Orphanage .. books and stories free download online pdf in Gujarati

અનાથાશ્રમ..

અનાથાશ્રમ માં આજે એ બધા જ વયસ્કો ભેગા થવાના હતા.. જેમને આ અનાથાશ્રમ માં જ બાળપણ વિતાવેલું.. વેટ્ટોરી મરણ પથારીએ હતા.. પણ કોણ જાણે કેમ એમનો જીવ જતો નહોતો..

અજય, વિજય, સંજય જે આ અનાથાશ્રમ ના સૌથી પહેલા બાળકો હતા.. એ લોકો જુદા જુદા શહેરો માં થી આજે અહીં ભેગા થવાના હતા..

બાય રોડ આવતા રસ્તા માં અજય ની ગાડી જોડે અચાનક કઈક ભટકાય છે.. અને ગાડી એક શોર્ટ બ્રેક ના અવાજ સાથે ઉભી રહે છે.. બહાર નીકળી મેં જોતા એક હરણ રોડ ના કિનારે મરેલું પડ્યું હોય છે..
અફસોસ વ્યક્ત કરી અજય એની પત્ની અને બાળકો સાથે ફરી અનાથાશ્રમ તરફ જવા લાગે છે..

વિજય અને સંજય પણ પરિવાર સાથે આવવાના હતા.. બધા ઘણા ખુશ હતા.. બધા લગભગ થોડા સમય ન અંતરાલ માં પહોંચે છે.. અને એ લોકો પ્રથમ વાર ફેમિલી જોડે મળતા હોઇ એકબીજા નું ઇન્ટરોડક્શન કરે છે..

અનાથાશ્રમ પહોંચી ને એ લોકો મી. વેટ્ટોરી ને મળે છે.. નાનપણ થી એ લોકો જોતા આવ્યા હતા કે વેટ્ટોરી એક રૂમ માં એકલા બેઠા બેઠા કોઈક ધાર્મિક ક્રિયા કરતા રહેતા.. એમની નજર માં એક ખૂબ ધાર્મિક હતા..

ત્યાં ના કેર ટેકર તરીકે મોહન અને લક્ષ્મી હતા કે બધા બાળકો નું ધ્યાન રાખતા અને એક મેનેજર વિલ્સન જે નાણાકીય મદદ મેળવતો અને મેનેજ કરતો.. એ સિવાય 2 અન્ય નોકર પણ હતા.. લગભગ 25 બાળકો હાલ આશ્રમ માં હતા.. એક બાળક થોડા દિવસ પહેલા જ તાવ આવાથી મરી ગયો હતો.. આજે બધા બાળકો પીકનીક પર ગયા હતા કારણકે એક બાળક હમણાં જ મરી ગયું અને એના લીધે બધા શોક માં હતા.. બાળકો નું મન હળવું કરવા પીકનીક પ્લાન કરવામાં આવી હતી.. વિલ્સન અને 2 નોકર બાળકો જોડે બસ માં ગયા હતા.. અને એ બધા રાત્રે પાછા આવવા ના હતા.

બહાર આવી અજય ગાડી માંથી સમાન ઉતારવા લાગે છે ત્યારે એનું ધ્યાન જાય છે કે ગાડી ના બમ્પર માં કોઈ નું કપડું ફસાયેલું હતું જે લોહી થી લથપથ હતું.. અજય.. વિજય અને સંજય ને આ બાબત ની વાત કરે છે.. અને અજય ના મન માં ફફડાટ થાય છે કે નક્કી કઈક ગરબડ છે.. હરણ અથડાયું હતું તો આ કપડું કોનું..?

એ લોકો સાંજ થવા આવી હોવા છતાં અકસ્માત વાળી જગ્યા એ જવાનું નક્કી કરે છે.. અને ટોર્ચ અને સેફટી માટે એક માટી ખોદવાનો સળિયો જોડે રાખે છે.. ત્યાં પહોંચી ને જોવે છે કે મરેલું હરણ ત્યાં જ પડ્યું હતું અને કોક જાનવરે એને ફાડી ખાવાનું શરૂ કર્યું હતું.. થોડું આજુ બાજુ માં જોતા એમને એક છોકરી રસ્તા ના બીજા કિનારે પડેલી દેખાય છે.. જે હજી પણ બેભાન જ હતી.. પણ જીવતી હતી.. અજય આખો મામલો સમજી જાય છે.. અને તરત એ છોકરી ને ગાડી માં નાખી આશ્રમ લઈ આવે છે..

