Kudaratna lekha - jokha - 30 in Gujarati Fiction Stories by Pramod Solanki books and stories PDF | કુદરતના લેખા - જોખા - 30

કુદરતના લેખા - જોખા - 30


આગળ જોયું કે મીનાક્ષી પોતાના નિર્ણયને કહેવા માટે કેશુભાઈ ને ફોન લગાવે છે. અર્ધરાત્રીના સમયે મયૂરને નવા બિઝનેસ વિશે નો આઇડિયા આવતા પથારીમાં સફાળો બેઠો થઈ જાય છે અને આવેલ બિઝનેસ ના વિચારને જ કાલ સવારથી અમલમાં મૂકશે એવું નક્કી કરી ને સુઈ જાય છે
હવે આગળ.........

* * * * * * * * * * * *

સંધ્યા સમયે કેશુભાઈ નારિયેળી ના છાયાં નીચે ખુરશી રાખી ઠંડી પવનની લહેરકીઓ સાથે કડક ચાની લિજ્જત માણી રહ્યા હતા એ જ સમયે તેમના મોબાઈલની રીંગ રણકી ઊઠી. સ્ક્રીન પણ નામ જોતા જ તેમના ચહેરા પર સ્મિત રમવા લાગ્યું.

' હેલ્લો, મીનાક્ષી ઘણા દિવસે યાદ કર્યો? કેવી છે તબિયત બેટા?' કેશુભાઇએ ચાનો કપ નીચે મૂકતા ઉત્સુકતા સાથે કહ્યું.

' શું કહું?' નિસાસો નાખતા મીનાક્ષીએ કહ્યું.

આટલું સાંભળતા જ કેશુભાઈના ચહેરા પર કરચલીઓ પડવા લાગી. ના જાણી શકાય એવો છૂપો ડર કેશુભાઈ મહેસૂસ કરવા લાગ્યા.

' કેમ શું થયું બેટા? કેમ તું આટલી ઉદાસ છે?' ચિંતિત સ્વરે કેશુભાઇએ પૂછ્યું.

' જુઓને કેશુભાઈ જ્યારથી સગાઈ કરી છે ત્યારથી ચિંતા સિવાય બીજું ક્યાં કંઈ મળ્યું છે. મયૂરને ગયે આજે આંઠ મહિના થયા છતાં હજુ સુધી એનો કોઈ અતોપતો નથી. એણે એક વાર પણ ફોન કરીને મારી ખબર પૂછી નથી. શું મારે એના વિરહમાં જ જિંદગી વિતાવવાની છે? તમે જ કહો હવે મારે શું કરવું જોઈએ આમ પણ હવે આ સબંધ આગળ વધારવા હું સમર્થ નથી.' આટલું કહેતાં જ મીનાક્ષીને ડૂસકું ભરાય ગયું.

' હું તારી પરિસ્થિતિ સમજી શકું છું બેટા, મહેરબાની કરીને આમ તું રડ નહિ.' થોડા અટકીને સામે કોઈ પ્રત્યુતર ના આવતા ફરી કેશુભાઇએ કહ્યું કે ' મીનાક્ષી, મયુર કોઈ કામની શોધ ના કરીલે ત્યાં સુધી તારા સંપર્કમાં નહિ રહે એ વાતની પરવાનગી લેવા મયુર તારી પાસે આવ્યો હતો કે નહિ?'

' હા એ મારી પાસે આવ્યો હતો અને મેજ એને પરવાનગી આપી હતી પણ.....'

મીનાક્ષીને અધવચ્ચે જ અટકાવતા કેશુભાઇએ કહ્યું કે ' તો પછી આટલી વિહવળ શા માટે થા છો અને સાંભળ બેટા, મયૂરને આવી પરિસ્થિતિ ઉભી થશે એનો પહેલેથી જ ભાસ હતો એટલે જ એ તને મળ્યા પછી મારી પાસે આવ્યો હતો અને મારી સામે હાથ જોડીને વિનંતી કરતા કહ્યું હતું કે "મારી લુપ્ત અવસ્થામાં તમે મીનાક્ષી ની સંભાળ રાખજો. એણે ભલે મને પરવાનગી આપી હોય પરંતુ એ અંદરથી બહુ ખળભળી ગઈ છે એ મારી લુપ્ત અવસ્થા જીરવી નહિ શકે એ જરૂર એક દિવસ આ માટે તમને ફરિયાદ કરવા આવશે જ ત્યારે તમે એને સંભાળી લેજો"

' શું એ તમારી પાસે પણ આવ્યો હતો?' આશ્ચર્ય સાથે મીનાક્ષીએ પૂછ્યું.

