First Vampire books and stories free download online pdf in Gujarati

ફર્સ્ટ વેમ્પાયર

રશિયા ના એક ગામ માં એક ખુશહાલ ફેમિલી હતું. પતિ પત્ની અને 2 બાળકો.. પશુ પાલન એમનો મુખ્ય વ્યવસાય.. થોડીક એવી જમીન હતી અને 40/50 જેવા પશુ.. ઘેટાં, બકરા, ગાયો, ભેંસો અને મરઘાં, બતક વગેરે..
એ લોકો બહુ પ્રેમાળ હતા..

એહુકોલા રોજ ઈંડા અને દૂધ શહેર માં જઇ વેચી આવતો.. અને જે પૈસા મળે એમાંથી સંતોષ થી જીવતા.. યોગાનુયોગ એક દિવસ વાતાવરણ માં ભારે પલટો આવે છે..અને એના ગામ પર ખૂબ વરસાદ અને વીજળી પડે છે.. પણ એહુકોલા સમજદાર હતો.. એટલે એણે એના જાનવર માટે છત વાળો વાડો ઘણા પેહલા થી બનાવેલો હતો.. પરિણામે એના બધાજ જાનવરો બચી જાય છે.. અને એના ગામ માં ખૂબ ખુવારી થાય છે.. અને લગભગ બધાજ જનાવર મરી ગયા હોય છે..

હવે થયા છે એમ કે ગામ માં ખુસર ફુસર શરૂ થાય છે કે એહુકોલા ની પત્ની એક વિચ(ચુડેલ) છે.. એટલે આટલી મોટી આપદા માં પણ એના પરિવારને અને જાનવરો ને કઈ થયું નથી.. રોષે ભરાયેલા લોકો મોરચો લઈ રાત્રે એના ઘર પર હલ્લો કરે છે.. અને મોંડેલા ને બહાર મોકલી દેવા.. એહુકોલા ને કહે છે.. નહિ તો એ ઘર અને વાડો સળગાવી દેશે..

ઘણી ઝપાઝપી અને ઝગડા બાદ એહુકોલા મોંડેલા ને બચાવવા માં ખૂબ ખરાબ રીતે ઘવાઈ જાય છે.. ગામ ના લોકો ડઘાઈ ને પાછા જતા રહે છે.. હવે મોંડેલા ખરેખર એ રાત્રે એક વિચ ક્રાફટ પરફોર્મ કરે છે અને ચુડેલો ની દેવી લીલીથ ને એક બકરા નો ભોગ ચડાવી ને ઇનવાઈટ કરે છે.. એના પતિ ને સાજો કરવાની ની માંગણી કરે છે.. અવેજ માં લીલીથ એની પાસે એનું શરીર માંગે છે.. હતાશ મોંડેલા શરત માની જાય છે..

લીલીથ મોંડેલા ના શરીર માં પ્રવેશી એહુકોલા ને સાજો કરે છે.. અને હવે ગામ ના લોકો ની માન્યતા સાચી પડી જાય છે.. લીલીથ મોંડેલા ના શરીર સાથે આખી રાત ગામ માં ઊડતી રહેતી અને મનફાવે તેનો શિકાર કરતી.. ગામ લોકો ત્રાહિમામ થઈ ગયા હતા.. બધા એહુકોલા ને ખૂબ સમજાવે છે કે એની પત્ની વિચ બની ચુકી છે.. પણ એહુકોલા કોઈ રીતે માનવા તૈયાર થતો નથી.. કારણ મોંડેલા રાત્રેજ વિચ માં પરિવર્તિત થતી અને ત્યારે એ એહુકોલા અને બાળકો ને એની શક્તિ થી ઘસઘસાટ સુવાડી દેતી.. એટલે એહુકોલા આ વાત સ્વીકરતો જ નહીં.. અને ગામ ના બધા લોકો હવે મોંડેલા ને અને એના ઘર ને સળગાઈ દેવાનું નક્કી કરે છે..

યોગાનુયોગ આ વાત થી અજાણ એહુકોલા એક રાતે શહેર માં કામે ગયેલો.. એનું કામ ના પતતા એહુકોલા ત્યાં રોકાઈ ગયો હતો ..અને ગામલોકો મોંડેલાને પકડી ને સંધ્યાકાળે જ એ વિચ બને એ પહેલાં ઘર ની બહાર ખેતર માં જ ઝાડ જોડે બાંધી સળગાવી મૂકી.. નાના બાળકો આ દ્રશ્ય જોઈ ને ખૂબ ડરી ગયા હતા.. અને રડી રડી બેભાન થઈ ગયા હતા.. ગામલોકો એ પછી થી એના ઘર માં લૂંટફાટ પણ કરી.. જાનવરો ચોરી લીધા અને એનું ઘર અને વાડો બધું સળગાવી નાખ્યું.. જેમાં 2 બેભાન નિર્દોષ બાળકો પણ સળગી ગયા..

બીજા દિવસે એહુકોલા પાછો આવી ને જોવે છે.. ત્યારે એ ખૂબ રડે છે.. દિવસ અને રાત પોતાના બાળકો અને પત્ની ની લાશ પકડી ને બેસી રહે છે.. અને ચોધાર રડ્યા જ કરે છે.. એ રાત્રે લીલીથ એહુકોલા સામે પ્રકટ થાય છે.. અને કેવી રીતે મોંડેલા એ એને બચાવવા લીલીથ જોડે કરાર કર્યો હતો.. એ બધી વાત કરી.. હવે પોતાની પત્ની અને બાળકો ને જીવતા કરવા એ લીલીથ ને ખૂબ કગરે છે.. પણ લીલીથ અવેજ વગર કામ કરી શકે નહીં.. ગુસ્સા ની આગ માં સળગી રહેલો એહુકોલા એના પત્ની અને બાળકો ને જીવતા કરવા કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતો.. લીલીથ એને વિશ્વનો સૌથી ખતરનાક શેતાન બનાવી દેવાનું પ્રોમિસ કરે છે.. પણ એની અમુક શરતો એહુકોલા એ માનવી પડશે.. કારણકે એહુકોલા લીલીથ ના લીધે જ જીવતો હતો.. અને લીલીથ નો મોંડેલા જોડે નો કરાર અધુરો જ હતો.. એટલે એ એહુકોલા ને એના પત્ની અને બાળકો ને જીવતા નહિ કરી શકે એવું કહે છે પણ એકવાર એમને એકવાર મળાવી શકે છે..
નિરાશ એહુકોલા આ વાત પર પણ સહમત થઈ જાય છે.. અને લીલીથ એને મોંડેલા અને બાળકો જોડે મેળવી આપે છે.. બીચારો એહુકોલા એની જિંદગી ની સૌથી મોંઘી અને કિંમતી ક્ષણો મન ભરી ને પત્ની અને બાળકો ને પ્રેમ કરી ને જીવી લે છે.. અને મધરાત થતા લીલીથ ફરી પ્રકટ થાય છે..

અને હવે વિશ્વ ને સૌથી પહેલો લીલીથ નો ગુલામ અને અતિ શક્તિશાલી પહેલો શેતાન વેમ્પાયર મળે છે.. જે અમર હોય છે.. અને એ રોજ રાત્રે એક એક કરી ને ગામલોકો ને મારી ને એના નિર્દોષ પત્ની અને બાળકો નો બદલો લઈ રહ્યો હોય છે..

કહેવાય છે હજી એ વેમ્પાયર આ પૃથ્વી પર ફરે છે.. અને લીલીથ ના આદેશ નું પાલન કરે છે..