LOVE BYTES - 49 books and stories free download online pdf in Gujarati

લવ બાઇટ્સ - પ્રકરણ-49

લવ બાઇટ્સ
પ્રકરણ-49
સ્તુતિ વહેલી ઉઠીને તૈયાર થઇ ગઇ. માં-પાપાને કહ્યું મારે ઘરે બેઠા કામ કરવાનું છે પરંતુ આજે કંપનીમાં મારે પેપર્સ સાઇન કરવાનાં છે બધી ફોર્માલીટી પુરી કરવાની છે એટલું હું જઇને આવું છું ત્યાં કંપનીમાં ડાયરેક્ટર -ચેરમેન અને મારે જેની હાથ નીચે પ્રોજક્ટ કરવાનાં છે એ લોકોની મુલાકાત કરીશ બધું કામ સમજીશ. માઁ એ કહ્યું બેટાં મો મીઠુ કરીને જા એમ કહીને એમણે ગળ્યુ દહીં અને ગોળની કાંકરી મોઢામાં મૂકીને કહ્યું સેવામાં ભગવાનનાં આશીર્વાદ લઇને જઇ આવ.
સ્તુતિએ મોઢું મીઠું કરી શુકન કર્યા. સેવામાં ઇશ્વરનાં આશીર્વાદ લીધાં. માં-પાપાને પગે લાગીને આશીર્વાદ લીધાં તુષારે કહ્યું દીદી બેસ્ટ લક. બધાની શુભકામનાં લઇને સ્તુતિ એકટીવા પર કંપનીની ઓફીસે જવા નીકળી ગઇ.
કંપનીની ઓફીસ સ્તુતિ પહોચી. મુખ્ય રસ્તા ઉપર આવેલું અતિઆધુનીક બીલ્ડીંગ જોઇને ખુશ થઇ ગઇ. કંપની સરસ લાગે છે એ ઓફીસમાં પ્રવેશીને રીસેપ્શન પર બેઠેલી કામીનીને કહ્યું મારુ નામ સ્તુતિ છે મને વર્ક ફોમ હોમ મારે એપોઇન્ટ કરી છે મારે ચેરમેન સર અને ડાયરેક્ટર સરને મળવાનું છે.
કામીનીએ કહ્યું હાં બેસો તમારી એપોઇન્ટમેન્ટ છે હું સરને જણાવું છું એમ કહી સ્તુતિને બેસવા માટે કહ્યું સ્તુતિ સામે વેઇટીંગમાં બેઠી.
રીસેપનીસ્ટે કહ્યું સ્તુતિબેન તમે જઇ શકો છો સર તમને બોલાવે છે અંદર સ્ટ્રેટ જઇને લાસ્ટ ચેમ્બર છે લેફટ સાઇડ સ્તુતિએ થેંક્સ કહીને અંદર ગઇ.
ચેરમેનની ચેમ્બરમાં મેં આઇ કર્મીગ સર કહીને એને અંદર આવવા કહ્યું એ અંદર ગઇ અને ચેરમેનશ્રી રતનસિંહે કહ્યું યપ સ્તુતિ તારી એપોઇન્ટમેન્ટ થઇ ગઇ છે. તારે મી.સ્તવનનાં અંડરમાં પ્રોજેક્ટ કરવાનાં છે એમનીજ સૂચના પ્રમાણે ફો લોઅપ થવાનું છે. આગળનું કામ મી. ઓબેરોય સમજાવશે. કંપનીનાં રુલસ અને રેગ્યુલેશન સમજી લેજો. તમારી સેલેરી તમારાં એકાઉન્ટમાં નિયમિત જમા થઇ જશે તમે બાજુની ચેમ્બરમાં મી. ઓબેરોયને મળીલો તે બધુ વિગત સમજાવશે.
સ્તુતિએ નમસ્કાર કરીને થેંક્સ કીધું અને મી. ઓબેરોયને મળવાં માટે બાજુની ચેમ્બરમાં ગઇ.
