Ballet Dancer .. books and stories free download online pdf in Gujarati

બેલે ડાન્સર..

ડાયેના રસ્તા ના ખુણા પર રાહ જોતી ઉભી હતી.. અને ત્યાં નેન્સી ની કાર આવી ને ઉભી રહી.. ડાયેના એક સ્માઈલ સાથે ગાડી માં બેસી ગઈ..

ગાડી ચાલવા લાગી.. નેન્સી એક ડોકટર હતી.. અને ડાયેના નવી નવી બનેલી નર્સ.. નેન્સી પોતાનું ક્લિનિક ચલાવતી અને અઠવાડિયા માં એક વાર એ એવા પેશન્ટ ને તપાસવા જતી જે પથારીવશ હોય અને ક્લિનિક સુધી આવી ન શકતા હોય.. અને બદલા માં તગડી ફી લેતી.. એને ડાયેના ને કામ પર રાખી લીધી હતી અને આ ટાઉનની બહાર ન પેશન્ટ ને જોવાનું કામ હવે એને કરવાનું હતું.. આજે એ જોડે જઇ ને ડાયેના ને કામ સમજાઈ દેવાની હતી..

પાંચેક પેશન્ટ ને તપાસી ને એમના રોગ અને દવાઓ વિશે સમજાવી એક છેલ્લા પેશન્ટ પાસે જવાનું હતું.. રસ્તા માં એક કોફી હાઉસ માં ઉભા રહી ને રિફ્રેશ થઈ ને એ લોકો ત્યાં પહોંચ્યા.. આ પેશન્ટ એક 80/85 વર્ષ ની ઘરડી સ્ત્રી હતી જે કોમા માં હતી.. જુના જમાના નું આલીશાન ઘર.. પણ ખૂબ દૂર.. જાણે કે જંગલ ની વચ્ચે.. પણ ખૂબ પૈસાદાર.. એની એક કામવાળી બાઈ હતી જે વર્ષો થી એની સાથે હતી.. એ પણ આશરે 60 આસપાસ ની.. ડાયેના ઘર ની અંદર નું ફર્નિચર જોઈ અભિભૂત થઈ જાય છે.. પણ પેશન્ટ ને જોઈ દુઃખી થઈ જાય છે..

પાછા વળતા નેન્સી એ એને કહ્યું કે મિસ પેલોસ્કી બેલે ડાન્સર હતા અને એમણે ઘણા એવોર્ડ જીત્યા છે.. વાતવાતમાં નેન્સી એ કહ્યું.. એમણે એમના આલીશાન ઘર માં ક્યાંક કોઈ ખજાનો છુપાવી રાખ્યો છે.. જેના લીધે બે રોક ટોક એમનું ગુજરાન ચાલે છે.. એને એવું ઘણા લોકો ના મોઢે સાંભળ્યું હતું.. બન્ને જણ એકબીજા સામે જોઈ ને હસી પડે છે..

બીજા અઠવાડિયે ડાયેના ને એકલાજ કાર ડ્રાઇવ કરી ને જવાનું હતું.. એણે તુક્કો લગાવ્યો અને એના બોયફ્રેન્ડ જેક ને રસ્તા માં થી પિકઅપ કરી લીધો.. અને બન્ને જણ માટી કરતા કરતા જવા લાગ્યા.. આજે પણ ડાયેના મિસ પેલોસ્કી ને તપાસી ને પાછી ફરી રહી હતી ત્યારે એની કામવાળી એને રહસ્યમય રીતે સ્માઈલ આપી રહી હતી.. આજે એણે નોટિસ કર્યું કે ઘર માં ઘણા બધા નાના મોટા કાચ લગાવેલા હતા.. કદાચ એમને શોખ હશે.. એવું ડાયેના એ માની લીધું.. પાછા ફરતા એને એના બોયફ્રેન્ડ જેક ને ખજાના વાળી વાત કહી જે નેન્સી એ એને કહેલી..

