I Hate You - Can never tell - 27 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-27

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-27


આઇ હેટ યુ
પ્રકરણ-27
નંદીનીનાં પિતાએ નંદીનીને લાગણીમાં બાંધીને પોતાનાં અપમૃત્યુની વિવશતામાં લગ્ન કરી લેવા સમજાવી કહ્યું રાજ સારો અને લાગણીશીલ છોકરો છે પરંતુ એ ભણીને ક્યારે પાછો આવશે ? એ નવી દુનિયામાં ભરમાઇને પાછો આવશે ખરો ? તારી પાત્રતા એનાંથી ક્યાંય અધૂરી અને નીચે લાગશે તો ? મારી પાસે નથી પૈસા નથી સારાં નથી જીવવાનાં દિવસો ? તારું શું થશે ?
નંદીની સાંભળીને ખૂબ રડી કહ્યું પાપા તમે આવુ અમંગળ શા માટે બોલો છો ? રાજનાં સિવાય મારાં જીવનમાં કોઇને કલ્પી નથી શક્તી. મને આમ વિવશતાની હાથકડી ના પહેરાવો. હું તમારી સેવા કરીશ રાજની રાહ જોઇશ તમને કંઇ નથી થવાનું.
નંદીની ખૂબ વિવશતામાં ઉદાસ થઇ ગઇ એક બાજુ પાપાની ઇચ્છા... અધૂરી રહેશે એને અંદર ખાતે ફડક હતી કે પાપાને કંઇ થઇ ગયું તો ? શું થશે ? એમનો આત્મા ડંખ લઇને જશે ? પણ રાજ વિના મારુ જીવન અધુરુ છે.
નંદીનીએ રાજનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો. ત્યાંના નવા નંબરથી એનાં ઉપર ફોન આવેલો એ નંબર પર ડાયલ કર્યો પણ ફોન ના જ કનેક્ટ થયો. વોટસએપથી એ નંબર પરનાં વોટસપ પર પ્રયત્ન કર્યો કોઇ રીસ્પોન્સ ના આવ્યો. એ બેબાકળી થઇ ગઇ એની પાસે રડવા અને આંસુ સારવા સિવાય કોઇ રસ્તો નહોતો.
અને એજ સાંજે રાજનાં પાપાનો નંદીની પર ફોન આવ્યો. રાજનાં પાપાએ કહ્યું. નંદીની બેટા કેમ છે ? તારાં પાપાની તબીયત કેવી છે ? અમે હજી મુંબઇજ છીએ. અમે પણ મોટી મુશ્કેલીમાં મૂકાયા છીએ તારી મદદની જરૂર છે દીકરા એમનો અવાજ ગંભીર અને રડમસ થઇ ગયો.
નંદીનીએ ગભરાઇને કહ્યું અંકલ એવું શું થવું ? મુશ્કેલી શું આવી ? રાજ મઝામાં છેને ? મેં એને ફોન કરવા પ્રયત્ન કર્યો પણ કોઇ રીસ્પોન્સ નથી મળી રહ્યો. અહીં પાપાની તબીયત નાજુક છે સારી નથી. નંદીની રડી ઉઠી અને એક શ્વાસે બધુ બોલી ગઇ.
રાજનાં પાપાએ કહ્યું નંદીની હું અંકલ નહીં તારાં પાપા બરાબર છું મુશ્કેલી એ છે કે રાજ ત્યાં જઇને તારી યાદમાં ડીપ્રેશનમાં આવી ગયો છે અમને કહે છે મને અહીં નથી ગમતું પાપા મારે પાછા આવી જવું છે. હું ઇન્ડીયામાં તમે કહેશો ત્યાં આગળ ભણીશ. અને ચિંતામાં મુકાયાં છીએ એની ત્યાં જેવી કેરીયર અને ક્વોલીફીકેશન બનશે એ ઇન્ડીયામાં નહીં થાય એનું જીવન ધૂળ થઇ જશે. દીકરા એ ફોન અમે કરીએતો જવાબ નથી આપતો. ખબર નહીં એને શું થઇ ગયું છે. નંદીની દીકરા તુંજ એને સમજાવી શકશે અમારાં સ્વપ્નો રોળાઇ જશે એની મંમી આખો વખત રડ્યા કરે છે.