મી.ઓબરોયે એને આવકારીને કહ્યું સ્તુતિ બેસ. આપણી કમ્પની સોફ્ટવેર બનાવે છે એમાંય આપણી કંપનીનાં મી.સ્તવન નવી શોધ કરીને નવા નવા વિજાણુ સોફ્ટવેર ડેવલપ કરે છે એમની મદદ માટે તમને એપોઇન્ટ કર્યા છે. બીજુ કે એમનાં નીદર્શન અને નીરીક્ષણ નીચે કામ થાય છે તો એમની સૂચનાઓ ફોલો કરીને પ્રોજેક્ટ કરવાનાં છે એમાંય ખાસ આપણી પ્રોડક્ટ પર તારે કન્ટેન્ટ આર્ટીકલ લખવાનાં અને પ્રોજેક્ટ બનાવવાનાં છે. 2-3 મહીનામાં તમારુ પરફોમન્સ ખ્યાલ આવી જશે.
પણ અનફોરચ્યુનેટલી મી.સ્તવન આજે રજા ઉપર છે એટલે ફરીથી એકવાર એમનો સમય લઇને મળવા આવી જજો આવતીકાલે એ હાજર જ હશે. હું તમને એમનો નંબર આપુ છું એની પાસેજ એપોઇન્ટમેન્ટ લઇને આવી જજો પછી તમે આગળ કામ એમની પાસે સમજીને કરી શકશો. તમારું નામ આજથીજ કંપની રજીસ્ટરમાં નોંધાઇ જશે આજથીજ તમારી જોબ ચાલુ થઇ ગઇ છે. તમે આ નંબર પર ફોન કરીને સમય લઇ લેજો. કંઇ પણ અગવડ પડે તો મારો સંપર્ક કરશો. બેસ્ટ લક હેવ એ ગ્રેટ ટાઇમ.
સ્તુતિએ એમનો આભાર માનીને એમની ચેમ્બરથી બહાર નીકળી. એને થયું પ્રોડક્ટ અને સોફ્ટવેર શું છે મને ખબરજ નથી કઈ નહીં મી. સ્તવન પાસે બેસુ સમજી લઇશ તેઓ કહેશે સમજાવશે એ પ્રમાણે કામ કરીશ. પછી એને વિચાર આવ્યો અત્યારેજ ફોન કરી કાલની એપોઇન્ટમેન્ટ લઇ લઊં ? પણ તેઓ રજા પર છે ફોન કરાય ? એણે વિચાર્યુ રીસેપ્નીસ્ટ સાથે વાત કરી લઊં.
સ્તુતિ વિચારતી વિચારતી રીસેપ્નીસ્ટ પાસે આવી અને કહ્યું દીદી મારે સ્તવન સરનો સંપર્ક કરવાનો છે. એમની એપોઇન્ટમેન્ટ લેવાની છે.
કામીનીએ કહ્યું સ્તુતિ તેઓ રજા પર છે અને આ તારી ફાઇલ એમાં એપોઇન્ટમેન્ટ રીસીવ કરી સહી કરી મને આપ. હું સ્તવન સરનો નંબર લગાવી આપુ છું. તું વાત કરી લે અને એપોઇન્ટમેન્ટ લઇ લે. કામીનીએ સ્તવનને ફોન લાગડ્યો પહેલીજ રીંગે સ્તવને ફોન ઉઠાવ્યો અને બોલ્યો. હાં કામીની બોલ શું કામ હતું ? એની અરજન્ટ ?
કામીનીએ કહ્યું નો નો સર. પણ આપણે તો નવી એપોઇન્ટમેન્ટ આપી છે એ સ્તુતિ તમારી એપોઇન્ટમેન્ટ લેવા માટે વાત કરવા માંગે છે એણે ચેરમેન સર અને ઓબેરોય સર સાથે મીટીંગ કરી લીધી છે. કાલે આપને મળવા માંગે છે લો એને ફોન આપું છું આપ વાત કરી લો.
સ્તુતિએ ફોન હાથમાં લઇને કહ્યું હેલ્લો સર... હું સ્તુતિ .. સ્તવન એનો અવાજ સાંભળી થોડીવાર સાંભળીજ રહ્યો. સ્તુતિએ કહ્યું હલ્લો... હલ્લો સર હું સ્તુતિ કાલનો આપનો સમય લેવા અંગે... સ્તવને કહ્યું હાં હાં પણ તમારો અવાજ ક્યાંક સાંભળ્યો લાગે છે. એવું લાગ્યું એટલે હું... કંઇ નહીં તમે કાલે સવારે 11.00 થી 1.00 માં આવી શકો છો. હું તમને પ્રોડક્ટ અને પ્રોજેક્ટ અંગે સમજાવી દઇશ મને ઓબેરોય સરે તમારી એપોઇન્ટમેન્ટ માટે વાત કરી હતી. પણ હું સોશીયલ કામે આજે લીવ પર છું કાલે મળીએ.