પાછા આવતી વખતે એ લોકો એક લોકલ પબ માં રોકાય છે.. અને ડ્રિન્ક લે છે.. અને જેક ના મન માં ખતરનાક પ્લાન રમવા લાગે છે.. એ ડાયેના ને મિસ પેલોસ્કી ના ઘર માં લૂંટ કરવાનું કહે છે.. એમણે માત્ર પેલી 60 વર્ષ વાળી કામવાળી ને બેભાન જ કરવાની છે.. અને મિસ પેલોસ્કી તો ઓલરેડી કોમા માં જ છે..
ડાયેના પણ તરત રાજી થઈ જાય છે.. રાતોરાત પૈસા વાળા થવું કોને ના ગમે..

આ કામ માં એ એના ખાસ મિત્ર બ્રોક અને એની ગર્લફ્રેન્ડ રોઝી ને સામેલ કરી લે છે.. પ્લાન પ્રમાણે એ લોકો કામવાળી બાઈ ને ઘેન નું ઇન્જેક્શન આપી દેશે.. અને આખું ઘર ફેંદી મારશે.. અને જે કઈ કિંમતી વસ્તુ હાથ લાગે એ બધું સમેટી.. ગણતરી ની મિનિટો માં રફ્ફુ ચકકર થઈ જશે..

જેક ની ધીરજ ખૂટી પડી હતી.. એ આજે રાત્રે જ આ કામ કરવા માંગતો હતો.. એ બ્રોક ને સમજાવી રહ્યો હતો.. એ પણ હવે માની ગયો હતો.. તો નક્કી કર્યા પ્રમાણે ડાયેના નર્સ હોઈ એને ઘેન ના ઇન્જેક્શન ફાર્મસી માંથી સહેલાઈ થી મળી ગયા.. એને તકેદારી માટે 3/4 ડોઝ વધુ લઈ લીધા હતા.. બ્રોક અને જેકે કામવાળી બાઈ ને બાંધવા દોરડા અને તકેદારી માટે રિવોલ્વર અને ધારદાર 2/3 ચપ્પુ જોડે લઈ લીધા.. એ લોકો જાણતા હતા કે આ બધા નો ઉપયોગ કરવો જ નહી પડે..

રાત થતા એ લોકો નક્કી કર્યા મુજબ નીકળી પડ્યા અને ત્યાં પહોંચી ને ગાડી એ મકાન થી ઘણી દૂર ઉભી રાખી.. જેથી કોઈ ને શક ના જાય.. બધા અંધારા માં મકાન તરફ ચાલવા લાગ્યા.. મકાન માં માત્ર એક જ રૂમ માં આછું અજવાળું હતું.. બાકી ચારે બાજુ ભયંકર ભેંકાર.. કોઈ જ અવાજ નહિ.. આ વાત રોઝી એ નોટિસ કરી.. પણ બીજા બધા અલગ મૂડ માં હતા.. ઘર નો મુખ્ય દરવાજો તો બંધ જ હોય સ્વભાવિક એટલે એ લોકો ઘર માં એન્ટર થવા કોઈ અન્ય બારી કે દરવાજો શોધવા લાગ્યા.. મકાન ના પાછળ ના ભાગ માં એક બારી થોડી ખુલ્લી હતી.. એ બારી ને ખોલી ને એ લોકો અંદર આવી જાય છે..

મકાન માં ખૂબ ગંદી બદબુ આવતી હતી.. અને અંધારું ખૂબ હતું.. જેક અને બ્રોક ટોર્ચ કાઢી ને બધું જોવા લાગે છે.. ડાયેના અને રોઝી ડરેલા હતા.. આવું કોઈ કામ પહેલા ક્યારેય કર્યું નહોતું એટલે.. હવે પહેલા કામવાળી બાઇને શોધી ને બેભાન કરવાની હતી..
ડાયેના ઇન્જેક્શન ભરીને તૈયાર રાખે છે.. અને જેક ક્લોરોફોર્મ.. હવે અજવાળું જે રૂમ માંથી આવતું હતું ત્યાં સુધી અવાજ કર્યા વગર પહોંચવાનું હતું.. એટલે એ લોકો જૂતા ઉતારી ને ત્યાં જ મૂકી દે છે.. અને દાદર ચડી ઉપર તરફ જવા લાગે છે..

