Population of ghosts .. books and stories free download online pdf in Gujarati

ભૂતો ની વસ્તી..

કહેવાય છે કે એ પહાડ પર ભૂતો ની આખેઆખી વસ્તી છે.. રાત્રે ત્યાં લાઈટો ચાલુ દેખાય છે.. અને સુમધુર સંગીત વાગતું હોય છે..ભૂતો માં વિશ્વાસ ન કરવા વાળા ઘણા બહાદુર લોકો આ વાત ખોટી સાબિત કરવા ત્યાં ગયા છે.. પણ આજ સુધી કોઈ પાછું નથી આવ્યું..

5 મિત્રો નું ગ્રૂપ દૂર ના એક બીજા પહાડ પર બેઠા બેઠા વાત કરી રહ્યા હતા.. 2 સ્ત્રી અને 3 પુરુષ હતા ..એ ગ્રૂપ માં જેમાં 2 કપલ હતા અને 1 જણ સિંગલ.. એ લોકો જસ્ટ હજી આ પહાડ ની ટોચે પહોંચ્યા હતા.. જે સિંગલ હતો એ કોન્સ્ટન્ટ મુવી જ ઉતાર્યા જ કરતો હતો એના હેન્ડીકેમ માં..

બધા 25 ની આસપાસ ની ઉંમર ના જ હતા.. જોશીલા.. 5 માંથી 3 જણ ત્યાં જવા માંગતા હતા.. અને 2 જણ તૈયાર નહોતા.. હજી તો સવાર ના 11 વાગ્યા હતા.. અને જો અત્યારે જ એ લોકો ત્યાં જવા નીકળે તો 3 વાગતા પહોંચી જાય.. અને ત્યાં થી પાછળ બીજા ગામ માં ઉતરી ને ત્યાં રાત રોકાઈ જવાય.. એમને તો પહાડ પર ચડવા કરતા આ ભૂત વાળી વાત માં ખૂબ રસ હતો..

છેવટે બધા થોડું ખાઈ ને નીકળી જ પડ્યા.. આ કદાચ એમનું છેલ્લું ભોજન હતું.. એમને બિલકુલ અંદાજ નહોતો આગળ શું થવાનું છે..

એ લોકો ધાર્યા પ્રમાણે 3 વાગે બીજા શાપિત પહાડ ની ટોચ ઉપર હતા.. અને થોડું રોકાઈ ને ફ્રેશ થઈ એ લોકો ત્યાંથી બીજી બાજુ નીચે ઉતરવા લાગ્યા.. પર્વતારોહણ ના રિવાજ પ્રમાણે ત્યાં કોઈ ને કોઈ નિશાની મુકવી જોઈએ અથવા કોઈ યાદગીરી ત્યાંથી લેવી જોઈએ.. અમન જે સિંગલ હતો એને ત્યાં એક નાની કોઈ પક્ષી ની ખોપડી મળી..એ જેણે યાદગીરી માટે બેગ માં મૂકી દીધી..

અંદાજે 5 વાગ્યે આછું અંધારું ઘેરાવા લાગ્યું હતું.. અને એમના મન માં ભૂત વાળી વાત હતી.. એટલે ગ્રૂપ ની બન્ને સ્ત્રી ઓ થોડી ઘભરાયેલી તો હતી.. પણ હજી સુધી કોઈ ગરબડ નહોતી થઈ એટલે બધા પોઝિટિવ હતા અને અંદાજે 7 વાગ્યા સુધી નીચે ગામ માં પહોંચી જશે એવું એમનું અનુમાન હતું..

વાસ્તવ માં એ લોકો જે ગામ તરફ જઈ રહ્યા હતા એ ગામ ના લોકો ના લીધે જ આ પહાડ શાપિત કહેવાતો હતો.. એ ગામ ના લોકો મેલી વિધિઓ આ પહાડ પર જ કરતા.. અને જાનવરો ની બલી આપતા.. અમન જે પક્ષીની ખોપડી લાવ્યો હતો એ એક ઘુવડ ની ખોપરી હતી.. જેનો કોઈ વિધિ માં બલી આપવા માં ઉપયોગ થયો હશે.. અને અમન એ બેડ લક ને પોતાની જોડે લઈ આવ્યો..

