Baalpanni maja in Gujarati Moral Stories by Kevin Changani books and stories PDF | બાળપણની મજા

Featured Books
Categories
Share

બાળપણની મજા

બાળપણની મજા
એક વાક્ય છે, જે આપણે ધણી વાર બોલીએ છીયે કે હવે આપણે મોટા થઇ ગયા. પરંતુ આપણે ક્યારેય મોટા થતાં જ નથી એ બાળપણની યાદો હમેશા આપની સાથે જ રહે છે. એ યાદો ક્યારેય ભૂલાતી નથી. ચાલો આપણે પણ નાનપણની કેટ્લીક એવિ જ વાતો લઈએ. જયારે પણ નાનપણ ના ધણા બધા મિત્રો મળિયે ત્યારે આપણે ધણી બધી વાતો અને યાદો ને યાદ કરીને હસીએ છીયે. ત્યારે એવું લાગે છે કે એ સમય ફરી આવી પડયો છે . એવું આપના પરિવાર માં આપણે આપના મમ્મી-પપ્પા સાથે પણ કરીયે છીયે . આપણે જયારે નાના હોઈએ ત્યારે મમ્મી-પપ્પા સાથે સૂઈ જાય છીયે પછી મોટા થતાં જ આપણને એક અલગ ઓરડો(room) આપવામાં આવે છે.મને તો યાદ છે પેલા school કે Tution માં જે કાઇ આખો દિવસ માં બને છે તે હું સાંજે ઘરે જઈને મારા મમ્મી-પપ્પા સાથે શેર કરતો હતો પણ નથી હવે તે સ્કૂલ રહી કે નથી તે સમય રહયો માત્ર રહી ગઈ છે તો ફક્ત યાદો જ.एक बार पुरानी यादो को ताजा करके तो देखो. કેવી મજા આવે છે. નાના હોઈએ ત્યારે મમ્મી-પપ્પા કે દાદા-દાદી ના ખોળામાં સૂઈ જતાં પણ હવે તો બધાને ખબર જ છે કે મોટા થઈ ને લોકો કોના ખોળામા સુવે છે.

જયારે school lifeમાં હતા ત્યારે ધણા બધા તહેવાર ઉજવિયા ને કેટલીયે મસ્તીઓ કરી .
એ શેરીના નાકે ઊભા રેવાની મજા,
ને એ સાથે મળીને ipl જોવાની મજા.
ભારત-પાક ની મેચ જોવાની મજા,
bike પર ફરવા જવાની મજા,
કોઈ એકની girlfriend હોય અને બધા જ મિત્રો તેની સાથે વાત કરે તેની મજા,
અરે બાળપણ માં તો દરેક ઋતુની એક અલગ મજા હોય છે જેમ કે,
ચોમાસામાં વરસાદમાં સાથે પલળવાની મજા,
શિયાળામાં સ્વેટર બદલવાની મજા,
ઉનાળામાં ગોલા ખાવાની મજા,
પુલે બેસવા જવાની મજા,
વેકેશનમાં સવારે ક્રિકેટ રમવા જવાની મજા,
સ્કૂલ ના ટોઇલેટમાં જઈને સાથે ડાંસ કરવાની મજા ,
પરીક્ષા સમયે સાથે મળીને micro zerox કરવાની મજા,
મારા ખાશ મિત્ર એવા પ્રદીપ ટુકડિયા સાથે બધા મૂવી જોવા જવાની મજા,
ચાલુ ક્લાસ કોઈનું બુટ આગળ સ્ટેજ તરફ જવા દેવાની મજા,
દિવાળી નજીક આવતા પાણીના બાટલામાં china બોમ્બ (ફટાકડા) ફોડવાની મજા,
Ludo રમવાની મજા,
છેલ્લી બેંચમા બેશીને ગરબા ગાવાની મજા,
ચાલુ ક્લાસ માં પાછળથી અવાજ કઠવાની મજા,

ખરેખર આપણે તો ઇછિયે એ કે આવા દિવસો હમેશા આવતા જ રહે પણ આ મજા અમુક સમય સુધી જ આવે છે. સમય જતાં આ લાગણીઓનો અંત આવવાનો જ છે. પણ યાદોનો ક્યારેય અંત નહીં આવે પણ શું કરવું બોલોને,…………

'' दो पल की जिंदगी जी भर जियो जो हे समा कल हो ना हो ''

બીજું એક કહેવાનું મન થાય છે કે આપણે નાના હતા ત્યારે ટીચર કે મમ્મી-પપ્પા કહેતા હતા કે છાનો–માનો બેસ નકર સંડાશમાં પૂરી દઇશ.પણ બોલો આજે આપણે કોણ કહેશે કે. છાનો–માનો બેસ નકર સંડાશમાં પૂરી દઇશ.

સાચું કહેજો કે હવે કોઈ કહેવા આવશે કે homework નથી કરયું લાવ ડાયરી તારી ડાયરી માં શાઈન કરી દવ. લાવ તારા પપ્પા ના નંબર દે તેને ફોને કરું.

ખરેખર તો એ શિક્ષકોને પણ દૂ:ખ થતું હશે કે અમારા આ સ્ટુડન્ટ ચલયા ગયા હવે આમારા નામ કોણ પડશે
(કાળિયા ઠાકુર, બાપુજી, સંકર,સૂઈ,ઉંદેડી,પરધાંજી ,સિસોટિયો, ગથોડો,ચકલી,બિલાડી)
જેવા નામ આપણે બહુ પાડયા છે. પણ નવી બેચ આવે એટલે એ નામ પાછા પડી જ જાય છે.

મને ખબર છે કે આ વાંચીને તમને તમારા પહેલાના દિવસો યાદ આવી જશે .પણ સમય ને કોણ રોકી શકે નવો દિવસ નવી યાદો ભેગી થાય જ છે. જો તમારી પાશે પણ આવી યાદો કે આવી મજા ની કહાની હોય તો મને મેસેજ કરજો જેથી આપણે બાળપણની યાદ –2 માં તમારા નામ સાથે લખી શકીયે.
Thank you friend
-kevin changani
Wed,15may 2019