My poems Part 28 books and stories free download online pdf in Gujarati

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 28

Mother's Day ઉપર લખેલ કાવ્ય, કાવ્ય લખી રહ્યો હોઉં ત્યાર ની મારી લાગણી, સગર કીનારે કાલ કોને જોઈ તેમજ આજ ની પરિસ્થિતિ ને લઇ વ્યાપારી ની વ્યથા વગેરે ઉપર લખેલ કાવ્ય તમારી સમક્ષ રજૂ કરું છું આશા રાખું છું કે દરેક કાવ્યો તમને પસંદ આવશે....

કાવ્ય 01

"માં"

મમતા ની મુરત ને કરુણા ની દેવી છે "માં"
દયા નો સાગર ને સૌથી સુંદર વ્યકિત છે "માં"
અપેક્ષા વગર નું હેત વરસાવે માત્ર "માં"

"માં" નાં પાલવ મા સ્વર્ગ નું સુખ
"માં" નાં પગ મા છે ચાર ધામ
"માં" નાં હાલરડાં માં લાગે સાત સૂર

"માં" નાં હાથ નું ભોજન લાગે છપ્પન ભોગ
"માં" મારૂ ગરુર ને પહેલાં ગુરુ મારી "માં"
"માં" ની માર માં છે સુરક્ષીત ભવિષ્ય મારું

બધાના ઋણ ચુકવી શકાય દુનીયા મા
સાત જન્મ પણ ઓછા પડે
જન્મ આપનારી "માં" નું ઋણ ચૂકવવા મા..

મંદિર બનાવ્યા કેમ આપણે??
જયારે "માં" સ્વરૂપે જીવતાં જાગતાં
ભગવાન છે સૌના આંગણે ...

ઓછા પડે શબ્દ ને ઓછી પડે ઉપમા
ઓછા પડે અલંકાર ને ઓછા પડે સમાસ
"માં" ને વર્ણવવા ઓછા પડે બધા પ્રાસ

બસ એક જ શબ્દ "માં"
કાફી છે "માં" તને વર્ણવવા...

Happy Mother's Day to all
Lovely Mom. .



કાવ્ય 02

કાવ્ય લખતો હોઉં ત્યારે મારા મન માં જે ભાવ ઉભરાય છે તે આ કાવ્ય થકી ઉજાગર કરવા પ્રયત્ન કરું છું ...🙏🙏🙏

લખવુ છે મારે......

લખુવું છે મારે કાંઈક એવું
સરળતા થી વાત કહેવાય જાય મનની

કલમ મારી ચાલે એવી
દિલ ની વાત ઉતરે દિલ મા સીધી

લખાણ મારું એવું હોય
તાપ એનો સુરજ જેવો હોય

લખાણ મારું એવું હોય
શીતળતા એની ચંદન જેવી હોય

કલમ થકી લખાઈ એવું
આકશ માં ચમકુ ધ્રુવ તારા જેવું...

કલમ થી લખાઈ એવું
મૂશ્કેલી માંથી લોકોને ઉગારું

કલમ થી લખું એવું
મહેક એની ફેલાઈ અત્તર જેવી

કલમ મારી ચાલતી રહે
મુસ્કાન સૌના ચહેરા ઉપર લાવતી રહે

કલમ મારી બસ ચાલતી રહે
મારા પ્રભુ મારી પ્રાર્થના સાંભળતા રહે..



કાવ્ય 03


સાગર કિનારે....

છપ છપ્પા છપ... છપ છપ્પા છપ
પાણી ઉડાડવા ની મઝા
સાગર કિનારે....

પાણી રેતી ...રેતી પાણી
મોજા આવે.... મોજા જાય
પાણી ની આ રમત જોવા ની મઝા
સાગર કિનારે...

સૂર્યોદય... સૂર્યાસ્ત નાં સમયે
પીતાંબર ઓઢેલું આકાશ વ્હાલું લાગે
સાગર કિનારે...

દૂર ઉભેલા વહાણ અને બોટ
ને કિનારો બતાવતી દીવાદાંડી જોવા નો લાહવો
સાગર કિનારે...