થોડી વાર માં બધાનું પીવાનું પાણી પતી ગયું અને રોનીત ને એવું લાગ્યું કે આસપાસ માં કયાંક પાણી મળે તો જોવું.. અમન ત્યાં સુધી હેન્ડીકેમ માં થોડું શુટીંગ કરવું જોઈએ.. અચાનક રોનીત ની ચીસ સંભળાય છે.. અને બધા દોડતા એ દીધા માં જાય છે.. જોવે છે તો રોનીત ઝરણાં ના પાણી મા લપસી ગયો હતો.. અને કદાચ એને ઘણું વાગ્યું હતું.. અમન અને શાવક એને બહાર ખેંચી લાવે છે.. પણ રોનીત નુ પગ નું હાડકું કદાચ ભાંગી ગયું હતું.. થોડી વાર માટે તો ઊર્મિ અને ઉર્વી એ રોકકળ કરી નાખી.. હવે શું કરીશું..

અહીંયા તો કોઈ સંજોગો માં હોલ્ટ કરાય એમ જ નહોતો.. તો પણ બધા એ કપડાં નો ઝોલો બનાવી રોનીત ને નીચે લઈ જવાનું નક્કી કર્યું.. હજી 2 કલાક નો રસ્તો બાકી હતો.. આવા માં અમન ને શુ સૂઝે છે કે એને રોનીત નું અને બીજા બધાનું આવી રોકકળ શૂટ કરી લીધી.. બધા એ પીવાય એટલું પાણી પીધું અને બોટલ માં પણ ભરી લીધું.. ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા.. કારણ કે રોનીત ને અનબેરેબલ પેઈન હતું..

આગળ જતાં થોડું અંધારું પણ થવા આવ્યું હતું.. જ્યાં ત્યાં કરી ને એ લોકો ગામ સુધી તો પહોંચે છે.. પણ ગામ માં બધા એમને અજબ પ્રકારે જોઈ રહ્યા હતા.. અમન અને શાવકે ગામ વાળા ને રાત્રે રોકાઈ શકાય એવી કોઈ જગ્યા હોય તો બતાવવા કહ્યું.. એક જગ્યા એમને બતાવવા માં આવી.. જ્યાં જઇ ને જોયુ તો એક મકાન હતું જ્યાં કોઈ વર્ષો થી રહેતું નહોતું.. પણ નવાઈ ની વાત એ હતી કે ત્યાં મુસાફરો માટે કોઈજ ભાડું નહોતું અને ઘર માં ખાવા પીવા ની બધી જ સુવિધા હતી..

આમતો આ લોકો ને થોડી નવાઈ તો લાગી કે મફત માં બધું જ કેવી રીતે હોય.. પણ એમનુ ધ્યાન રોનીત પર હતું.. ત્યાં કોઈ ડોકટર હોય તો અમન અને શાવક તપાસ કરવા ગયા.. ઊર્મિ અને ઉર્વી એ વારફરતી ફ્રેશ થવા જવા નું નક્કી કર્યું.. એક જણ રોનીત જોડે રોકાશે.. આ બાજુ રોનીત ખૂબ પીડાઈ રહ્યો હતો..

થોડી વાર માં અમન પાછો આવ્યો.. અને શાવક કોઈ ની સાથે ડોકટર ને લેવા ગયો છે.. આ બાજુ એક વ્યક્તિ આવે છે અને એ આ બધા માટે જમવાનું લઈ આવશે એવું કહે છે.. પણ તકલીફ એવી હતી કે માત્ર નોનવેજ ખાવાનું જ મળી શકશે.. જે બાબત નો કોઈ ને કોઈ વાંધો નહોતો કારણકે બધા નોનવેજ ખાતા જ હતા..