નંદીની એનું જીવન બરબાદ થઇ જશે અને એનું કારણ તું બની જઇશ. અમે નથી ઇચ્છતા કે કંઇ ખરાબ થાય અને એ ભણીને પાછો આવે પછી અમેજ લગ્ન કરાવી આપીશું મેં પ્રોમીસ આપ્યુ છે એને તને પણ પ્રોમીસ આપુ છું તને હું ત્યાનાં મારાં કઝીનનો નંબર આપુ છું એ નંબર પર તું ઓડીયો કોલ કરીને વાત કર એને સમજાવ પ્લીઝ એવું હોય તો હું કોન્ફરન્સ કોલ કરીને તને સાથે લઊં છું અમારા માથે આવી અચાનક ઉપાધી આવી છે. રાજ પાછળ મેં પૈસાનું પાણી કરી નાંખ્યુ છે અને એ નાદાન છોકરો બધું બરબાદ કરવા બેઠો છે.
નંદીની એમને શાંતિથી સાંભળી રહી. એકલબાજુ એને આનંદ થયો કે રાજ એનાં વિના રહી નથી શકતો પણ એનું જીવન બરબાદ થાય હું એવુ ના ઇચ્છી શકું એણે કહ્યું. અંકલ તમે કોન્ફરન્સ કોલ કરો હું વાત કરું જે તમે પણ જોઇ અને સાંભળી શકશો.
રાજનાં પાપાએ કહ્યું થેંક્યુ દીકરા હું પાંચજ મીનીટમાં તને ફોનમાં જોડું છું તું એને સમજાવજે તારાં શબ્દો પર કદાચ એને વિશ્વાસ પડશે. પ્લીઝ તું સંભાળી લે તારાં હાથમાંજ એનાં જીવનની દોર છે. એમ કહીને ફોન મૂક્યો.
નંદીની રાજનાં પાપાનાં ફોનની રાહ જોવાં લાગી એને થયું હાંશ રાજ જોવા મળશે એની સાથે વાત થશે હું પણ શું કહી શકીશ ? કેવી રીતે મનાવી શકીશ ? હું પણ એનાં વિનાં અહીં ઝૂરી રહી છું. એનાં વિયોગમાં જીવતી મરી રહી છું મને કેવી જવાબદારી સોંપી ? હું એને શું કરું કે મને ભૂલી જાય ? ભણવામાં ધ્યાન રાખ ? મારાથી કેવી રીતે કહેવાશે ? નંદીની અસમંજસમાં પડી ગઇ.
થોડીવારમાં તો રાજનાં પાપાનો ફોન આવી ગયો. પહેલાં વીડીયો કોલમાં રાજનાં પાપા દેખાયાં એમણે નંદીનીને કહ્યું દીકરા રાજ હજી ફોન પર નથી આવતો મારાં કઝીન સમજાવે છે એ ખૂબ ઉદાસ છે તારાં હાથમાં બાજી છે સમજાવજે પ્લીઝ એમ કહીને એમનાં કઝીનને ફોનમાં એડ કર્યા અને ત્યાંનુ ઘર દેખાયુ પછી એમનાં કઝીન દેખાયાં એમણે કહ્યું રાજ આવે છે એ વાત કરવા તૈયાર થયો છે મેં કહ્યું નંદીની લાઇન પર છે વાત કર. ત્યાં રાજ દેખાયો.
રાજની આંખો સૂજેલી હતી જાણે ઘણાં દીવસથી સૂતો ના હોય એવો. નંદીની એને જોઇનેજ રડી પડી એનાથી બોલાઇ ગયું રાજ તે આ શું કર્યુ છે ? રાજે આંખો ઊંચી કરીને નંદીની સામે જોયું એની આંખો ચમકી ઉઠી એણે તરતજ નંદીનીને કહ્યું નંદુ આઇ લવ યુ. મને અહીં નથી ગમી રહ્યું પાપાને હું કેટલું સમજાવું છું પણ એ માનતાજ નથી ઇન્ડીયામાં પણ ઘણું ભણવાનું છે. પણ નંદુ તું કેમ છે ? તારાં પાપાની તબીયત કેમ છે ?
આવા ટેન્શનમાં પણ એ એની અને એનાં પાપાની ખબર પૂછી રહ્યો છે. નંદીનીની આંખમાં આંસુ ઘસી આવ્યાં પણ એ બોલી ના શકી કે રાજ આઇ લવ યુ એ આમન્યામાં રહી. નંદીનીએ મનોમન નક્કી કર્યું હોય એમ બોલી રાજ હું મઝામં છું હવે જોબ શોધી રહી છું.. પણ અગત્યની વાત સાંભળ.. તારે ત્યાં ખૂબ ભણવાનું છે તું ભણીને પાછો આવી એની રાહ જોઉં છું. એમ નાસીપાસ થઇને પાછો આવી જાય એ મારો રાજ નથી. રાજ વિયોગ પછીનાં મિલનની મજા અને આનંદ જુદો છે. તું સરસ ભણીને આવે એવુંજ ઇચ્છું છું હું અને એજે મારાં રોબ છે એમ અધૂરુ મૂકીને નથી આવવાનું.