' હા એ આવ્યો પણ હતો અને અત્યારે તને જે પ્રશ્નો મુંઝવી રહ્યા છે એના વિશે પણ એને ખ્યાલ પહેલથી જ હતો માટે જ બેટા હવે તું થોડી ધીરજ રાખ અને સબંધો વિખેરવા ના ખોટા વિચારોને ખંખેરી નાખ. એક દિવસ મયુર જરૂર સફળતા મેળવીને આવશે. અને એ આ બધું તારા માટે જ તો કરે છે બાકી એને ક્યાં કંઈ પૈસાની ખોટ છે.' ' બેટા હવે આટલો સમય પસાર થઈ ગયો તો બાકી વધેલ થોડો સમય પણ નિશ્ચિંત રહીને પસાર કરી નાખ.' કેશુભાઇએ મીનાક્ષીને આશ્વસ્થ કરાવતા કહ્યું.

કેશુભાઈને ફરિયાદ કરીને મીનાક્ષીને જાણે પોતે કોઈ ભૂલ કરી બેઠી હોય તેવો વસવસો થઈ ઊઠ્યો. પરંતુ મયૂરને પોતાના પ્રત્યેની કાળજીની વાત સાંભળીને મયુર પ્રત્યેની બધી ફરિયાદો તેજ તડકામાં પાણી બાષ્પીભવન થાય તેમ ઓગળી ગઈ. પોતાની જાતને જ સંકોચતા કેશુભાઈને કહ્યું કે ' મારી ભૂલ થઈ ગઈ કેશુભાઈ, મારે આવા ખરાબ વિચારો ના કરવા જોઈએ. હું હવે મયુરની ખરા દિલથી રાહ જોઇશ.'

' બરોબર છે બેટા હવે ખોટી ચિંતા ના કરતી બધું સારાવાના થઈ જશે.' કેશુભાઇએ કહ્યું.

વળતો જવાબ વાળીને મીનાક્ષી ફોન મૂકી દે છે. કેશુભાઈ સાથે વાત કર્યા પછી મીનાક્ષી ઘણી રાહત અનુભવે છે. બધી ચિંતાઓ છોડીને તે પોતાના કામમાં પરોવાઈ છે.

* * * * * * * *

ઘણા પ્રયત્નો છતાં મયૂરને ઊંઘ ના આવી. તે ઊઠી ગયો અને મોઢું સાફ કર્યા વગર જ આવેલ વિચાર વિશે વધુ જાણકારી લેવા ઈન્ટરનેટની મદદથી જાણકારી શોધવા લાગ્યો. જેમ જેમ જાણકારી મળતી ગઈ તેમ તેમ મયુરનો આત્મવિશ્વાસ પણ વધતો ગયો. લગભગ રાતના ૩ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી એક જ બેઠકે ઇન્ટરનેટ પર પોતાના નવા બિઝનેસ વિશેની જાણકારી શોધ્યા બાદ એના ચહેરા પર ઉત્સુકતા વ્યાપી ગઈ. આંઠ મહિનાના સમય બાદ આજે પહેલી વાર તેણે પોતાનો ચહેરો અરીસામાં નિહાળ્યો ઘડીભર તો એ પોતાના ચહેરાને પણ ઓળખી ના શક્યો. જરા પણ વિચલિત થયા વગર એણે પોતાની જાતને સંભાળી લીધી. આટલો ભોગ તો જરૂરી જ હતો એવું તે સમજતો હતો.

