Room Number 104 - 18 in Gujarati Thriller by Meera Soneji books and stories PDF | Room Number 104 - 18

Room Number 104 - 18

Part 18

મેં જ્યારે નિલેશ ના માથા ઉપર બોટલ મારી ત્યાં સુધીમાં મુકેશ હરજાણીએ ફોન કટ કરી નાખ્યો હતો. આમ અચાનક થયેલા પ્રહારથી નિલેશ એકદમ હેબતાઈ ગયો હતો તેને પાછળ વળીને મારા સામે જોયું તેની આંખો ગુસ્સાથી એકદમ લાલચોળ થઇ ગઈ હતી. મેં મોકાનો ફાયદો ઉઠાવીને મારા હાથમાં જે ફૂટેલી કાચની બોટલ હતી તે મારામાં શક્ય હોય તેટલી હિંમત ભેગી કરીને નિલેશ ના પેટમાં મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ નીલેશે મારો હાથ પકડી ને મને ધક્કો મારી દિધો અને હું મારું બેલેન્સ ગુમાવતા જમીન પર ફસડાઇ પડ્યો. ત્યાર બાદ અમારા વચ્ચે ખૂબ હાથાપાઈ થઈ. મારા નસીબ સારા કે પલંગની નીચે મુકેશ હરજાણી એ પોતાની સલામતી માટે છુપાવેલા ધારદાર ચાકુ પર મારી નજર પડી. રોશનીના મોતની ખબર એ મને અંદરથી હચમચાવી નાખ્યો હતો. મારા પર એક જૂનુંન સવાર થઈ ગયું હતું. જેવું એ ચાકુ મારા હાથમાં આવ્યું કે મે મોકો જોઈને નીલેશના પેટમાં જોરથી વાર કર્યો. મારા નસીબ એ પણ જાણે રોશની સાથે થયેલા અન્યાય નો બદલો લેવા મારો સાથ આપ્યો હોય એમ ચાકુ નિલેશના પેટમાં ખૂપી ગયું. નિલેશ જમીન પર ફસડાઈ ગયો મે ફરી એ ચાકુ તેના પેટમાંથી કાઢી ફરી ફરીને ત્રણ ચાર વાર એના પેટમાં ચાકુથી વાર કર્યો. નિલેશ મારી સામે તડપી તડપીને મર્યો.

ત્યારબાદ નિલેશ ના જ ફોનમાંથી મે મુકેશ હરજાણને એક મેસેજ મોકલ્યો " સાહેબ કામ થઈ ગયું છે પ્રવીણને મે તેની રોશની પાસે પહોંચાડી દિધો છે. તેનું ખૂન મે મારા જ શુભ હાથે કર્યું છે. તમે બસ હવે મારું ઇનામ તૈયાર રાખજો"

" અરે વાહ તને તારું ઇનામ મળી જશે પરંતુ એ પેલા હવે તું એ બંનેની લાશ ઠેકાણે પાડી દે અને હા મારે એક કામથી દુબઈ જવાનું થયું છે એટલે હું હમણાં જ નીકળું છું તું સવાર થાય એ પહેલા કામ પતાવી દેજે" મુકેશ હરજાણી એ મેસેજમાં જ વળતો જવાબ આપ્યો

