરતજ આવવા નીકળો. એમ કહીને ફોન પુરો કરી દીધો.
રાજને આષ્ચર્ય સાથે આનંદ થયો એણે નંદીનીને કહ્યું પાપા કહે છે તમે બંન્ને ઘરે આવી જાવ સાથે જમીશું. પછી બીજી વાત મંમીનો ખાસ આગ્રહ છે.
નંદીનીને પણ આનંદ થયો. એણે કહ્યું ચાલ રાજ આમ પણ મોડું થયું છે આતો મને બોનસ મળ્યું તારી સાથે વધુ સમય મળશે હું મારી મંમીને કહી દઊં કે રાજનાં ઘરે જમીને આવું છું એણ કહીને એણે મંમી સાથે વાત કરી લીધી.
રાજ અને નંદીની રૂમમાંથી નીકળી રીસેપ્શન પર બીલની ફોર્માલીટી પતાવીને કારમાં ઘરે આવવા નીકળ્યાં. રાજે બીલ પોતાનાં પેન્ટનાં ખીસ્સામાં મૂકી દીધેલું.
ઘરે પહોચ્યાં ત્યારે મંમી રાહ જોતાં હતાં અને રાજ નંદીનીને આવેલા જોઇ મંમીએ કહ્યું હાંશ સાથે હતાં સારુ થયું નહીંતર રાજને તારાં ઘરે તને લેવા મોકલત સાથે જમવા માટે એવું નંદીનીને કહ્યું.
નંદીની ખરીદી કરેલી બધી બેંગ્સ લઇને આવી બધી બેંગ્સ સોફા પર મૂકી અને મંમીએ આગળ કહ્યું જાવ તમે લોક ફ્રેશ થઇને સીધા જમવા માટે આવો. મહારાજ પાસે તમારી ભાવતી વાનગીઓ બનાવરાવી છે. અને મારાં હાથે મેં ખાસ મગની દાળનો શીરો શુકનમાં બનાવ્યો છે.
નંદીની અને રાજ ફ્રેશ થઇને સીધા ડાઇનીંગ ટેબલ પરજ આવી ગયાં. ત્યાં સુધીમાં પાપા પણ હાજર થઇ ગયાં. ચારે જણાં જમવા બેઠાં અન મહારાજે બધાની થાળીઓ પીરસીને આપી. નંદીનીને રાજના પાપા આજેજ રૂબરૂ મળ્યાં ફોટો જોયેલો રાજની મમ્મીએ પાડેલો એ પણ રૂબરૂ જોઈ વિચાર્યું ખૂબ સુંદર અને સુશીલ છોકરી છે રાજ પ્રેમમાં પડ્યો કોઈ નવાઈ જ નથી એમણે નંદીનીને કહ્યું કોઈ સંકોચ વિના જમજે તારું જ ઘર છે કહી સ્માઈલ આપ્યું.
નંદીનીને આનંદ સાથે થોડો સંકોચ વર્તાતો હતો. રાજની મંમીએ કહ્યું દીકરા નંદીની રાજ પરમદિવસે જવાનો આવતી કાલનો સમય બધી તૈયારીમાં નીકળી જશે એટલે સાથે જમવાનું આજે ગોઠવી દીધું.
નંદીનીએ થોડી શરમ અને સંકોચ સાથે કહ્યું થેંક્યુ મંમી... રાજને આમ અચાનક વહેલું જવાનું થયું આવતીકાલે તૈયારીઓ અને પછી રાજ જવાનાં મંમી રાજની કારકીર્દી અને પ્રગતિ માટે જે જરૂરી હોય કરવું પડે... પણ મંમી હું સાવ એકલી થઇ જવાની. રાજ વગર બધું સૂનૂ થઇ જવાનું જમતા જમતાં એનો હાથ અટકી ગયો અને આંખોમાંથી આંસુ ઘસી આવ્યાં.
રાજની મંમીએ કહ્યું સાચી વાત છે. રાજ વિનાં તો અમને પણ નહીં ગમે આખી જીંદગી નજર સામે ઉછર્યો છે. સાથે ને સાથે રહ્યો છે. એનાં પાપાનો પડછાયો રહ્યો છે અને આમ દીલનાં કાળજાનાં ટુકડાને આમ દૂર મોકલવો સમય અમારે માટે પણ ખૂબ કઠણ છે એમ બોલતાં બોલતાં ઢીલા થઇ ગયાં.
રાજનાં પાપાએ કહ્યું બધી વાત સાચી પણ આમ લાગણીશીલ થઇને છોકરાને ઢીલો કરો છો તમે એને હિમત અને જોશ આપવાનો છે. પુરુષનાં જીવનમાં તો આવી પળો આવે છે એને સાથ આપો પ્રેમ અને લાગણી સાથે એવી હિંમત આપો અને એને પ્રેરણા આપો કે સારામાં સારો તૈયાર થાય અને પૂર્ણ સફળતા મેળવે આમ ઢીલાં ના બનશો. મારો એકનો એક દીકરો છે મારાં ખભાથી ખભો મેળવીને આગળ આવવાનુ છે મારો સહારો બનવાનો છે. એને સારી રીતે વિદાય આપવી છે એનાં ભવિષ્યનાં ઉજવળ સુખ માટે સફળતા માટે.