મોહન અને લક્ષ્મી તરત જોઈ ને કહે છે કે અરે આતો આપણા આશ્રમ ની જ છોકરી મીરા છે.. પણ આ તો આજે બીજા બાળકો જોડે પીકનીક પર ગઈ હતી.. તમને ક્યાં મળી.. અજય બધુ જ મોહન અને લક્ષ્મી ને જણાવે છે.. તરત મોહન ના મન માં વહેમ જાય છે અને એ વિલ્સન ને ફોન કરે છે.. પણ સિગ્નલ ના મળતું હોઈ એ લોકો ચિંતા કરવા લાગે છે..

અજય, વિજય અને મોહન એમની તપાસ માં જાય છે.. સંજય અને લક્ષ્મી અને આમનો પરિવાર આશ્રમ પર રોકાય છે.. સંજયની પત્ની નર્સ હોઈ એ મીરા ને પ્રાથમિક સારવાર આપવા લાગે છે.. અને અજય વિજય અને સંજય ના બાળકો જે અહીં પહેલી વખત જ આવ્યા હતા એ કુતૂહલતા વશ આશ્રમ માં ફરવા લાગે છે..

ફરતા ફરતા બધા બાળકો પેલા મી વેટ્ટોરી ના ધાર્મિક રૂમ માં આવી ચડે છે.. ત્યાં પડેલી બધી રહસ્યમય વસ્તુનો જોઈ ને બાળકો એની જોડે રમત કરવા લાગે છે.. અને બધો સામાન વિખેરાવા લાગે છે.. એક કાચ ની ખાલી બરણી બાળકો થી તૂટી જાય છે.. હવે આ ખખડાટ થી લક્ષ્મી તરત અહીં આવી જાય છે અને બાળકો ને ધમકાવી ને બહાર કાઢે છે.. એ સંજય ને અજુગતું લાગે છે..

આ બાજુ અજય.. વિજય અને મોહન ને રસ્તા માં એક જગ્યા એ અંધારા માં એક બસ જેવું ખાડા માં પડેલું દેખાય છે.. એ લોકો ટોર્ચ ના અજવાળા માં જુએ છે તો આ એજ બસ હતી.. હવે એ લોકો બસ નો દરવાજો ખોલી ને જોવે છે તો અંદર બેઠેલા તમામ બાળકો મૃત્યુ પામેલા હતા.. જે ખૂબ આઘાત જનક હતું.. વિજયે એક વાત નોટિસ કરી કે બધા જ બાળકો ની આંખો ફોડી નાખવા માં આવી હતી.. અને વિલ્સન 2 નોકર અને ડ્રાઇવર અને ક્લીનર તમામ ગાયબ હતા..

વિજય તરત પોલીસ ને જાણ કરે છે.. અને લગભગ 30 મિનિટ માં પોલીસ પહોંચી જાય છે.. પોલીસ આવ્યા પછી એ લોકો ડોગ ની મદદ થી મિસિંગ લોકો ને શોધવા એ લોકો આજુ બાજુ શોધે છે તો વિલ્સન અને 2 નોકરો અને ડ્રાઇવર, ક્લીનર બધાની લાશ મળી આવે છે.. પણ એ બધા ના માથા ગાયબ હતા.. માત્ર ધડ જ મળ્યા હતા..

એક વાત તો નક્કી હતી કે આ કોઈ અકસ્માત નહોતો કોઈ એ બધા ને પ્લાનિંગ થી માર્યા છે.. પણ આવું કોણ કરી શકે..

છેવટે અજય વિજય અને મોહન આશ્રમ પાછા આવે છે અને સાથે પોલીસ ની એક ટિમ પણ.. મી. વેટ્ટોરી ને આ સમાચાર આપવા જરૂરી હતાં.. એટલે બધા મળી ને એમના રૂમ માં જાય છે.. ત્યાં જઈ ને જોવે તો મી વેટ્ટોરી ની લાશ પડી હતી.. એમના હાથ, પગ અને માથું કોઈ એ કાપી નાખ્યું હતું.. કપાયેલા હાથ પગ તો અહીંયા જ હતા પણ માથું ગાયબ હતું..

