Economy books and stories free download online pdf in Gujarati

અર્થતંત્ર


મોહિતે એક ડ્રાય ફ્રુટ બરફ નો ઓર્ડર આપતા સામે સ્ટૂલ પર બેઠેલા વીર, સાવંત, મયંક, ઋત્વા, પ્રતિતી ની સામું જોઈ ને પૂછ્યું: 'તમારા લોકોનો કયો બરફ મંગાવું? ,
અહીંયાં ઘણી બધી ફ્લેવર છે અને જોજો તમારે જે ખાવું હોય તે, અહીંયા ગોળા પણ છે અને આઇસ ડિશ પણ છે, શરમાતા નઈ
આજે તમારા જિગરજાન ની બર્થડે છે, ને પપ્પાએ ફુલ રૂપિયા આપ્યા છે' ...

મેઇન રોડ પર બરફ ની દુકાન હતી, જાત જાતના બરફ મળતા હતા, લાંબા લોકડાઉન પછી સરકારે હવે છૂટ આપી હતી...
પહેલા તો બહુ ભીડ રહેતી હતી, પણ કોરોના એ બધાને અવેરનેસ લાવી દીધી તેથી એટલી બધી પણ ભીડ પણ ન હતી, દુકાન ની બરાબર સામે ત્રીસ ચાલીસ સ્ટૂલ મૂકેલા હતા,જેમાં ના અડધા ખાલી હતા...

વીર : એક કામ કર, બધાનો ડ્રાય ફ્રૂટ જ મંગાવી લે'

વચોવચ ટેબલ મૂકી મંડળી બરાબર જામી..

ચર્ચા તો એજ કોરોના ની...

એમાં મોહિત નું જ્ઞાન થોડું વધારે... આઇસ ડિશ માંથી કાજુ નો ટુકડો ખાતા ખાતા બોલ્યો : 'સાલું, આ વેરીયન્ટ તો ખતરનાક નિકળ્યો, આપણું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર તો આખું જ પડી ભાગ્યું, જ્યાં જુઓ ત્યાં એમ્બ્યુલન્સ ની લાઇન, ઓક્સિજન સપ્લાય ની ખામી, કોઈ જગ્યાએ બેડ ન મળવા, સ્ટાફ ની અછત, હું તો કહું છું કે આ સરકાર ભૂલ કરે છે'?

સાવંત :'કઈ'

મોહિત : 'સરકારે બધી જ છુટ્ટી આપી દેવી જોઈએ '

મયંક આઇસ ડિશ ખાતો ખાતો : 'એટલે'

મોહિત : ' અલા, સરકારે કોઈ પણ પ્રકાર નું લોકડાઉન રાખવાનું જ નઈ, બધું ખુલ્લું મૂકી દેવાનું, પછી જે થવાનું હોય તે થાય '
એક વખત હર્ડ ઇમ્યુનિટી આવી જશે, પછી કાયમ માટે કોરોના નો ખાતમો'

પ્રતિતી :' મોહિત ની વાત તો સાચી હં, આ જુઓ ને મારા ને ઋત્વા ના વાળ, કેટલા વખત થી બ્યુટી પાર્લર બંધ હતા, હવે ખુલ્યા એટલે પહેલા વાળ ની જ ટ્રીટમેન્ટ કરાવી લઉં'

ઋત્વા:' તો શું યાર ? વાળ તો છોડ, મારે તો આખું પેકેજ જ લેવું પડશે, પાછા કજીન બ્રધર ના લગ્ન પણ આવે છે ને',

સાવંત :' અલા પણ હોસ્પિટલો ફૂલ થઈ જાય, લોકોનું ડેથ થવા માંડે, અને મિત્રો
કોઈ પણ સરકાર લોકોનું ડેથ ના થવા દે, માનવતા વાળો અભિગમ તો રાખવો જ પડે '

મોહિત :' ભલે ડેથ થાય, પણ એટલું જોખમ તો લેવું જ પડે, પછી કાયમ માટે શાંતિ ને ,મેડિકલ સાયન્સ પણ એજ કહે છે કે એક વખત હર્ડ ઇમ્યુનિટી આવી જવી જોઈએ, આ જુઓ અમેરિકા માં, પહેલેથી જ લોકડાઉન ન હતું અને હવે એનું અર્થતંત્ર જુઓ, છે ને જોરદાર '

વીર : ' વાત તો મોહિત તારી સાચી જ છે, સરકારે બધું જ ખુલ્લું મૂકી દેવું જોઈએ, પછી જે થવાની હોય તે થાય'

અચાનક આ લોકોની બાજુ માં એક ભાઈ આવીને ઊભો રહી ગયો,
રણકતા અવાજે બધા સામે જમણા હાથ ની આંગળી ચીંધી ને બોલ્યો :
'તમારા ઘરમાંથી કોઈ નું કોરોના માં ડેથ થયું છે?'

પછી જમણી દિશા માં હાથ લાંબો કરી...

'પેલા છોકરા છોકરી દેખાય છે?
એમના પરિવાર માંથી 10 જ દિવસ ના ગાળા માં એમના પપ્પા,
મમ્મી, અને એક દાદીમા હતા, તે કોરોના માં જ એક્સપાયર્ડ થઈ
ગયા.. છોકરો દશમાં ધોરણ માં ભણે છે અને છોકરી સાતમા ધોરણ માં અને અત્યારે એમના ઘર નું અર્થતંત્ર ખોરવાઈ ગયું છે'....

બધાં સ્તબ્ધ થઈ ગયા,
પીનડ્રોપ સાયલન્સ છવાઈ ગયું
ખાલી બરફ વાળા ના મશીન નો ઘર.. ર.. ર... ર અવાજ ચાલુ રહ્યો...
.
.
.
.
.
.
.
..
.
.
.
.
...

.
.જતીન ભટ્ટ (નિજ)