રાજ તારાં પાપાનાં પણ સ્વપ્ન છે એમનાં સ્વપ્ન પુરા કરીને તું મારી પાસે આવીશ એ વધુ ગમશે તોજ એ લોકો પણ આપણો યુગ્મ સ્વીકાર કરશે. હું પણ મારાં પાપાની દીકરી છું.. એમ બોલતાં બોલતાં રડી પડી રડતાં રડતાં બોલી બાપનાં સ્વપ્ન અને ઇચ્છાઓ પુરી કરવી આપણી ફરજ છે. અને એ ફરજ પુરી કરવા આપણે ગમે તે બલીદાન આપવું પડે. એ આપણું સદનીસીબ છે. રાજ હું સદાય તારાં સાથમાં છું સરસ ભણીને પાછો આવજે.
રાજે નંદીનીને કહ્યું તને મારી યાદ નથી આવતી ? તને આવી દૂરી સહેવાય છે ? પણ તું કહે છે એ બધી સમજ મને પણ છે પણ... પણ.. મારાં પ્રેમનું પલ્લુ અતિભારે છે. મને તારાં વિનાની પળો ખાવા થાય છે મારું મન ભણવામાંજ નથી લાગતું અહીંની દુનિયા અજાણી અને પરાઇ લાગે છે હું શું કરું ? એમ કહેતાં કહેતાં રાજ રડી પડ્યો.
બીજા છેડે રાજની મંમી રડી પડ્યાં. એમણે કહ્યું દીકરા નંદીની એજ તો સમજાવી રહી છે તારી કેરીયર બનાવી લે પછી તમારો મેળાપ કાયમી થવાનોજ છે.
નંદીનીએ રાજને કહ્યું રાજ તને આજે કોલમાં જોઇ લીધો. તું પાછો આવીશ ત્યાં સુધી મારી સ્મૃતિમાં તુંજ રહીશ. આપણે ફોન કે કોઇ રીતે સંપર્કમાં નહીં રહીએ મારે તારું જીવન કે કેરીયર બગડે એનું નિમિત કે કારણ નથી બનવું. આપણો પ્રેમ સાચો છે એટલે તને કે મને તકલીફ ના પડવી જોઇએ તું ખરેખર મને પ્રેમ કરી રહ્યો હોય કરતો હોય તો મને પ્રોમીસ કર કે તું કદી તારું ભણવાનું નહીં બગાડે આપણી યાદો તારાં તેજસ્વી ભણતરને નહી બગાડે તારી પ્રગતિ નહીં રુંધાવે પ્લીઝ રાજ બીલીવ મી તારીજ રાહ જોતી હોઇશ... રાજ આઇ લવ યુ. એમ કહીને નંદીનીએ રડતાં રડતાં ફોન કાપી નાંખ્યો.
ફોન કાપીને નંદીની કલાકો સુધી એનાં રૂમમાં ધુસ્કે ને ધૂસ્કે રડતી રહી. રાજ.. રાજ.. એમ બૂમો પાડતી રહી સ્વગત બોલતી રહી કે રાજ મને સમજ્જો. મારું આપેલું પ્રોમીસ પાળજે. આ દુનિયા નહીંતર આપણને જીવવા નહીં દે રાજ આઇ લવ યુ. આઇ લવ યુ અને રડતી રડતી એનાં બેડ પર ખુલ્લી આંખે પડી રહી એ એટલું રડી કે એનાં આંસુ ખૂટી પડ્યાં. આંખો કોરી થઇ ગઇ.
ત્યાંજ એની મંમીનો ચીસ જેવો ફાટેલો અવાજ આવ્યો નંદીની... નંદીની અહીં આવ જો તારાં પાપા.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-28

Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Patel Upendra

Patel Upendra 3 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Kinnari

Kinnari 9 months ago

Narendrbhai M Patel