મેડ એક રિકલાઈનર ચેર માં આરામ કરી રહી હતી.. એને અંદાજ પણ નહોતો કે કોઈ એના રૂમ માં છે.. જેક સ્ફૂર્તિ થી ક્લોરોફોર્મ એને સૂંઘાડી દે છે.. અને ડાયેના પણ એટલી જ સ્ફૂર્તિ થી 1 ના બદલે 2 ઘેન ના ઇન્જેક્શન એને આપી દે છે.. અંદાજે 16 કલાક સુધી હવે એ જાગે એવી કોઇ શકયતા નથી.. બધા હાશ કરી ને એક બીજા સામે જોવા લાગે છે.. જાણે કે 50% કામ નિર્વિઘ્ને પતી ગયું..

હવે એ લોકો 2 ટિમ માં વહેંચાઈ ગયા.. અને ઝડપ થી કોઈપણ કિંમતી વસ્તુ મળે તો સમેટી લેવા લાગ્યા.. ડાયેના ને યાદ આવ્યું કે મિસ પેલોસ્કી ના ગળા માં કિંમતી હીરાનો હાર હતો.. એણે જેક ને હાર વિશે કહ્યું અને એમના રુમ તરફ જવા લાગ્યા.. એમનો રૂમ મકાન ના બીજા માળ ઉપર હતો.. જેક અને ડાયેના ને હવે કોઈ ડર નહોતો.. કારણકે મિસ પેલોસ્કી તો ઓલરેડી કોમા માં જ હતા..

જેવું એમના રૂમ નું બારણું ખોલ્યુ તો બન્ને જણ આઘાત માં સરી પડ્યા.. કારણકે મિસ પેલોસ્કી બેડ ઉપર નહોતા.. ડાયેના હક્કી બક્કી રહી ગઈ અને જેકે એને કહ્યું કે એને 100% ખાતરી છે ને કે મિસ પેલોસ્કી કોમા માં જ હતા.. ડાયેના એ કહ્યું હા 100% નહિ 1000% એ 85 વર્ષ ની છે અને કોમા માં ના હોત તો પણ ખૂબ અશક્ત હતી.. કે પથારી માં થી ઉઠી જ ન શક્તિ.. તો એ સ્ત્રી ગઈ ક્યાં.. ડાયેના અને જેક હાંફળા ફાંફાળા થઈ એને શોધવા લાગ્યા.. નીચે આવી ને એને બ્રોક અને રોઝી ને આ વાત કહી.. અને હવે બધા એ જોડે જ એને શોધવાનું નક્કી કર્યું..

એ લોકો મકાન ના છેક ઉપર ના માળે થી એને શોધવાનું શરૂ કરે છે.. છેક ઉપર ના માળે મિસ પેલોસ્કી નો બેલે ડાન્સ નો વિશાળ હોલ હતો.. જ્યાં એ બાળકી ઓને બેલે ડાન્સ શીખવતી.. રૂમ લોક હતો.. પણ જેકે ગમે તેમ કરી ને લોક તોડી જ નાખ્યું.. બ્રોક અને જેક જેવો દરવાજા ને જોર કરી ને ખોલે છે.. એ લોકો ની ચીસ નીકળી જાય છે.. અંદર એક વિશાળ પાંખોવાળું જાનવર જેવું કઈક હતું જે કોઈ જાનવર નું લોહી ચૂસી રહ્યું હતું.. એ એટલું બિન્દાસ હતું કે એને આ લોકો નો કોઈ ડર જ નહોતો.. બધા ભાગ્યા સીધા નીચે.. અને મેઈન દરવાજો શોધવા લાગ્યા..