ત્યારબાદ મે રૂમમાં રાખેલો સીસીટીવી કેમેરા ચેક કર્યો પણ મારા નસીબે ત્યાં પણ મને સાથ આપ્યો સદનસીબે કેમેરો બંધ હતો. મુકેશ હરજાણી સીસીટીવી કેમેરાનો ઉપયોગ ત્યારે જ કરતો જયારે એ કોઈ છોકરીને તે રૂમમાં લઇ જતો. એ કેમેરાના બધા વીડિયોની પેનડ્રાઈવ પણ હું જ રેડી કરી આપતો. છતાં પણ મે એ કેમેરો ત્યાંથી કાઢી નાખ્યો. અને પોલીસને શક જાય તે રીતે તેના વાયર છૂટા મુકી દીધા. મને ખબર હતી કે મુકેશ હરજાણી આ ખુફિયા રૂમમાં જ તેના કાળા કામના બધા સબૂત છુપાવીને રાખે છે એટલે મે એ બધા સબૂત શોધવાની કોશિશ કરી. ઘણું ગોત્યા પછી મને એ મળી પણ ગયા. પહેલા મે વિચાર્યું કે આ બધા સબૂત લઈને હું સીધો પોલીસ સ્ટેશન પહોંચી જાવ પરંતુ મુકેશ હરજાણી દુબઈ ગયો હતો જો એને જાણ થાત કે મારી જગ્યા એ નીલેષનું ખૂન થયું છે અને હવે પોલીસ તેને પકડવાની કોશિશ માં છે તો એ દુબઈથી જ ક્યાંક ફરાર થઈ જાત એટલે મુકેશ પાછો આવે ત્યાં સુધી મે કોઈ સલામત જગ્યાએ છૂપાઈને રહેવાનું વિચાર્યું. અને એના માટે મારે કોઈની મદદની જરૂર હતી એટલે મેં નિલેશ ના મોબાઈલમાંથી કવિતાને ફોન કરીને હોટેલના પાછળના ભાગમાં જ્યાં તે ખુફિયા રૂમનો બીજો દરવાજો પડે છે ત્યાં બોલાવી. કવિતાને આવતા લગભગ અડધી કલાક થાય એમ હતું એટલે મને વિચાર આવ્યો કે લાવ ને એક છેલ્લી વાર મારી રોશનીને એક નજર જોઈ લવ એટલે દબાતા પગલે હું હોટેલના એ રૂમ સુધી પહોંચ્યો જ્યાં પેલા નરાધમ નીલેશે મારી રોશનીનો રેપ કરીને મારી નાખી હતી.

હું રૂમ નંબર 104 માં ગયો. રૂમની હાલત જોઈને મારા પગ નીચેની જમીન ખસી ગઈ. મે જોયું કે મારી રોશની અર્ધ નગ્નની હાલતમાં ફર્શ પર પડી હતી તેના માથા માંથી લોહી વહી રહ્યું હતું. તેના હાથે પગે દોરડા બાંધેલા હતા. એની હાલત જોઈને હું એકદમ હેબતાઈ ગયો. જાણે હજી પણ મારી રોશની જીવિત હોય તેમ તેના હાથ પગમાં બાંધેલા દોરડા ખોલી નાખ્યાં તેનું માથું મારા ખોળામાં લઈને રોશનીને ઉઠાડતો હોવ એમ કહેવા લાગ્યો કે "ઉઠ રોશની, જો હું આપણા દુશ્મનને આ દુનિયામાંથી જ ઉઠાવીને આવ્યો છું હવે આપણા બંને ના મિલન વચ્ચે કોઈ બાધારૂપ નહિ બને. ચાલ ઉઠ રોશની હવે આ જુલમોથી ખદબદતા શહેરને છોડીને ક્યાંક દૂર જતા રહીએ જ્યાં તારા અને મારા સિવાય કોઈ ના હોય. જ્યાં આપણા બંનેના પ્રેમને એક થતાં કોઈ અટકાવી ના શકે. પ્લીઝ રોશની ઉઠીજા તને મારા સમ છે." આટલું કહેતા હું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. તેના આત્મા વિલીન દેહ પર હું માથું ઢાળીને ખૂબ રડ્યો. તેને ઉઠવાની વિનંતી કરતો રહ્યો તેના હાથ અને માથા પર ચૂમતો રહ્યો. હું મારો હોશ ખોઈ બેઠો હતો.

