Aajna Premioni hakikat books and stories free download online pdf in Gujarati

આજના પ્રેમિઓની હકિકત

બે અક્ષર નો શબ્દ ને કેટલુ બધુ કહિ જાય છે. આપણા ધાર્મીક ગ્રંથોમા જ પ્રેમની ગાથાઓ લખવામા આવિ છે.શરુઆત રાધા-કૃષ્ણ પ્રેમથી થાય. ગોપીઓઍ કૃષ્ણ સાથે કેવી રાસ લિલાઓ રચાવી હતિ. એટલે તો આજના સમય ના પ્રેમિઓ કહે છે કે જો કૃષ્ણએ ગોપિઓ સાથે રાસલિલા રચાવતા હોય તો પછી અમારો શું વાંક? ફરક ફક્ત એટલો જ પડયો છે કે ઍ સમયે રાસલીલાઓ થતી હતી અને અત્યારે mordrn સમય કંઈક અલગ જ લિલાઓ થાય છે. જો ઍ સમયે કૃષ્ણ 1600 રાનીઓ રાખી શકે તો અત્યારના સમયમા ઍક છોકરાને ઍક કે તેથી વધુ girlfriend રાખવામા શું પ્રોબ્લેમ? ખરેખર અત્યારના સમયની લિલાઓ કંઈક અલગ જ છે. આટલા બધા ભણેલ-ગણેલ પ્રેમિઓ ખરાબ ગંદકી વાળી જગ્યા કે પોપડા મા બેસવા જાય છે બોલો. પણ બિચારા જાય તો જાય ક્યાં? ગાર્ડનમા જાય તો ત્યા પણ પોલીસ ના માણસો આવી જાય છે. અત્યારના સમયમા પ્રેમી ઓ friendship થી શરુઆત કરે છે. બે દિવસ પછી પ્રેમ થાય અને પછી ગાર્ડન નો મળે એટલે જ્યા કોઇ જોય નો જાય એવિ જગ્યાની જરૂર પડે. ઍમા એવું છે કે અત્યારના પ્રેમિઓને ચીપકવુ બોવ ગમે છે.

ઍમા પણ જો કૉલેજ લાઈફ ની વાત કરિયે ને તો થાય એવું કે જ્યારે નવુ વર્ષ ચાલુ થાય એટલે F.Y.વાળા નુ addmission ચાલુ થાય. આ સમયે S.Y. અને T.Y.વાળા લઠ્થાઔ નક્કી કરિને જ બેઠા હોય છે કે નવી F.Y. ની છોકરી આવે એટલે આપડે તો સેટિંગ પાડી જ લેવુ છે. પછી addmission process પુરી થાય એટલે S.Y. અને T.Y.વાળા લાઇનુ મારવા F.Y. વાળાના ક્લાસમા પહોચી જાય. પછી ઍક અઠવાડિયું પંદર દિવસ ઍ લોકો ફિલ્ડીંગ ભરે એટલે ઍમા લગભગ માંડ માંડ ઍક બે પ્રેમીઓનુ સેટિંગ પડી જાય. હવે તમને બધાને એમ વિચાર આવતો હશે કે S.Y. અને T.Y.વાળા લાઇનુ મારવા F.Y. વાળાના ક્લાસમા પહોચી જાય તો F.Y. વાળા છોકરા ને શું પેટમા નય બળતું હોય કે અમારા જ ક્લાસની છોકરીઓ સાથે તમે સેટિંગ પાડી ને ચાલ્યા જાવ અને અમને બેરોજગાર બનાવો છો. અરે સાહેબ પેટમા તો બળૅ પણ શું કરવુ સિનિયર કેવાય ને ના કૅમ પાડવી.😁😁😁😁😁

નવા નવા ક્લાસ જ્યારે ચાલુ થાય ત્યારે થાય એવું કે છોકરાઓ નક્કી કરિ જ લે છે કે મારે આ છોકરી સાથે સેટિંગ પાડવુ જ છે પછી ઍ ઍક છોકરી સાથે સેટિંગ પાડવા તે બિચારો કેટલી મહેનત કરે. Instagram મા જાય id ગોતે request મોકલે અને પછી messenge મોકલે hii.... શું કરવુ ગમે તેમ કરિને friendship તો કરવાની જ છે. ક્લાસના બીજા બે-ત્રણ લઠ્થાઔ ને પુછે કે આ કોઇ બીજા સાથે તો ચાલુ નથી ને ! એમ કરિને આ વાત આખા ક્લાસમા ફેલાય જાય એટલે ઍ બંને પ્રેમિઓને બધા મશ્કરી કરવાનુ ચાલુ કરે એટલે પેલા ભાઈ ને તો મોજ પડે ભલેને પછી સેટિંગ ન પડયુ હોય .

college મા છોકરાઓ છોકરીઓને 'માલ' કહે પણ ઍ શબ્દ યોગ્ય નથી જ્યારે તમારા ઘરે કોઇ છોકરી પોતાના મા-બાપ છોડીને આવશેને ત્યારે ઍ છોકરીની કિમત સમજાશે.એટલે માલ કહેવો ઍ યોગ્ય શબ્દ નથી

મિત્રો સારુ લાગ્યુ હોય તો comment જરૂર કરજો કારણકે આવા ધણા બધા કિસ્સાઓ છે. જે time મળશે તો ફરીવાર જોઇશું.
ધન્યવાદ.......

મને ખબર છે કે આ વાંચીને તમને તમારા પહેલાના દિવસો યાદ આવી જશે .પણ સમય ને કોણ રોકી શકે નવો દિવસ નવી યાદો ભેગી થાય જ છે. જો તમારી પાશે પણ આવી યાદો કે આવી મજા ની કહાની હોય તો મને મેસેજ કરજો જેથી આપણે તમારા નામ સાથે લખી શકીયે.

-kevinkumar changani