પણ આ શું બધી જ બારીઓ અને દરવાજા ની જગ્યા એ મોટા મિરર હતા..જેમાંથી આરપાર દેખાતું તો હતું.. બ્રોકે એને તોડી ને ભાગવા નો પ્રયત્ન કર્યો.. પણ એ તો તૂટતા જ નહોતા.. જેકે ગન કાઢી ને ફાયર કર્યું.. પણ વ્યર્થ.. કાચ માં ગોળી વાગવા થી તૂટી તો જતા હતા.. પણ પાછા આપોઆપ સંધાઈ પણ જતા હતા.. બધા ની હવે જબબર હાલત ખરાબ હતી.. ત્યાં તો પેલી કામવાળી બાઈ અટ્ટહાસ્ય કરતી બહાર આવી.. અને મિસ પેલોસ્કી ઉડી ને સીધી નીચે આવી ત્યાં સુધી માં એ એક સ્ત્રી ના આકાર માં આવી ચૂકી હતી.. એના મોઢા માંથી લોહી નીતરી રહ્યું હતું અને એના બધા કપડાં લોહી થી લથપથ હતા.. પેલી કામવાળી બાઈ પણ ઉડી ને જ નીચે આવી..

રોઝી તો ડર ની મારી લગભગ બેભાન થઈ ગઈ હતી..
અને હજી તો મોટું આશ્ચર્ય કે નેન્સી ઊડતી ઊડતી ઘેંટા જેવું એક જીવતું જાનવર એના પંજા માં લઈ ને મકાન તરફ આવતી દેખાઈ.. ડાયેના સમજી ચુકી હતી કે નેન્સી પણ આમની બિરાદરી ની જ છે.. અને એને જાણી જોઈને આ ખજાના વાળી વાત ઉપજાઈ કાઢી હતી..

જીવ બચાવવા એ લોકો પાછા ભોંયરા તરફ ભાગ્યા.. અને જેકે અને બ્રોકે અંદર જઇ ને દરવાજો અંદર થી જડબે સલાક બંધ કરી ને સળિયો ભરાવી દીધો.. હવે બહાર થી વિચિત્ર અવાજો આવી રહ્યા હતા.. અને ડાયેના ને એકદમ ખબર પડી કે રોઝી તો બહાર જ બેભાન થઈ ગઈ હતી.. બધા ખૂબ ડરેલા હતા.. કે શું કરીશું હવે.. ખજાનો લેવા આવ્યા હતા ને જીવ ખોવાનો વારો આવશે.. અને એમને વિચાર્યું હતું એમજ એ લોકો એ રોઝી ના શરીર માંથી લોહી ચૂસવાનું શરૂ કરી દીધું.. અચાનક અવાજ બંધ થતા જેક અને બ્રોક ને લાગ્યું કે કંઈક ગરબડ છે.. એમને દરવાજો સહેજ ઊંચો કરી ને જોયુ તો રોઝી તરફડિયા મારી રહી હતી અને આ 3 જણ એનું લોહી ચૂસી રહ્યા હતા..

બ્રોક ખૂબ ગુસ્સે થાય છે.. પણ કરવું શું.. આ 3 વેમ્પાયર સામે લડવું સહેલું નહોતું.. અચાનક ડાયેના ની નજર ખૂણા માં રહેલા એક પૂતળા પર પડે છે.. અને એ ટોર્ચ નું અજવાળું એની ઉપર નાખે છે.. એ કોઈ 15 વર્ષ આસપાસ ની છોકરી નું પૂતળું હોય છે..જેને બેલે ડાન્સર ના કપડાં પહેર્યા હોય છે.. અને એનો પોઝ પણ બેલે ડાન્સર જેવો જ હોય છે.. ત્યાં નીચે એક તકતી પર એનું નામ લખેલું હોય છે.. મારિયા પેલોસ્કી..