રાજે કહ્યું તમારાં બધાની લાગણી હું સમજુ છું પાપા તમે ચિંતા ના કરો સંવેદના અને હિંમત બધુજ મારામાં તમે રોપ્યું છે. કેળવણી આપી છે. સંપૂર્ણ સફળતા મેળવીને પાછો આવીશ. મારો પ્રેમ હું તમને લોકોને સોંપીને જવાનો છું તમે એનું ધ્યાન રાખજો એટલી હું અપેક્ષા રાખું છું.
નંદીની રાજને સાંભળીને ધ્રુસ્કે ને ધુસ્કે રડી પડી એની મંમી ઉભા થઇ ગયાં અને નંદીની પાસે આવીને બોલ્યાં દીકરા હું તારાં સાથમાં છું તારી સંભાળ લઇશ.
રાજની સામેજ કહુ છું તને એકલી નહીં પડવા દઉ. તું અહીં આવતી જતી રહેજે. અમારાં કુટુંબની કુળવધુ બનવાની છું. આમ પરોસેલી થાળી ઉપર રડાય નહી અપશુકન થાય. તું શાંતિથી જમી લે.
નંદીની અપશુક્ન સાંભળી સ્વસ્થ થઇ ગઇ. રાજે નંદીનીની આંખોમાં જોયું. અને ઇશારાથી સાંત્વન આપ્યું રાજનાં પાપા રાજની મંમીની આંખોમાં જોવા લાગ્યાં. એમને કંઇક કહેવું હતું પણ વાત દાબી ચૂપ રહ્યાં.
બધાંએ જમીને ઉભા થયાં અને મહારાજ આવી બધી થાળીઓ લઇ ગયાં ડ્રોઇગરૂમનાં બધાં બેઠાં અને રાજનાં પાપાએ કહ્યુ રાજ તું નંદીનીને એનાં ઘરે મૂકી આવ ઘણું. મોડું થયું છે. પછી મારે તારું થોડું કામ છે. સવારે ડોક્ટર અંકલને ત્યાં તારુ આખું બોડી ચેકઅપ કરાવવા જવાનું છે અને એનો રીપોર્ટ તારે સાથે લઇ જવાનો છે. તારાં માટે ... કંઇ નહીં તું નંદીનીને ઘરે મૂકી આવ પછી બાકીનાં કામ નીપટાવીશું કહી ચૂપ થઇ ગયાં. નંદીનીને લાગ્યું કે પાપાને કંઇક કહેવુ છે પણ એ ચૂપ થઇ જાય છે. એને થોડી ચિંતા થઇ પછી કંઇ બોલી નહીં.
રાજની મંમીએ કહ્યું રાજ ચાલ હું પણ સાથે આવું છું નંદીનીનાં પપ્પાની ખબર પણ પૂછી લેવાશે તું જવાનો છે એવી વાત પણ હું કરીશ તો એમને સારું લાગશે. ત્યાંજ રાજનાં પાપાએ કહ્યું હું પણ આવું છું મારે પણ એમને મળવું છે. ઘણાં સમયથી હું પણ મળ્યો નથી.
રાજ અને નંદીનીનાં આશ્ચર્ય વચ્ચે રાજનાં મંમી અને પાપા એ લોકો સાથે નંદીનીનાં ઘરે જવા નીકળ્યાં નંદીનીનાં હૃદયનાં ધબકારા વધી ગયાં એને હૃદયમાં કંઇક અમંગળ એહસાસ થવા લાગ્યાં ચૂપ રહી.
નંદીનીનાં ઘરે પહોચ્યાં રાજ અને નંદીની આગળ ઘરમાં ગયાં. નંદીનીનાં પાપા મંમીને ખૂબજ આશ્ચર્ય થયું. રાજનાં પાપાએ નંદીનીનાં પાપાની ખબર પૂછી અને પછી બોલ્યાં કે.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-20


Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Vinod Pokar

Vinod Pokar 6 months ago

Poonam Dobariya

Poonam Dobariya 8 months ago

Kinnari

Kinnari 9 months ago

Archana

Archana 9 months ago