સ્તુતિ સ્તવનને સાંભળીજ રહી જાણે એનાં અવાજનાં ખોવાઇ ગઇ સ્તવને હલ્લો હલ્લો કહ્યું એટલે જાણે તંદ્રાંમાંથી જાગી હોય એમ બોલી યસ સર કાલે આવી જઇશ. બલ્કે આવવા માટે રાહજ જોતી હતી થેંક્સ કહીને ફોન મૂક્યો.
સ્તુતિએ કામિનીને પણ થેંક્સ કહ્યું કામીનીએ વેલકમ કહીને કહ્યું સ્તવન સર ખૂબજ હોશિયાર છે એમની શોધથીજ કંપની બમણું કામ કરી રહી છે. યુ આર લકી કે તારે એમનાં હાથ નીચે સીધું કામ કરવાનું છે ખૂબ જાણવા મળશે બેસ્ટ લક. યુ આર રીયલી લકી....
સ્તુતિને કંઇ સમજાયુ નહીં પણ એટલું બોલી થેંક્સ દીદી. મને પણ અત્યારે એવુંજ લાગે છે કે આઇ એમ લકી. થેંક્સ અગેઇન એમ કહી ફાઇલ લઇને ત્યાંથી નીકળી ગઇ.
સ્તવન આશા-મયુર-મીહીકા સાથે બેઠો હતો.ચા આવી અને પીવા જતો હતો અને ઓફીસથી ફોન આવ્યો એણે કામીની અને પછી સ્તુતિ સાથે વાતો કરી. સ્તુતિને કાલનો સમય આવ્યો. પણ સ્તુતિનો અવાજ સાંભળીને કોઇ અગમ્ય આનંદનાં એહસાસમાં ઉતરી ગયો.
આશાએ સ્તવનનાં ચહેરાં સામે જોઇને કહ્યું એય મીસ્ટર ફોન પર વાત કર્યા પછી ક્યાં ખોવાઇ ગયાં ? આજે રજા ઉપર છો અને મારાં સાંનિધ્યમાં છો. પાછા વળો. શું વાત છે ? કોઇ સમાચાર છે.
સ્તવને કહ્યું અરે નાના ઓફીસથી ફોન હતો નવી એપોઇન્ટમેન્ટ આવી છે એમને કાલે મળી કામ સમજાવવાનું છે બીજુ કંઇ નહીં એમ કહી એણે વાત અને લાગણી બીજે વાળી લીધી પણ મનમાં સ્તુતિનો અવાજજ રણકી રહ્યો.
મયુરે હસતા હસતાં કહ્યું જીજાજી હમણાં ચા પીલો પછી જમી સાથેજ છીએ સાંજે બધી ગ્રાન્ડ પાર્ટી છે ત્યારે કાયદેસર બધુ પીવા મળશે એમ કહી હસવા લાગ્યો.
આશાએ કહ્યું શું તમે લોકો પણ.. જ્યારે મળો ત્યારે પીવાનીજ વાત કરો છો ? બીજી કોઇ વાત જ નથી સૂઝતી ? આશા કહેં મીહીકાબેન અને સ્તવનને આખો બંગલો તો બતાવ પછી ગાર્ડનમાં જઇને બેસીશું ત્યાં વાતો કરીશું એમ કહી સ્તવનનો હાથ પકડીને ઉભો કર્યો અને બંગલો બતાવવા તલપાપડ થઇ.
સ્તવને બંગલો જોઇને કહ્યું ખૂબ સરસ મોટો અને જાણે રાજવી છે. મારે આવો બગંલો બનાવવો છે એવું એણે આશાનાં કાનમાં કહ્યું.
આશાએ કહ્યું બનાવીશુંજ આપણો પ્રેમ મહેલ ખૂબ સુંદર અને કળાત્મક મને ગાર્ડન અને ફુવારા પણ ખૂબ ગમે. આપણે સાથે રહીને બનાવીશું. સ્તવને એનો હાથ દાબી ચૂમી ભરી લીધી.
***************
સ્તુતિ ઓફીસની બહાર નીકળી પણ એને ચેન નહોતું એને થયું કાલે ક્યારે સ્તવનને મળું .... બસ.....
વધુ આવતા અંકે - પ્રકરણ -50