મતલબ કે આ નક્કી મિસ પેલોસ્કી ની બેટી નું પૂતળું હોવું જોઈએ.. હવે એ નજીક જઇ ને ધ્યાન થી જોવે છે તો ખ્યાલ આવે છે.. એ પૂતળું કોઈ સરગમ ના તાલે નાચે છે.. એટલે કે ત્યાં ચાવી લગાવેલી હતી એ એનું મિકેનિઝમ હતું એ ચાવી ફેરવો એટલે મ્યુઝિક વાગે અને એ જાણે બેલે કરતી હોય એવું મુવમેન્ટ કરે..

આવા ટેન્સન વાળા માહોલ માં પણ એના થી રહેવાતું નથી અને એ ચાવી ફેરવે છે.. અચાનક બેલે મ્યુઝિક ચાલુ થાય છે.. અને ઘર નું વાતાવરણ બદલાવા લાગે છે.. ચોમેર અજવાળું, લાઈટ, મિરરમાં માણસો દેખાવા લાગે છે.. મિસ પેલોસ્કી.. નેન્સી અને કામવાળી બાઈ વેમ્પાયર માંથી બેલે ડાન્સર ના ગેટઅપ માં આવી જાય છે.. અને 3 મિનિટ માં આ બધો ખેલ ફરી બંધ થઈ જાય છે.. કેમકે મ્યુઝિક બંધ થઈ જાય છે..

બ્રોક, જેક અને ડાયેના સમજી જ નથી શકતા કે આ શું ચાલે છે.. થોડો સમય પછી જેક ફરી ચાવી ફેરવે છે.. અને બ્રોક ને એ મુખ્ય દરવાજા પર નજર રાખવાનું કહે છે.. બધું જ પહેલા થયું હતું એમજ થયું..પણ દરવાજો ક્યાંય દેખાતો નહોતો.. જેક ના મન માં એક આઈડિયા હતો કે કદાચ આ 3 મિનિટ દરમિયાન એ લોકો બહાર નીકળી ને ગાડી સુધી પહોંચી જાય તો કદાચ બચી શકે..

બ્રોક એને એ ભોંયરા ની બારી જ્યાંથી એ લોકો આવ્યા ત્યાથીજ ભાગવાનું સૂચન કરે છે.. પણ ડાયેના ના મન માં એક સવાલ એ હતો કે શું એ લોકો નેન્સી થી બચી શકશે.. કારણકે.. એમણે નેન્સી ને ઉડતા જોઈ હતી.. અને જો રોઝી ની લાશ ને ખાધા પછી પણ એ એમની પાછળ આઈ તો..
પણ કંઈક તો કરવું જ પડશે.. નહીતો થોડી વાર માં આ લોકો ગમે તેમ કરી ભોંયરા નો દરવાજો તોડી એમને બધા ને મારી જ નાખશે..

બ્રોક ને એક વિચાર સૂઝે છે.. કે જેક અને ડાયેના એમનો જીવ બચાવી ને નીકળી જાય.. અને એ આ ચાવી વાળું મ્યુઝિક સવાર સુધી વારંવાર વગાડ્યા જ કરશે.. અને જેક સવાર થતા પોલીસ ને લઈને આવે અને ત્યાં સુધી બ્રોક ગમે તેમ કરી ને આ 3 વેમ્પાયર ને અહીં રોકી નાખે.. પણ જેક અને ડાયેના ને આ આઇડિયા નથી ગમતો..

રોઝી ની લાશ માં થી બધું જ લોહી ને માંસ સમાપ્ત થતા જ એ લોકો ભોંયરા ના દરવાજા પર હલ્લો બોલે છે.. અને ડાયેના સ્ફૂર્તિ થી ફરી ચાવી વાળું મ્યુઝિક ચાલુ કરી દે છે.. એમને 3 મિનિટ નો સમય મળે છે વિચારવા માટે.. અને છેવટે બ્રોક ના ખૂબ આગ્રહ પછી એ લોકો પ્લાન પ્રમાણે કામ કરવા તૈયાર થઈ જાય છે..

