Was this my love books and stories free download online pdf in Gujarati

આ તો મારો પ્રેમ હતો?


આ તો મારો પ્રેમ હતો?



ખરેખર પ્રેમીઓનો પોતાના લક્ષ્ય નક્કી જ હોય છે. તેણે પોતાના ટાર્ગેટ સિવાય કઈ જ દેખાતું હોતું નથી. સવારે શાળા-કોલેજ જતી વખતે પોતાનો પ્રેમી કેટલા વાગે ઘરે થી નીકળ્યો છે? ક્યાં રહે છે ?એ બધી જ માહિતી એક પ્રેમી પાસે હોય છે. ચાલીને જાય તો ધીમે ધીમે તેની ચાલ ને જોવે તેની બેગ કેવા કલરની છે. તેના વાળ કેવી રીતે ઓળેલા છે. આવું નિરીક્ષણ જ્યાં સુધી શાળા-કોલેજ સુધી પહોંચી ન જાય ત્યાં સુધી કરે છે અને એમાંય વળી સાઇકલ કે ગાડી લઈને જાય તો બંને ધીમે ધીમે સાઇકલ ચલાવે એકબીજાથી આગળ જવાનો પ્રયત્ન કરે , હોર્ન વગાડે વળી ગાડી હોય તો કાચમાં જોવે છે મારી પ્રેમી ગાડી ચલાવતા કેવી લાગી રહી છે

શાળા કે કોલેજ ભર પહોંચીને પ્રાર્થના થતી હોય છે. પણ આ તો પ્રેમી છે. આંખો બંધ કરે તો એનો જ ચહેરો સામે આવે ને આંખો ખુલે તો પણ તેને જોવા માટે.

ક્લાસરૂમની અંદર ભણાવતી વખતે વિજ્ઞાનમાં ન્યુટન બનીને આવે તો ક્યારેક તે સંસ્કૃતના શ્લોકો ગાતી જોવા મળે છે. ક્યારેક તો મને એવું લાગે છે કે તે મારી સાથે આઝાદીની ચળવળમાં પણ ખભે થી ખભો મિલાવીને ચાલતી હતી, ક્યારેક તો ગણિતના સરવાળા, બાદબાકી મને આંગળીના વેઢે કરાવતી જોવા મળે છે. ક્યારેક તો પીટીના ગ્રાઉન્ડમાં પણ મને એવું લાગે છે કે હું કબડી રમી રહ્યો છું અને એ મારા પ્રેમ ને પકડવા આતુર છે, હું દોડી ને તેની પાસે જાઉં છું અને તે મને એવું પકડે છે કે સાથ જન્મથી ક્યારેય ન છોડી શકે.

ક્યારેક હું પપ્પાને જીદ્ધ કરું કે મારે આ ટ્યુશનમાં નહીં આ જ ટ્યુશનમાં જવું છ. શા માટે ? મારી પ્રેમી જ્યાં-ત્યાં હું. એકલા મૂકવી જ નથી તો પછી શું !

અને હું ઘરે પણ જાઉં ને તો પણ મને એમ જ થાય છે કે તેને જમી લીધું હશે. તેને મારા વિશે વિચાર આવતો હશે કે નહીં. તે સુઈ ગઈ હશે કે નહીં તેને મારા વગર તો ઊંઘ કેમ આવી શકે ?

ફરી ઉગતા સૂર્યની સાથે જ હું એ પ્રેમની તલાશમાં નીકળી પડું છું.

મિત્રો , આ પ્રેમ હતો જ્યારે મોબાઈલ ન હતો. એ અલગ જ લાગણી હતી. મોબાઈલ આવ્યો ને પ્રેમનું સ્વરૂપ બદલાયું છે .હવે રસ્તા પર પણ કોઈ પ્રેમી વાળ ચાલ કે કેવા કલરની બેગ છે તે નિહારતું નથી. શું કામ કારણ કે મોબાઇલમાં વાત ચાલુ જ હોય છે. ક્લાસરૂમમાં પણ બેઠા-બેઠા નીચે મોબાઈલ રાખીને શિક્ષકની તીક્ષ્ણ નજરથી બચીને ચેટ ચાલુ જ છે. ઘરે પહોંચીને જાનુ ખાઈ લીધું ? જાનુ સુઈ ગઈ ? લો, બોલો આટલી હદે પ્રેમ શબ્દને અને ખરાબ કરનાર આ મોબાઈલ જ છે.

પહેલા તો હાથમાં હાથ પરોવીને ગાર્ડનમાં બેસીએ તો પ્રેમ ભરી વાતો કરતા જૂની વાતોને યાદ કરીને હસતા હતા. હવે પ્રેમી સાથે છે તો મોબાઇલમાં શું જોવે કોઈક અન્યને શોધવાની શું જરૂર પડી આવે છે ?

હવે એ સમય નથી રહ્યો અત્યારે તો 15-16 ઉંમરના પણ પ્રેમી બની જાય છે. કેફેમાં જાય છે. લગ્ન થાય ત્યાં સુધી કેટલાં પ્રેમી બદલે છે, એ તો હવે કોને ખબર ? પ્રેમી તો બદલે જ પરંતુ લગ્ન બાદ પણ છૂટાછેડાના કેસ વધી રહ્યા છે. અત્યારે જ્યાં જોઈએ ત્યાં ખાટલા કબ્બડી જ ચાલી રહી છે. ખરેખર પ્રેમનું સ્વરૂપ બદલાવું જોઈએ પ્રેમ નહિ, પરંતુ આ તો પ્રેમ એ હવસનું રૂપ ધારણ કરી લીધું છે.