થોડી જ વારમાં તેણે બધો જ સામાન એક થેલા માં ભરી લીધો અને મકાન માલિકને ભાડું ચૂકવી પોતાના મકાનમાં જતો રહ્યો. પોતાના મકાનમાંથી ગાડી લઈને વાળંદને ત્યાં પહોંચી ગયો. ઘણા મહિનાઓથી માથામાં વધેલા વાળને કપાવ્યા અને દાઢી કરાવી. ત્યાંથી પાછો ઘરે પહોંચી પોતાનું નિત્યક્રમ પૂર્ણ કર્યા બાદ પાછા બે થેલા પેક કરીને પોતાની ફોરવિલને જામખંભાળિયા તરફ દોડાવી મૂકી.

પોતાના ગામડે પહોંચતા જ પોતાની વાડીએ ગાડીને થંભાવી. ભોળાભાઈ ના આશ્ચર્ય વચ્ચે તેમના મકાનમાં મિટિંગ ગોઠવાઈ.

મયુરના સુકાઈ ગયેલા શરીરને જોતા જ ભોળાભાઈને આઘાત લાગ્યો. એવું તે શું બની ગયું આટલા મહિનાઓમાં કે મયુર સાવ લેવાય ગયો. મયુર પહેલા આવ્યો ત્યારે તો એકદમ શાંત અને કોમળ લાગતો હતો પણ આજે આટલી ઉતાવળમાં તેને પોતાના રૂમમાં બોલાવ્યો એ જોતાં કંઇક ગંભીર બાબત બની ગઈ હોય તેવું ભોલાભાઈને લાગતું હતું. મયુરના હાવભાવને જોતા સામેથી કશુંક પૂછવું હિતાવહ નહિ લાગતા ભોળાભાઈ નિશબ્દ મયુરની સામેની ખુરશીમાં બેઠા.

' ભોળાભાઈ , એક અગત્યની વાત કરવા તમને અહી એકલા બોલાવ્યા છે.' મયુરે થોડા ગંભીર અવાજે કહ્યું.

' હા બોલોને મયુરભાઈ.' સંકોચ અનુભવતા થોડા ઘીમાં અવાજે ભોળાભાઈ એ પ્રત્યુતર વાળ્યો. ભોળાભાઈ ને એવું લાગવા લાગ્યું કે પોતાનાથી કોઈ ભૂલ થઈ ગઈ હશે માટે જ આવી રીતે તાબડતોડ મિટિંગમાં આયોજન કર્યું હશે.

' જુઓ ભોળાભાઈ મે ઘણા વિચારો કર્યા પછી નક્કી કર્યું છે કે આપણે હવે આ ખેતી નથી કરવી.' સચોટ શબ્દોમાં મયુર આગળ બોલવા જતો જ હતો ત્યાં ભોળાભાઈ એ મયૂરને અટકાવતા કહ્યું કે ' શું?' ' હવે આટલી બધી જમીનમાં ખેતી નહિ કરવામાં આવે? તો પછી આપણી નીચે કામ કરતા મજૂરોના કોન્ટ્રાકટ નું શું થશે? શું આ વાડીમાં ખેતી સિવાય બીજું કંઈ કરવાનો ઈરાદો છે આપનો?' ભોળાભાઇ એકી શ્વાસે મયુરના એક વાક્યથી ઉદભવેલા પ્રશ્નોને પૂછી નાખ્યો.

ભોળાભાઈ ના પ્રશ્નોથી એક વાતતો સ્પષ્ટ થતી હતી કે અત્યાર સુધી આ માણસે જે આ જમીન પર માલિકીપણું ભોગવ્યું હતું એ મયુરના વાક્ય પ્રમાણે પૂરું થઈ જવાને આરે હતું છતાં ભોળાભાઇ ને એ બાબતે કોઈ પ્રશ્ન હતો જ નહિ એને તો બસ તેની નીચે કામ કરતા મજૂરોની રોજગારી છીનવાઈ જવાનો ડર સતાવી રહ્યો હતો.

ક્રમશઃ
પ્રમોદ સોલંકી

મયુર ભોળાભાઈને શું કહેશે?

શું મીનાક્ષી ખરા દિલથી મયુરની રાહ જોઈ શકશે?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"


વધુ આવતા અંકે........


આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏

Rate & Review

Heena Suchak

Heena Suchak 2 months ago

Yogesh Raval

Yogesh Raval 1 year ago

Sheetal

Sheetal 2 years ago

Janak Patel

Janak Patel 2 years ago

Vihan V Kalsariya