બ્રોક ચાવી વાળા પૂતળા પાસે જ ગોઠવાઈ જાય છે.. અને જેક અને ડાયેના બારી પાસે.. જેવું મ્યુઝિક પતે છે.. બ્રોક અડધી મિનિટ માંજ ફરી શરૂ કરી દે છે.. આ બાજુ તૈયાર બેઠેલા ડાયેના અને જેક બારી માંથી બહાર નીકળી ને ભાગવા લાગે છે.. એમને મ્યુઝિક પતે એ પહેલાં ગાડી સુધી પહોંચવાનું હતું.. નહીતો જીવ નું જોખમ પુરે પૂરું હતું.. બહુજ પ્રયત્ન છતાં એ લોકો ગાડી સુધી પહોંચી નથી શકતા અને જેક અને ડાયેના સમજી જાય છે.. કે હમણા નેન્સી આવશે.. અને એમનો ખેલ ખતમ..

આ બાજુ બ્રોક ફરી 30 સેકેન્ડ માં ફરી ચાવી વાળું મ્યુઝિક શરૂ કરી દે છે.. પણ મોહભંગ થતા જ મિસ પેલોસ્કી અને નેન્સી સમજી જાય છે.. કે કોઈ તો મકાન ની બહાર નીકળી ગયું છે.. અને તરત નેન્સી વીજળી ની ગતિ એ મિરર માંથી બહાર નીકળી ને ઉડવા લાગે છે.. એ જાણતી જ હતી કે જેક અને ડાયેના ગાડી તરફ જ ગયા હશે.. એ સીધી એ જ દિશા માં જાય છે.. પણ ગાડી પાસે કોઈ નહોતું.. અને જેક અને નેન્સી અંધારા નો લાભ લઇ ઊંચા ઘાસ માં ચત્તા પાટ સુઈ ગયા હોય છે..

મ્યુઝિક ચાલુ થતા મકાન ની અંદર નો માહોલ તો બદલાઈ જ જાય છે.. પણ બહાર એની કોઈ અસર થતી નહોતી.. એટલે નેન્સી વેમ્પાયર રૂપે જ એ લોકો ને ઉડતા ઉડતા બધે શોધી રહી હતી.. અહીંયા જેક અને ડાયેના સવાર સુધી આમ જ છુપાઈ ને રહેવું જોઈએ એવું નક્કી કરે છે.. પણ એ લોકો ને અંદાજ પણ નથી હોતો કે નેન્સી અંધારા માં જોઈ શકવાની શક્તિ હતી.. એ હવે એકદમ નીચે ઉડી ને એક એક ઝાડ ઉપર ચેક કરી રહી હતી.. જેક ને અંદાજ આવી જાય છે.. અને એ ડાયેના ને ગાડી ની ચાવી આપી ને ઈશારો મલતા જ ભાગવાનું સમજાવે છે.. અને એ લોકો સુતા સુતા એકબીજા થી દુર સરકવા લાગે છે.. થોડા સમય માં જેક નેન્સી ની નજીક અને ડાયના થી ઘણો દૂર આવી જાય છે..

જેક એકદમ ઉભો થઇ મકાન તરફ દોડવા લાગે છે.. નેન્સી ની નજર તરત એના ઉપર પડે છે.. અને એ વીજળી ની ગતિ થી એના ઉપર ત્રાટકે છે.. અને એને પંજા માં પકડી લે છે.. જેક આવુજ ઇચ્છતો હતો..એ ચાકુ થી નેન્સી પર ઘણા વાર કરે છે.. અને નેન્સી ઘાયલ થઈ ને જમીન ઉપર પડે છે.. જેક ડાયેના ને ઈશારો કરી ત્યાં થી નીકળી જવાનું કહે છે.. ડાયેના એવું સમજે છે કે જેકે નેન્સી ને ખતમ કરી નાખી છે.. અને એ ગાડી લઈ ને જેક ને ત્યાં લેવા જાય છે..