તમામ લોકો સખત ડરેલા હતા.. અજય વિજય અને મોહને તો એકસાથે આટલી લાશો ક્યારેય નહોતી જોયી.. બધા ખૂબ ટેન્સ હતા..

આટલી ક્રૂર હત્યા.. અને બધા હાજર હોવા છતાં કોઈ ને ખબર સુદ્ધા ના પડી.. આવું કઈ રીતે બને.. પોલીસ પણ વિચારી રહી હતી અને બધા જોડે વારાફરતી વાતચીત કર્યા પછી કોઈ ના પર શક કરાય એવું હતું જ નહિ.. કુલ 30 હત્યા ઓ અને એ પણ બધી એકજ સ્ટાઇલ થી.. નક્કી કોઈ સિરિયલ કિલર હોવો જોઈએ..

આ બાજુ પોલીસ ના ગયા પછી લક્ષ્મી સામાન લઇ આશ્રમ છોડવા ની તૈયારી માં જ હતી.. એ એક જ વાત નું રટણ કર્યા કરતી હતી.. એ આઈ ગઈ છે.. હવે કોઈને નઈ છોડે.. ખૂબ શાંત કરી ને પૂછ્યું ત્યારે એણે કહ્યું એ મોનીકા નો આત્મા છે જે આ બધું કરી રહ્યો છે.. એ વેટ્ટોરી ને મારવા આયો હતો.. હવે બધા ને મારી ને જ જશે..

પણ એ બધા ને શુ કામ મારે.. અને વેટ્ટોરી ને પણ કેમ.. મોનીકા તો પાગલ થઈ ગઈ હતી ને.. અમે નાના હતા ત્યારે જ.. અમે બધા એ જ એને પેલા રૂમ માં બાંધી હતી.. વેટ્ટોરી ના કહેવા થી.. અને પછી બીજા દિવસે એની પંખા પર લટકેલી લાશ મળી હતી.. અમે ત્યાં જ હતા બધા ત્યારે.. સંજય બોલ્યો..

તમને લોકો ને સચ્ચાઇ ની કદાચ ખબર નથી.. મોનિકા એ આત્મહત્યા નહોતી કરી.. વેટ્ટોરી એ એને બેભાન કરી ત્યાં લટકાવી દીધી હતી.. હું તો એ સમયે અહીંયા નોકરી નહોતી કરતી.. પણ મને પછી કોઈક ના દ્વારા ખબર પડી હતી કે.. મોનીકા ને વેટ્ટોરીએ એની હવસ નો શિકાર બનાવી હતી અને એ બિચારી 19 વર્ષ ની છોકરી.. વેટ્ટોરી ને પિતા સમાન સમજી રહી હતી.. મોનીકા જ્યારે મરી ત્યારે એ પ્રેગ્નેન્ટ હતી.. અને એ જલ્લાદ વેટ્ટોરી એ એનું પાપ છુપાવવા મોનિકા પાગલ થઈ ગઈ છે.. એવી સાબિત કર્યું અને એને તમારી લોકો ની મદદ થી બાંધી ને રૂમ માં ધકેલી દીધી.. અને રાત્રે અંધારાની આડશ માં એને મોનીકા ને ઠેકાણે પાડી દીધી હતી..

તો એ વાત ને 25 વર્ષ જેવું થઈ ગયું હશે.. અત્યારે જ કેમ એ આવી.. અને પેલા નિર્દોષ 24 બાળકો નું શુ.. વિજયે કહ્યું.. ત્યાં મીરા પેલી બાળકી જે અજય ની ગાડી જોડે અથડાઈ હતી તે ભાન માં આવી ગઈ અને સંજય ની વાઈફે બધાને બૂમ પાડી ને બોલાવી લીધા.. મીરા ખૂબ ઘબરાયેલી હતી અને એને હજી વિશ્વાસ નહોતો આવતો કે એ હજી જીવે છે..