સાહેબ ત્યારે હું એટલો બેશુદ્ધ અવસ્થામાં હતો કે એક મૃત વ્યક્તિને ઉઠાડવા માટે કાકલૂદી કરવા લાગ્યો હતો પણ અચાનક મને પરિસ્થિતિનું ભાન થયું કે જો કોઈ મને અહી જોઈ જશે તો મને જ રોશનીના ખૂનનો આરોપી સમજીને પોલીસના હવાલે કરી દેશે માટે ત્યાંથી મે મારી બેગ, મારો અને રોશનીનો મોબાઈલ ફોન અને રોશનીની બેગમાથી મારી વસ્તુઓ લઈ ત્યાંથી નીકળી ગયો. જતા જતા મે છેલ્લી વાત રોશનીના હોઠો પર એક ચુંબન કર્યું ત્યારે મારું ધ્યાન તેના પગમાં લાગેલા સિગારેટના દામ પર ગઈ. એ જોઈને ફરી મારી આખ માંથી આંસુઓની ધારાવાળી ચાલુ થઈ ગઈ. એ વિચાર માત્રાથી જ મારું શરીર કાપી ઉઠ્યું કે કેટલી યાતના થઈ હશે મારી રોશનીને મને મારા પર જ ધિક્કાર થવા લાગ્યો કે હું ત્યાં શરાબની મજા માણી રહ્યો હતો ને મારી રોશની અહીંયા પીડાઈ રહી હતી. કાશ હું એને અહીંયા નિલેશ પાસે આમ એકલો મૂકીને ના ગયો હોત. કાશ કે મે નિલેશ પર ફરી વિશ્વાસ ના કર્યો હોત ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો. પણ મે મારી રોશનીના હત્યારાને તેની સજા આપી દીધી હતી એ વાતનો સંતોષ પણ હતો મનમાં હવે બસ મુકેશ હરજાણીને તેના કર્મોની સજા અપાવાની હતી. એટલે હું ત્યાંથી કોઈને ખબર ના પડે તે રીતે દબાતા પગલે ફરી તે ખુફિયા રૂમમાં પહોચી ગયો. શિયાળાની કાળી રાત હતી અને ઠંડી પણ ખૂબ હતી.

હું રૂમ પર આવ્યો ત્યાં જ નિલેશ ના ફોનની રીંગ વાગી મેં ફોનની સ્ક્રીન પર જોયું તો કવિતા નો ફોન હતો. મેં ફોન ઉપાડીને કવિતા સાથે વાત કરી "હા કવિતા આવી ગઈ તું"

કવિતા:- હા! હું અહીંયા બહાર જ ઉભી છું

પ્રવીણ:- ઠીક છે! તને કોઈ એ જોઈ તો નથી ને આ બાજુ આવતા?

કવિતા:- ના! અહીંયા ખુબ અંધારું છે. અને હોટેલમાં પણ બધા સૂતા છે અને હું પાછળ ના રસ્તે થી જ અહી સુધી આવી છું એટલે કોઈની નજર ના પડે મારા પર...

પ્રવીણ:- ઠીક છે તો હું આવું છું તું ત્યાં જ રહે..

કવિતા:- હા!

સાહેબ હું ખુફિયા રૂમના પાછળના ભાગમાં જે દરવાજો ખૂલે છે ત્યાંથી બહાર નીકળો બહારથી જોતા તે કોઈ ભોંય ટાકો હોય એવું લાગે. હું જેવો એ રસ્તેથી બહાર નીકળ્યો તો મને જોઈને કવિતા એકદમ જ અચંબિત થઈ ગઈ. મે તેને કહ્યું કે" તું આવી ગઈ ચલ હવે મારી સાથે મારે તારું કામ છે પરંતુ એ મારી હાલત જોઈને એકદમ ગભરાઈ ગઈ અને કહેવા લાગી" અરે તું અહીંયા થી કેવી રીતે નીકળ્યો અને તું તો નિલેશ નથી નિલેશ કયા છે? અરે તું તો રૂમ નંબર 104 માં જે કપલ રહેવા આવ્યું છે એ જ છે ને? પણ તું અહીંયા પાણી ના ટાકા માં શું કરી રહ્યો હતો. અને તારી આવી હાલત તારા કપડાં માં તો ખૂન લાગેલું છે

મારા કપડામાં લાગેલા લોહી ને જોઈને કવિતા એકદમ હેબતાઈ ગઈ ને ચીસ પાડવા જતી હતી ત્યાં જ મે તેનું મોઢું દબાવી દીધું ને કહ્યું" પલીઝ તું ચીસ નહિ પડતી મને તારી મદદની જરૂર છે મે જ તને નિલેશ ના મોબાઈલમાંથી કોલ કર્યો હતો અને મે જ તને અહીંયા આવવાનું કહ્યું હતું. પ્લીઝ હું તારી આગળ હાથ જોડીને મદદ માગું છું. મારો વિશ્વાસ કર આમાં તને ક્યાંય નુકશાન નહિ થાય. ઘણી આજીજી ને મનાવ્યા પછી તે મારી સાથે ખુફિયા રૂમમાં આવવા રાજી થઈ ગઈ..

ક્રમશ...

Rate & Review

Sheetal

Sheetal 7 months ago

Neha  Jogi

Neha Jogi 2 years ago

Amruta

Amruta 2 years ago

Vijay

Vijay 2 years ago

Heena Suchak

Heena Suchak 2 years ago