પણ ત્યાં જઈ ને જોવે છે કે નેન્સી એ જેક નું ગળું કાપી નાખ્યું હતું અને એનું લોહી પીવા લાગી હતી..
ડાયેના ગુસ્સા માં ગાડી થી નેન્સી ને જોરદાર ટક્કર મારે છે.. અને ફરી ને ફરી ગાડી થી એને ટક્કર માર્યા જ કરે છે.. અધમરી નેન્સી ત્યાંજ ફસડાઈ પડી હોય છે.. પણ ગાડી ને પણ ખૂબ નુકશાન થાય છે.. એ હવે ચાલી શકે એમ જ નહોતી.. ડાયેના હવે જેકનું ચપ્પુ લઈ ને નેન્સી પર ચડી બેસે છે અને એને લગભગ 50 વાર સ્ટેબ કરે છે.. ડાયેના ને હવે ખાતરી થઈ જાય છે કે નેન્સી મરી ગઈ છે..

હવે એ બ્રોક ને બચાવવા માંગે છે.. અને મકાન તરફ દોડે છે.. બ્રોક નક્કી કર્યા મુજબ દર 30 સેકન્ડ ના અંતરાલ માં 3.મિનિટ વાળું મ્યુઝિક વગાડ્યા જ કરે છે.. જે બારી માંથી એ અંદર ગયા હતા ત્યાં જઈ ને એ બ્રોક ને બુમ પાડી ને બોલાવે છે.. મ્યુઝિક હજી ચાલીજ રહ્યું હતું.. અને એ બ્રોક ને જેક ની મોત વિશે જણાવે છે.. અને નેન્સી ને પણ એને ખતમ કરી દીધી છે એવું કહે છે.. અને હવે નેક્સ્ટ રાઉન્ડ માં એને અને બ્રોકે અહીં થી ભાગવાનું જ છે..

બ્રોક માની જાય છે.. અને તૈયારી કરવા લાગે છે.. હવે આ બાજુ નેન્સી મરી નથી હોતી કારણકે એ એક વેમ્પાયર હતી.. એ ધીરે ધીરે ભાન માં આવી જાય છે.. અને બ્રોક અને ડાયેના મકાન માંથી ભાગી ને અજાણતા જ નેન્સી ની સામે આવી ચડે છે.. નેન્સી હજી પુરી ભાન માં આવી નહોતી.. શક્તિ પાછી મેળવવા એ જેક ની લાશમાં થી લોહી પી રહી હતી.. આ દ્રશ્ય જોઈ ડાયેના નો ગુસ્સો હદ પાર કરી જાય છે એ બ્રોક ને ક્યાંક થી મદદ લાવા જવાનું કહે છે.. અને એ નેન્સી પર ચાકુ લઈ ને તૂટી પડે છે.. થોડી રિકવર થયેલી નેન્સી પણ એને બચકા ભરવા લાગે છે.. બ્રોક શક્ય એટલી ઝડપ થી શહેર તરફ ભાગવા લાગે છે..

ડાયેના નેન્સી સામે બહુ ટકી શક્તિ નથી.. અને આ બાજુ મ્યુઝિક પણ પતી જતા.. મિસ પેલોસ્કી અને મેડ બંને ઉડી ને ત્યાં આવી જાય છે.. પલક ના ઝબકારા માં એ લોકો બ્રોક ને પણ પકડી પાડે છે.. બિચારો બ્રોક પણ એમનો શિકાર થઈ જાય છે.. અને અધમરેલી નેન્સી ને એ લોકો મકાન માં લઇ જાય છે..

બીજા દિવસ ની સવાર સમાન્ય સવાર જેવી સવાર જ હોય છે.. નેન્સી ને એક રૂમ માં સાંકળ થી બાંધી રાખી હોય છે..

એક અઠવાડિયા પછી નેન્સી મારિયા નામની નર્સ ને મિસ પેલોસ્કી ના ત્યાં લઈ ને આવે છે.. પણ આ વખતે ઘર માં એક નહિ પણ 2 મેડ હતી.. ડાયેના પણ હવે વેમ્પાયર માં તબદીલ થઈ ચૂકી હતી..