ચાલુ બસ અચાનક ઉભી રહી જાય છે.. અને એક કાળા કપડાં પહેરેલી સ્ત્રી બસ માં દેખાય છે.. એ કોઈ મંત્રો બોલવા લાગે છે.. અને બસ માં બેઠેલા બધા જ બાળકો ચીસો પાડવા લાગે છે.. એક એક કરી ને એ બધા જ બાળકો ની આંખો ફોડી નાખે છે.. વિલ્સન અને બીજા બધા પ્રતિકાર કરવા તો માંગતા હતા.. પણ કરી જ ના શક્યા.. બસ ના ક્લીનરનું તો એણે એક ઝાટકે માથું કાપી નાખ્યું એના ધારદાર નખ વડે.. અને બધા ડઘાઈ ગયા હતા.. વિલ્સન અને બીજા બધા જીવ બચાવવા નાસી ગયા.. હું છેક છેલ્લી સીટ ઉપર બેઠી હતી.. અને મારા કાન માં હેડફોન લગાવેલા હતા અને હું વોકમેન માં ગીતો સાંભળી રહી હતી.. મને ખબર જ ના પડી કે આ બધું શુ ચાલે છે.. એ સ્ત્રી અમને બધા ને મરેલા સમજી વિલ્સન અને બીજા ને પકડવા જતી રહી.. હું ત્યાં સંતાઈ ને બેઠી હતી અને થોડી વાર પછી.. હું બસ માંથી બહાર ભાગી.. અને રસ્તા ઉપર મારી સાથે કોઈક ની ગાડી અથડાઈ અને પછી મને ખબર નથી.. હું અહી કરવી રીતે આવી ગઈ..

આ બધું સાંભળી ને બધા જ ઘભરાઈ ગયા હતા કે નક્કી આ કોઈ પ્રેત નું જ કામ છે.. અને કદાચ લક્ષ્મી ની વાત સાચી છે..આપણે બધા એ અત્યારે જ આ જગ્યા છોડી દેવી જોઈએ નહીતો સવાર સુધી માં તો એ આપણ ને બધા ને ખતમ કરી નાખશે..

વાસ્તવ મા આ મોનિકા નો આત્મા હતો જ નહી.. પણ વેટ્ટોરી ની પાપલીલા નું પરિણામ હતું.. વેટ્ટોરી એક અસાધ્ય બીમારી થી પીડાઈ રહ્યો હતો.. અને એણે બહુ પ્રયત્ન કર્યા હોવા છત્તા છુટકારો મળતો નહોતો.. એવામાં એની ઓળખાણ કોઈક તાંત્રિક જોડે થઈ હતી અને એણે ચોક્કસ વિધિ દ્વારા કરવા માં આવેલ નરબલી થી આ રોગ માં થી 100% મુક્તિ મળશે અને દીર્ઘઆયુ પ્રાપ્ત થશે એવું આશ્વાસન આપ્યું હતું.. આ વિધિ વિટ્ટોરી એ જાતે જ કરવી પડે એમ હતી.. અને આમાં એ આશ્રમ ના જ કોઈ બાળક નો બલી આપવાનો હતો.. જે વાત ની કોઈ ને ગંધ સુદ્ધા નહોતી આવવાની..

વિધિ મુજબ બાળક ને ભૂખ્યું તરસ્યું રાખવાનું હતું અને એના મરવા ના થોડા સમય પહેલા જ એનું ગળું કાપી એની આંખો અને હદય નો ભોગ આપવાનો હતો.. વેટ્ટોરી એ એક 7 વર્ષ ના બાળક ને આશ્રમ ના ભોંયરા માં છુપાવી ને બાંધી દીધો હતો.. અને એના બલી ના દિવસ ની પ્રતીક્ષા કરવા લાગ્યો.. લક્ષ્મી મોહન અને વિલ્સન ના પૂછવા પર એણે એવું બહાનું બતાવ્યું કે એ એની જાતે ક્યાંક ચાલ્યો ગયો છે..
બાળક ધાર્યા કરતા જલ્દી જ ભૂખ તરસ અને ગૂંગળામણ થી મરી ગયો અને વેટ્ટોરી ની મનશા અધૂરી રહી ગઈ.. વિટ્ટોરીએ બાળકની લાશ આશ્રમથી દુર ફેંકાવી દીધી એમાં વિલ્સન અને બીજા બે નોકરો એ એમની મદદ કરી હતી..

જે પ્રેત ને આ બલી માટે ઇનવાઈટ કરી હતી એ પ્રેત હવે બલી વગર પાછી વળે એમ નહોતી.. અને બીમાર વેટ્ટોરી તાત્કાલિક કોઈ બલી આપી શકે એ શક્ય નહોતું.. એટલે એ પ્રેત અવેજ ની શરત માંથી મુક્ત થઈ ગઇ હતું અને વેટ્ટોરી ને એના થી બચવાનો કોઇ ઉપાય સૂઝતો નહોતો.. આમ પણ એ મરી જ રહ્યો હતો.. એટલે બધું ભગવાન ભરોસે છોડી દીધું.. પણ એ પ્રેત એના સ્વભાવ પ્રમાણે વર્તન કરવા લાગ્યું હતું..