ઘૂઘવતા સાગર ના મોજા જોડે
રેત માંથી રંગબેરંગી શંખ છીપલાં વીણવા ની મઝા
સાગર કિનારે...

નામ લખવા ની ને ચિત્ર વીચિત્ર ચિત્રો
દોરવા ની અને મિટાવવા ની મઝા માત્ર
સાગર કિનારે...

બેસી ને નિહાળતો રહું અને સાંભળતો રહું
સુંદર આહ્લાદક મોજાઓ નુ સંગીત
સાગર કિનારે...

અમીટ નજરે દૂર દૂર જોયાં કરી
તારી યાદ માં ડૂબી જવાની મઝા
સાગર કિનારે...



કાવ્ય 04

કાલ કોણે દીઠી...

છોડ ચિંતા કાલ ની
કાલ કોણે દીઠી

ભુલી ભુતકાળ જીવો આજ
કાલ કોણે દીઠી

લ્યો આજનો ભરપુર લાહવો
કાલ કોણે દીઠી

જીવી લ્યો મનભરી સ્વજનો સંગ
કાલ કોણે દીઠી

કરી લ્યો પેટભરી વાત સખા સંગ
કાલ કોણે દીઠી

કરી લ્યો અનહદ સ્નેહ સ્નેહી સંગ
કાલ કોણે દીઠી

કરી લ્યો મોજ મસ્તી દોસ્તો સંગ
કાલ કોણે દીઠી

કાલ ની ચિંતા મા ગુમાવો નહી આજ
નહિતર રહી જશે મન ની વાત મન માં...

કાળ બની આવશે કાલ..
કાલ ની ચિંતા માં....

કાવ્ય 05

લાગી ગઈ બ્રેક...

ઉંચી હતી ઉડાન, ઉંચા હતાં સપના
ને ઉંચા હતા માનવી ના મનસૂબા

કરી મૂશ્કેલી ના દરેક શિખરો પાર
ભરી લાંબી સફળતા ની હરણફાળ

સફળતાના નશામાં રહ્યું નહિ ભાન
કરી બેઠો ભૂલ થી કુદરત જોડે હરીફાઈ

સફળતા ના નશા માં ચુર કર્યા કુદરત જોડે ચેડાં
રિસાઇ ગઈ કુદરત માનવી નાં અમાનવીય કૃત્યોથી

આવી અણધારી કુદરતી આફતો
ઉતારી ગઈ માનવીનું અભિમાન

માનવી ની રફતાર હતી ઘણી તેજ
કુદરતે લગાવી દિધી તેના ઉપર બ્રેક...

નહોતો પળભર નો સમય પગવાળી બેસવાને
કુદરતે કર્યો માણસ ને નવરોધૂપ બ્રેક લગાવીને..



કાવ્ય 06


વેપારીઓ ની વ્યથા....

આવ્યો ધંધા માટે કપરો કાળ
થયાં ગ્રાહકો નાં અનુભવ અનોખા

ઉધાર જોઈએ ત્યારે બકરી બની કરતા વાત
ઉધાર હાથ માં આવતા સિંહ બની કરે વાત

વખત આવતા કરતા ઉઘરાણી
ગ્રાહક બનાવે બેહુદા બહાનાં મજાનાં

સાંભળવા મળે સાચા ખોટાં બહાના
છતાં વેપારી તમાચો ખાઇ રાખે લાલ ગાલ પોતાના

અમુક બહાના બાજ ગામના પૈસે કરે લીલાલહેર,
ક્યાં છે એમને કોઈની શેહ શરમ?

બટકબોલા ખોટા છે એવું વર્તાયા
મદદ કરવા વાળા દેવદૂત બની આવ્યા

આ કાળ કરાવી ગયો સાચા ખોટા ની પરખ
પીઠ બતાવવા વાળા થયા ઉઘાડા

આજ છે દરેક વેપારીઓની આજની વ્યથા
વ્યપારમાં છે તકલીફ છતાં ખુમારી છે હજુ ટકેલી

જો આપીશું એકબીજાં ને સાચો સાથ સહકાર
ફરીથી ધમધમી ઉઠશે બધાના ધંધા વ્યાપાર
કપાશે વેપારીઓ નો આ પણ કપરો કાળ