ઘણી વાર થઈ શાવક આવ્યો નહિ અને એનો ફોન પણ કવરેજ બહાર હતો.. ત્યાં સુધી જમવાનું આવે છે.. અને બધા શાવક વગર જ જમવાનું શરૂ કરે છે.. થોડી વાર માં ત્યાં એક નાની 8 વર્ષ ની બાળકી આવે છે.. જે ખૂબ તેજસ્વી દેખાતી હતી અને એ ઊર્મિ અને ઉર્વી જોડે તરત હળીમળી જાય છે.. અને એ પણ આ બધા જોડે જમવા લાગે છે.. કારણકે સ્વાદ વિચિત્ર હતો એટલે બધા ખાસ જમતા નથી.. પણ પેલી બાળકી બધા ના ભાગ નું બધું જ માંસ ખાઈ જાય છે.. જે જોઈ ને આ બધા નવાઈ માં પડી જાય છે..

શાવક હજુ આવ્યો નહોતો અને રોનીત થી રહેવાતું નહોતું.. પેલો માણસ જે જમવાનું લાવ્યો હતો એણે જડીબુટ્ટી નો રસ આપવાની ઓફર કરી.. એના થી રોનીત ડીપ સ્લીપ માં જતો રહેશે અને પેઈન ની સેન્સ જતી રહેશે.. આટલું સાંભળતા જ રોનીત તૈયાર થઈ ગયો.. અને એ માણસ થોડી વાર માં એક માટી ના પવાલા માં કોઈ પ્રવાહી લઈ ને આવ્યો.. અને રોનીત તરત એ પી ગયો.. ખૂબ ગંદી વાસ વાળું અને લાલ લોહી જેવું એ પ્રવાહી પિતા વેંત રોનીત ને ઉલટી જેવું થયું.. પણ એ નજર અંદાજ કરી ને પી જ ગયો.. લગભગ 10 મિનિટ માં તો એ બેભાન થઈ ગયો.. હવે બધા ને થોડી રાહત વળી.. અને એ લોકો રિલેક્સ થયા..

પણ અમન હજી શાવક કેમ આવ્યો નથી.. એમ બેચેન હતો.. એ બહાર નીકળી ગામ મા ફરવા લાગ્યો.. એનો હેન્ડીકેમ અને એ.. ગામ માં બધા લોકો જોવામાં ખૂબ વિચિત્ર લાગતા હતા.. અને પેલી નાની બાળકી ખબર નહી ક્યાંક થી આવી ને અમન જોડે ચાલવા લાગી.. એ અમન ને વાત વાત માં એક પુલ પાસે લઈ આવી.. અને ખબર નહિ પણ અમન નો કેમેરા ચાલુ જ હતો અને એ છોકરી એ અમન ને ધક્કો મારી નીચે પાડી દીધો.. અને અમન ને ઘુરવા લાગી.. અમન કઈ બોલી જ નહોતો શકતો.. જાણે કે એના હોઠ સિવાઈ ગયા હોય અને એ નાની છોકરી અમનની છાતી પર ચડી બેસી.. અને એક ઝાટકે એના હાથ થી અમન ની છાતી ચીરી એનું હદય ખેંચી ને બહાર કાઢી લીધું.. અમન નું હદય હજી તો ધબકતું જ હતું.. અને એ નાની છોકરી એનું હદય બચકા ભરી ખાવા લાગી.. એના સાગરીતો ત્યાં આજુબાજુ માં જ હતા.. એ બધા અમન ના શરીર પર તૂટી પડ્યા..અને એક હાડકું કે માંસ નો એક ટુકડો પણ રહેવા ના દીધો.. અમન 10 મિનિટ માં તો હતો ન હતો થઈ ગયો..

વાસ્તવ માં ખાવા માં જે માસ પીરસવા માં આવ્યું હતું એ શાવક નું જ હતું.. અને રોનીત પણ ક્યાર નો મરી જ ગયો છે.. જે વાત ઊર્મિ અને ઉર્વી જાણતા નહોતા..

થોડી વાર પછી પેલી નાની છોકરી ઉર્વી અબે ઊર્મિ ને અમન બોલાવે છે.. એમ કરી ને ઘર ની બહાર લઈ આવી અને પાછળ એના સાગરીતો રોનીત ના હદય સિવાય નું એનું આખું શરીર ખાઈ ગયા..