અજય,વિજય, સંજય, મોહન અને તમામ સ્ત્રીઓ અને બાળકો ના જીવ હવે જોખમ માં હતા.. શુ કરવું એ જ સમજાતું નહોતું.. એટલે અહીં થી નીકળી જવું જ એમને મુનાસીબ લાગતું હતું.. અને આખરે એ લોકો રાત્રે 2 વાગે ત્યાંથી નીકળી પડ્યા..પણ એ પ્રેત એમનો પીછો ક્યાં છોડવાનું હતું.. પ્રેત માત્ર બાળકો ને જ મારતું હતું.. વિલ્સન અને બીજા બધા એનો પ્રતિકાર કરવા માં માર્યા ગયા હતા.. એનો મતલબ અજય, વિજય, સંજય ના 4 બાળકો અને મીરા ના જીવ ને જ વધુ જોખમ હતું..

બધી સ્ત્રી ઓ બાળકો ના જીવ બચાવવા પ્રતિબદ્ધ હતી.. બધી ગાડીઓ લાઇનસર ચાલી જ રહી હતી અને એક જગ્યા એ અચાનક બધીજ ગાડી ઓ અચાનક બન્ધ જ થઈ જાય છે.. અને ત્યાં ને ત્યાં જાણે કે જડાઈ જાય છે.. બધા સમજી જ ચુક્યા હતા કે નક્કી આ પેલી પ્રેત નુ જ કામ છે.. ચારે પુરુષો બહાર નીકળી આવે છે.. અને એમને ત્યાં એક કાળા કપડાં વાળી સ્ત્રી ઉભેલી દેખાય છે.. જેની આંખો બિલકુલ સફેદ કિકી વગર ની હતી.. એની સામે જોતા જ બધા ત્યાં જડ પૂતળા બની જાય છે.. અને સ્ત્રીઓ પણ હવે બહાર આવી ગઈ હતી અને બાળકો ને કોઈપણ સજોગો માં બહાર ના નીકળવા સૂચના આપી દીધી.. હતી.. બધી સ્ત્રીઓ એ રોકકળ મચાવી મુકી અને પ્રેત ને એમને બધા ને જીવતા જવા દેવા આજીજી કરવા લાગી.. પણ પ્રેત કોઈ દયા કરવા ના મૂડ માં ન હોય એવું લાગતું હતું.. અને ઘરડી લક્ષ્મી આગળ વધે છે.. પ્રેત તરફ.. અને એને ખૂબ વિનંતી કરે છે.. પ્રેત હવે કોઈ એક બાળક નો બલી લઈ ને જતી રહેશે એવી શરત સાથે માની જાય છે.. પણ કોણ પોતાના બાળક નો જીવ આપે.. અંદર બેઠેલી નાની મીરા આ બધું જોઈ રહી હતી.. અને એ બેધડક ચાલી ને પ્રેત સામે ઉભી રહે છે.. અને એની આંખો માં આંખો નાખી ને પોતે આ બધા ના જીવ ના બદલે પોતાનો જીવ આપવા તૈયાર છે.. એવું કહે છે..

કારણકે એના તમામ ભાઈ બહેન સમાન બાળકો ને તો પ્રેત પહેલા જ બસ માં મારી ચુકી હતી.. એટલે એને પણ જીવવા માં રસ નથી.. બધા રડતા રડતા આ બાળકી ની બહાદુરી ને બિરદાવે છે.. જોત જોતા માં પ્રેત મીરા ના શરીર માંથી જીવ ખેંચી લે છે.. અને નિષ્પ્રાણ મીરા જમીન પર ઢળી પડે છે..

બધાજ મીરા ના શરીર ને લઈ અનાથાશ્રમ પાછા આવે છે અને યોગ્ય રીતે એના શરીર ના અગ્નિ સંસ્કાર કરે છે..

મોહન અને લક્ષ્મી હજી પણ અનાથાશ્રમ ચલાવે છે.. અને અજય, વિજય, સંજય અને એમનો પરિવાર આશ્રમ ને બનતી બધીજ મદદ કરે છે..