વાસ્તવ માં આ આખું ગામ જ માનવભક્ષી માણસો નું હતું.. અને એ નાની છોકરી એમની સરદાર હતી.. વાસ્તવ માં એની ઉંમર 300 વર્ષ ની હતી.. પણ માણસો નું હદય ખાઈ ને એણે ગુપ્ત વિધિનો દ્વારા એની વધતી ઉંમર ને રોકી લીધી હતી.. અને દિવસે એ નાની બાળકી ના સ્વરૂપે ફરતી રહેતી અને રોજ વટેમાર્ગુ ઓ ને પોતાની જાળ માં ફસાવતી.. જે દિવસે કોઈ ના મળે એ દિવસો માં એ લોકો જાનવરો ને મારી ને ખાતા..

ઊર્મિ અને ઉર્વી ને કોઈ અંદાજ જ નહોતો અને રસ્તા માં પુલ વાળી જગ્યા એ અમન નો કેમેરા એને પડેલો મળ્યો જેમાં હજી રેકોર્ડિંગ ચાલુ હતું.. પણ પેલી છોકરી તો બે ખોફ હતી.. અને ઊર્મિ એ ચાલતા ચાલતા એ કેમેરા માં જોયું તો અમન ની હત્યા કેવી રીતે કરી એ એને ખ્યાલ આવી ગયો..

વાસ્તવ માં આ લોકો આ બન્ને સ્ત્રી ને શેકી ને ખાવા માંગતા હતા.. કાચું માંસ ખાઈ ખાઈ ને એ લોકો પણ કંટાળી ગયા હતા.. ઊર્મિ.. ઉર્વી ને કઈ વાત કરે એ પહેલા તો.. એ બન્ને ને અલગ કરી દેવામાં આવ્યા હતા.. અને હવે ઊર્મિ જીવ બચાવવા પહાડ તરફ દોડવા લાગી.. થોડાક લોકો એ ઉર્વી ને પકડી ને જીવતી જ બચકા ભરવાના શરૂ કરી દીધા..અને ડઘાઈ ગયેલી ઉર્વી ત્યાં જ ફસડાઈ ગઈ અને આ લોકો એ એને જીવતી જ ખાઈ ગયા..

ઊર્મિ ની પાછળ પેલી નાની છોકરી પડી હતી.. અને કેમેરા હજી ચાલુ જ હતો.. ઊર્મિ લપાતી.. છુપાતી ઘણી દૂર આવી ગઈ હતી.. પણ હજી એ ડરેલી જ હતી.. જેને જંગલ ના પશુ ઓ કરતા.. તો આ ગામવાસી ઓનો વધુ ભય લાગતો હતો..

પેલી છોકરી એ હજી ઊર્મિ નો પીછો છોડ્યો નહોતો.. આ બાજુ ઊર્મિ એ કેમેરા માં મેસેજ રેકોર્ડ કર્યો અને અમન અને ઉર્વી ને આ ગામવાસી ઓ એ કેવી રીતે માર્યા એ બધું કહ્યું.. એ હવે એવું ઇચ્છતી હતી કે આ મેસેજ કોઈક સુધી પહોંચે અને આ બધું અહીં અટકી જાય.. નહિ તો હજી ખબર નહિ એ લોકો કેટલા માણસો ને હજી માર્યા જ કરશે..

પેલી નાની છોકરી ઊર્મિ સુધી છેવટે પહોંચી જ જાય છે.. અને એ અને એના માણસો ઊર્મિ ના શરીર માં ધારદાર વાંસ આરપાર કરે છે. અને એને એવી જ હાલત માં ગામ માં પાછી લઈ જાય છે.. અને ઊર્મિ ને જીવતી જ આગ માં શેકાવા મૂકી દેવાય છે..

ઊર્મિ નો રેકોર્ડ કરેલો મેસેજ આજ સુધી કોઈ ને મળ્યો નથી..

થોડા દિવસો પછી ત્યાં એક ગ્રૂપ આવે છે.. એ લોકો રાત્રે ખુલ્લા આકાશ નીચે બેઠા બેઠા વાતો કરતા હોય છે અને એમને દૂર.. બીજી પહાડી પર સંભળાય છે કે પેલા પર્વત પરથી સુમધુર સંગીત નો અવાજ આવી રહ્યો છે.. અને ખૂબ અજવાળું પણ છે.. ત્યાં શુ હશે.. લોકો કહે છે ત્યાં ભૂત રહે છે..